Gujarati Recipe vangi rasoi Dishes:Ghaari(ઘારી)

સુરતી ઘારી

સુરતમાં ચંદી પડવાને દિવસે એટલેકે શરદ પૂનમ પછીના પડવાના દિવસે ઘારી ખાવાનું મહત્વ છે. સુરતીઓ લાખો કરોડો રૂપિયાની ઘારી ખાઈ જાય છે આ દિવસે. તો આપ પણ ખાઓ.

સામગ્રી:
૧૦૦ ગ્રામ મેંદો, ચોક્ખું ઘી, ૧૦ ગ્રામ બદામ પીસ્તાનો ભૂકો, ૧ ચમચી મિલ્ક પાવડર, ઈલાયચી, જાયફળ, ખાંડેલી જાવંત્રી, ૧૦૦ ગ્રામ માવો, ૬૦ ગ્રામ બૂરુ ખાંડ, તળવા માટે ઘી, ૧૦ ગ્રામ બૂરુ ખાંડ+ચોક્ખું ઘી+ડાલ્ડા ઘી ઘારીને પીવડાવવા.

રીત: મેંદામાં મૂઠી પડતું ચોખ્ખા ઘીનું મોણ નાખો. ઠંડા પાણીથી લોટ બાંધો. પૂરી જેવા લૂવા કરીને પાતળી પૂરી વણો.

આ પછી બદામ પીસ્તા ખાંડીને નાખો. તેમાં મિલ્ક પાઉડર ઈલાયચી જાયફળ જાવંત્રી ખાંડીને પ્રમાણસર નાખો. માવાને ધીમા તાપે શેકો અને તેનું ઘી છૂટું પડતા બદામ, પીસ્તા, જાયફળ, જાવંત્રી, ઈલાયચી નાખી ૧ મિનીટ શેકો. પૂરણ ઠંડુ કર્યા પછી બૂરું ખાંડ મેળવો. મેંદાની વણેલી પૂરીને ચોરસ કાપી તેમાં માવાને પેટીસ આકાર આપી મૂકો. સામસામેના પડ સહેજ પાણીથી ચોંટાદો.

હવે ઘીમાં તળો. ઠંડી પડતા ડાલ્ડા ઘી અને ચોક્ખું ધી સહેજ ગરમ કરો. તેને નીચે ઉતારી બૂરું ખાંડ ભેળવો. ચોથા ભાગનો કપ ઘી હોય તો ૧ ચમચી ખાંડ નાખો. તૈયાર કરેલી ઘારી, ઘી ખાંડમાં બે ત્રણ વખત બોળીને બહાર થાળીમાં મૂકો. ઉપરનું પડ વધુ જાડુ કરવા ઘારીને થોડી વાર રેફ્રીજરેટરમાં મૂકી ફરી ઘીમાં બોળો.