૧૬ જુલાઈ સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે
July 12, 2021
ગાંધીનગરઃ ભારતીય હવામાન વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી ૧૬
જુલાઈ સુધીમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે
છે.
12 જુલાઈ(સોમવાર) એ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,
અરવલ્લી, સુરેન્દ્રનગર,મોરબી, દેવભૂમિ દ્વારકામાં કેટલાક સ્થળોએ હળવો-મધ્યમ વરસાદ
વરસી શકે છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ,મહિસાગર, છોટા
ઉદેપુર, નર્મદા,ભરુચ,ડાંગ,તાપી તેમ જ રાજકોટ, જામનગર, પોરબંદર, બોટાદ અને કચ્છમાં
ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દીવ,ગીરસોમનાથ,ભાવનગર, અમરેલી, જૂનાગઢ,
દાદરાનગર હવેલી, દમણ, વલસાડ, નવસારી તેમ જ સુરતમાં ભારેથી અતિભારે વરસાદ
વરસી શકે છે.
આ યાદી અનુસાર, ગુજરાતમાં 13 જુલાઈ(મંગળવાર)એ રાજ્યમાં બનાસકાંઠા, ખેડા,
આમંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, મોરબી હળવાથી
મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,
અમદાવાદ, નર્મદા, ભરુચ, ડાંગ,તાપી, અમરેલી, ભાવનગર,બોટાદ અને કચ્છમાં ભારે
વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દિવ,ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર,
રાજકોટ, જામનગર, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ,નવસારી અને સુરતમાં કેટલાક
સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે.
14 જુલાઈ(બુધવાર)એ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ,
મહીસાગર, ભરુચમાં હળવા વરસાદની વકી છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા,આણંદ,
અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી,
દાદરાનગર હવેલી, દમણમાં ભારે વરસાદની શક્યતા છે.જ્યારે સૌરાષ્ટ્રના
સુરેન્દ્રનગર,રાજકોટ, જામનગર,અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં કેટલાક
વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.જ્યારે દિવ, કચ્છ,ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા,
જૂનાગઢ અને પોરબંદરમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
15 જુલાઈ(ગુરુવાર)એ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ,
મહીસાગર, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર,મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બોટાદમાં
હળવો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દીવ, ગીરસોમનાથી, ભાવનગર, અમરેલી,
જૂનાગઢ, રાજકોટ, સુરત, ભરુચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ,
ખેડા, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.જ્યારે ડાંગ, નવસારી,
વલસાડ, તાપી, દાદરાનગર હવેલી તેમ જ દમણમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે.
16 જુલાઈ (શુક્રવાર)એ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,
અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર,
નર્મદા, ભરુચ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા,
બોટાદ અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે દીવ, ગીરસોમનાથ, અમરેલી,
જૂનાગઢ, પોરબંદર, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી , ડાંગ અને સુરતમાં ભારે
વરસાદ પડી શકે છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
