ભરતી પ્રક્રિયા કૌભાંડો, ડમી ઉમેદવારના થઈ રહેલા ખુલાસાઓમાં નિષ્પક્ષ તપાસ આવશ્યક: અભાવિપ

ભરતી પ્રક્રિયા કૌભાંડો, ડમી ઉમેદવારના થઈ રહેલા ખુલાસાઓમાં નિષ્પક્ષ તપાસ આવશ્યક: અભાવિપ

ગાંધીનગર: સરકારી ભરતી પ્રક્રિયાઓ અને તેમની પરીક્ષાઓમા છેલ્લા ઘણા સમય થી થતા કૌભાંડો ના કારણે ચર્ચા માં રહી છે. વારંવાર પેપર લીક થવા, પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા જેવા કૌભાંડ ના કારણે સામાન્ય વિધાર્થીઓ ભારે ચિંતાઓ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે ચાલતી આવી દુરદશા જોઈ ને વિધાર્થીઓનું મનોબળ તુટી રહ્યું છે. ઘણી ખરી ભરતી પરિક્ષા જેવી કે GPSC, GSSB ધણા સમય થી પરિણામો પણ જાહેર થયા નથી. રાજ્ય સરકાર નવી ભરતી ઓના‌ સપના બતાવીને વિધાર્થીઓના ભાવિ સાથે રમત રમી રહી છે.

અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ આ તમામ વિષયો ને લઈ ને સરકાર ને માંગ કરે છે કે, વિધાર્થી હિત અને તેઓના ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને એક નિષ્પક્ષ સભ્યો ની સમિતિ ની રચના કરવામા આવે. સરકારી ભરતી પ્રક્રિયાઓમા થતી ગેરરીતિઓને સંપૂર્ણ નિયંત્રણમા લાવવામાં આવે તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ નુ સ્તર જળવાઈ રહે તે માટે ના પગલા લેવા ઘણા આવશ્યક જણાઈ રહ્યા છે. ગુજરાત ના દરેક વિધાર્થી ની લાગણીઓ ન દુભાય અને ભરતી પરિક્ષા ઓ માટે કડક નિયમો નક્કી કરવાથી વિદ્યાર્થી હિત માટે સુયોગ્ય પગલું રહેશે. આ સાથે જ વિદ્યાર્થી પરિષદ નું માનવું છે કે રાજ્ય ના વિધાર્થીઓનો સરકારી તંત્ર પ્રત્યે નો વિશ્વાસ જાળવી રાખવાની ફરજ સરકાર ની બને છે. આવા તમામ કૌભાંડો પર સંપૂર્ણ અંકુશ લાવવા માટે અર્થપૂર્ણ પગલા લેવા એ ગુજરાત ના લાખો વિદ્યાર્થીઓના ભાવિ માટે આવશ્યક છે.

ગુજરાત પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે જણાવે છે કે, “રાજ્ય મા ચાલતા ભરતી કૌભાંડ એ વિદ્યાર્થીઓને અંધકારમય દિશા તરફ લઈ જઈ રહ્યા છે, સરકાર પ્રત્યેનો તેમનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. વિદ્યાર્થીઓની આશા નિરાશામાં પ્રવર્તિત થતી જાય છે, વિદ્યાર્થી પરિષદ તે દરેક વિદ્યાર્થીઓની સાથે છે, જેઓ અન્યાય અનુભુવી રહ્યા છે. અને તેમના ન્યાય માટે પરિષદ નો દરેક કાર્યકર્તા લડત આપતો રહેશે.