કેજરીવાલ મફતમાં રેવડીઓ કેમ વહેંચે છે?

Himanshu Jain

કોવિડ -19ની કટોકટીના સંપૂર્ણ નિષ્ફળ સંચાલન પછી, કેજરીવાલ ફરીથી તેમનું હેલ્થ મોડલ ભારતના લોકોને વેચી રહ્યા છે. તેમની સરકાર રાહત આપવામાં કેવી નિષ્ફળ રહી છે અને હજુ પણ જાહેરાતો અને મીડિયામાં પ્રચાર કરીને તેમની નીતિઓને પરાણે વેચવાનો પ્રયાસ કરે છે તે અંગે જાગૃત રહેવાની જરૂર છે.

હેલ્થ કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દિલ્હીનું કહેવાતું પ્રખ્યાત કેજરીવાલ હેલ્થ મૉડલ ગબડી ગયું હતું. એપ્રિલથી જુલાઈ 2021માં દિલ્હીમાં બીજી લહેર ત્રાટકી ત્યારે દર્દીઓના મૃત્યુના અને હોસ્પિટલમાં દાખલ થવામાં અસમર્થ હોવાના કરુણ ચિત્રો અખબારો અને ટીવી સ્ક્રીનોમાં છલકાતા હતા. દિલ્હી ગભરાઈ ગયેલા લોકોથી ભરેલું હતું, પરિસ્થિતિ અસ્ત-વ્યસ્ત થઇ ગઇ હતી.

ખૂબ ગવાયેલા મહોલ્લા ક્લિનિક્સ આ સમયમાં બંધ થઈ ગયા હતા અને હકીકતમાં શરૂઆતમાં તો તે ચેપમાં વધારો કરવાનું કેન્દ્રબિંદુ હતા.

હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના અહેવાલ, કાળા કૌભાંડ અને સંઘરાખોરી બેરોકટોક થઈ રહી હતી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારને દિલ્હી હાઈકોર્ટની કડક આલોચના સહેવી પડી હતી.

દિલ્હીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા ત્યારે ખરેખર શું થયું હતું અને AAP જેનું એકમાત્ર કાર્ય દેખીતી રીતે કરી રહી હતી તે તેની જવાબદારીથી ભાગીને દોષ ઠાલવતી હતી છે તેની મેં યાદી બનાવવાનો પ્રયાસ કર્યો છે. મેં એ વિગતોની યાદી કરી છે કે કેવી રીતે અદાલતોએ તેમને ઘણી વખત ઠપકા આપ્યા હતા અને જ્યારે લોકો તેમના પ્રિયજનોને બચાવવા માટે તેમની ચૂંટાયેલી સરકાર તરફ મીટ માંડી રહ્યા હતા ત્યારે કેવી રીતે ભ્રષ્ટાચાર પણ આ દુ:ખદ સમયનું કેન્દ્રબિંદુ હતું.

તેમછતાં, મીડિયાએ કેજરીવાલને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું હતું. મારા સંશોધનમાં મને એવો એક પણ લેખ મળ્યો નથી કે જેમાં કેજરીવાલ સરકારને મુંઝવણમાં મૂકી હોય અથવા તેમની ટીકા કરવામાં આવી હોય. પત્રકારનું AAP PR મેનેજમેન્ટ હવે પ્રખ્યાત છે. હું એ હકીકતથી ચોંકી ગયો હતો કે આ બધી દુર્ઘટનાને મોટાભાગે અવગણવામાં આવી હતી, કારણ કે મીડિયા મક્કમતાથી મુખ્યમંત્રીની પાછળ ઊભું હતું.

ફરીથી, કેજરીવાલ ભારતના લોકોને તેમનું હેલ્થ મોડેલ વેચી રહ્યા છે. આપણે બધાએ જાગૃત રહેવાની જરૂર છે કે તે કેવી રીતે જાહેરાતો અને પત્રકારોનો ઉપયોગ કરે છે અને સત્તા ‘હડપવા’ માટે ખૂબ જ ચાલાકીથી શબ્દો પસંદ કરે છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન પહેલેથી જ ઇડીની કસ્ટડીમાં છે અને અદાલતો જામીન નહિ આપી રહી હોવાથી, દુ:ખદ રીતે એવું લાગી રહ્યું છે કે દિલ્હીનું આરોગ્ય મોડેલ જેલમાં છે.

કેજરીવાલનું દરેકજણ પર દોષારોપણમોડલ :

કેજરીવાલ સરકારે પડોશી રાજ્યો પર આરોપ મૂક્યો હતો કે દર્દીઓ શ્વાસ લેવા માટે હાંફતા હોવા છતાં તે જાણીજોઈને ઓક્સિજનનો પુરવઠો અટકાવી દે છે. 29 એપ્રિલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને હરિયાણાની રાજ્ય પોલીસ દિલ્હીમાં ઓક્સિજનનો પુરવઠો રોકવાનો પ્રયાસ કરી રહી છે.

દિલ્હી સરકારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર અન્ય રાજ્યોની સરખામણીમાં તેને ઓછા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર પહોંચાડીને તેની સાથે ભેદભાવ કરી રહ્યું છે.

કેજરીવાલે વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી મુખ્ય પ્રધાનોની ઇન-હાઉસ મીટિંગનું લાઇવ-સ્ટ્રીમિંગ કર્યું હતું. કેજરીવાલ પીએમ મોદીને પૂછતા જોવા મળ્યા હતા કે રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ નથી માત્ર એટલા કારણોસર શું દિલ્હીના બે કરોડ લોકોએ ઓક્સિજન વિના રહેવું જોઈએ.

સ્મશાનગૃહમાં અરાજકતા:

દિલ્હીએ સ્મશાનગૃહમાં અસ્તવ્યસ્ત દ્રશ્યો સાથે લોકોને ડરાવવાનું ચાલુ રાખ્યું. મ્યુનિસિપલ સંચાલિત સ્મશાનગૃહોમાં કોવિડ-19ના વધતા જતા મોતને કારણે અંતિમ સંસ્કાર માટે લાકડાની અછતનો સામનો કરવો પડી રહ્યો હતો, ઉત્તર દિલ્હીના મેયર જય પ્રકાશે 28 એપ્રિલે મુખ્ય પ્રધાનને વિનંતી કરી હતી કે તે આ સુવિધાઓમાં લાકડાનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરવા વન વિભાગને આદેશ આપે. મેયરે દર્દીઓને આરોગ્ય સંભાળ સુવિધાઓ સુધી પહોંચાડવા અથવા મૃતકોને સ્મશાન સુધી લઈ જવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનોને ઓછામાં ઓછી 100 એમ્બ્યુલન્સ અથવા શબવાહિનીઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ જણાવ્યું હતું.

દિલ્હી સરકાર પર HC અને SCના અવલોકનો

  • 27 એપ્રિલના રોજ, અદાલતે સરકારને આકરી ટીકા કરતા કહ્યું હતું કે તે હોસ્પિટલોમાં ઓક્સિજન વિતરણ પર દેખરેખ રાખવામાં અને વ્યક્તિઓ અને સંઘરાખોરોને આવશ્યક દવાઓનો સંગ્રહ કરવાથી અટકાવવામાં નિષ્ફળ રહી છે. “તમારા ઘરને વ્યવસ્થિત ગોઠવો. બસ બહુ થયું હવે. જો તમે ન કરી શકતા હો, તો અમે કેન્દ્ર સરકારના અધિકારીઓને સત્તા સંભાળવા માટે કહીશું. અમે લોકોને આ રીતે મરવા દઇ શકીએ નહિ,” એવું અદાલતે અવલોકન કર્યું હતું.
  • કોવિડ -19ની બીજી લહેરની પરાકાષ્ટા દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થપાયેલી ઓક્સિજન ઓડિટ કમિટીએ દાવા મુજબ રાષ્ટ્રીય રાજધાનીમાં ખરેખર થયેલા વપરાશ સામે વપરાશની ગણતરીમાં “મોટી વિસંગતતા” નોંધી હતી અને કહ્યું છે કે દિલ્હી સરકારે જરૂરીયાત કરતાં ચાર ગણો વધુ ઓક્સિજન માંગ્યો હતો.

સર્વોચ્ચ અદાલતમાં સબ્મિટ કરાયેલા પેટા જૂથના વચગાળાના અહેવાલમાં જણાવાયું હતું કે દિલ્હી સરકારનો 1,140 મેટ્રિક ટનનો દાવો બેડ ક્ષમતાના સૂત્ર મુજબ ગણતરી મુજબના વપરાશ કરતાં ચાર ગણો વધારે હતો. જ્યારે જરૂરીયાત માત્ર 289 MT હતી. “દિલ્હીના ઓક્સિજન ઓડિટ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલા પેટા-જૂથે ” બેડ કેપેસિટી માટેની ફોર્મ્યુલા દ્વારા ગણતરી કરેલા વપરાશ વિ. દાવા મુજબ ખરેખર વપરાશમાં “ખૂબ વિસંગતતા” હોવાનું નોંધ્યું હતું. વપરાશનો દાવો (1140 MT) હતો, જે ગણતરી મુજબ વપરાશ (289 MT) કરતા “લગભગ 4 ગણો વધારે” હતો,” એમ અહેવાલમાં જણાવ્યું હતું.

  • દિલ્હી હાઈકોર્ટે કટોકટીના સંચાલન અંગે દિલ્હીની કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી હતી અને તેને લિક્વિડ ઓક્સિજનના પરિવહન માટે ટેન્કરની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. “એવું નથી કે તમે ફક્ત લખશો અને રાહ જોશો. નોડલ ઓફિસ શું કરી રહી છે? તમારે છેલ્લા ત્રણ દિવસમાં સપ્લાયર્સ સાથે વાત કરવાની હતી. તમને ખબર હતી કે પુરવઠો ક્યાંથી આવી રહ્યો છે. સપ્લાયર્સ સાથે સંપર્કમાં રહો. અમે તમને દરેક ક્ષણે મદદ કરી શકીએ નહિ,” એમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું હતું.

તેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકારે આવા ટેન્કરોની પ્રાપ્તિ માટે તેઓને જે પણ સ્ત્રોત ઉપલબ્ધ કરાવી શકાય તે માટે “તમામ પ્રયાસો” કરવા જોઈએ અને તમામ સંભવિત માર્ગો શોધવા જોઈએ.

“સમસ્યા એ છે કે તમને લાગે છે કે ફાળવણી થઈ ગઈ છે તેથી બધું તમારા ઘરે પીરસવામાં આવશે. તમે ટેન્કરોનું કેમ ન વિચાર્યું? તમારા રાજકીય વડા પોતે વહીવટી અધિકારી છે,” એવું અદાલતે અવલોકન કર્યું હતું.

  • દિલ્હી હાઈકોર્ટે, મંગળવારે, 27 એપ્રિલના રોજ તેની સુનાવણી દરમિયાન, AAP સરકારને તબીબી સંસાધનોના કાળા બજાર પર ઝાટકી હતી, કારણ કે શહેર COVID-19ની ઘાતક લહેર સામે લડી રહ્યું હતું.

કોર્ટે કહ્યું કે લોકોને કાળાબજારમાં લાખો રૂપિયામાં ઓક્સિજન સિલિન્ડર ખરીદવાની ફરજ પડી હતી જ્યારે તેની મૂળ કિંમત માત્ર થોડાક રૂપિયા છે. કોર્ટે કહ્યું કે ઓક્સિજનના કાળા બજાર કરવામાં સંડોવાયેલા લોકોને પોલીસ કસ્ટડીમાં લેવા જોઈએ.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે કહ્યું કે જો દિલ્હી સરકાર ઓક્સિજન સિલિન્ડરનું સંચાલન કરવામાં અસમર્થ હોય તો તેણે તેમની ખરીદી માટે કોર્ટને જણાવવું જોઈએ. કોર્ટ કેન્દ્ર સરકારને ઓક્સિજનનું સંચાલન કરવાની જવાબદારી સંભાળવા કહેશે.

દિલ્હી સરકારની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું હતું કે, “દિલ્હી સરકાર દ્વારા ઓક્સિજન સિલિન્ડરના પુરવઠાનો હિસાબ નહિ રાખવાના પગલે ગેસની કૃત્રિમ અછત અને કાળા બજાર થાય છે.”

“આ એક ગડબડ છે જેને ઉકેલવામાં તમે અસમર્થ છો,” કોર્ટે ઓક્સિજન સિલિન્ડરના કાળા બજાર થવા પર AAP સરકારને આમ કહ્યું હતું.

  • કોર્ટે દિલ્હી સરકારને એકાઉન્ટિંગ અધિકારીઓની નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું. દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ પણ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે અને સંબંધિત નોડલ અધિકારીઓ લાચાર છે તે પછી કોર્ટનો આદેશ આવ્યો.
  • “પ્રતિવાદી 1 (દિલ્હી સરકાર)ની આ રજૂઆત માત્ર નકારવા માટે નોંધવામાં આવી છે…. તે જાહેરમાં જાણીતી વાત છે કે કોવિડ-19ની બીજી લહેરની જીવલેણ, અત્યંત ચેપી પ્રકૃતિ અને શહેરમાં આરોગ્યની માળખાકીય સુવિધાઓ તૈયાર નહિ હોવાના કારણે અરજદારના પિતાની જેમ દિલ્હીના એનસીટીના અનેક હતાશ નાગરિકોને પડોશી રાજ્યોની હોસ્પિટલોમાં દાખલ/તબીબી મદદની શોધ કરવાની ફરજ પડી હતી.,” એમ જસ્ટિસ રેખા પલ્લીએ કહ્યું હતું.

હાઈકોર્ટ દ્વારા આ અવલોકન દિલ્હીના એક નાગરિકની અરજીની સુનાવણી દરમિયાન આવ્યું હતું જેમાં ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ તેના પિતા માટે બ્લેક ફંગસની સારવારમાં વપરાતા લિપોસોમલ એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શન/એમ્ફોનેક્સ-50ની માંગ કરવામાં આવી હતી.

અને પછી આ શું હતું……….

ઓક્સિજનની તીવ્ર અછત વચ્ચે રાષ્ટ્રીય રાજધાની શ્વાસ લેવા માટે તડપતી હોવાથી, દિલ્હી સરકારે સોમવારે અશોકા હોટેલના 100 રૂમને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશો અને અન્ય ન્યાયિક અધિકારીઓ અને તેમના પરિવારો માટે કોવિડ આરોગ્ય સુવિધામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો. સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ચાણક્યપુરીમાં પ્રાઇમસ હોસ્પિટલ અશોકા હોટેલમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) સુવિધા ચલાવશે .

ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં વિલંબ

કેન્દ્ર સરકારના સૂત્રોએ દાવો કર્યો છે કે ચાર હોસ્પિટલોમાં પ્રસ્તાવિત ઓક્સિજન પ્લાન્ટમાં વિલંબ થયો હતો, કારણ કે દિલ્હી સરકારે “સાઇટ રેડીનેસ સર્ટિફિકેટ્સ” રજૂ કર્યા ન હતા. રેલવે મંત્રાલયના સૂત્રોએ પણ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી સરકારે ‘ઓક્સિજન એક્સપ્રેસ’ માટે હજુ પણ ક્રાયોજેનિક ટેન્કરો આપ્યા નથી.

આ આંબેડકર નગર હોસ્પિટલ, દક્ષિણપુરી, આ સ્થળ રાજ્ય સરકાર દ્વારા 19 એપ્રિલના રોજ જ તૈયાર કરવામાં આવ્યું હતું. અન્ય હોસ્પિટલ – નરેલા સ્થિત સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલનું સાઈટ રેડીનેસ સર્ટિફિકેટ હજુ સુધી દિલ્હી સરકાર દ્વારા સબ્મિટ કરવામાં આવ્યું નથી, એમ કેન્દ્રએ જણાવ્યું છે. .

“તેથી, હું માનું છું કે પ્રતિવાદી 1 ને અરજદારની વિનંતી પ્રત્યે દયાળુ વલણ અપનાવવા અને, જો શક્ય હોય તો, તેના પિતાને તેની સારવાર માટે, ઓછામાં ઓછા આગામી થોડા દિવસો માટે જરૂરી દવા પૂરી પાડવા માટે આદેશ આપવાનું ન્યાયના હિતમાં રહેશે,” એમ જસ્ટિસ પલ્લીએ કહ્યું હતું.

કેજરીવાલ હેલ્થ મોડલ: મિસમેનેજમેન્ટ એન્ડ માઈગ્રન્ટ્સ મિશહેન્ડલિંગ

કેન્દ્રએ દિલ્હી માટે દરરોજ 480MT ઓક્સિજનની ફાળવણી કરી હતી જે રાજ્યે ક્રાયોજેનિક ટેન્કરોની વ્યવસ્થા કરીને ઉપાડી લેવાની જરૂર છે. જોકે, રાજ્યએ દલીલ કરી હતી કે છેલ્લાં કેટલાક દિવસોમાં તેને દરરોજ માત્ર 380 MT ઓક્સિજન મળી રહ્યો છે અને શુક્રવારે તેને 300 MT કરતાં ઓછો ઓક્સિજન મળ્યો હતો. બીજી બાજુ, કેન્દ્રએ કહ્યું કે તેણે ઓક્સિજનના સ્ત્રોતોને તેમના ગંતવ્ય સ્થાનો પર મેપ કર્યા છે અને ખાલી ઓક્સિજન ટેન્કરો ઉપાડવા માટે ભારતીય વાયુસેના (IAF) ને તૈનાત કરી છે.

બસ સ્ટેશન પર લાંબા સમયથી રાહ જોઇ રહેલા એક પરપ્રાંતિય મજૂરે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું હતું કે, “અમે રોજીરોટીવાળા છીએ, મુખ્ય પ્રધાને લોકડાઉનની જાહેરાત કરતા પહેલાં અમને થોડો સમય આપવો જોઈતો હતો.” “ઘરે પહોંચવા માટે અમને ₹200 લાગે છે, પરંતુ તેઓ અત્યારે ₹3,000 થી ₹4,000 વસૂલી રહ્યા છે, અમે ઘરે કેવી રીતે જઈશું?” તેમણે વધુમાં કહ્યું હતું. 

પીએમ અને સીએમ યોગી સ્થળાંતર કરનારાઓના સંક્ટમાં આગળ આવ્યા:

“તેઓએ તેમને કહ્યું કે ખતરો ઘણો મોટો છે, તમારા ગામ જાઓ, ઘરે જાઓ. પછી તેઓએ તેમને બસો આપી, તેમને અધવચ્ચે છોડી દીધા અને તેમને ઘણી સમસ્યાઓમાં નાંખી દીધા,” એમ વડાપ્રધાને કહ્યું હતું.

શ્રી. મોદીએ આગળ કહ્યું કે, “અને તેના કારણે,ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં કોરોનાએ ઝડપ પકડી છે – આ સ્થાનોએ જો આ પાપને કારણે વધુ વકર્યો ન હોત, તો તે એટલો ગંભીર ન હોત.”

તેમણે શ્રી કેજરીવાલ પર પણ આરોપ લગાવ્યો કે તેમણે પ્રાંતિય કામદારોને રાજધાનીની બહાર નિકળવા મજબૂર કર્યા અને તેમને પોતાની જાત પર છોડી દીધા.

“સાંભળો કેજરીવાલ, જ્યારે માનવતા કોરોનાના દર્દથી કણસી રહી હતી ત્યારે તમે યુપીના મજૂરોને દિલ્હી છોડવા મજબૂર કર્યા. તમારી સરકારે નાના બાળકો અને મહિલાઓને પણ મધ્યરાત્રિમાં યુપી બોર્ડર પર નિસહાય છોડી દેવા જેવું એક બિન-લોકતાંત્રિક અને અમાનવીય કૃત્ય કર્યું છે,” એવું તેમણે ટ્વિટ કર્યું હતું.

યુપીના મુખ્યમંત્રીએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે પરપ્રાંતિય કામદારોને “પિક અપ કરીને બસો દ્વારા યુપી બોર્ડર પર મોકલવામાં આવ્યા હતા.”

આનંદ વિહાર માટે બસો જવાની છે તેવી જાહેરાત કરવામાં આવી હતી, તેનાથી આગળ યુપી-બિહાર માટે બસો ઉપલબ્ધ રહેશે. યુપી સરકારે પરપ્રાંતિય મજૂરો માટે બસોની વ્યવસ્થા કરી અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવ્યા,” એમ તેમણે ટ્વિટ કર્યું હતું.

ગયા વર્ષે મે મહિનામાં દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલ મુજબ, લોકડાઉનના પ્રથમ ચાર અઠવાડિયામાં આઠ લાખથી વધુ સ્થળાંતર કામદારોએ તેમના વતન જવા રાજધાની છોડી દીધી હતી.

કેજરીવાલે બહારના લોકો માટે દિલ્હીની બોર્ડર સીલ કરી દીધી

સરકારના નિર્ણયો અનુસાર, દિલ્હી સરકાર સંચાલિત હોસ્પિટલોમાં લગભગ 10,000 બેડ રાજધાનીના રહેવાસીઓ માટે ફાળવવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ્સ ફક્ત દિલ્હીવાસીઓ માટે જ ફાળવવામાં આવી છે .

લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે રાષ્ટ્રીય શહેરની હોસ્પિટલોની પથારીઓનો એક હિસ્સો રાજધાનીના રહેવાસીઓ માટે અનામત રાખવાના દિલ્હી સરકારના આદેશને રદ કર્યો અને કોરોના વાયરસ રોગ (કોવિડ -19) માટે કોનો ટેસ્ટ કરી શકાય તે અંગેની સંઘીય માર્ગદર્શિકા પુનઃસ્થાપિત કરી, વહીવટીતંત્રના તાજેતરના નિર્ણયોને ઉલટાવી નાખ્યા, જે રાજકીય રીતે ચર્ચાસ્પદ બન્યા હતા અને લોકોના ગુસ્સાનું કેન્દ્ર બન્યા હતા.

દિલ્હી કોરોના એપ નિષ્ફળ:

કોઈ પથારી ઉપલબ્ધ નથી એવો દિલ્હીની દરેક હોસ્પિટલમાંથી ઇન્ડિયા ટુડે ટીવી ટીમનો આ પ્રતિસાદ હતો. જ્યારે દિલ્હી સરકારની કોવિડ -19 એપ્લિકેશન અન્ય દર્શાવતી હતી. ઈન્ડિયા ટુડે ટીવી દ્વારા રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે કે શહેર સરકારની ‘દિલ્હી કોરોના’ એપમાં મોટી ખામીઓ છે.

દિલ્હી કોંગ્રેસના વડા અનિલ કુમારે મંગળવારે કહ્યું હતું કે દિલ્હી સરકાર દ્વારા “દિલ્હી કોરોના” એપ લોન્ચ કરવી એ અર્થહીન કવાયત હતી કેમકે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મોત અને દર્દીઓના વાસ્તવિક આંકડા છુપાવી રહ્યા છે.

જમીની વાસ્તવિકતા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ એપ લોન્ચ કરવામાં આવી હતી, જેનું કારણ એ હતું કે સરકારી હોસ્પિટલોમાં પથારીઓના અભાવે શ્રી. કેજરીવાલે કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ફાઇવ સ્ટાર હોટલ અને મોંઘી ખાનગી હોસ્પિટલો ભાડે રાખી હતી, એવો શ્રી કુમારે આક્ષેપ કર્યો હતો.

ડેટામાં ગરબડ

નેશનલ હેરાલ્ડ ઇન્વેસ્ટિગેશન : સત્તાવાર કોવિડ -19 મૃત્યુની સંખ્યા અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલા મૃત્યુની સંખ્યામાં જુલાઈથી ડિસેમ્બર 2020 સુધીનો તફાવત, એટલો ઝીણવટભર્યો નથી જે અગાઉના વર્ષમાં ડેટાની ઘણી ઓછી ગરબડને દર્શાવે છે.

જુલાઈથી ડિસેમ્બર 2020 દરમિયાન, દિલ્હી સરકારે 7,794 કોવિડ -19 મૃત્યુ નોંધ્યા હતા અને તે જ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ પાંચ સ્થાનિક સંસ્થાઓ દ્વારા 73,757 મૃત્યુ નોંધાયા હતા. અગાઉના બે વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન સરેરાશ મૃત્યુ 74,808 થયા છે.

મે 2020માં, દિલ્હી સરકાર દ્વારા મૂકવામાં આવેલા કોવિડ -19 ડેટાના વિશ્લેષણમાં બહાર આવ્યું હતું કે રાજ્ય રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાવાયરસને કારણે થયેલા મૃત્યુની સંખ્યા છુપાવી રહ્યું છે. તે પછી કોવિડ -19 પ્રોટોકોલને અનુસરીને અગ્નિસંસ્કારની વધુ સંખ્યા દ્વારા સમર્થન મળ્યું હતું.

આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન (અત્યારે કસ્ટડીમાં છે)એ કોઈ કૉલનો જવાબ આપ્યો ન હતો અને સંદેશાઓનો પણ જવાબ આપ્યો ન હતો.

ભ્રષ્ટાચારઃ દિલ્હીના કિરારીમાં હોસ્પિટલ ફાઈલોમાં કાર્યરતઃ

કોવિડના સમયગાળા દરમિયાન કેન્દ્ર દ્વારા પૂછવા પર, ડીડીએએ કેજરીવાલ સરકારને હોસ્પિટલ માટે આ પ્લોટ આપ્યો હતો. રાજ્ય સરકારે 458 બેડની હોસ્પિટલ બનાવવાની વાત કરી હતી, જે તેની ફાઈલોમાં 28 જૂન, 2020ના રોજ તૈયાર થઈ ગઈ હતી,” એમ ભાજપના શ્રી આદેશગુપ્તાએ જણાવ્યું હતું.

“હોસ્પિટલ બનાવવાના નામે કેજરીવાલે દિલ્હીવાસીઓને છેતર્યા છે. આશ્ચર્યજનક છે કે માત્ર તેની જાહેરાત પાછળ ₹27 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો,” એમ તેમણે કહ્યું હતું.

શ્રી તિવારીએ કહ્યું કે દિલ્હી સરકારે આ સુવિધામાં 600 દર્દીઓની સારવાર કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો, જે અસ્તિત્વમાં જણાતી નથી.

જ્યારે અભિપ્રાય માટે પહોંચ્યો, ત્યારે AAP પ્રવક્તાએ જવાબ આપ્યો ન હતો.

શ્રી તિવારીએ ઓક્ટોબર 2021માં રાજધાનીમાં કોવિડ દર્દીઓની સારવાર માટે સાત હંગામી હોસ્પિટલો સ્થાપવાના કોન્ટ્રાક્ટમાં ₹1,256 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. એલજી વીકે સક્સેનાએ તાજેતરમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 17A હેઠળ આરોપોની તપાસ કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી શાખાને મંજૂરી આપી હતી.

દિલ્હીને બચાવવા કેન્દ્ર ફરી સક્રિય:

14 જૂને શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મંત્રીઓ અને સંબંધિત અધિકારીઓ સહિત તમામ હિતધારકો સાથે બેઠક યોજી હતી- એક હસ્તક્ષેપ કે જેને AAP નેતાઓ દ્વારા આશ્ચર્યજનક રીતે આવકારવામાં આવ્યો હતો, જેઓ રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યા હોવાનું જણાતું હતું.

શાહે દિલ્હી માટે બહુ-લક્ષી વ્યૂહરચનાનો ઉલ્લેખ કર્યો, તેણે જાહેર આરોગ્યસંભાળ તંત્રમાં AAP સરકારની નબળાઈને છતી કરી, જેને તેણે તેની સૌથી મોટી સિદ્ધિ તરીકે દર્શાવી હતી. અને પછી શાહની દિલ્હી સરકાર દ્વારા સંચાલિત એલએનજેપી હોસ્પિટલની મુલાકાત લેતી છબી દર્શાવતી હતી કે તે પ્રભારી છે. સામાન્ય રીતે ચૂંટણી જીતવા માટેની વ્યૂહરચનાના કૌશલ્ય સાથે સંકળાયેલા, શાહે તેમની વહીવટી કુશળતામાં ડોકિયું કર્યું, અને દર્શાવ્યું કે તે કુશળતામાં કેજરીવાલને પાછળ રાખી શકે છે, જેમણે થોડા મહિનાઓ પહેલાં જ દિલ્હીમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી.

શાહના હસ્તક્ષેપ પછી દિલ્હી સરકારે કરેલી 10 બાબતો અહીં છે:

  • સુવ્યવસ્થિત પ્રક્રિયા
  • પરીક્ષણ
  • આક્રમક સંપર્ક ટ્રેસિંગ અનેકન્ટેનમેન્ટ ઝોનનું સુવ્યવસ્થિતકરણ
  • ઘેરઘેર સેરોલોજિકલ સર્વે
  • વધારાની કોવિડ સુવિધાઓ અને પથારી
  • સારવારના ખર્ચ પર મર્યાદા
  • પીપીઇ અને અન્ય આવશ્યક તબીબી સાધનોનો પુરવઠો
  • વધુ પારદર્શિતા અને જવાબદારી માટે CCTV
  • સન્માન સાથે અંતિમ સંસ્કાર
  • NCR માટે સામાન્ય વ્યૂહરચના

14 જૂન, 2021 પહેલાં કોરોના દર્દીઓ માટે 9,937 પથારીઓ ઉપલબ્ધ હતી. તે પછી લગભગ 20,000 પથારી ઉમેરવામાં આવી , 500 રેલવે કોચમાં 8000 પથારી, ITBP દ્વારા સંચાલિત રાધાસ્વામી આશ્રમમાં 10,000 પથારી અને DRDO ફેસિલિટીમાં 1000 પથારી.

 

 

તાજેતર ના લેખો