રાજ્યમાં સૌપ્રથમવાર ડિજિટલ માધ્યમથી યોજાશે ૧૧મી ખેત વિષયક ગણના

ગાંધીનગરઃ એગ્રિકલ્ચર સેન્સસ યુનિટના સંયુક્ત ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવ્યાં મુજબ કેન્દ્ર સરકાર દ્વારા અગિયારમી ખેત વિષયક ગણના વર્ષ ૨૦૨૧-૨૨ સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે રાજ્યમાં પણ અગિયારમી ખેત વિષયક ગણનાની શરૂઆત કરવામાં આવી અને અધિક મુખ્ય સચિવશ્રી(મહેસૂલ)ના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર જેવા હાથવગા ઉપકરણોના ઉપયોગ થકી વેબ પોર્ટલ તથા મોબાઈલ એપ્લિકેશન મારફત સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થનાર છે. રાજ્યમાં ૧૧મી ખેત વિષયક ગણના માટે રાજ્યના મહેસૂલ વિભાગ અને કૃષિ નિયામક કચેરી સ્થિત એગ્રિકલ્ચર સેન્સસ યુનિટ દ્વારા ખેત વિષયક ગણનાની કામગીરી સાથે જોડાયેલા તમામ જિલ્લાના અધિક કલેક્ટરશ્રીઓ અને અન્ય જિલ્લા કક્ષાના અધિકારી/કર્મચારીઓ માટે આ નવીન પદ્ધતિથી કરવાની થતી ખેતી વિષયક ગણનાની કામગીરીની વિસ્તૃત તાલીમનુ તા. ૧૯/૧૦/૨૦૨૨ના રોજ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમના મહત્ત્વ તેમજ ખેત વિષયક ગણનાની તાલીમમાં ડેટા કલેક્શનની કામગીરી, સુપરવિઝન, મોનિટરીંગ તથા સંકલનની કામગીરી, ક્ષેત્રિય કક્ષાએ તલાટી, નાયબ મામલતદાર, મામલતદાર, અધિક નિવાસી કલેક્ટર દ્વારા કરવાની થતી કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયત સમયમર્યાદા ડીસેમ્બર-૨૦૨૨ સુધીમાં ગુણવત્તાયુક્ત ડેટા સાથે સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા રાજ્યના મહેસૂલ વિભાગના ઉપસચિવ શ્રી પી.ડી.ધંધુકિયાએ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
ખેડૂતોના વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન તેમજ સામાજિક-આર્થિક નીતિ ઘડતર અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓની સ્થાપના માટે ખેત વિષયક ગણનાની માહિતીની ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઉક્ત માહિતી રાષ્ટ્ર તેમજ આંતરાષ્ટ્રીય કક્ષાએ જરૂરીયાત હોય છે એમ એગ્રિકલ્ચર સેન્સસ યુનિટના સંયુક્ત ખેતી નિયામકશ્રી(એ.સે.) શ્રી એમ. બી. પટેલે જણાવ્યું હતું.
નાયબ ખેતી નિયામક ડૉ. એમ. કે. ત્રિવેદી દ્વારા પાવરપોઈંટ પ્રેઝન્ટેશન દ્વારા સંપૂર્ણ વેબ પોર્ટલ અને મોબાઈલ એપેલીકેશનથી ભરવાના થતાં તબક્કાવાર શિડ્યુલની વિસ્તૃત સમજ સાથે તાલીમ આપવામાં આવી.
ખેત વિષયક ગણનાની ક્ષેત્રીય કામગીરી ગ્રામ્ય કક્ષાએ તલાટી દ્વારા કરવામાં આવનાર છે. આ માટે ખેડૂત મિત્રો દ્વારા પણ તલાટીને જરૂરી સચોટ માહિતી આપવામાં આવે, જેથી ખેડૂતોના વિકાસ માટેની ઉપયુક્ત કૃષિ વિકાસની યોજનાઓ ઘડી શકાય એમ એગ્રિકલ્ચર સેન્સસ યુનિટના સંયુક્ત ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
દેશ ગુજરાત
The day's top stories in your inbox at 7 am, your time. Free.
Related stories
Gujarat Govt to Begin MSP Procurement of Kharif Moong on Nov 30

Gujarat govt to procure paddy, maize, bajra, jowar and ragi at MSP from Nov 16
Gujarat Farmer Registry crosses 63.35 lakh registrations: Govt

Gujarat Govt to buy Groundnut, Moong, Urad, Soybean at MSP; registration from Sept 10
તાજેતર ના લેખો
“શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ
સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર

કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ


Amit Shah Standing at RSS Anthem Song Reciting

Modi Waves Candle in Tune of Song Performance in Memory of Bhupen Hazarika

Jaishankar witnessing Piprahwa Relics associated with Bhagwan Buddha

Raksha Mantri at NDA Khadakwasla Pune

President Murmu at Wedding Reception of UP Minister Sandeep Singh

Modi - Modi Chants as PM Enters Wedding Reception

Modi at wedding 'Jai Shri Ram' chants

Why Lok Sabha and Assembly seats to Increase but not Rajya Sabha?

Modi at Wedding Reception of UP Minister Sandeep Singh

99.9% Cheered for Pakistan: Bangladesh Speaker on India-Pak Football Final

Putin Selfie With Indian ‘AI Kid’ Raul Jon Aju
