ગુજરાતમાં 40 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત
August 23, 2022
અમદાવાદઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સોમવારે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનના 40 હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નાગરિકતા પત્રો સોંપતી વખતે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે, એને પરિણામે જ આજે તમે ભારતના નાગરિક બની શક્યા છો.
- 1000થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપવામાં અમદાવાદ જીલ્લો મોખરે
- અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 2017થી અત્યાર સુધીમાં કુલ 1032 પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી
40 Pakistani Hindus given citizenship of India in Ahmedabad district collector office today in presence of MoS Home Harsh Sanghavi. Since 2017 this office has granted Indian citizenship to 1032 Pakistani Hindu refugees after prescribed process. pic.twitter.com/arQN3CCWav
— DeshGujarat (@DeshGujarat) August 22, 2022
‘નાગરિકો કો લખ લખ વધાઈયાં’ કહીને ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો, એવી અપેક્ષા છે.
તેમણે ભારતીય નાગરિકત્વ ધારણ કરનાર સૌને સંબોધીને જણાવ્યું હતું કે, ‘આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો. નાગરિક તરીકે તમને બધા અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાનો લાભ પણ લઈ શકશો.
ગુજરાતમાં તમે સૌ સલામતી નો અનુભવ કરી શકશો એવી ખાતરી પણ મંત્રીશ્રીએ સૌને આપી હતી. હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે 1000થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને નવજીવન આપનાર અમદાવાદના કલેક્ટરશ્રી તથા સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.
આ પ્રસંગે કલેક્ટરે પણ ભારતનું નાગરિક મેળવનારા 40 હિંદુઓને અભિનંદન પાઠવ્યા હતા તથા પાકિસ્તાનના નિર્વાસિત હિંદુઓને ભારતનું નાગરિકત્વ આપવા સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો તથા સ્વૈચ્છિક સંસ્થાઓને સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપી રહ્યા હતા ત્યારે કેટલાક ભાવસભર દૃશ્યો સર્જાયાં હતાં. રુહી નરીન્દ્રકુમાર નામની યુવતી ભાવસભર થઈને મંત્રીશ્રીને ભેટી પડી હતી અને તેની આંખો ભીની થઈ ગઈ હતી. ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌની આંખોમાં આનંદના ભાવ છલકાતા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓના ચહેરા પર ભારતીય નાગરિકતા મળ્યાનો સંતોષ વર્તાતો હતો. લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીઓને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.
રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પુરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
છેલ્લાં સાત વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતું હોય છે. જે સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
2017થી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ 1032 પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
2017માં 187
2018માં 256
2019માં 205
2020માં 65
2021માં 212 અને
2022માં અત્યાર સુધીમાં 107
કુલ 1032 હિંદુઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
