પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી
January 21, 2026
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવવા માટે આ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. જેથી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા રાજ્યના ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગરૂપે ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૪-૨૫થી તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી કૃષિ સંબંધિત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર રીતે પહોંચાડવાનો છે. ફાર્મર રજીસ્ટ્રી પર કરવામાં આવેલા રજીસ્ટ્રેશન થકી દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ ૧૧ અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે.
ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશન જે તે ગામના VCE/VLE ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે. તદુપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે gjfr.agristack.gov.in લીંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે. ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી જરૂરી છે.
તાજેતર ના લેખો
- પત્રકારની નોંધપોથી - અંક 2
- પત્રકારની નોંધપોથી અંક 01
- “શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
- ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
- ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
- ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની 'વિના મૂલ્યે' નિવાસી તાલીમ
