Gujarati Vangi Cooking Recipe: Sukhadi(સુખડી)

સુખડી

ગુજરાતમાં મહુડીની સુખડી બહુ વખણાય છે.અહીંના ઘંટાકર્ણ ભગવાનના દેરાસરમાં સુખડી પ્રસાદ તરીકે મળે છે પરંતુ નિયમ એવો છે કે એ સુખડી માત્ર દેરાસરની અંદર જ ખાઈ શકાય. બહાર ન લઈ જઈ શકાય. પણ બહાર ખાવા માટે આપણે જાતે સુખડી બનાવી જ શકીએ છીએ. જાણી લો રીત.

સામગ્રી: અઢીસો ગ્રામ ઘઉંનો જાડો લોટ લો, અઢીસો ગ્રામ ધી અને બસો ગ્રામ ગોળ લો.

રીત: વાસણમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં ઘઉનો લોટ નાખીને ધીમા તાપે શેકો.રંગ બદલાઈને સહેજ ગુલાબી જેવો થાય અને શેકાયાની સુગંધ આવે એટલે ચપ્પાથી સમારેલો ભૂકો કરેલો ગોળ તેમાં નાખો અને બરાબર હલાવીને ભેળવો. ગોળ એકરસ થઈને ભળી જાય એટલે તુરંતજ ગેસ બંધ કરીને તેને થાળીમાં પાથરીને એના પર વાડકી ફેરવી ઘસી બરાબર પાથરો.તુરંતજ કાપા કરી લો.સુખડી તૈયાર.

(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine mithai Cooking recipe, Ahmedabad Gujarat.