નવરાત્રિ દરમિયાન અમદાવાદની મેટ્રો ટ્રેનો રાત્રિના બે વાગ્યા સુધી દોડશે

અમદાવાદઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે એક યાદીમાં જણાવ્યું છે કે નવરાત્રિના સમયગાળામાં અમદાવાદની મેટ્રો ટ્રેન સેવાઓનો સમય લંબાવવામાં આવ્યો છે.

હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ અમદાવાદમાં સવારે 6.20થી રાતના 10 કલાક દરમિયાન કાર્યરત છે. સવારે 6.20થી 7 વાગ્યે સુધી દર વીસ મિનીટના અંતરાલ પર તથા સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યે સુધી 12 મિનીટના અંતરાલ પર મેટ્રો ટ્રેન પ્રાપ્ત થાય છે.

નવરાત્રિન ઉત્સવની ઉજવણીના અવસરે, 17થી 23 ઓક્ટોબર દરમિયાન મેટ્રો ટ્રેન સુવિધા સવારે 6.20 વાગ્યેથી મધ્યરાત્રિ બાદના સવારના 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આ ગાળામાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20 થી રાત્રિના 10 વાગ્યા દરમિયાન રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે તથા રાત્રિના દસથી સવારના 2 વાગ્યા સુધી દરેક મેટ્રો સ્ટેશનથી વીસ મિનીટના અંતરાલ પર ઉપલબ્ધ રહેશે. બંને કોરિડોરમાં દરેક ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સવારના 2 વાગ્યાનો રહેશે.

તાજેતર ના લેખો