Gujarati Recipe of Parval nu Shak(Gujarati text)

પરવળનું શાક

સામગ્રીઃ
૫૦૦ગ્રા. પરવળ,
૨ ચમચી ચણાનોલોટ,
આદું, હિંગ, મરચું જીરું,
હળદર, મીઠું.

રીતઃ

પરવળને છોલીને લાંબા સમારો.એક તપેલીમાં તેલ મૂકી, રાઈ-જીરું-હિંગનો વધાર કરી, પરવળના કટકા વઘારી દઈ, પાણી, મીઠું, મરચું નાખી ચડવા દો.ચઢી જાય એટલે હળદર અને તેલ ભેળવેલો ચણાનો લોટ છાંટી ધીમા તાપે ઢાંકી રાખો.ચણાનો લોટ સીઝે નહિ ત્‍યાં સુધી ધીમા તાપે હલાવ્‍યા કરો. બધું બરાબર થઈ જાય એટલે નીચે ઉતારી લઈ પીરસો.

પોષકતાઃ

આમાં ૫૦૦ કેલરી છે. પરવળમાં જીવનક્રિયા માટે આવશ્‍યક કોષોથી તે સમૃધ્ધ હોઈ, વ્‍યકિતને આવશ્‍યક બધાં પોષક- દ્રવ્‍યો પરાં પાડે છે.