દિલ્હીમાં દૂરદર્શન સમાચારના પત્રકાર અને કેમેરામેન ઉપર કેજરીવાલના સમર્થકોનો હુમલો
September 14, 2022
નવી દિલ્હીઃ દિલ્હીમાં સરકારી શાળાઓની સ્થિતિ અંગે છેલ્લા થોડા સમયથી ચાલી રહેલો વિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો. આ શાળાઓની વાસ્તવિક સ્થિતિ અંગે રિપોર્ટિંગ કરવા ગયેલી દૂરદર્શન સમાચારની ટીમ ઉપર શિક્ષકો સહિત આમ આદમીના સમર્થકોએ હુમલો કર્યો હતો એટલું જ નહીં પરંતુ કેમેરા તોડી નાખ્યો હતો અને તેમાંથી ચીપ કાઢીને પણ તેને ટુકડા કરી દીધા હતા જેથી કોઇપણ પુરાવો બચે નહીં.
થોડા સમય પહેલાં જ દેશ ગુજરાતમાં પણ સમાચાર પ્રકાશિત થયા હતા કે દિલ્હીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કન્ટેનરમાંથી બનાવેલા કામચલાઉ વર્ગોમાં બેસીને ભણવું પડે છે (https://deshgujarat.com/2022/09/12/delhi-govt-schools-students-have-to-study-in-temporary-container-made-classrooms/ ) તે સમયે કેટલાક અગ્રણી મીડિયાએ આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. અને આજે દૂરદર્શન સમાચારની ટીમે તેને કેમેરામાં કંડારવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના પર હિંસક હુમલો થયો હતો.
આશ્ચર્યની વાત એ છે કે કેજરીવાલ દિલ્હીના શિક્ષણ મોડલની વાતો કરતા રહે છે અને બીજા રાજ્યોને તેના વિશે સલાહ આપતા રહે છે એટલું જ નહીં પરંતુ જ્યાં ચૂંટણી હોય ત્યાંના શિક્ષણ મોડેલની ટીકા કરીને દિલ્હી જેવું મોડલ બનાવવાના બણગાં ફૂંકતા રહે છે, પરંતુ એ મોડલ ખરેખર શું છે એ કોઇને આજ સુધી બતાવ્યું નથી.
દૂરદર્શનની સમાચાર ટીમે આ અંગે પ્રશ્ન પણ ઉઠાવ્યો કે, એક તરફ ન્યૂયોર્ક ટાઇમ્સ દિલ્હીના શિક્ષણ મોડેલ વિશે લેખ પ્રકાશિત કરે છે, પરંતુ કોઈ તેની વાસ્તવિકતા જોવા જાય ત્યારે હુમલો કરવામાં આવે છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
