કોરોનાગ્રસ્ત દર્દીના ઇલાજમાં મદદરુપ સાબિત થતું ટોસિલિઝુમેબ
May 26, 2020
અમદાવાદઃ કોરોનાની દવા હજુ સુધી શોધાઇ નથી સમગ્ર વિશ્વ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યું છે.
આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીને બચાવવા શ્રેષ્ઠતમ ઉપાય કરવામાં આવી રહ્યા છે. દર્દીને અસરકારક નિવડે તેવી તમામ ઉપચાર પદ્ધતિ હાથ ધરવામાં આવી રહી છે.
તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રહેલ દર્દીને બચાવવા માટે ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે આવા દર્દીઓના ઉપચારમાં અસરકારક નિવડી રહ્યો છે.
આ દવાના ડોઝ આપવા વિષે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કાર્યરત ડૉ. કાર્તિકેય પરમાર કહે છે કે, વેન્ટીલેટર પર રહેલા દર્દીની સારવાર માટે જ ઉક્ત ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીની સધન તપાસ કરી જરૂરિયાત જણાઈ આવે ત્યારે જ ડોઝ નક્કી કરવામાં આવે છે.
જે દર્દીમાં સાયટોકાઈન સટોમ (પોતાની જ રોગપ્રતિકારક શક્તિનું વાવાઝોડુ) ની સ઼્થિતિ સર્જાય અને આઈએલ-૬ એટલે કે ફેફસામાં એકાએક સોજાનું પ્રમાણ વધી જાય તેવી દર્દીઓની સારવાર માટે ખાસ કરીને આ ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઈન્જેક્શનને ખાસ તાપમાને સંગ્રહ કરવામાં આવે છે તેમજ તકેદારી સાથે આપવું પડે છે. આ ઈન્જેક્શનની ઉપયોગીતા એ છે કે તેનો ડોઝ આપ્યા બાદ અસરકારકતા ત્વરીત છે.
વેન્ટીલેટર પર રહેલા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ખૂબ જ હોય ત્યારે ઉક્ત ઈન્જેકશન આપ્યા બાદ તેની તીવ્ર અસરના કારણે સ્વાચ્છોશ્વાસમાં પડતી તકલીફ દૂર થઈ છે.
કોરોનાગ્રસ્ત એક દર્દી કે જેઓને શ્વાચ્છોશ્વાસમાં વધતી તકલીફના કારણે વેન્ટીલેટર પર રાખવા પડ્યા હતા તેઓને આ તકલીફમાંથી બહાર લાવવા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આશીર્વાદ રૂપ બન્યુ. તેઓ પોતાનો પ્રતિભાવ જણાવતા કહે છે કે, સિવિલના તબીબોની કુશળતા અને સંવેદનશીલતાની કારણે મારી તકલીફો દૂર થઈ છે. આ ઈન્જેકશનના કારણે હું હાલ સ્વસ્થ છું. મને આની કોઈપણ આડઅસર થઈ નથી.
આવા ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સરકાર દ્વારા ઉપલ્બધ ટોસિલિઝુમેબ ઈન્જેકશન અસરકારક રહ્યુ છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
