દેશમાં આરોગ્ય સુવિધાઓ વધારવા માટે 64,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે; બે હોસ્પિટલોનું ઉદઘાટન કરતા વડાપ્રધાન
August 24, 2022
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના ફરિદાબાદમાં તથા પંજાબના મુલ્લનપુરમાં એ બે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.
હરિયાણાના ફરિદાબાદમાં માતા અમૃતાનંદમયી મઠ દ્વારા નિર્મિત અત્યંત આધુનિક 2,600 બેડની અમૃતા હોસ્પિટલનું લોકાર્પણ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ હોસ્પિટલ તમામ આધુનિક સુવિધાઓની સાથે સાથે આધ્યાત્મિક ચેતનાની રીતે પણ અલૌકિક છે. વડાપ્રધાને અમ્મા પ્રેમ, કરૂણા, સેવા અને ત્યાગની પ્રતિમૂર્તિ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે અમ્મા ભારતની આધ્યાત્મિક પરંપરાના વાહક છે. અમ્માનો જીવન સંદેશ આપણને ઉપનિષદોમાં મળે છે.
ભારત એક એવો દેશ છે જ્યાં સારવાર એક સેવા છે, આરોગ્ય એક દાન છે. આરોગ્ય, આધ્યાત્મ બંને એકબીજાથી જોડાયેલા છે તેમ જણાવી વડાપ્રધાને ઉમેર્યું હતું કે, આપણે ત્યાં આયુર્વિજ્ઞાન એક વેદ છે. આપણે આપણા મેડિકલ સાયન્સને પણ આયુર્વેદનું નામ આપ્યું છે. આપણે આયુર્વેદના સૌથી મહાન વિજ્ઞાનીઓને, સંશોધકોને ઋષિ અને મહર્ષિનો દરજ્જો આપેલો છે. મહર્ષિ ચરક, મહર્ષિ સશ્રૃત, મહર્ષિ વાગ્ભટ્ટ જેવા ઘણાં ઉદાહરણ છે જેમના જ્ઞાન અને સ્થાન આજે ભારતીય માનસમાં અમર થઈ ગયા છે. આજે દેશમાં એ આધ્યાત્મિક સામર્થ્ય વધુ એક વખત સશક્ત થઈ રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે, પૂજ્ય અમ્મા દેશ અને દુનિયામાં પણ તેમના સેવાકાર્યોથી જાણીતા છે, પરંતુ હું નસીબદાર છું કે છેલ્લા ઘણા દાયકાથી પૂજ્ય અમ્માનો સ્નેહ અને આશીર્વાદ મળી રહ્યા છે. તેમના સરળ મન તથા માતૃભૂમિ માટેની તેમના ભાવનાને મહેસુસ કરી છે. જે દેશમાં આવી ઉદાર અને સમર્પિત આધ્યાત્મિક સત્તાઓ હોય એવા દેશનું ઉથ્થાન સુનિશ્ચિત છે.
આપણા ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય સાથે જોડાયેલી જવાબદારીઓ ઉપાડવાની આ વ્યવસ્થા એક રીતે પ્રાચીન સમયનું પીપીપી મોડેલ છે. તેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ તો કહેવાય જ, હું તેને પરસ્પર પ્રયાસ રૂપે પણ જોઉં છું. રાજ્યો પોતાની રીતે વ્યવસ્થાઓ કરતા હતા, મોટી યુનિવર્સિટીઓના નિર્માણમાં ભૂમિકા નિભાવતા હતા, પરંતુ સાથે જ ધાર્મિક સંસ્થાઓ પણ તેનું એક મહત્ત્વનું કેન્દ્ર રહી છે.
દેશને આજે આશા છે કે સરકાર મિશન મોડમાં સ્વાસ્થ્ય સેવાઓનું આધુનિકરણ કરે અને આ માટે સામાજિક સંસ્થાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હું આહવાન કરું છું કે આ અમૃતા હોસ્પિટલ પણ દેશની બીજી સંસ્થાઓ માટે એક આદર્શ બનશે. સમાજના દરેક વર્ગ, દરેક સંસ્થા, દરેક ક્ષેત્રના સામૂહિક પ્રયાસનું શું પરિણામ આવ શકે એ બાબત આપણે કોરોનાકાળમાં જોઈ-અનુભવી છે.
આજે હું વિશેષરૂપે સ્પિરિચ્યુલ – પ્રાઇવેટ પાર્ટનરશિપ છે તેનો ઉલ્લેખ કરવા માગું છું. તમે સૌ જાણતા હશો કે ભારતે પોતાની વેક્સિન બનાવી હતી ત્યારે કેટલાક લોકોએ કેવો અપ-પ્રચાર કરવાના પ્રયાસ કર્યા હતા. એ અપ-પ્રચારને કારણ સમાજમાં ઘણી અફવાઓ ફેલાવા લાગી હતી. પરંતુ જ્યારે સમાજના ધર્મગુરુઓ, આધ્યાત્મિક ગુરુઓએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું ત્યારે તેની તરત જ અસર પણ થઈ હતી.
વડાપ્રધાને કહ્યું કે, ભારતના એક પ્રસ્તાવનો સ્વીકાર કરીને આખું વિશ્વ આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મિલેટ યર ઉજવશે. મને આશા છે કે તમે સૌ પણ આ અભિયાનને આગળ વધારવા યોગદાન આપશો.
ત્યારબાદ પંજાબના મુલ્લનપુર (જે ન્યૂ ચંડીગઢ તરીકે ઓળખાય છે) ત્યાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ઉદ્દઘાટન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ હોસ્પિટલથી પંજાબ, હરિયાણા તેમજ હિમાચલ પ્રદેશના લોકોને લાભ થશે.
તેમણે કહ્યું હતું કે, થોડા દિવસ પહેલાં લાલ કિલ્લા પરથી આપણે સૌએ દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો. એ માટે સ્વાસ્થ્ય સેવાઓ પણ વિકસિત હોય એ જરૂરી છે. ભારતના લોકોને સારવાર માટે આધુનિક સુવિધાઓ મળશે તો તેઓ ઝડપી સ્વસ્થ થશે. આજે હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સ્વરૂપે દેશને એક આધુનિક હોસ્પિટલ મળી છે.
PM Modi inaugurates state-of-the-art Amrita Hospital at Faridabad in Delhi NCR region. Managed by Mata Amritanandamayi Math, the super-specialty hospital will be equipped with 2600 beds. The hospital, which is being constructed at an estimated cost of around Rs. 6000 crores, pic.twitter.com/xxw2Z1b53I
— DeshGujarat (@DeshGujarat) August 24, 2022
વડાપ્રધાને પંજાબની ધરતીનો આભાર માનતા કહ્યું હતું કે, પંજાબ સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાંતિવીરો, રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત પરંપારની આ ધરતી છે. હરઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા બદલ પણ વડાપ્રધાને સૌને ધન્યવાદ આપ્યા હતા.
સારી હેલ્થકેર સિસ્ટમનો અર્થ માત્ર ચાર દીવાલ બનાવવી એવો નથી. તેથી છેલ્લા આઠ વર્ષમાં દેશમાં હોલિસ્ટિક હેલ્થકેરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જેટલું કામ છેલ્લા 7-8 વર્ષમાં થયું છે એટલું કામ 70 વર્ષમાં નહોતું થયું. આજે દેશ ગરીબોને આરોગ્ય સુવિધા માટે છ મોરચે એક સાથે કામ કરીને સુવિધા (1) પ્રિવેન્ટિવ હેલ્થકેર, (2) ગામોમાં નાની અને આધુનિક હોસ્પિટલો, (3) શહેરોમાં મેડિકલ કોલેજ અને મેડિકલ રિસર્ચ સુવિધાઓ, (4) દેશભરમાં ડૉક્ટરો-પેરા સ્ટાફની સંખ્યા વધારવી, (5) ગરીબો સહિત સૌને સસ્તી દવાઓ અને સાધનો ઉપલબ્ધ કરાવવાં તથા (6) ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્દીઓને પડતી મુશ્કેલીઓ ઓછી કરવી. કેન્દ્ર સરકાર આ છ બાબતો ઉપર હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે તેમ વડાપ્રધાને કહ્યું હતું.
બીમારીથી બચાવ એ જ સૌથી સારો ઉપાય છે અને એ હિસાબે દેશમાં પ્રિવેન્ટિવ કેર પર ભાર મૂકી રહ્યો છે તેમ જણાવી તેમણે કહ્યું કે, જલજીવન મિશનને કારણે પાણીથી થતી બીમારીઓમાં ઘટાડો થયો છે એવો રિપોર્ટ આવ્યો. આજે અમારી સરકાર તમામ અભિયાન ચલાવીને – જનજાગ્રતિના અભિયાન ચલાવીને લોકોને જાગ્રત કરે છે અને લોકોને બચાવી રહી છે.
યોગને કારણે લોકોમાં ઘણી જાગ્રતિ આવી છે. ફિટ ઈન્ડિયા અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન અને જલજીવન મિશનથી કૂપોષણને નિયંત્રણમાં લાવવામાં મદદ મળી છે. માતાઓને એલપીજી આપીને તેમને ધુમાડાથી બચાવી છે.
ગામડાંઓમાં જેટલી સારી હોસ્પિટલો હશે, તપાસની જેટલી સારી સુવિધાઓ હશે તેટલા પ્રમાણમાં આરોગ્ય સુધારી શકાશે. અમારી સરકાર ગામોને 1.5 લાખથી વધુ હેલ્થ અને વેલનેસ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. તેમાંથી સવા લાખ સેન્ટરોએ કામ શરૂ કરી દીધું છે. પંજાબમાં 3000 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સેવા આપે છે. દેશમાં તેના દ્વારા 22 કરોડ લોકોની કેન્સરનું સ્ક્રિનિંગ થઈ ચૂક્યું છે.
દેશમાં 2014 પહેલાં માત્ર સાત એઈમ્સ હતી, આજે તેની સંખ્યા વધીને 21 થઈ છે. કેન્દ્ર સરકાર દેશના પ્રત્યેક જિલ્લામાં કમ સે કમ એક મેડિકલ કોલેજ માટે કામગીરી થઈ રહી છે. આરોગ્ય સુવિધાઓ માટે 64000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અગાઉ ગરીબના ઘરે બીમારી આવે તો ઘર-જમીન વેચાઈ જતી. અમારી સરકારે સારવારની સાથે – ગરીબોને પાંચ લાખ સાડા ત્રણ કરોડ દર્દીઓએ સારવાર કરાવી. કોઈ ખર્ચ નહીં. તેમાં કેન્સરના દર્દીઓ પણ છે. જો આ વ્યવસ્થા ન હોત તો 40,000 કરોડ રૂપિયાની બચત થઈ છે. પંજાબ સહિત જનઔષધી કેન્દ્રોનું નેટવર્ક, અમૃત સ્ટોરમાં પણ કેન્સરની દવાઓ સાવ ઓછી કિંમતે ઉપલબ્ધ. 500થી વધુ દવાઓની કિંમતમાં 90 ટકા ઘટાડો. આ રીતે પણ દર્દીઓના સરારેશ વર્ષે 1000 કરોડ બચ્યા. 9000 જન ઔષધિ કેન્દ્ર પર સસ્તી દવાઓ મળે છે- જે ગરીબો માટે લાભદાયી છે.
વડાપ્રધાને માહિતી આપી કે કેન્સરની હોસ્પિટલો- દેશના દરેક ખૂણામાં આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. 40 વિશેષ સંસ્થાઓને સ્વીકૃતિ આપવામાં આવી તેમાંથી ઘણી હોસ્પિટલમાં સેવા આપવાનું ચાલુ થઈ ગયું છે. આયુષ્યમાન ભારત દ્વારા દરેક દર્દીને સમયસર, આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સંજીવની એપ દ્વારા પણ કરોડો લોકોએ આ સુવિધાનો લાભ લીધો છે.
વડાપ્રધાને કેન્સરના દર્દીઓને હતાશ ન થવા જણાવ્યું હતું. કેન્સરના દર્દીઓને તેમણે કહ્યું કે, તમારી પીડા સમજી શકું છું, પણ કેન્સરથી ડરવાની નહીં, લડવાની જરૂર છે. તેનો ઉપાય શક્ય છે. સબકા પ્રયાસથી કેન્સર વિરુદ્ધ દેશની લડાઈ મજબૂત કરીશું.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
