ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના;વેક્સિન સ્ટોર, કોલ્ડચેઇન પોઇન્ટનું ટેકનિકલ ઓડિટ
December 04, 2020
ગાંધીનગરઃ ગુજરાત સરકારે આજે એક યાદીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં કોવિડ-૧૯ના વેક્સિનેશન માટે રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા ૨,૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવમાં આવ્યા છે તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પૂર્ણ કરવામાં આવ્યું છે.રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડૉ. અનિલ મુકીમના અધ્યક્ષપદે આજે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટિની એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં રાજ્ય સરકારના ૨.૭૧ લાખ આરોગ્યકર્મીઓ અને ૧.૨૫ લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ ૩.૯૬ લાખ હેલ્થકેર વર્કસની માહિતી એકત્ર કરવામાં આવી છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની માહિતી એકત્ર કરવાની સૂચના વહીવટી તંત્રને આપવામાં આવી છે.
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
