Gujarati Recipe of Tuverni Dal(Gujarati text)

તુવેરની દાળ

સામગ્રીઃ

તુવેરની દાળ ૧ નાની વાટકી,
ગરમ મસાલો,
ચપટી આંબોળિયા થોડાંક,
હળદર થોડીક,
મેથી ચપટી,
મીઠું પ્રમાણસર,
રાઈ ચપટી,
લીલાં મરચાં બે,
આખાં સૂકા મરચાં બે,
ગરમ મસાલો ચપટી,
હિંગ ચપટી,
ગોળ થોડોક,
કોથમરી અડધી ઝૂડી,
આદુ એક કટકી,
પાણી પ્રમાણસર,
ઘી એક ચમચો.

રીતઃ

એક તપેલીમાં પાણીનું આંધણ મૂકવું. પછી દાળને સારી રીતે ધોઈને આંધણનું પાણી ઉકળે એટલે એમાં ઓરવી. પ્રેશર કૂકર હોય તો દાળ જલદી બફાઈ જાય એટલે ઝેરણીથી દાળને એકરસ બનાવવી. પછી તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો, લીલાં મરચાંના ટુકડા, વાટેલું આદુ નાખવાં, ત્‍યારબાદ થોડીવાર પછી તેમાં ગોળ અને આંબોળિયા નાખવાં. પછી એક તપેલીમાં એક ચમચો ઘી લઈ તેમાં રાઈ, મેથી, ચપટી હિંગ અને આખા સૂકા મરચાંના બે – ત્રણ કટકાનાખીને એનો વઘાર કરવો. પછી દાળને સારી રીતે ઉકાળવી. દાળ ઉકળી જાય એટલે એને નીચે ઉતારવી અને પછી કોથમરીને ઝીણી સમારીને, સારી રીતે ધોઈને દાળમાં નાખવી.