સરદાર સરોવરમાં ૮૮ ટકા સાથે રાજ્યનાં ૨૦૭ જળાશયમાં સરેરાશ ૭૯ ટકા જળસંગ્રહ
August 18, 2022
- રાજ્યના ૫૩ જળાશયો સંપૂર્ણ છલકાયાં
- ૬૪ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયાં
ગાંધીનગરઃ સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં તા. ૧૮ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં ૭૯.૬૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૯૬,૮૯૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૮.૮૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૪,૧૪,૧૦૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૪.૧૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
આ ઉપરાંત રાજ્યમાં ૫૩ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર સહિત ૬૪ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૩૧ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા, ૨૯ જળાશયોમાં ૨૫થી ૫૦ ટકા અને ૨૯ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે. ૩૨ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતાં હાઈએલર્ટ પર છે.
દેશ ગુજરાત
Recent Stories
- Bharat SemiTech Eyes ₹1,000 Crore Semiconductor Equipment Plant in Sanand
- Gujarat Govt to Disburse ₹7.14 Crore Pending Sugarcane Dues to Vyara Farmers Before Diwali
- Western Railway to Develop New Gati Shakti Cargo Terminal at Khakhrechi in Gujarat
- Western Railway Announces Two Special Trains from Ahmedabad to Bihar
- 101 New GSRTC Buses Flagged Off from Gandhinagar Ahead of Diwali
- GMRC Revises Ahmedabad - Gandhinagar Metro Timings for Diwali
