ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ છ વ્યક્તિના મૃત્યુઃ રેતમાખી કરડવાથી ખેંચ અને ઉંચો તાવ આવે છે
July 15, 2024
ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતના એક વિસ્તારમાં નોંધાયેલા તાજેતરના ચાંદીપુરા વાયરસના કેટલાક કેસના સંદર્ભે આજે રાજ્યના આરોગ્ય મંત્રીએ આ રોગ વિશે કેટલીક માહિતી આપી હતી. જે મુજબ
ચાંદીપુરા કોઇ નવો વાયરસ નથી વર્ષ 1965 માં પ્રથમ કેસ નોંધાયો હતો. આ વરસાદી ઋતુમાં સામાન્યત: જોવા મળતો રોગ છે જે વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફલાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને તે ૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે
આ રોગ મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. આ વિસ્તારના બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું. ગુજરાતમાં અત્યારસુધીમાં 12 કેસ જોવા મળ્યા છે અને – 6 દર્દીઓ સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસના પરીક્ષણ માટે પુના સેમ્પલ મોકલવામાં આવે છે જેનું પરિણામ 12 થી 15 દિવસે પરિણામ આવે છે. અત્યારસુધીમાં રાજ્યમાં ચાંદીપુરા શંકાસ્પદ 6 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. પુના ખાતે થી સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચોક્કસપણે કહી શકાશે કે આ દર્દીઓ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હતા કે નહીં
રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સધન સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. અત્યારસુધીમાં કુલ 4,487 ઘરોમાં કુલ 18,646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
