• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
વધારે કેલરીયુક્ત આહારથી પુત્રપ્રાપ્તિની શક્યતા વધે ! पी.डी.एफ़ छापें ई-मेल
દુનિયા
द्वारा/by : Neel   
Thursday, 24 April 2008

world.jpg ઓઇસ્ટર માછલીનું સેવન કામેચ્છા ભલે વધારતું હોય, પરંતુ ખાંડમિશ્રિત ઓઇસ્ટર માછલી ખાનારી સગર્ભા મહિલાને પુત્રપ્રાપ્તિની શક્યતા વધી જતી હોવાનું આજે રજૂ થયેલા એક અભ્યાસમાં જણાવાયું હતું.

'પ્રોસિડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી બાયોલોજિકલ સાયન્સીસ' જર્નલમાં પ્રકાશિત થયેલા આ અહેવાલ અનુસાર, પુત્રી ઝંખતી સગર્ભાએ કેલરી, ખનીજતત્ત્વો અને પોષકતત્ત્વોનું ઓછું પ્રમાણ ધરાવતો લો-એનર્જી આહાર લેવો જોઇએ.

આ અભ્યાસ હાથ ધરનારા બ્રિટનની યુનિર્વિસટીનાં પ્રાધ્યાપિકા ફિઓના મેથ્યુઝ અને તેમના સાથીઓ એ જાણવા ઇચ્છતા હતા કે, સગર્ભા સ્ત્રીના આહારની તેના સંતાનની જાતિ ઉપર અસર થાય છે કે નહીં? અભ્યાસ અંતર્ગત તેમણે પ્રથમ વાર સગર્ભા થયેલી અને ગર્ભસ્થ શિશુની જાતિ જાણતી ન હોય તેવી કુલ ૭૪૦ મહિલાઓને ગર્ભાવસ્થા પૂર્વેના અને પછીના આહાર વિશે પૂછયું હતું.

ગર્ભાવસ્થા દરમિયાન તે મહિલાઓ દ્વારા લેવાતા દૈનિક આહારની કેલરીના પ્રમાણ અનુસાર તેમને ત્રણ જૂથમાં વહેંચવામાં આવી હતી. વધુ કેલરીયુક્ત આહાર લેતી મહિલાઓ પૈકી ૫૬ ટકાએ પુત્રને જન્મ આપ્યો હતો, જેની સરખામણીમાં ઓછી કેલરીવાળો આહાર લેનારી ૪૫ ટકા સ્ત્રીઓને પુત્રપ્રાપ્તિ થઇ હતી.

રિસર્ચર્સે ઉમેર્યું હતું કે, આ ચોંકાવનારાં તારણો છેલ્લા ચાર દાયકામાં બાળકીઓના જન્મમાં થયેલા તબક્કાવાર વધારા સાથે સાતત્ય ધરાવે છે. જ્યાં ઘણી સગર્ભા સ્ત્રીઓ ઓછી કેલરીયુક્ત આહાર લેવાનું પસંદ કરતી હોય છે તેવા વિકસિત દેશોમાં પુત્રજન્મનું પ્રમાણ શા માટે ઘટી રહ્યું છે તે અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આ અભ્યાસ મદદરૃપ થઇ શકે તેમ છે.

Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
अगला >
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો