અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના તબીબોને નાના આંતરડાનું અંગદાન મેળવીને રીટ્રાઇવ કરવામાં બીજી વખત સફળતા મળી
August 17, 2022
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન બાબતે વધુ એક સિદ્ધિ ઉમેરાઇ છે. ૧૬મી ઓગસ્ટની રાત્રીએ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના ૪૮ વર્ષીય બ્રેઇનડેડ યુવકના અંગદાનમાં નાના આંતરડાનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સમગ્ર ગુજરાત માટે આ બીજો કિસ્સો છે. આ યુવકને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ૧૪ મી ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ૧૬ મી ઓગસ્ટની રાત્રીએ તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.
યુવકના પરિવારજનોને બ્રેઇનડેડ થયાની જાણ થતા તેઓએ અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કર્યો હતો. જેના પરિણામે યુવકના શરીરના અંગોના રીટ્રાઇવલ કરતા બંને કિડની, એક લીવર અને નાના આંતરડાનું દાન મેળવવામાં સફળતા મળી છે.
સૌરાષ્ટ્રના ૪૮ વર્ષીય પુરુષ અંગદાતાના નાના આંતરડાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર મારફતે ગણતરીની મિનિટોમાં પહોંચાડીને ૪૦ વર્ષના પુરુષ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને લાંબુ પીડામુક્ત જીવન આપવામાં સફળતા મળી છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
