રાજ્યમાં નવી ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નવી ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. આ ટાઉન પ્લાનીંગ સ્કીમમાં અમદાવાદની ૪ પ્રિલીમીનરી સ્કીમ અને અલંગની ૩ ડ્રાફટ ટી.પી સ્કીમનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર આ ૩ ડ્રાફટ ટી.પી મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે અલંગની જે ૩ ડ્રાફટ ટી.પી મંજૂર કરી છે તેમાં ડ્રાફટ ટી.પી સ્કીમ નં.૧ ત્રાપજ, સ્કીમ નં. ર મહાદેવપર-કઠવા અને સ્કીમ નં-૩ અલંગ-મણાર –કઠવા ની સ્કીમ સમાવિષ્ટ છે.
આ ડ્રાફટ ટી.પી સ્કીમને મંજૂરી મળતાં હવે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થશે.
એટલું જ નહિ, આંતરમાળખાકીય સવલતો પ્રાપ્ત થવાથી નાગરિકોના ઇઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે.
અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની આ ત્રણેય ડ્રાફટ ટી.પી માં કુલ ર૧.૧૪ હેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના (EWS) લોકોના આવાસો માટે સંપ્રાપ્ત થવાની છે અને કુલ ૧૮,૯૦૦ EWS આવાસો અહિં નિર્માણ થઇ શકશે.
અમદાવાદ મહાનગરપાલિકાની જે ૪ પ્રિલીમીનરી ટી.પી મંજૂર કરવામાં આવી છે તેમાં ટી.પી સ્કીમ નં. ૭૪ (ચાંદખેડા-ઝૂંડાલ), ટી.પી સ્કીમ નં.૧ર૩/એ (નરોડા), ટી.પી સ્કીમ નં.૯૦ (વિંઝોલ-ર) તથા ટી.પી સ્કીમ નં. ૯૬/એ (હાંસોલ-અસારવા) નો સમાવેશ થાય છે.
આ ચાર ટી.પી સ્કીમ દ્વારા ર.૮૩ હેક્ટર્સ જમીન વિસ્તારમાં કુલ ૪૩પ૦ EWS આવાસો બનશે.
મંજૂરીને પરિણામે અલંગ અને અમદાવાદની આ સ્કીમમાં બાગ-બગીચા, રમત-ગમતના મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે ર૯.૩૧ હેક્ટર્સ જમીન અને જાહેર સુવિધાઓ માટે કુલ રપ.પ૬ હેક્ટર્સ જમીન પ્રાપ્ત થવાની છે.
આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ ૬પ.૬૮ હેક્ટર્સ જમીન આ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી મળશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં ૧૦૦ જેટલી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે.
તેમણે બીજીવાર મુખ્યમંત્રી તરીકે રાજ્યશાસનનું દાયિત્વ અને શહેરી વિકાસ વિભાગનો હવાલો સંભાળ્યા બાદ વધુ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને તાજેતરમાં મંજૂરી આપી છે.
Related stories
“શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
તાજેતર ના લેખો
ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ
સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર

કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંક ઓફ બરોડા વચ્ચે સેલરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓ માટે સમજૂતી કરાર

AMC દ્વારા તળાવોનું ઇન્ટરલિંકિંગ અને ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની મહાયોજના શરૂ
ઉમરેઠના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષદભાઈ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા

President Murmu at Wedding Reception of UP Minister Sandeep Singh

Modi - Modi Chants as PM Enters Wedding Reception

Modi at wedding 'Jai Shri Ram' chants

Why Lok Sabha and Assembly seats to Increase but not Rajya Sabha?

Modi at Wedding Reception of UP Minister Sandeep Singh

99.9% Cheered for Pakistan: Bangladesh Speaker on India-Pak Football Final

Putin Selfie With Indian ‘AI Kid’ Raul Jon Aju

Jaishankar Meets Foreign Ministers of Mauritius and Seychelles

Amit Shah Meets Ranbir Kapoor, Sai Pallavi & Ramayana Team

Jaishankar meets defence journalists from over 30 countries
