અર્શદીપ સિંહને ખાલિસ્તાની ચીતરવાનો પાકિસ્તાની કારસો ખુલ્લો પડી ગયો, વિકિપિડીયાને આઈટી મંત્રાલયનું સમન્સ
September 05, 2022
નવી દિલ્હીઃ એશિયા કપની ગઇકાલની મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીત સાથે જ પાકિસ્તાનીઓને ભારત વિરોધી ઝેરીલો પ્રચાર ચલાવવાની તક મળી ગઈ હતી. કોઈ પાકિસ્તાનીએ ગઇકાલે રાત્રે મેચ પૂરી થતાંની સાથે જ અર્શદીપનું વિકિપિડીયા પેજ એડિટ કરીને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અર્શદીપ સિંહને ખાલિસ્તાની ગણાવી દીધો હતો.
The Ministry of Electronics and Information Technology has taken note of the edited Wikipedia page linking cricketer Arshdeep Singh to Khalistan; MeitY is expected to initiate action on Wikipedia: Sources https://t.co/VkoKqfzh9c
— ANI (@ANI) September 5, 2022
ઘટના એવી છે કે, એશિયા કપની ગઇકાલની મેચમાં ભારતે પહેલી બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 181 રન કર્યા હતા. તેના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે 19.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા. પરંતુ એ દરમિયાન 18મી ઓવરમાં ભારતીય બૉલર અર્શદીપ સિંહથી પાકિસ્તાની બેટ્સમેનનો કેચ છૂટી ગયો હતો, જેને કારણે પાકિસ્તાન માટે મેચ જીતવાનું સરળ થયું એવી હવા ફેલાવી દેવામાં આવી.
સમગ્ર મામલાની હદ ત્યારે આવી કે, પાકિસ્તાનીઓના આ કાવતરાંનું રિપોર્ટિંગ કરનાર એક ભારતીય સમાચાર ચૅનલને જ આ માટે જવાબદાર ઠેરવવાનું કુત્સિત કૃત્ય કરીને પાકિસ્તાની જેહાદીઓએ ભારત વિરુદ્ધ સિખ સમુદાયને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.
2) Accounts from Pakistan is running propaganda & fake news that Indian media channel ABP news is calling Arshdeep Singh a Khalistani.
They are making a narrative that people of India hate Sikhs. pic.twitter.com/0ZtyG9yIZK
— Anshul Saxena (@AskAnshul) September 4, 2022
જોકે, પાકિસ્તાનીઓ એ જાણતા નથી કે હવે નવા ભારતમાં પાકિસ્તાની જેહાદી કાવતરાં ઉઘાડા પડી જવામાં ગણતરીની મિનિટો જ ગણતરીના કલાકો જ લાગે છે. અર્શદીપના કિસ્સામાં પણ આવું જ થયું અને વિકિપિડીયા પેજ એડિટ કરનાર પાકિસ્તાની છે એ સ્પષ્ટ થઈ ગયું.
આ ઘટનાની નોંધ આજે ભારતના આઈટી મંત્રાલયે લીધી અને વિકિપિડીયાના ભારતસ્થિત અધિકારીઓને સમન્સ પાઠવીને આજે જ આ બાબતનો ખુલાસો કરવા રૂબરૂ બોલાવ્યા છે.
દરમિયાન રાષ્ટ્રવાદી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંશુલ સક્સેનાએ ગઇકાલે મધ્યરાત્રીએ જ પાકિસ્તાનમાંથી શરૂ થયેલા પ્રોપેગેન્ડાનો પર્દાફાશ કરી દીધો હતો. અંશુલ સક્સેનાએ સંખ્યાબંધ પાકિસ્તાનીઓના ટ્વિટ એકત્ર કરીને તત્કાળ એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે આ આખો મામલો કેવી રીતે અને ક્યાંથી શરૂ થયો. સક્સેનાએ જે સંખ્યાબંધ ટ્વિટ ટાંક્યા છે એ દરેકમાં એક સરખી જ ભાષા અને એક સરખા જ હૅશટેગ છે, તેના પરથી પણ સ્પષ્ટ થાય છે કે આ અંગે પાકિસ્તાનમાં ટૂલકિટ તૈયાર થઈ હશે અને એ પ્રમાણે પ્રોપેગેન્ડા ચાલ્યો.
અન્ય એક યુઝર વિજય પટેલે પણ આ અંગે સંશોધન કરીને અર્શદીપનું વિકિપિડીયા પેજ કેટલા વાગ્યે અને ક્યાંથી એડિટ થયું હતું તે શોધી કાઢીને તેના સ્ક્રિનશૉટ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર મૂક્યા હતા. જેમાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે, જ્યાં જ્યાં અર્શદીપ સિંહને ભારતીય દર્શાવવામાં આવ્યો હતો ત્યાં કોઈ પાકિસ્તાની દ્વારા એડિટ કરીને ખાલિસ્તાન શબ્દ ઉમેરી દેવામાં આવ્યો હતો.
The wiki page was also edited by Pakistanis https://t.co/atSDCGjygA pic.twitter.com/vstyTgy6JB
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 5, 2022
આ પાકિસ્તાની ટૂલકિટનો આશય ભારતીય સિખોને ભારત વિરુદ્ધ ભડકાવવાનો હોવાનું સ્પષ્ટ થાય છે. આ ટૂલકિટમાં કેટલાક ભારતીય મુસ્લિમ હેન્ડલ પણ દેખાય છે જે પોતે ભારતીય હોવાનો ડોળ કરીને અર્શદીપને ખાલિસ્તાની કહીને તેને પાકિસ્તાન મોકલી દેવાની વાતો કરતા જોવા મળ્યા છે.
સ્વાભાવિક રીતે જ આવા પાકિસ્તાની જેહાદી અપપ્રચારને કારણે કેટલાક અતિ-લાગણીશીલ ભારતીયો પણ ભાવનામાં ખેંચાઈ ગયા અને એ બધા પણ અર્શદીપ વિરુદ્ધની બ્રિગેડમાં જોડાઈ ગયા. એ રીતે લાગણીશીલ ભારતીયોને ભડકાવવાનું પાકિસ્તાનીઓનું કાવતરું સફળ થયું.
અહીં એ યાદ કરવું જોઇએ કે, થોડા સમય પહેલાં આવી જ એક મેચમાં મોહમ્મદ સામીની ભૂલને કારણે ભારતની હાર થઈ ત્યારે પણ સામી વિરોધી ભયંકર પ્રોપેગેન્ડા તત્કાળ પાકિસ્તાનની અંદરથી જ શરૂ થઈ ગયો હતો અને તેને પણ લાગણીશીલ ભારતીયોએ સાચો માની લઇને સામીને પાકિસ્તાની લેબલ લગાવી દીધું હતું. તે સમયે પણ ભારતીય નિષ્ણાતો તેમજ સોશિયલ મીડિયાએ પાકિસ્તાની ટૂલકિટ કાવતરાંનો પર્દાફાશ કરીને સ્થિતિ સુધારી લીધી હતી.
#Breaking: IT ministry (@GoI_MeitY) summons #Wikipedia (@Wikipedia) executives in India, to meet them today to seek an explanation on how Indian cricket team bowler Arshdeep Singh’s Wikipedia page entry was changed to reflect Khalistan association.
— Aashish Aryan (@cubscribe) September 5, 2022
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
