| આજે કિંગ્સ પંજાબ અને મુંબઈ વચ્ચે જંગ |
|
|
|
| રમત જગત | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| द्वारा/by : Neel | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Friday, 25 April 2008 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
સચિન તેંડુલકર અને યુવરાજસિંઘ આમને સામને આવે તેમ ક્રિકેટ ચાહકો ઈચ્છે છે. સચિન અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. યુવરાજસિંઘની ટીમમાં જેમ્સ હોપ્સ, મહેલા જયવર્ધને, સાયમંડ, કટીચ, બ્રેટ લી, ઇરફાન પઠાણ, સરવન જેવા ખેલાડીઓ છે. આ ઉપરાંત કુમાર સાંગાકારા પણ છે. સ્ટાર ખેલાડીઓ હોવા છતાં આ તમામ ખેલાડીઓ હજુ સુધી ચમકી શક્યા નથી. યુવા ખેલાડીઓએ ચોક્કસપણે સારો દેખાવ કર્યો છે. જયવર્ધને નિષ્ફળ રહ્યો છે. શ્રીસંત, જેમ્સ હોપ્સ, બ્રેટ લી ઉપર બોલિંગની મુખ્ય જવાબદારી રહેશે. ન્યૂઝીલેન્ડના મિલ્સને આવતીકાલની મેચમાં રમાડવામાં આવે તેમ માનવામાં આવે છે. બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ માટે બોલિંગ ચિંતાજનક બની રહી છે. સનથ જયસૂર્યા પણ હજુ સુધી નિષ્ફળ રહ્યો છે. જયસૂર્યા અને સચિનની ઓપનિંગ જોડી ચાહકો જોવા ઈચ્છે છે. રોબિન ઉથપ્પા ચોક્કસપણે લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. મેચનું જીવંત પ્રસારણ આવતીકાલે રાત્રે ૮ વાગ્યાથી સેટ મેક્સ પરથી કરવામાં આવશે. કિંગ્સ પંજાબનો સુકાની યુવરાજ એક મેચમાં સફળ થયો છે તેમ જ તેણે તેની ક્ષમતા મુજબ બેટિંગ કરવા માટેની ગ્રિપ મેળવી લીધી છે, જ્યારે તેંડુલકરના સમાવેશથી આ ટીમ વધુ મજબુત બની છે, હરભજનની આગેવાનીમાં ટીમે બીજી મેચમાં સારો એવો પ્રયાસ કર્યો હતો. આમ, હવે પોતાની પ્રથમ જીત હાંસલ કરવા માટે બંને ટીમો સારો પ્રયાસ કરશે. જેના કારણે ક્રિકેટપ્રેમીઓને આજની મેચમાં સારો રોમાંચ જોવા મળશે.
આઈપીએલ પોઇન્ટ્સ ટેબલ
*આ પોઇન્ટ ટેબલ ૨૪મીએ રમાયેલી મેચ પહેલાનાં છે
Set as favorite
Bookmark
Email This
Hits: 49 Comments (0)
![]() Write comment
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| आखरी बार संपादन किया गया ( Tuesday, 29 April 2008 ) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| अगला > |
|---|