“દુનિયા મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે ત્યારે વૈવિધ્ય વચ્ચે પણ ભારત સ્થિર રહ્યું છે”

“દુનિયા મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે ત્યારે વૈવિધ્ય વચ્ચે પણ ભારત સ્થિર રહ્યું છે”

નવી દિલ્હીઃ ભારત ખાતેના વિદાય લઈ રહેલા વિયેતનમના રાજદૂત ફેમ સાં ચાઉએ ભારતના બે મોઢે વખાણ કર્યા છે.

વિદાય પહેલા સમાચાર સંસ્થા સાથે વાત કરતાં ચાઉએ કહ્યું હતું કે, “મારા મતે ભારત અદ્દભૂત દેશ છે. હું સામાન્ય રીતે કહેતો હોઉં છું કે દુનિયા બે ભાગમાં છે, એક ભાગમાં ભારત છે અને બાકીના બીજા ભાગમાં દુનિયા. અહીં વિશાળ વૈવિધ્ય વચ્ચે એકતા જોવા મળે છે. વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો છે એટલું જ નહીં પરંતુ આર્થિક રીતે, સામાજિક રીતે દુનિયામાં ભારત અત્યંત મહત્ત્વનું સ્થાન હાંસલ કરી રહ્યું છે. મને વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) પાસેથી જાણવા મળ્યું કે ભારતનાં બાળકો હવે વિદેશી રમકડાં નથી રમતાં. ભારત દેશ વધુ પ્રેરણાદાયક, મજબૂત દેશ બન્યો છે. વિશ્વસ્તરે ભારતનો વધતો પ્રભાવ હું જોઈ શકું છું. જૂઓ યુરોપમાં શું થઈ રહ્યું છે. એ જ સમયે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જ્યાં રાજદૂતો આવીને પોતાની વાત કરે છે. દુનિયા મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે ત્યારે વૈવિધ્ય વચ્ચે પણ ભારત સ્થિર રહ્યું છે.”

વિયેતનામી રાજદૂતે કહ્યું કે, “ધીમે ધીમે આ દેશ ખૂબ મને ખૂબ ગમવા લાગ્યો છે. હું ભારત અને અહીંના લોકોને ખૂબ ચાહવા લાગ્યો છું.”

ભારત અને વિયેતનામ વચ્ચેના સંબંધો અનેક વર્ષોથી મૈત્રીપૂર્ણ તથા પરસ્પર સહકારયુક્ત રહ્યા છે. બંને દેશ વચ્ચે વેપાર સંબંધો સતત વધી રહ્યા છે. ભારતની લૂક-ઈસ્ટ નીતિમાં વિયેતનામનું વિશેષ સ્થાન છે.

દેશ ગુજરાત