અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવર ની કામગીરી અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા મણિનગરથી હિરાભાઇ ચાર રસ્તા, નેલ્સન સ્કૂલ, કુમ કુમ વિદ્યાલય સુધીનો ૫૦૦ મીટરનો ફોરલેનના રોડ ઉપર ૧૩૨ વોલ્ટ કેબલનું કામ કરવાનું હોવાથી બેરીકેડિંગ કરી, રસ્તો બંધ કરી તા.૦૮/૦૧/૨૦૨૪થી તા.૨૮/૦૧/૨૦૨૪ સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા દરમિયાન કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન નીચે જણાવેલ ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત : 

મણિનગરથી હિરાભાઈ ચાર રસ્તા, નેલ્સન સ્કૂલ, કુમકુમ વિદ્યાલય સુધીનો ૫૦૦ મીટરનો ફોરલેન રોડ પૈકી એક સાઇડનો રોડ બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગત : 

૧. કુમકુમ વિદ્યાલય તરફથી આવતા ટ્રાફિક માટે એક સાઈડનો રોડ ચાલુ રાખવામાં આવેલ છે. જે માર્ગ ઉપરથી અવર-જવર કરી શકાશે.

૨. નેલ્સન સ્કૂલથી આવતા ટ્રાફિક માટે એક સાઇડનો રોડ ચાલુ રાખવામાં આવેલ છે. જે માર્ગ ઉપરથી અવર-જવર કરી શકાશે.

તાજેતર ના લેખો