વાહન વ્યવહાર રાજ્ય મંત્રી નવનિર્મિત મોરબી એસ.ટી. સ્ટેશનનું લોકાર્પણ કરશે
May 17, 2023
મોરબી: તા.૧૮-૫-૨૦૨૩ના રોજ મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ બંને જિલ્લામાં નવીન પોલીસ આવાસોનું તેમજ મોરબીના નવનિર્મિત એસ.ટી સ્ટેશનનું લોકાર્પણ કરી નાગરિકોની સેવામાં ખુલ્લું મૂકશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે રૂ. ૫૪૩ લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બી કક્ષાના ૩૨ નવનિર્મિત પોલીસ આવાસોનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
લોકાર્પણ સમારોહ બાદ ગૃહ રાજ્ય મંત્રીશ્રી મોરબીના લીલાપર ખાતે મોરબી ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ સાથે ઉદ્યોગના નાણાકીય વ્યવહારની સલામતી અને સુરક્ષા અંગે સવિશેષ સંવાદ કરશે. તદુપરાંત પોલીસ અધિક્ષકની કચેરી-મોરબી ખાતે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે.
વધુમાં, રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત બી-કક્ષાના ૮૦ અને સી-કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
