સીપુ જુથ પાણી પુરવઠા યોજનાથી એક માસમાં ૧૧૯ ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો
May 27, 2022
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ આધારીત સીપુ જુથ પાણી પુરવઠા યોજના ધાનેરા, ડીસા અને દાંતીવાડા તાલુકાના ૧૧૯ ગામોને પીવાનું શુધ્ધ પાણી પુરુ પાડતી યોજના મીઠી વીરડી સમાન પુરવાર થઇ છે. સીપુ જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાંથાવાડા હેડવર્કસ ખાતે આવેલ ૨૪ એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટમાં સીપુ ડેમનું રો-વોટર મેળવી ફિલ્ટર કરેલ શુધ્ધ પાણી જુદા-જુદા હેડવર્કસ દ્વારા આ યોજના અંતર્ગતના ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ૯૩ ગામો અને ધાનેરા શહેર તેમજ વિઠોદર- આગડોલ જુથ યોજના હેઠળ ડીસા તાલુકાના ૨૬ ગામોને પીવાનું પાણી પુરૂ પાડવા માટેની યોજના કાર્યરત છે.
ગયા વર્ષે ચોમાસાની સીઝનમાં ઉપરવાસમાં ઓછા વરસાદના કારણે સીપુ ડેમમાં વરસાદી પાણીની આવક થઇ નહોતી. જેના કારણે આ ડેમ ખાલીખમ રહ્યો હતો. સીપુ ડેમમાં પાણીનો આવરો ન થતાં દાંતીવાડા અને સીપુ ડેમ આધારીત બન્ને યોજનાઓમાં સમાવિષ્ટ ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના કુલ- ૧૧૯ ગામો અને ધાનેરા શહેર માટે પીવાના પાણીની ભારે મુશ્કેલી સર્જાય તેમ હતી. રાજ્ય સરકારના સમયસરના ત્વરીત અને હકારાત્મક નિર્ણયને કારણે આજે આ ગામોમાં પીવાના પાણીની મુશ્કેલીઓને નિવારી શકાઇ છે.
સીપુ જુથ યોજનામાં સમાવિષ્ટ ગામોમાં પીવાના પાણીની મુશ્કેલીના નિવારણ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે દાંતીવાડા જળાશય આધારીત બી. કે.-૫ જુથ પાણી પુરવઠા યોજના દાંતીવાડા હેડવર્કસથી સીપુ જુથ પાણી પુરવઠા યોજના પાંથાવાડા મુખ્ય હેડવર્કસ સુધીની ૫૦૦ મી.મી. વ્યાસની ડી.આઇ.કે- ૯ પાઇપલાઇન નાંખવાની અને આનુસાંગિક કામોનો સમાવેશ કરતી સીપુ તાકીદની જુથ પાણી પુરવઠા યોજના બનાવી અંદાજીત કિંમત રૂ.૨૨.૧૪ કરોડના ખર્ચથી તેને તાત્કાલીક મંજુર કરવામાં આવી હતી. આ યોજનાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરીને માત્ર એક માસના ટુંકા ગાળામાં આ યોજના હેઠળના કામો પૂર્ણ કરી તા. ૧૯ ઓક્ટોબર-૨૦૨૧ થી ધાનેરા, ડીસા અને દાંતીવાડા તાલુકાના ૧૧૯ ગામો અને ધાનેરા શહેરમાં પાણી પુરવઠો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે આ ૩ તાલુકાના ૧૧૯ ગામો માટે પીવાના પાણીના પ્રશ્નનો ઉકેલ થયો છે તેમ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ડી.એમ.બુંબડીયાએ જણાવ્યું છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
