મંદિરોને શોષણનું ઘર ગણાવનાર ગોપાલ ઈટાલિયાને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો જવાબ
October 12, 2022
ગાંધીનગરઃ મંદિરોને શોષણનાં ઘર ગણાવી મહિલાઓને ત્યાં નહીં જવાની સલાહ આપનાર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જવાબ આપ્યો હતો.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એક બાજુ રાજ્ય સરકારને કારણે તમે સૌ નાગરિકોને ગણપતિનો ઉત્સવ સારી રીતે ઉજવી શકો છો, નવરાત્રિમાં અડધી રાત સુધી તમે તમારા પરિવાર સાથે સારી રીતે ગરબે રમી શકો એવી વ્યવસ્થા કરેલી છે અને એક બાજુ એક પાર્ટીના નેતા એમ કહે કે હે માતાઓ, બહેનો તમે મંદિરમાં ન જશો, કથામાં ન જશો ત્યાં તમારું શોષણ થાય છે. આ પ્રકારના વાક્ય બોલનાર, આ પ્રકારની વિચારધારાવાળા એક એક નેતાઓને ગુજરાતના નાગરિકોએ જવાબ આપવાનો છે.
કેજરીવાલની પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઈટાલિયાનો એક વીડિયો મંગળવારે વાયરલ થયો હતો જેમાં તે ગુજરાતની મહિલાઓને મંદિરોમાં ન જવા, કથામાં નચાવા ન જવા કહે છે.
Reply those who say Hindu Mandirs and Katha are dens of exploitations of women : Sanghavi https://t.co/Hhyj51swW7 pic.twitter.com/ogewtsQHZU
— DeshGujarat (@DeshGujarat) October 12, 2022
વીડિયોમાં તે એમ કહેતા સંભળાય છે કે, મારે તમારી માતા-બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઇએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ કથાઓમાં કે મંદિરોમાં તમારું કંઈ વળવાનું છે નહીં. એ શોષણનાં ઘર છે. જો તમારે તમારો અધિકાર જોઇતો હોય, આ દેશ ઉપર તમારે શાસન કરવું હોય, સમાન દરજ્જો જોઇતો હોય તો કથાઓમાં જઇને નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ આ વાંચો.
આવું બોલીને તે એક પુસ્તક – મહિલા આરક્ષણ એવં ભારતીય સમાજ પુસ્તક દર્શાવે છે. (https://deshgujarat.com/2022/10/11/gopal-italia-one-more-video/ )
તેના જવાબમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું કે, આપણાં મંદિરો કે કથામાં કદી કોઇનું શોષણ થયાનો એકપણ કિસ્સો બન્યો નથી, આમ છતાં આવા આમ આદમી જેવા પક્ષો અને તેમના નેતાઓ અપપ્રચાર કરવાનું બંધ કરતા નથી, ત્યારે તેમને ગુજરાતની પ્રજાએ જવાબ આપવો જોઇએ.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
