Gujarati Recipe of Bharela Tameta(Gujarati text)
November 02, 2011
ભરેલાં ટામેટાં
સામગ્રી :
૧૦ નાના લાલ કડક ટામેટાં,
૪ ચમચા ઝીણું ખમણેલું લીલું કોપરું,
૪ ચમચા આખા ધાણા,
૧૫ કાળા મરી,
૪ લવિંગ,૩ તજ, ૨ તેજપત્તાં,
૪ લાલ આખાં મરચાં બધાં સાથે-
ભેગા કરી વાટી લો.
૧/૨ ચમચી હળદર,
૧/૪ ચમચી સાકર,
૨ ચમચી ગરમ મસાલો,
૧/૨ ચમચી જીરું,
ચપટી હીંગ,
૧ ચમચો કોથમીર ઝીણી સમારેલી,
દોઢ ચમચો તેલ.
રીત :
ટામેટાંનો ઉપરનો કાળો ભાગ કાપી ઊભો ચીરો આપો. વાટેલા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાકર નાખી ટમેટાંમાં મસાલો ભરો. એક સ્ટીલની કડાઈમાં તેલ ગરમ કરી જીરા અને હીંગનો વઘાર કરો. વઘારમાં હળદર નાખી ભરેલાં ટામેટાં વઘારો. વાસણ ઊંચુંનીચું કરતાં ટામેટાં હલાવો. પછી ઉપર થાળીમાં થોડું પાણી મૂકી ઢાંકો. ૩ થી ૪ મિનિટ પછી થાળી લઈ લો. ગરમ મસાલો નાખી પાછાં ટામેટાં હલાવો. ૨ મિનિટ ઢાંક્યા વગર ગેસ ઉપર રહેવા દો, પછી કોથમીર ભભરાવી ખાવાના ઉપયોગમાં લો.
ભાવે તો ઉપર ક્રીમ નાખી શકાય.
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- Child Killed in Lioness Attack in Amreli; Animal, Two Cubs Captured
- Customs Seize Gold Worth Rs 4.26 Crore Hidden in IndiGo Aircraft at Ahmedabad Airport
- Dy CM Sanghavi to Inaugurate Rs 74 Crore Sandhiya Bridge in Rajkot
- Rajkot - Haridwar Train Demand Takes Centre Stage at Key Railway Meeting on Saurashtra Connectivity
- Bharuch Jama Masjid Row: Jain Monk Claims Ancient Pilgrimage Site, Demands ASI Survey
- SMC Extends Dumas Sea Face Visiting Hours
