ગુજરાત સહિત દેશમાં નવજાત બાળકીઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો
October 05, 2022
નવી દિલ્હીઃ દેશમાં નવજાત બાળકીઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાત સહિત દેશના અગ્રણી રાજ્યોમાં જ્યાં અગાઉ નવજાત છોકરાઓના મૃત્યુદરની સરખામણીમાં નવજાત બાળકીઓનો મૃત્યુદર વધારે હતો અને તેને કારણે આ બાબતમાં દેશે આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામીનો સામનો કરવો પડતો હતો, તે સ્થિતિમાં છેલ્લા થોડાં વર્ષમાં પરિવર્તન આવ્યું છે. હવે નવજાત છોકરા અને છોકરીઓના મૃત્યુદર વચ્ચે તફાવત રહ્યો નથી અને બંને સમાન સ્તરે આવી ગયા છે.
2011ની સરખામણીમાં દેશના ગ્રામ્ય વિસ્તારોમાં જોકે હજુ આ તફાવત થોડો વધારે છે છતાં નવજાત બાળકીઓના મૃત્યુદરમાં ભારે ઘટાડો નોંધાયો છે. તેથી વિરુદ્ધ શહેરી વિસ્તારોમાં આ તફાવત લગભગ નાબૂદ થઈ ગયો છે અને બંનેનો મૃત્યુદર સમાન સ્તરે આવી ગયો છે.
2020ના આ અંગેના અહેવાલ અનુસાર 2011 સુધી દેશના લગભગ તમામ રાજ્યમાં નવજાત છોકરાઓની સરખામણીમાં નવજાત બાળકીઓનો મૃત્યુદર વધારે હતો. જોકે, 2011માં પણ દેશના એકમાત્ર રાજ્ય ઉત્તરાખંડમાં બંનેનો મૃત્યુદર સમાન હતો. પરંતુ 2020ના એસઆરએસ અહેવાલ મુજબ પાંચ રાજ્યો તથા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આ મૃત્યુદર બંનેનો સમાન સ્તરે આવી ગયો છે, જ્યારે દેશના આઠ રાજ્યોમાં તો નવજાત બાળકીઓનો મૃત્યુદર છોકરાઓના મૃત્યુદર કરતાં પણ ઓછો થયો છે જે ઘણો સંતોષજનક ટ્રેન્ડ દર્શાવે છે.
આથી વિરુદ્ધ છત્તીસગઢમાં પ્રતિ 1000 નવજાત શિશુઓ પૈકી નવજાત બાળકીઓનો મૃત્યુદર 48 હતો તે ઘટીને 38 થયો છે ખરો પરંતુ તેમ છતાં બાકીનાં તમામ રાજ્યોન સરખામણીમાં છત્તીસગઢમાં 2011થી 2020 દરમિયાન છોકરાઓના પ્રમાણમાં બાળકીઓનો મૃત્યુદર વધારે રહ્યો છે. આ સાથે બિહાર, આસામ તથા કર્ણાટકમાં પણ છોકરા અને છોકરીઓના મૃત્યુદરના તફાવતમાં આંશિક વધારો થયો હોવાનું નોંધાયું છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
