• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
ચતુર વાણિયો पी.डी.एफ़ छापें ई-मेल
બાળકો ની દુનિયા
द्वारा/by : Neel   
Thursday, 24 April 2008

vaniyo.jpgવર્ષો જૂની આ વાત છે કે જ્યારે ચોરી- લૂંટફાટનો લોકોને ભય રહેતો હતો.

વાત રામપુર નામના ગામમાં રહેતા કુબેરચંદ  વાણિયાની છે. ગામમાં શેઠ કુબેરચંદની મોટી દુકાન હતી. રોજના રોજ ઢગલો સોનામહોરો આવતી. સાંજ પડયે બધી સોનામહોરો કુબેરચંદ પોતાના ઘરે લઇ જતો.

જતા સમયને કોઇ રોકી શકતું નથી. આથી સમયના બંધને શેઠ કુબેરચંદ વૃદ્ધાવસ્થાને આરે આવી ગયા. તેમના બે દીકરા પરદેશ ગયા હતા. આથી શેઠના ઘરમાં શેઠ અને શેઠાણી બંને એકલા રહેતાં હતાં.

એક વાર સાંજ પડયે શેઠ કુબેરચંદે દુકાને આવેલી બધી સોનામહોરો ઘરે લાવી ઓરડામાં રહેલાં પટારામાં મૂકી. પછી પૂજા- આરતી કર્યા બાદ જમી શેઠ અને શેઠાણી સૂઇ ગયાં.

રાત્રે એક ચોર શેઠના ઘરમાં ઘૂસ્યો અને ચૂપ-ચાપ અવાજ કર્યા વિના ઓરડામાં જતો રહ્યો. શેઠ કુબેરચંદ અને શેઠાણીને ખબર પડી ગઇ કે ઘરમાં ચોર ઘૂસ્યો છે પણ તેઓ કાંઇ કરી શકે તેમ નહોતા.

મોટા અવાજે શેઠ કુબેરચંદે બાજુમાં સૂતાં શેઠાણીને કહ્યું, “અરે સાંભળો છો, મીઠાઇ વહેચો, પેંડા વહેચો, આપણે ઘેર આજે દીકરો આવ્યો છે.”

શેઠે કહ્યું, “આપણે તેનું નામ શું રાખીએ?”

શેઠાણીએ કહ્યું, “વીરચંદ રાખો.”

શેઠે કહ્યું, “એવું તે નામ કંઇ રખાતું હશે. અપણે તેનું નામ નૂર મહમ્મદ રાખીએ.”

પછી તો શેઠ અને શેઠાણી “નૂર મહમ્મદ”ના નામની બૂમો પાડવા લાગ્યાં.

ઓરડામાં રહેલો નૂર ચોર શેઠ- શેઠાણીની બધી વાતો સાંભળતો હતો તેના મનમાં એમ કે શેઠના ઘેર કોઇ દીકરો જન્મ્યો હશે. આથી તે ડર વિના પટારામાંથી દાગીના અને સોનામહોરો તેના પોટલામાં ભરતો રહ્યો.

પણ બીજી બાજુ શેઠ-શેઠાણીની “નૂર મહમ્મદ” ના નામની બૂમો સાંભળી બાજુમાં નૂર મહમ્મદ નામે રહેતો જમાદાર દોડતો આવી ગયો.

જમાદારે આવી શેઠને કહ્યું કે આટલી મોડી રાત્રે કેમ બૂમો પાડો છો?

ત્યારે શેઠાણીએ કહ્યું કે અમારા ઘેર આજે દીકરો આવ્યો છે.

જમાદારે કહ્યું કે, દીકરો ક્યાં છે?”

શેઠ અને શેઠાણી એક સાથે બોલી ઊઠયાં કે દીકરો તો ઓરડામાં છે.

ચોર ઓરડામાંથી છટકામાંથી છટકી શકે તેમ હતો જ નહીં. આથી જમાદારના હાથે પકડાઇ ગયો.

આમ, ચોર પણ પકડાઇ ગયો અને શેઠના ત્યાં થતી ચોરી પણ અટકી ગઇ.

Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
< पिछला   अगला >
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો