ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે રૂ.પ૦૦ કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ.૧૩૫ કરોડનો ઉમેરો
April 23, 2022
ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રૂ.પ૦૦ કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ.૧૩૫ કરોડનો ઉમેરો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યુ કે, રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને રૂ. ૩ લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રમશ: ૪ ટકા અને ૩ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે.
કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વહીવટી કારણોસર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાયના નાણાંના દાવા વિલંબથી મળે તેવા સંજોગોમાં ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે રાજ્ય સહકારી બેંક મારફતે રૂ.પ૦૦ કરોડના રિવોલ્વીંગ ફંડની રચના કરવામાં આવેલી છે. આમ છતાં ખેડૂતોને આ લાભ વિલંબથી મળવા બાબતની મળતી રજૂઆતો સંદર્ભે સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ તથા સહકાર વિભાગના સચિવશ્રી, તથા રાષ્ટ્રીયકૃત બેન્કોના સબંધિત અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરીને ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટેનો સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રૂ.પ૦૦ કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ. ૧૩૫ કરોડનો ઉમેરો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંમતિથી કરવામાં આવ્યો છે. ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવા બદલ કૃષિ મંત્રીએ માન. મુખ્યમંત્રીશ્રી તથા સહકાર મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
