રાપરના ચિત્રોડમાં GIDCને ઔદ્યોગિક વસાહત નિર્માણ માટે ૭.પ૦ લાખ ચોરસ મીટર જમીન

મુખ્યમંત્રી રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સાથે સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અનલોક-૧ અંતર્ગત ૧ જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ સહિતની બહુધા રોજિંદી કામગીરી શરૂ કરાવી છે.

એક જ દિવસમાં રાજ્યમાં મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પ૦૮૭પ ચોરસ મીટર જમીન સુરત મહાનગરમાં ફાળવી છે.

એટલું જ નહિ, કચ્છના રાપર તાલુકાના ચિત્રોડમાં ઔદ્યોગિક વસાહત માટે ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન GIDCને ફાળવવાનો પણ નિર્ણય તેમણે કર્યો છે.

ઉત્તર ગુજરાતના મોડાસા-અરવલ્લીમાં અને દક્ષિણ ગુજરાતના નવસારીમાં ગ્રામીણ ક્ષેત્રોમાં વીજ પૂરવઠો અસરકારક અને સતત પહોચાડવા બે સબસ્ટેશન્સ માટે કુલ મળીને ૪૯૯૦૦ ચો.મીટર જમીન ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લિમિટેડ-જેટકોને આપવાનો પણ નિર્ણય કર્યો છે.

શહેરી ક્ષેત્રો અને નગરો-ગામોના વિવિધ વિકાસ કામો માટે જે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં, સુરત મહાનગરપાલિકાના પાંચ અલગ અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત PPP ધોરણે આવાસ નિર્માણ માટે જમીન ફાળવણી કરી છે.

તદ્દઅનુસાર, સુરત મહાનગરપાલિકામાં સુરત શહેરના વોર્ડ નંબર-1ના સીટી સર્વે નંબર ૧૮૧૩ થી ૧૮૧૬ વાળી કુલ ૩૭૧.૨૪ ચો.મી.ની જમીન, કતારગામના સીંગણપોરમાં સર્વે નંબર ૬-૭ ટી.પી સ્કીમ નં ૨૬ના FP ૭ વાળી કુલ ૨૭૦૦ ચો.મી, અડાજણના કોસાડમાં સર્વે નં ૨૯૧/૧/અ,બ.નં ૪૮૦ની કુલ ૧૯,૯૧૧ ચો.મી, તથા સુરત શહેરના વોર્ડ નંબર-૧ના સીટી સર્વે નંબર-૧૮૦૮ થી ૧૮૧૨ની કુલ ૫૫૫.૧૮ ચો.મી.ની જમીન, ઉધનામાં સર્વે નંબર-૭૨ પૈકી ૧ અને ૭૩ની કુલ ૨૭,૩૩૮ ચો.કિ.મી વિસ્તારની જમીન એમ કુલ પ૦૮૭પ.૪ર ચોરસ મીટર જમીન મુખ્યમંત્રી ગૃહ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત PPP ધોરણે આવાસ બનાવવા માટે ફાળવી છે.

સુરત મહાનગરપાલિકા બહારના વિસ્તારોમાં એટલે કે આઉટગ્રોથ વિસ્તારોના નાગરિકો માટે ભૌતિક આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિના કામો માટે રૂ. ૩ર.૯૯ કરોડના કામો પણ મંજૂર કર્યા છે.

આઉટગ્રોથ એરિયાના જે આ વિકાસકામો માટે નાણાં ફાળવણી કરી છે તેમાં ભૌતિક આંતરમાળખારકિય યોજના અતંર્ગત ઉન-સોનારી સુયેઝ પમ્પીંગ સ્ટેશનથી બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાસ સુધી રાઇઝિંગમેઇન લાઇન નાખવા માટે કુલ રૂ. ૧૦.૦ કરોડ, શહેરના વિવિધ વિસ્તારમાં ૨૪ મીટર અને તેનાથી વધુ પહોળાઇના રસ્તાઓના થ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગ કરી કાર્પેટ અને રિકાર્પેટ કામ માટે કુલ રૂ. ૨.૭૩ કરોડ અને નવા વિસ્તારમાં એસીસીપોલોમરીક પદ્ધતિથી રસ્તાઓને રિસરફેસિંગ કરવા કુલ ૫૫૨ કરોડના વિકાસના કામોને મંજૂરી આપી છે.

તદઉપરાંત સામાજિક આંતરમાળખાકિય યોજના અતર્ગત વરીઆવ ‘વાય’ જંકશનથી સાયણ ચેકપોસ્ટ સુધી ટી.પી સ્કીમ નંબર-૩૬માં વરસાદી પાણીના નિકાલ માટે RCC બોક્ષના કામ માટે પણ રૂ. ૧૪.૭૫ કરોડના વિકાસના કામોને મંજૂરી આપી છે.

કચ્છના રાપર તાલુકાના ચિત્રોડમાં ઊદ્યોગોની સ્થાપના દ્વારા આ અંતરિયાળ વિસ્તારમાં રોજગારી અને આર્થિક આધાર મળી રહે તેવી નેમ સાથે ચિત્રોડના સર્વે નંબર ૭૧૪ પૈકીની ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-GIDC ભુજને આપવાનો પણ નિર્ણય લીધો છે.

ઉપરાંત બે નવરચિત જિલ્લા અરવલ્લી અને નવસારીના ગ્રામીણ વિસ્તારોમાં વીજ પૂરવઠો સરળતાએ પહોચાડવાના હેતુથી બે સબસ્ટેશન્સ નિર્માણ માટે પણ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન-લિમિટેડ જેટકોને જમીન ફાળવી છે.

આ અંતર્ગત, અરવલ્લીના મોડાસા તાલુકાના ફરેડીના સર્વે ૭ર૭, ૭૩૩, ૭૩પ, ૭૪ર, ૭૪૮ અને ૭૩રની કુલ ૪પ૦૦૦ ચોરસ મીટર જમીન રર૦ કે.વી. સબ સ્ટેશન માટે ફાળવવામાં આવી છે.

આ ઉપરાંત પલસાણાના તાંતીથૈયાના બ્લોક-ર૩૧ની ૪૯૦૦ ચો.મીટર જમીન ૬૬ કે.વી સબસ્ટેશન માટે જેટકો નવસારીને ફાળવાઇ છે.

રાજ્યના નગરો-શહેરોમાં જનસુખાકારીના કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર જિલ્લાની પેથાપૂર નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ આર.સી.સી. બ્લોક તથા પેવર બ્લોક માટે ૪૦ લાખ રૂપિયાના કામ માટે મંજૂરી આપી છે.