ગુજરાતના લોથલમાં તૈયાર થઈ રહેલુ વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ
June 30, 2023
લોથલ : સિંધુ સંસ્કૃતિના ભવ્ય વારસાને દર્શાવતી જગ્યા એટલે ગુજરાતમાં આવેલું લોથલ. ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતની ભવ્ય સભ્યતા અને વારસાને દર્શાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ નિર્માણ પામી રહ્યું છે. રૂપિયા 3500 કરોડના ખર્ચે બનનાર આ કોમલપેક્સ પોર્ટ અને શિપિંગ મિનિસ્ટ્રીની આગેવાનીમાં તૈયાર થયું રહ્યું છે. આ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ (NMHC)નું ખાતમુહૂર્ત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. માર્ચ 2019 માં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષની રૂપરેખા તૈયાર થયા બાદ ભારતમાં આ પ્રકારના કોમ્પલેક્ષનું સૌપ્રથમવાર નિર્માણ થઈ રહ્યું છે.
નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રોજેક્ટનું નિર્માણ જુદા જુદા બે તબક્કામાં કરવામાં આવશે:
પહેલા તબક્કામાં મ્યુઝિયમનું બિલ્ડીંગ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે જેમાં પાંચ ગેલેરીનો સમાવેશ કરવામાં આવશે. કોમ્પ્લેક્સમાં 35 એકરમાં ફેલાયેલી એક અલગ નૌસેના ગેલેરી હશે જેનો ઉપયોગ નૌસેના અને કોસ્ટ ગાર્ડને લગતાં વિકાસ કામો માટે કરવામાં આવશે. બાકીના મ્યુઝિયમમાં બેલેન્સ ગેલેરી, લાઈટ હાઉસ, 5D ડોમ થિયેટર, બગીચા કોમ્પલેક્ષ અને અન્ય બાંધકામો ઉભા કરવામાં આવશે.
પ્રોજેક્ટમાં તૈયાર થવા જઈ રહેલી 5 પ્રકારની ગેલેરીની ખાસિયતો:
- ~ ગેલેરી 1 ઓરીએન્ટેશન અને દરિયાઇ માઈથોલોજીને લગતી વિગતોનું પ્રદર્શન
- ~ ગેલેરી 2 હરપ્પન: અગ્રણી નાવિકો
- ~ ગેલેરી 3 હરપ્પન પછીનો માર્ગ: ક્લાઈમેટ ચેન્જની અસરો
- ~ ગેલેરી 4 ગ્રીક-રોમન દુનિયા સાથે ભારતનો સંપર્ક
- ~ ગેલેરી 5 ખાસ પ્રદર્શન
બીજા તબક્કામાં સ્ટેટ પેવિલિયન, લોથલ શહેર, મેરીટાઈમ ઇન્સ્ટિટયૂટ અને હોસ્ટેલ, ઈકો રિસોર્ટ, મેરી ટાઈમ અને નોસૈનિક થીમ પાર્ક, ક્લાયમેટ ચેન્જ થીમ પાર્ક, મોન્યુમેન્ટ થીમ પાર્ક, એડવેન્ચર અને અમ્યુઝમેન્ટ પાર્ક પણ બનાવવામાં આવશે.
નેશનલ મેરીટાઈમ હેરીટેજ કોમ્પલેક્ષની અન્ય ખાસિયતો:
- ~ મેરી ટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ડિઝાઇન મુલાકાતઓને એક અદભુત મેરીટાઈમ એક્સપિરિયન્સ કરાવશે.
- ~ શિક્ષણ સાથે મનોરંજન અને આરામની પણ અનુભૂતિ કરાવશે.
- ~ જુદા જુદા ઘટકો જેમ કે નીચલું અને મધ્યમ શહેર, અંતરકોટ, કબ્રસ્તાન, ઘર અને ગલીઓની જુદી જુદી રચનાઓ, સેનીટેશન સિસ્ટમ, કુવા, ઇન્ડસ્ટ્રી, માર્કેટ વગેરે પણ કોમ્પ્લેક્સમાં દર્શાવવામાં આવશે.
- ~ મુલાકાતીઓને હરપ્પન કે સિંધુ સંસ્કૃતિના સિંચાઇ અને વ્યવસ્થાપન સાઇટ ઉપર જ જોવા મળશે.
- ~ 25 એકરની વધારાની જમીન પર સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવશે.
આ કોમ્પ્લેક્સ એ સાગરમાલા પ્રોજેક્ટનો એક મહત્વનો ભાગ છે .
- ~ સ્ટેટ હાઇવે નંબર 1 થી લઈને નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષની સાઈટ સુધીનો 11.58 કિલોમીટર લાંબો હાઇવે ચાર લેનનો કરવાનું કાર્ય
- ~ NMHC સુધી પાણીની લાઈનનું જોડાણ તથા 66kv ની પાવર સપ્લાય
- ~ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષનો પ્રોજેક્ટ લોથલ અને તેની આસપાસની જગ્યાઓને આર્થિક રીતે વિકાસ કરવામાં મદદરૂપ થશે.
- ~ આસપાસના ગામો જેમ કે સાગરવાલા અને ઉટેલિયામાં નોકરી-રોજગારની તકો ઉભી થશે; અને ઘણી બધી કોટેજ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે.
લોથલને એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે. વિશ્વના અન્ય જાણીતા આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમની કક્ષામાં તેને સ્થાન મળી રહે તે રીતે તેનો વિકાસ કરવામાં આવશે.
હાલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટને EPC(Engineering Procurement and Construction) અને PPP(Public Private Partnership) મોડલ અંતર્ગત બનાવવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન પોર્ટ, રેલ એન્ડ રોપવે કોર્પોરેશન લિમિટેડને આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો કરવા માટે કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મિનિસ્ટ્રી દ્વારા નામાંકિત કરવામાં આવી છે. જાણીતી આર્કિટેક્ચર કંપની હાફિઝ કોન્ટ્રાક્ટરને આ પ્રોજેક્ટના પ્રિન્સિપલ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકે નિમવામાં આવ્યા છે. ટાટા પ્રોજેક્ટને પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે. નેશનલ મેરીટાઇમ હેરિટેજ પ્રોજેકટનું નિયંત્રણ સરકારના ઉચ્ચ અધિકારીઓ અને પોર્ટ અને શિપિંગના કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
