| કોર્પોરેટ કંપનીઓ ગામડાંમાં ૨૫૦૦ શાળાઓ શરૃ કરશે |
|
|
|
| રાષ્ટ્રિય સમાચાર | |
| द्वारा/by : Pooja | |
| Wednesday, 23 April 2008 | |
|
દેશના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ખાનગી કંપનીઓના સહયોગથી સરકારી મોડેલ સ્કૂલો લોકભાગીદારીના સિદ્ધાંતથી ચલાવવાની વિચારણા ચાલે છે. આ સ્કુલોમાં ફીનું ધોરણ કેવું રાખવું એ મુદ્દાનો નિવેડો આવી જાય એટલે આ પ્રોજેકટ આગળ વધશે અને સરકારી સ્કૂલોને ઇન્ફોસિસ કે ભારતી જેવી કંપની ચલાવતી હોય એવું શક્ય બનશે. સરકારી અધિકારીઓ અને શિક્ષણક્ષેત્રે પણ કાર્યરત એવી દેશની ૧૫ જેટલી ટોચની કંપનીઓના પ્રતિનિધિઓ વચ્ચે એક સફળ બેઠક યોજાઇ હતી, એમાં થયેલી ચર્ચા-વિચારણાથી આ આશા બંધાઇ છે. નવી દિલ્હી, તા.૨૨દેશના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ખાનગી કંપનીઓના સહયોગથી સરકારી મોડેલ સ્કૂલો લોકભાગીદારીના સિદ્ધાંતથી ચલાવવાની વિચારણા ચાલે છે. આ સ્કુલોમાં ફીનું ધોરણ કેવું રાખવું એ મુદ્દાનો નિવેડો આવી જાય એટલે આ પ્રોજેકટ આગળ વધશે અને સરકારી સ્કૂલોને ઇન્ફોસિસ કે ભારતી જેવી કંપની ચલાવતી હોય એવું શક્ય બનશે. સરકારી અધિકારીઓ અને શિક્ષણક્ષેત્રે પણ કાર્યરત એવી દેશની ૧૫ જેટલી ટોચની કંપનીઓના પ્રતિનિધિઓ વચ્ચે એક સફળ બેઠક યોજાઇ હતી, એમાં થયેલી ચર્ચા-વિચારણાથી આ આશા બંધાઇ છે. આયોજનપંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દેશમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં નાણાંનું મૂડીરોકાણ કરવા ઇચ્છુક ટોચની કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. કેન્દ્ર સરકાર ૧૧મી પંચવર્ષીય યોજનામાં દેશના વિવિધ ભાગોમાં ધોરણે ૬૦૦૦ સ્કૂલો ખોલવા માગે છે એમાંથી ૨૫૦૦ સ્કૂલો લોકભાગીદારીથી ચલાવવા ઇચ્છે છે. આ વિચારણા પાછળનો હેતુ બજારમાંથી નાણાકીય સંસાધનો મેળવવાનો છે. સરકારનો અંદાજ એવો છે કે એક સ્કૂલ ખોલવા પાછળ રૃ.૧૦ કરોડનો ખર્ચ થશે, જેમાં સરકાર માળખાગત સુવિધા માટે થોડું ભંડોળ પૂરું પાડશે અને સંચાલનમાં સરકારનો પણ અવાજ રહેશે. વ્યવસ્થાપકીય નિયમન સ્કૂલ માટે નાણાભંડોળ પૂરું પાડનાર ખાનગી ભાગીદાર કંપનીના હાથમાં રહેશે. આયોજન પંચના અધિકારીએ કહ્યું કે, કોર્પોરેટ જગત સાથેની બેઠકમાં અમે આ સ્કિમ અંગે તેમને અવગત કર્યા છે. ઉપરાંત આ મોડેલ અંગે ભલામણો કરવા પણ તેમને કહેવામાં આવ્યું છે.
Set as favorite
Bookmark
Email This
Hits: 140 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला |
|---|