અમદાવાદ, વડોદરા, ગોંડલની વધુ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર
June 04, 2020
ગાંધીનગરઃ ગુજરાત સરકારે અમદાવાદ, વડોદરા, ગોંડલની વધુ ૮ ટાઉન પ્લાનીંગ આજે સ્કીમ મંજૂર કરી છે.
મંજુર કરેલ ટી.પી.સ્કીમોમાં અમદાવાદની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૧૫૪ (સાંતેજ), નં.૧૨૩/એ (નરોડા), નં.૧૨૩/બી નરોડા અને પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં.૮૫ (વટવા-૫) તેમજ ફાયનલ ટી.પી.નં.૩ (રાણીપ)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગોંડલ શહેરની ટી.પી. સ્કીમ નં.૧, સુરતની ટી.પી.સ્કીમ નં.૫૭ (ખરવાસા-એકલેરા) અને વડોદરાની ટી.પી. સ્કીમ નં.૧૭ (સૈયદ વાસણા) પણ મંજૂર કરી છે.
ઔડા વિસ્તારની મંજુર કરાયેલી ડ્રાફ્ટ ટી.પી. ૧૫૪ (સાંતેજ)નો આશરે વિસ્તાર ૧૦૬ હેકટર્સ છે. આ સ્કીમમાં સત્તામંડળને જાહેર હેતુ માટે ૧,૮૫,૮૦૦ ચો.મી.ના કુલ ૩૭ જેટલા પ્લોટ સંપ્રાપ્ત થશે જેમાં જાહેર સુવિધા, ખુલ્લી જગ્યા, બાગ બગીચા, સ્ટ્રીટ વેન્ડર્સ/હોકર્સ માટે તેમજ સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ સહિત આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા વેચાણના હેતુના પ્લોટો પ્રાપ્ત થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ નરોડા વિસ્તારની આશરે ૧૦૦.૦૦ હેકટર્સની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૧૨૩/એ અને ૧૨૩/બી (નરોડા)ને પણ મંજુરી આપવામાં આવી છે.
જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ પૂર્વ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.૮૫ (વટવા-૫) મંજુર થતાં આશરે ૮૫.૦૦ હેકટર્સ વિસ્તારના આયોજનને આખરી ઓપ મળેલ છે.
આ મંજુર કરાયેલી વટવાની ટી.પી.૮૫ માં વેચાણના હેતુ માટે ૬૯,૦૭૯ ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૨૨,૪૧૪ ચો.મી, જાહેર હેતુ માટે ૩૬,૨૯૫ ચો.મી. તથા બાગ-બગીચા, મેદાનો માટે ૧૮,૬૪૪ ચો.મી. જમીન મળી કુલ ૧,૪૬,૪૩૨ ચો.મી. પ્રાપ્ત થશે.
ટેકનીકલ કારણોસર વર્ષોથી અટવાઇ રહેલ ટી.પી.ની પણ વારંવાર સમીક્ષા કરતા રાણીપ નં.૩ ની ફાયનલ ટી.પી. વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં પેન્ડીંગ હતી. તેમાં નિર્ણય લેવાતા, એક જ દિવસમાં મુખ્યમંત્રી કક્ષાએથી તેની મંજુરી આપી છે.
આશરે ૭૩.૦૦ હેકટર્સની પ્રારંભિક ટી.પી. નં.૧ ગોંડલને પણ મંજૂરી આપી છે. આ અન્વયે કુલ ૫૭ જેટલા પ્લોટો ગોંડલ નગરપાલિકાને જાહેર હેતુના વિવિધ ઉપયોગ માટે મળશે જેનુ ક્ષેત્રફળ આશરે ૭૪,૮૭૪ ચો.મી. જેટલુ છે, તદ્ઉપરાંત રસ્તાની આશરે ૭૩,૬૮૦ ચો.મી. જમીન પણ નગરપાલિકાને ટી.પી. સ્કીમ મારફતે પ્રાપ્ત થશે.
વડોદરા શહેરની ૬૦.૮૫ હેકટર્સ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.૧૭ (સૈયદ વાસણા)ને પણ મંજુરી આપતા સ્થાનિક સત્તામંડળને ૩૩,૬૧૫.૦૦ ચો.મી.ના ૨૪ જેટલા જાહેર હેતુના પ્લોટો સંપ્રાપ્ત થવાના છે.
સુરત શહેરના નવા ૯૦.૦૦ મીટરના રીંગરોડના ઝડપી અમલીકરણના ભાગરૂપે લોકડાઉન પહેલાં જ તા.૨૦/૦૨/૨૦૨૦ના રોજ ટી.પી.ઓ દ્વારા જાહેર કરાયેલ પ્રારંભિક યોજનાને ત્રણ મહિનામાં આશરે ૧૭૧ હેકટર્સની સ્કીમને મંજુરી અપાયેલી છે. આ ટી.પી. મંજુર થતા સત્તામંડળના રસ્તા માટે આશરે ૩૬.૦૦ હેકટર્સ જમીન તથા જાહેર સુવિધા માટે ૬૨,૪૫૪ ચો.મી., ખુલ્લી જગ્યા/બાગબગીચા/પાર્કીંગ માટે ૬૩,૧૭૧ ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૪૪,૨૧૫ ચો.મી. તથા વેચાણના હેતુ માટે આશરે ૧,૬૬,૮૬૩ ચો.મી. જમીન મળી કુલ ૩,૩૬,૭૦૩ ચો.મી.ના ચાલીસ પ્લોટો સત્તામંડળને સંપ્રાપ્ત થવાની છે.
મુખ્યમંત્રીએ પ્રારંભિક યોજના મંજુર થયેથી સત્તામંડળ જાહેર સુવિધા માટે સંપ્રાપ્ત થતા પ્લોટોમાં તાત્કાલિક કબજો મેળવી વિકાસ કરી શકે તે માટે ટી.પી. સ્કીમ મંજુરી સાથે તાકિદ કરી છે કે કાયદાની જોગવાઇ મુજબ તમામ પ્લોટોને વિકાસ અર્થે ખુલ્લા મુકવામાં આવે તથા ખાસ કરીને બાગ-બગીચા, પ્લેગ્રાઉન્ડ કે જેનો સામાન્ય જનતતા અને બાળકો-વૃધ્ધો નવા વિકસતા વિસ્તારમાં લાભ લઇ શકે તે હેતુથી તાત્કાલિક વિકાસ કરવામાં આવે. ર૦૧૮-ર૦૧૯ના વર્ષમાં મંજુર થયેલ પ્રારંભિક ટી.પી. સ્કીમોના કાર્યો માટે સમીક્ષા કરી, બાકી રહેતા ટી.પી. અમલીકરણના કામો તાત્કાલિક હાથ ધરાય તે માટે શહેરી વિકાસ વિભાગના તમામ સત્તામંડળોને આદેશ કરવા સૂચન કર્યુ છે. ડ્રાફ્ટ સ્કીમના રસ્તાઓનું પણ ઝડપથી અમલીકરણ કરી ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોને પ્રાધાન્ય આપી વડાપ્રધાનના અભિગમને ત્વરિત સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર થાય તેવો અનુરોધ પણ સંબંધિત વિભાગોને કર્યો છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
