કિડની ઇન્સ્ટીટ્યુટમાં 14 વર્ષમાં 5000 થી વધુ મલ્ટીઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ

કિડની ઇન્સ્ટીટ્યુટમાં 14 વર્ષમાં 5000 થી વધુ મલ્ટીઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ

 

— કિડની ઇન્સ્ટીટ્યુટમાં 14 વર્ષમાં 5000 થી વધુ મલ્ટીઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા

ગાંધીનગરઃ   31 ઓગસ્ટને બુધવારે અમદાવાદ કિડની ઇન્સ્ટીટ્યૂટના સ્થાપક પદ્મશ્રી એચ.એલ.ત્રિવેદીની જન્મતિથીના અવસરે SOTTO અને ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ દ્વારા અંગદાતા પરિવારજનોનું સન્માન કરવામાં આવશે. આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે અંગદાતા પરિવારોનું સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઉપરાંત નવસારીના સાસંદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

કિડની ઇન્સ્ટીટ્યૂટ અંગોના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા આપતી એકમાત્ર સરકારી/અર્ધસરકારી ઇન્સ્ટીટ્યૂટ છે. વર્ષ 2008 થી 2021 સુધીમાં કિડની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 466 લીવર, 12 સ્વાદુપિંડ, 4502  જેટલા રીનલ  ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્ણ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 2019 થી ઓગસ્ટ 2022 સુધીમાં 280 અંગદાતાઓ દ્વારા અંગદાન મળ્યું છે.

દેશ ગુજરાત