ગુજરાત સરકારની પહેલ: નર્સિંગ ક્ષેત્રે ૮ વિશેષ ‘સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ’ કાર્યરત

ગુજરાત સરકાર દ્વારા નર્સોની કાર્યક્ષમતામાં વધારો કરવા અને દર્દીઓને સુપર-સ્પેશિયાલિટી સારવાર પૂરી પાડવાના ઉમદા હેતુથી વિવિધ સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જે રાજ્યની સરકારી નર્સિંગ કોલેજો, મેડિકલ કોલેજો, GMERS અને અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત મેડિકલ કોલેજો ખાતે એક વર્ષના ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં ઉપલબ્ધ સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સમાં

• ક્રિટિકલ કેર નર્સિંગ (Critical Care Nursing)
• ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ (Emergency & Disaster Nursing)
• નિયોનેટલ નર્સિંગ (Neonatal Nursing – નવજાત શિશુની સંભાળ)
• કાર્ડિયોલોજી નર્સિંગ (Cardiology Nursing – હૃદયરોગ)
• ઓન્કોલોજી નર્સિંગ (Oncology Nursing – કેન્સર સારવાર)
• સાયકિયાટ્રિક નર્સિંગ (Psychiatric Nursing – માનસિક સ્વાસ્થ્ય)
• ઓર્થો એન્ડ રિહેબિલિટેશન નર્સિંગ (Orthopedic & Rehabilitation)
• બર્ન્સ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ નર્સિંગ (Burns & Reconstructive Nursing) નો સમાવેશ થાય છે.

નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી (NPM) કોર્સ અંતર્ગત માતૃ અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવાના લક્ષ્ય સાથે રાજ્યની ૬ સરકારી નર્સિંગ કોલેજોમાં GNM/B.Sc. (Nursing) પછીનો ૧૮ માસનો ‘ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી’ કોર્સ શરૂ કરાયો છે, જેમાં હાલ કુલ ૧૨૦ બેઠકો ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાતની તમામ નર્સોની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવે છે. કોરોના કાળ હોય કે કુદરતી આફત, અથવા અન્ય આફતોમાં ગુજરાતની નર્સોએ હંમેશા અગ્રેસર રહીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારની આ શૈક્ષણિક પહેલથી આગામી સમયમાં નર્સિંગ સ્ટાફ માત્ર સેવક જ નહીં, પરંતુ તબીબી ક્ષેત્રના ‘સ્પેશ્યાલિસ્ટ’ તરીકે ઉભરી આવશે તેમ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *