ગુજરાતની 108 સેવાએ 12.8 લાખ જીવન બચાવ્યા, 15 વર્ષની સેવામાં 70 ટકાની રેકોર્ડ સફળતા; ટૂંક સમયમાં 108ના સ્થાને 112 નંબર અમલી બનશે
August 31, 2022
અમદાવાદઃ ગુજરાતમાં એમ્બ્યુલન્સ સેવા અને 108 – એ બંને એકબીજાના પર્યાય બની ગયા છે. રાજ્યમાં મોટાભાગના લોકો હવે એમ્બ્યુલન્સ શબ્દ બોલવાને બદલે “108ને બોલાવો” એવું કહેતા સાંભળવા મળે છે. જોકે હવે ટૂંક સમયમાં 108 નંબરની સ્થાન 112 લેશે જેમાં મેડિકલ, પોલીસ તેમજ આગના બનાવો એમ ત્રણે સેવાને એક જ નંબર સાથે સાંકળી લેવામાં આવશે. ઉપરાંત ખાસ વાત એ પણ છે કે, હવે તો 108 હેઠળ બોટ અને વિમાન સેવા પણ જરૂરિયાત પ્રમાણે ઉપલબ્ધ થાય છે.
રાજ્યમાં 108ની સેવાએ 15 વર્ષ પૂરા કર્યા છે. આ દોઢ દાયકાની 108ની સેવાની આંકડાકીય વિગતો ઉપર નજર કરીએ તો જોવા મળે છે કે, આ સમગ્ર ગાળા દરમિયાન 1.36 કરોડ કૉલ એટેન્ડ કરવામાં આવ્યા છે. 108 સેવાએ અત્યાર સુધીમાં 1.21 લાખ પ્રસૂતિના કેસમાં સહાય કરી છે. આ સેવા દ્વારા અત્યાર સુધીમાં 12.8 લાખ જીવન બચાવવામાં આવ્યા છે. 108ની મહત્તમ પ્રશંસનીય સેવા કોરાનાકાળમાં જોવા મળી હતી. એ ગાળામાં આ વિશિષ્ટ એમ્બ્યુલન્સ દ્વારા 2.07 લાખ કોવિડ દર્દીઓની મદદ કરવામાં આવી હતી. આ રીતે 15 વર્ષમાં આ સેવાએ 70 ટકા સફળતા મેળવી છે, જે સમગ્ર દેશમાં એક રેકોર્ડ છે.
108 emergency service completes 15 years ; Then Chief Minister Narendrabhai Modi had launched this crucial service in August 2007 https://t.co/4aOPfgzlNN pic.twitter.com/llTrJZpW5F
— DeshGujarat (@DeshGujarat) August 30, 2022
ઈએમઆરઆઈ (ઈમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ) નામથી પણ ઓળખાતી આ સેવાએ અત્યાર સુધીમાં 1.36 કરોડ કૉલ એટેન્ડ કર્યા છે, અર્થાત પ્રત્યેક 10 મિનિટે 24 કૉલ 108ની એમ્બ્યુલન્સ સેવાને મળે છે. ઈએમઆરઆઈ સેવાના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમની એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં સરેરાશ 12.52 મિનિટે ઘટના સ્થળે પહોંચી જાય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 23.33 મિનિટમાં દર્દી સુધી પહોંચી જાય છે. આમ સરેરાશ કાઢવામાં આવે તો 19 મિનિટમાં 108ની સેવા જરૂરિયાતમંદ લોકોને ઉપલબ્ધ થઈ જાય છે.
જે કૉલ આવે છે તેમાં મુખ્યત્વે 35 ટકા કૉલ પ્રસૂતિને લગતા હોય છે, 12-13 ટકા કૉલ વાહન અકસ્માતને લગતા હોય છે, જ્યારે 10-10 ટકા કૉલ અન્ય ઈજા કે પેટના અસહ્ય દુખાવાને લગતા હોય છે.
ચાલુ વર્ષે એટલે કે 2022માં અત્યાર સુધીમાં 108ની સેવા દ્વારા રોજના પ્રસૂતિને લગતા 1,207 કૉલ, વાહન અકસ્માતોને લગતા 386 કૉલ, પેટના દુખાવાના 369 કૉલ, અન્ય ઈજાઓને લગતા 323 કૉલ, શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદના 191 કૉલ, હૃદયરોગને લગતા 145 કૉલ, તાવ અને કોવિડને લગતા અનુક્રમે 116 અને 14 કૉલ એટેન્ડ કરવામાં આવ્યા છે.
દેશ ગુજરાત
Recent Stories
- Ahmedabad Gets Three New Police Stations
- ICGS Ajit Arrives at Okha; Strengthens Coast Guard's Surveillance Along Gujarat Coast
- AMC Announces New Demolition Policy; Mandates 7-Day Prior Notice, 15% Waste Reuse
- Delhi-Mumbai Expressway: Six Companies Bid for Stalled Package-9 of Vadodara-Virar Section
- Adani Hikes CNG Prices Again; Rate Crosses Rs 100 per Kg in Ahmedabad
- Car Carrying Gujarat Tourists Plunges into River in Uttarkashi; Four Dead
