AMCની પહેલ: પોતાના પ્લોટ ભાડે આપી કોમર્શિયલ વિસ્તારોમાં ઉભી કરી પાર્કિંગ સુવિધા
May 13, 2026
અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMCએ પોતાના ખુલ્લા પ્લોટ્સ સમયબદ્ધ ધોરણે ભાડે આપીને પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની મંજૂરી આપી છે.
સાઉથ વેસ્ટ ઝોન હેઠળ સરખેજ અને જોધપુર વોર્ડ વિસ્તારમાં આવેલા વિવિધ ખુલ્લા પ્લોટોને “Only Parking Purpose (For All)” હેતુસર ફાળવવામાં આવ્યા છે. કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં પાર્કિંગના અભાવે આસપાસના રસ્તાઓ પર વાહનો ગેરરીતે પાર્ક થતાં હતાં, જેના કારણે ટ્રાફિક જામ અને વાહનવ્યવહારની સમસ્યાઓ સર્જાતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને AMC દ્વારા કુલ 12 કોમર્શિયલ એકમોને પાર્કિંગ માટે પ્લોટ એલોટ કરવામાં આવ્યા છે.
આ માટે મકરબા, વેજલપુર, બોડકદેવ-મકરબા-વેજલપુર અને સરખેજ વિસ્તારના વિવિધ ટી.પી. પ્લોટો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત YMCA ક્લબ પાછળનો વિસ્તાર, આનંદનગર રોડ, એસ.જી. હાઈવે, પ્રહલાદનગર રોડ, કોર્પોરેટ રોડ તથા કર્મ કોલેજ નજીકના વિસ્તારોમાં આવેલા પ્લોટો પાર્કિંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે. AMC દ્વારા આ પ્લોટો બદલ સંબંધિત અરજદારો પાસેથી ભાડું, GST અને ડિપોઝિટની રકમ વસૂલવામાં આવી છે. જેમાં કુલ રૂ. 41,53,500 ભાડા પેટે, રૂ. 1,04,760 GST પેટે તેમજ રૂ. 10,38,375 ડિપોઝિટ તરીકે વસૂલવામાં આવ્યા છે. આમ AMCને કુલ રૂ. 52,96,635ની આવક પ્રાપ્ત થઈ છે.
આ પાર્કિંગ પ્લોટો માટે મોટાભાગની મંજૂરીઓ એક વર્ષના સમયગાળા માટે આપવામાં આવી છે.
AMC દ્વારા શહેરના અન્ય ઝોનમાં પણ વધતી પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ખાનગી માલિકો તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સોને પાર્કિંગ હેતુસર કુલ 102 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ઝોન પ્રમાણે ઉત્તર ઝોનમાં 18, દક્ષિણ ઝોનમાં 6, પૂર્વ ઝોનમાં 21, પશ્ચિમ ઝોનમાં 12, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 33 તથા દક્ષિણ-પાશ્ચિ ઝોનમાં 12 પ્લોટ પાર્કિંગ માટે મંજૂર કરવામાં આવ્યા છે.
તાજેતર ના લેખો
- પત્રકારની નોંધપોથી - અંક 2
- પત્રકારની નોંધપોથી અંક 01
- “શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
- ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
- ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
- ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની 'વિના મૂલ્યે' નિવાસી તાલીમ
