• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
સચિન આજે ૩૫મી વર્ષગાંઠ ઉજવશે पी.डी.एफ़ छापें ई-मेल
રમત જગત સમાચાર
द्वारा/by : Neel   
Thursday, 24 April 2008

sachin.jpg૨૪ એપ્રિલ, ૧૯૭૩. ક્રિકેટપ્રેમીઓ કદાચ આ દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. કેમકે, આ દિવસે માસ્ટર બ્લાસ્ટર, ચેમ્પિયન બેટ્સમેન, ભારતીય ક્રિકેટના ઇશ્વર જેવા અનેક ઉપનામ ધરાવતા સચિન તેંડુલકરનો જન્મ થયો હતો. સચિન તેંડુલકર આવતીકાલે ૩૫મી વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યો છે. સચિન તેંડુલકર હાલ આઇપીએલની ટુર્નામેન્ટમાં રમવા વ્યસ્ત છે. જેના કારણે આ વખતે તેને પોતાની વર્ષગાંઠ પરિવાર સાથે નહીં પણ આઇપીએલ ટીમના સભ્યો સાથે ઉજવવી પડશે. છેલ્લા ૧૯ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી રહેલો સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટની ઓળખ બની ગયો છે. હાલ ભારતીય ટીમ માટે રમી રહેલા ઇશાંત શર્મા અને પીયૂષ ચાવલા જેવા ક્રિકેટરની ઉંમર ૧૯ વર્ષની છે. બીજી તરફ સચિન આટલા જ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી રહ્યો છે. આમ છતાં સચિનમાં રમત પ્રત્યેનું ઝનૂન, ર્સ્ફૂિત અને કંઇક નવું શીખવાની ભાવના આ યુવા ક્રિકેટરોને પણ શરમાવે તેવી છે. સચિને ૧૯૮૯માં પાકિસ્તાન સામે રમી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આરંભી હતી તે સમયની આ વાત છે. પાકિસ્તાન સામેની કરાચી ટેસ્ટના અગાઉ મોડી રાત્રે એક યુવા ક્રિકેટર હોટેલની લોબીમાં બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આટલી રાત્રે કોણ બેટિંગ કરી કોણ ઊંઘ ખલેલ પહોંચાડી રહ્યું છે તે જોવા તત્કાલીન સુકાની શ્રીકાંત પોતાની આંખો ચોળતા ચોળતા પહોંચી ગયા હતા. સચિનને આટલી મોડી રાત્રે બેટિંગ કરતાં જોઇ તેમને આશ્ચર્ય થયું હતું. શ્રીકાંતે આટલી મોડી રાત્રે પ્રેક્ટિસ કરવાનું કારણ પૂછતાં સચિને જણાવ્યું હતું કે, આવતીકાલના મુકાબલામાં પાકિસ્તાનના ઝડપી બોલરનો સામનો કેવી રીતે કરવો તે માટે હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. સચિનની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનો આવો જ કંઇક અનુભવ અજીત વાડેકરને થયો હતો. અજીત વાડેકર ૧૯૯૮માં કોચ હતા ત્યારે ભારત શારજાહમાં ત્રિકોણીય શ્રેણી રમવા ગયું હતું. સચિને ૧૩૪ રન ફટકારી ભારતને ફાઇનલમાં પહોંચાડી દીધું હતું. આ મેચમાં પરાજય છતાં ફાઇનલમાં પહોંચ્યું હોવાને કારણે ભારતીય ટીમનો દરેક સભ્ય ટીમ બસમાં ખૂબ જ ખુશ હતો. માત્ર સચિન તેંડુલકર ચૂપચાપ બેઠો હતો. આ વિષે જ્યારે વાડકરે સચિનને પૂછયું ત્યારે તેણે કહ્યું હતું કે, મને મારી ઇનિંગ્સના કેટલાક શોટ્સથી સંતોષ નથી. હું હજુ વધારે સારું રમી શકવા સક્ષમ છું.

સચિને પોતાના શબ્દો પાળી બતાવતાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં સદી ફટકારી ભારતને ચેમ્પિયન બનાવી દીધું હતું. આજે પણ સચિનમાં ટીમ પ્રત્યેની પ્રતિબદ્ધતા અકબંધ છે. કોઇ બોલર યોગ્ય રીતે બોલિંગ કરતો ના હોય તો તે બાઉન્ડ્રી ઉપર ફિલ્ડિંગ કરી રહ્યો હોવા છતાં દોડીને તે બોલર પાસે સલાહ આપવા પહોંચી જાય છે. બોલિંગ હોય કે બેટિંગ સચિન પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે છે. ૧૯૯૨માં હીરો કપ સેમિફાઇનલમાં આફ્રિકાને વિજય માટે છ બોલમાં પાંચ રનની જરૃર હતી. કપિલ જેવા અનુભવીએ પણ આ સમયે બોલિંગ કરવાથી ઇનકાર કરી દીધો હતો. સચિને આ સમયે સુકાની અઝહરના હાથમાંથી બોલ આંચકી લઇ ભારતને વિજય અપાવ્યો હતો.

પડદા પાછળ સચિન ટીમ માટે અનેક મહત્ત્વપૂર્ણ સલાહ આપે છે. ૨૦૦૫માં તત્કાલીન સુકાની રાહુલ દ્રવિડે કબૂલ્યું હતું કે, ઇરફાનને ત્રીજા ક્રમે મોકલવાનો વિચાર સચિનનો હતો.

૧૯ વર્ષની કારકિર્દીમાં સચિન બે કે ત્રણ વાર માંડ વિવાદમાં સપડાયો હશે. ૨૦૦૧માં આફ્રિકા સામેની ટેસ્ટ વખતે મેચ રેફરી માઇક ડેનિસે સચિન ઉપર બોલ ટેમ્પરિંગનો આક્ષેપ લગાવ્યો હતો. આ સમયે પૂરું વિશ્વ સચિનના ટેકામાં આવી ગયું હતું. ૨૦૦૪માં મુલતાન ટેસ્ટ વખતે સચિન ૧૯૪ ઉપર હતો ત્યાં જ દ્રવિડે ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. રમત બાદ પત્રકાર પરિષદમાં સચિને એમ કહી વિવાદ છેડયો હતો કે દ્રવિડે અચાનક જ ડિક્લેર કરતાં મને આશ્ચર્ય થયું છે.

સચિન ૨૦૦૧ દરેક મેચમાં સતત રમતો હતો. આ પછી તેને વારંવાર કોઇને કોઇ ઈજાની સમસ્યા સતાવી રહી છે. તાજેતરમાં સચિન  ઘૂંટણની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ બંને ટેસ્ટ અને આઇપીએલની પ્રારંભિક મેચમાં રમી શક્યો નથી. સચિનનું એકમાત્ર લક્ષ્ય ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું છે.

જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, ૨૦૦૧માં ક્રિકેટમાં મેચ ફિક્સિંગ વિવાદ ચરમે હતો ત્યારે તેમને એક ઇ-મેલ આવ્યો હતો. જેમાં એક ક્રિકેટપ્રેમીએ લખ્યું હતું કે પ્લીઝ, અમને કહી દેજો કે મેચફિક્સિંગમાં સચિન સંડોવાયેલો નથી. જો તેમ હશે તો અમારો રમત ઉપરથી વિશ્વાસ ઊઠી જશે.

ભારતીય ક્રિકેટમાં સચિનનો આ દરજ્જો છે. જે કદાચ હવે કોઇના માટે પણ હાંસલ કરવો એ સચિનના સદીના રેકોર્ડને તોડવા જેટલી મુશ્કેલ વાત છે.

કેટલીક જાણી અજાણી વાતો
  • સચિનના પિતા રમેશ તેંડુલકર જાણીતા સંગીતકાર સચિન દેવ બર્મનના ખૂબ જ મોટા ફેન હતા. પોતાના આ મનગમતા સંગીતકારના નામ ઉપરથી રમેશ તેંડુલકરે પુત્રનું નામ સચિન રાખ્યુંં.
  • સચિન તેંડુલકર બાળપણમાં ખૂબ જ તોફાની હતો. સોસાયટીના કમ્પાઉન્ડમાં સચિન પોતાની બેટિંગથી અનેક ઘરના બારીના કાચ તોડી દેતો હતો. આ ઉપરાંત મિત્રો સાથે મળી ઝાડ ઉપરથી કેરી તોડતો હતો. સચિનના આ તોફાન ઓછા કરવા તેને મોટા ભાઇ અજીતે રમાકાંત આચરેકરના ક્રિકેટ કોચિંગ કેમ્પમાં ફરજિયાતપણે દાખલ કરી દીધો હતો.
  • શરૃઆતમાં સચિનને કોચિંગ કેમ્પની મહેનત આકરી લાગી પણ પછીથી તેને રમાકાંત સર સાથે મજા આવવા લાગી હતી.
  • સચિન તેંડુલકર શરૃઆતથી જ  દિવસની ત્રણ ચાર મેચ રમી લેતો હતો. એક મેચ પૂરી થયા બાદ પોતાની સાઇકલ ઉપર બીજા ગ્રાઉન્ડ ઉપર બીજી મેચ રમવા પહોંચી જતો હતો.
  • શરૃઆતમાં કપિલ દેવ માફક સચિનને ફાસ્ટ બોલર બનવું હતું. ડેનિસ લિલીએ સચિનને માત્ર બેટિંગ ઉપર ધ્યાન આપવાનું કહેતાં તેણે ફાસ્ટ બોલર બનવાનો વિચાર પડતો મૂક્યો હતો.
  • સચિને એક વાર પોતાની આયા લક્ષ્મી બાઇ પાસેથી દેડકાની વાનગીની જીદ કરી હતી. અંતે સચિનના પિતાએ તેને ઠપકો આપતાં સચિનને આ જીદ પડતી મૂકવી પડી હતી.
  • સચિનના જીવનમાં તેના પિતા રમેશ તેંડુલકરનો ખૂબ જ પ્રભાવ છે. પિતાએ તેને એક જ સલાહ આપી હતી કે, ગમે તેટલા સફળતાના શિખર સર કર પણ પગ હંમેશાં જમીન ઉપર જ રાખજે.                                                                                                                           
  • સચિનના પિતા રમેશ તેંડુલકર જાણીતા મરાઠી લેખક હતા. સચિનને બે ભાઇ અજીત, નીતિન અને એક બહેન સવિતા છે.
  • સચિન સ્કૂલ ક્રિકેટમાં રમતો ત્યારે તેની ઇનિંગ્સથી પ્રભાવિત થઇ સુનિલ ગાવસ્કરે તેને પેડ ભેટમાં આપ્યા હતા. આ પેડ સાથે જ સચિન કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં રમ્યો હતો. સચિને આ પેડ હજુ પણ સાચવીને રાખ્યા છે.
  • સચિને ૧૯૯૫માં ગુજરાતી ઉદ્યોગપતિ આનંદ મહેતાની પુત્રી અંજલિ મહેતા સાથે પ્રભુતામાં પગલાં પાડયા હતા. અંજલિ પિડિયાટ્રિશિયન છે અને તેની અને સચિનની ઉંમર વચ્ચે છ વર્ષનો તફાવત છે.
  • લગ્ન બાદ સચિન એક પણ વાર પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શક્યો નથી.
  • સચિનને મોડી રાત્રે પરિવાર સાથે લોંગ ડ્રાઇવ ઉપર જવાનો શોખ છે. ક્રિકેટ પછીની તેની ફેવરિટ રમત ફોર્મ્યુલા-વન છે.
  • સચિન પોતાની પ્રથમ ટેસ્ટ ૧૯૮૯ના કરાચી ખાતે પાકિસ્તાન સામે શ્રીકાંતના નેતૃત્વમાં રમ્યો હતો.
  • અન્ય ક્રિકેટર માફક સચિનને પણ અંધશ્રદ્ધા છે. ગ્રાઉન્ડ ઉપર બેટિંગમાં ઉતરતી વખતે સચિન ડાબો પગ પહેલા રાખે છે. આ ઉપરાંત સૌપ્રથમ તે ડાબા પગે જ પેડ બાંધે છે.

સચિન સર્વોત્તમ ક્રિકેટર : વોર્ન
મહાન લેગસ્પિનર શેન વોર્ને સચિન તેંડુલકરને ૩૫મી વર્ષગાંઠ માટે શુભેચ્છા પાઠવી છે. શેન વોર્ને જણાવ્યું હતું કે, સચિન મહાન ક્રિકેટર છે. સચિન જેવો ક્રિકેટર ફરી રમતા જોવા મળે તે માટે આપણે ઘણા-ઘણા વર્ષ રાહ જોવી પડશે. સચિનને જ્યાં સુધી રમવું હોય ત્યાં સુધી તેને રમવા દેવો જોઇએ. સચિન અને લારા વચ્ચે સરખામણી કરવામાં આવે તો હું સચિનને વધારે માર્ક આપીશ.  સચિનમાં વિનમ્રતા અને પ્રતિબદ્ધતાને ગુણ છે તેના ઉપર હું ખૂબ જ ફિદા છું.  મને એક વાતનો અફસોસ કાયમ રહેશે કે સચિનને હું વધારે સમય આઉટ કરી શક્યો નહીં.  સચિન હાલ સારા ફોર્મમાં છે અને હું નસીબદાર છું કે મારે તેને ફરી બોલિંગ કરવાની નથી. અમારા વચ્ચે માત્ર મેદાનમાં જ હરીફાઇ હતી. મેદાન બહાર તો સચિન મારો ખૂબ જ સારો મિત્ર છે.

સચિન તેંડુલકરની કઇ ઇનિંગ્સ શ્રેષ્ઠ તેના પ્રતિઉત્તરમાં વોર્ને જણાવ્યું હતું કે, આ મારા માટે એક પેચિદો પ્રશ્ન છે. સચિને મુંબઇમાં ફટકારેલા ૧૮૦ કરતાં વધુ રનની ઇનિંગ્સ અને પર્થ ખાતે ૧૯૯૨ શ્રેણીમાં ફટકારેલી સદીને હું મારા મતે શ્રેષ્ઠ ગણાવીશ.

સચિનના ટોપ-ટેન શ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર
સ્કોર મિનિટ બોલ ઇનિં  વિ. સ્થળ તારીખ
૨૪૮* ૫૫૨ ૩૭૯ ૩૫ બાંગલા. ઢાકા ૧૦ ડિસે.૦૪
૨૪૧* ૬૧૩ ૪૩૬ ૩૩ ઓસી. સિડની ૨ જૂન,૦૪
૨૧૭ ૪૯૪ ૩૪૪ ૨૯ ન્યૂઝી અમદાવાદ ૨૯ ઓક્ટો,૯૯
૨૦૧* ૩૯૨ ૨૮૧ ૨૭ ઝિમ્બા. નાગપુર ૨૫ નવે. ૨૦૦૦
૧૯૪* ૪૯૩ ૩૪૮ ૨૧ પાક. મુલતાન ૨૮ માર્ચ,૦૪
૧૯૩ ૪૩૪ ૩૩૦ ૧૯ ઇંગ્લેન્ડ લીડ્સ ૨૨ ઓગસ્ટ,૦૨
૧૭૯ ૪૧૪ ૩૨૨ ૨૪ વિન્ડીઝ નાગપુર ૧ ડિસે.૯૪
૧૭૭ ૪૬૨ ૩૬૦ ૨૬ ઇંગ્લેન્ડ નોટિંગહામ ૪ જુલાઇ,૯૬
૧૭૭ ૨૯૮ ૨૦૭ ૨૯ ઓસી. બેંગલોર ૨૫ માર્ચ,૯૮
૧૭૬ ૪૪૦ ૩૧૬ ૨૩ ઝિમ્બાબ્વે નાગપુર ૨૧ ફેબ્રુઆરી,૦૨
સચિનના ટોપ-ટેન શ્રેષ્ઠ વન-ડે સ્કોર
સ્કોર મિનિટ બોલ ઇનિં. વિ. સ્થળ તારીખ
૧૮૬* ૨૨૧ ૧૫૦ ૨૦ ન્યૂઝી. હૈદરાબાદ ૮ નવે.૯૯
૧૫૨ ૧૯૩ ૧૫૧ ૧૮ નામિબિયા પિટરમેરિત્ઝબર્ગ ૨૩ ફેબ્રુ.૦૩
૧૪૬ ૨૦૦ ૧૫૩ ૧૫ ઝિમ્બાબ્વે જોધપુર ૮ ડિસે. ૨૦૦૦
૧૪૬ ૧૮૬ ૧૩૨ ૧૭ કેન્યા પાર્લ ૨૪ ઓક્ટો.૦૧
૧૪૩ ૧૮૭ ૧૩૧ ઓસી. શારજાહ ૨૨ એપ્રિલ,૯૮
૧૪૧* -- ૧૪૮ ૧૩ વિન્ડીઝ કુઆલાલુમ્પુર ૧૪ સપ્ટે.૦૬
૧૪૧ ૧૯૮ ૧૨૮ ૧૩ ઓસી. ઢાકા ૨૮ ઓક્ટો. ૧૯૯૮
૧૪૧ ૧૭૩ ૧૩૫ ૧૭   પાક. રાવલપિન્ડી ૧૬ માર્ચ, ૨૦૦૪
૧૪૦* ૧૧૪ ૧૦૧ ૧૬   કેન્યા બ્રિસ્ટોલ ૨૩ મે, ૧૯૯૯
૧૩૯ ૧૯૭ ૧૨૫ ૧૯ ઓસી. ઇન્દોર

૩૧ માર્ચ, ૨૦૦૧


રણજી, દુલીપ અને ઇરાની ટ્રોફીની કારકિર્દીની પ્રથમ મેચમાં સદી ફટકારી હોય તેવો સચિન એકમાત્ર બેટ્સમેન.


સચિને ટેસ્ટ કારકિર્દીમાં ચાર બેવડી સદી ફટકારી છે.

૧૧
સચિન  ટેસ્ટમાં આટલીવાર મેન ઓફ ધ મેચ બન્યો છે.

૩૯
સચિનને નામે ટેસ્ટમાં  આટલી સદી છે.

૪૨
સચિન તેંડુલકર વન-ડેમાં આટલી સદી ફટકારી ચૂક્યો છે.

૪૭
ટેસ્ટમાં સચિન તેંડુલકરે ફટકારેલી સિક્સરની સંખ્યા

૪૯
ટેસ્ટ ક્રિકેટમાં સચિને તેંડુલકરે ફટકારેલી અડધી સદી

૫૭
આટલી વાર વન-ડેમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ.

૧૪૭
સચિન તેંડુલકરે કારકિર્દીમાં રમેલી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ.

૧૫૪
સચિન તેંડુલકરે વન-ડેમાં કુલ આટલી વિકેટ ખેરવી છે.

૧૬૬
વન-ડેમાં પોતાની કારકીર્દીમાં સચિને ફટકારેલી સિક્સર.

૪૧૭
સચિન તેંડુલકરે કુલ આટલી આંતરરાષ્ટ્રીય વન-ડેમાં રમી ચૂક્યો છે.

૧૧૭૮૨
ટેસ્ટમાં સચિને નોંધાવેલા કુલ રન.

૧૬૩૬૧
વન-ડેમાં સચિને નોંધાવેલા કુલ રન

૧૯૧૩૭
સચિન વન-ડેમાં કુલ આટલા બોલ રમ્યો છે. જે કોઈપણ ક્રિકેટર દ્વારા રમવામાં આવેલા સૌથી વધારે બોલ છે

સચિને ગુજરાત સામે કારકિર્દી આરંભી હતી
સચિન તેંડુલકરે ૧૯૮૮-૮૯માં ગુજરાત સામે રમી પોતાની પ્રથમ કક્ષાની કારકિર્દી આરંભી હતી. આ સમયે સચિનની ઉંમર માત્ર ૧૫ વર્ષ અને ૨૩૨ દિવસ હતી.  વાનખેડે ખાતે રમાયેલી આ મેચમાં સચિન તેંડુલકરે અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા.

આ મેચમાં ગુજરાતનો પ્રથમ દાવ ૧૪૦માં સમેટાઇ ગયો હતો. જેના જવાબમાં મુંબઇએ પોતાનો પ્રથમ દાવ ૬ વિકેેટે ૩૯૪ રને ડિક્લેર કર્યો હતો. ગુજરાતે બીજા દાવમાં ૩૦૬ રન કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં મુંબઇએ બે વિકેટે ૪૩ રન કર્યા હતા અને મેચ ડ્રો પરિણમી હતી. આ મેચમાં મુંબઇનું સુકાનીપદ લાલચંદ રાજપૂતે સંભાળ્યું હતું. સચિન એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઇરાની ટ્રોફીની કારકિર્દીની પ્રથમ મેચમાં જ સદી ફટકારી છે. સચિન પ્રથમ કક્ષાની ૨૩૯ મેચમાં ૫૯.૩૮ની એવરેજથી ૧૯૮૯૪ રન નોંધાવી ચૂક્યો છે. જેમાં ૬૩ સદી અને ૯૧ અડધી સદીનો સમાવેશ થાય છે.

‘સચિનને ક્યારેય હારતાં નથી આવડતું’

‘સચિન તેંડુલકર અને મેં એકસાથે જ નર્સરીમાં એડમિશન લીધું હતું. સ્કૂલના સમયમાં સચિન ખૂબ જ ઝઘડાળુ મિજાજનો હતો. કોઇની પણ સાથે ઝઘડો થાય ત્યારે સચિન તેને પોતાના માથા વડે પેટમાં મારતો હતો. એક વાર સચિને આ જ રીતે એકને ફટકાર્યો હતો. તે છોકરો શાળા છૂટયા બાદ પોતાના બીજા મિત્રો સાથે સચિનને ફટકારવા શાળાના ગેટ બહાર ઊભો હતો. જોકે, સચિન તેમની આંખમાં ધૂળ નાખીને ગાયબ જ થઇ ગયો. સચિન કેવી રીતે અને ક્યાંથી ગાયબ થઇ ગયો તે અમે આજે પણ સમજી શક્યા નથી. ભણવામાંથી બચવા સચિન કોઇને કોઇ બહાના બનાવી લેતો હતો. અલબત્ત, ક્રિકેટના કોચિંગ કેમ્પમાં તે ખૂબ જ એકાગ્ર થઇ જતો હતો. શરૃઆતથી જ સચિન લડાયક મિજાજનો હતો. હારવાથી તેને ખૂબ જ નફરત હતી. અન્ય એક ખાસિયત શરૃઆતથી એ છે કે કયો બોલર કયા સમયે કયો બોલ નાખશે તેનાથી તે વાકેફ થઇ જાય છે. ઓસ્ટ્રેલિયન ટીમ ૧૯૯૮માં ભારત આવી ત્યારે સચિનને આઉટ કરવા શેન વોર્ને રાઉન્ડ ધી વિકેટ બોલિંગ નાખવાની રણનીતિ જાહેર કરી હતી. આ રણનીતિની જાણ થતાં જ સચિને મને ફોન કરી ડોમેસ્ટિક લેગસ્પિનર પ્રેક્ટિસમાં હાજર રાખવા કહ્યું હતું. સચિને આ લેગસ્પિનરને રાઉન્ડ ધી વિકેટ બોલિંગ નાખવા કહ્યું હતું. સચિનની આટલી તૈયારી બાદ વોર્નની જે હાલત થઇ છે તેનાથી આપણે વાકેફ જ છીએ. આજે પણ મારી અને સચિન વચ્ચે વર્ષમાં ત્રણ ચાર વખત મુલાકાત થાય છે. હું કોઇ દિગ્ગજ ક્રિકેટર સાથે વાત કરી રહ્યો છું તેવું મને ક્યારેય લાગ્યું નથી. સચિન ક્યારેય પોતાના લક્ષ્યાંક જાહેર કરતો નથી. આ કારણે સચિન આગામી સમયમાં નિવૃત્તિ પણ અચાનક જ જાહેર કરી દેશે તેમ મને લાગે છે. ‘

(સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અતુલ રાનડે સાથેની વાતચીતના અંશ)

Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
< पिछला   अगला >
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો