Gujarati Vangi Recipe Rasoi: Adadiyo Pak અડદિયો પાક

અડદિયો પાક

ન્યુઅર્ક(નેવાર્ક), અમેરિકાથી દેશગુજરાતના મુલાકાતી ભરતભાઈએ અડદિયા પાકની રેસીપી આપવા વિનંતી કરી છે. અમેરિકામાં ગુંદર જેવી સામગ્રી મળશે કે કેમ એ પ્રશ્ન આ રીત આપતા થાય છે તો લો અડદિયા પાકની રીત ભરતભાઈ. દેશગુજરાતની રસોઈ હેલ્પલાઈનને અન્ય રેસીપી રીક્વેસ્ટ પણ મળી છે જે અહીં ટૂંક સમયમાં સંતોષવામાં આવશે.

સામગ્રી: ૨૫૦ ગ્રામ અડદનો ઝીણો લોટ, ૩૫૦ ગ્રામ ઘી, ૧૨૫ ગ્રામ ગુંદર, અર્ધો કપ કોપરાની છીણ, ડઝન નંગ બદામ, ડઝન નંગ પીસ્તા, ડઝન નંગ ઈલાયચી, ૩ ચમચી સૂંઠનો પાવડર, પા ચમચી જાયફળ, દોઢસોથી બસો ગ્રામ બૂરું ખાંડ

રીત: અડદના લોટને ઘી અને દૂધમાં નાખી ધાબો દો(ધાબો દો). આ પછી લોટને ચાળીને ઘીમાં શેકો. લોટ શેકાઈ જાય એટલે તેમાં ખાંડેલો ગુંદર નાખો. ગુંદર જરા શેકાઈ જાય એટલે નીચે ઉતારી તેમાં કોપરું અને બીજા બધા તેજાના નાખો થોડુ ઠંડુ પડતા તેમાં ખાંડ નાખો. આ પછી ત્રણથી ચાર ચમચી ઘી નાખો અને થાળીમાં ઠારો. બે કલાક પછી કાપા પાડીને ખાવ અને ખવડાવો શિયાળાનો તાજગી તાજગી લાવી દેતો અડદ પાક.

(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine mithai Cooking recipe, Ahmedabad Gujarat.