અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાડા ત્રણ વર્ષમાં ૫૦૦ કરતાં વધારે અંગોનું દાન મળ્યું

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞ એ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સિવિલ હોસ્પિટલમાં ૩.૫ વર્ષમાં કુલ ૫૦૦ અંગોનું દાન મળ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૫૫ માં અંગદાનની વિગતો જોઇએ  તો મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ છત્રાલ, અમદાવાદ ખાતે રહેતા અને મજુરી કામ કરતા ૩૨ વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકર ૦૧/૦૬/૨૦૨૪ ના રોજ છત્રાલ ખાતે પડી જતા માથાના ભાગે ઇજા થઇ  હતી. જેથી તેમને  પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ સઘન  સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ માં લાવવામાં આવ્યા હતા. 

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૦૧-૦૬-૨૦૨૪ ના રોજ ડૉક્ટરોએ ઉપેન્દ્રસિંહને બ્રેઈન ડેડ જાહેર કર્યા. 

ઉપેન્દ્રસિંહ ના પરીવારમાં તેમના માતા, બે ભાઇ તેમજ બે બહેનો છે. સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે ઉપેન્દ્રસિંહ ના ભાઇઓને બ્રેઇન ડેડ તેમજ અંગદાન વિશે સમજાવતા તેમના એક ભાઇ તેમજ ભત્રીજા અને  પરીવારના અન્ય સભ્યોએ  મળી ઉપેન્દ્રસિંહનાં અંગોનુ દાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો. 

ઉપેન્દ્રસિંહ ના અંગદાન થકી બે કીડની, એક લીવર તેમજ એક હદય નુ  દાન મળ્યુ. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે ઉપેન્દ્રસિંહ ના અંગદાનથી મળેલ કીડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે .

તેમજ  હ્યદયને યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકો ની જીંદગી આપણે બચાવી શકીશુ.

સિવિલ હોસ્પિટલ દ્વારા આરંભાયેલા અંગદાન મહાદાન ના યઘથી અત્યાર સુધીમાં કુલ ૧૫૫ અંગદાતાઓ થકી કુલ ૫૦૧ અંગો તેમજ ચાર  સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૪૮૫ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

તાજેતર ના લેખો