નગરપાલિકાઓના પ્રમુખો-સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન-ચીફ ઓફિસર્સ સાથે ‘‘સિટી લીડર્સ કોન્કલેવ’’ યોજાશે

નગરપાલિકાઓના પ્રમુખો-સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન-ચીફ ઓફિસર્સ સાથે ‘‘સિટી લીડર્સ કોન્કલેવ’’ યોજાશે

ગાંધીનગર: રાજ્યની ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓના પ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અને ચીફ ઓફિસરો સાથે ગુરૂવાર, તા.૧૯ જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સિટી લિડર્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ-શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ એક દિવસીય પરિસંવાદ યોજ્યો છે.
આ એક દિવસીય પરિસંવાદમાં મુખ્યત્વે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા કરાયેલી શ્રેષ્ઠ કામગીરીની વિગતોનું આપસી આદાન-પ્રદાન, અમૃત 2.0 અન્વયે નગરપાલિકાઓની કાર્યવાહી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને એફોર્ડેબલ હાઉસીંગ મિશન જેવા વિષયો પર સામુહિક ચર્ચા-મંથન હાથ ધરાવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં લોક સુખાકારી માટે ઝડપી, સમયબદ્ધ અને ગુણવત્તાયુકત કામો હાથ ધરાય તે માટે આ સામુહિક વિચાર-મંથન-પરામર્શનો અભિગમ અપનાવ્યો છે.
રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની નગરપાલિકાઓ માટે આવી જ ‘‘સિટી લીડર્સ કોન્કલેવ’’ તાજેતરમાં તા.૩૦ મી ડિસેમ્બરે યોજવામાં આવી હતી.
આ કોન્કલેવની સફળતાને પગલે હવે રાજ્યની ‘બ’ ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓના પદાધિકારીઓની આ એક દિવસીય કોન્કલેવ યોજાઇ રહી છે.