Rupam’s Gujarati Rasoi Vangi Recipe: (ગોળના લાડુ)

ગોળના લાડુ

જો તમને લાડુ ના ભાવતા હોય તો તમે ગોળના લાડુ ખાઈને એ વાત ભૂલી જ જશો કે તમને લાડુ નથી ભાવતા. સાચ્ચેજ હમણાં વધી પડેલા ખાંડના લાડુએ લાડુની મજા બગાડી છે. એક સમય હતો કે જ્યારે આપણે ત્યાં ખાંડના લાડ્ઉનું અસ્તિત્વ જ ન હતુ અને ગુજરાતમાં સર્વત્રે ગોળના જ લાડુ ખવાતા હતા. ગોળના લાડુ એવા તો સ્વાદિષ્ટ હોય છે કે તમે કોઈને ખવડાવશો તો તમારો વટ રહી જશે અને જાતે ખાશો તો બસ ખાતા જ રહી જાશો અને બનાવેલા તમામ લાડુ ખલાસ થઈ જશે.

સામગ્રી:૧૦૦ ગ્રામ તેલ મોવા માટે અને માપ અનુસાર તેલ તળવા માટે, ૪૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ, ૨૦૦ ગ્રામથી સવા બસો ગ્રામ જેટલો ગોળ, ૧૭ નંગ ઈલાયચી, નાની વાડકી જેટલું કોપરાનું છીણ, ૨ ચમચી તલ, ૨૦૦ ગ્રામ ઘી, ૨ ચમચી ખસખસ,

રીત:ઘઉંના લોટન મૂઠ્ઠીભર મોણ જેટલું તેલ લગાવી તેને મોઈ નાખો.હવે તેમાં ગરમ હુંફાળા પાણીનો ઉપયોગ કરીને લોટને કઠણ બાંધવો અને તેના મૂઠીયા બનાવવા. આ મૂઠીયાને તેલમાં તળવા. મૂઠિયા સહેજ ગુલાબી થાય ત્યાં સુધી તળો. હવે આ મૂઠીયાને બે કકડા કરી ખુલ્લા મૂકવા અને સામાન્ય ઠંડા થવા દેવા. ઠંડા પળતા જ બે હાથ વચ્ચે લઈને મસળી કાઢવા.આ પછી થયેલા ભૂકાને ચાળી કાઢવો. ચારણી નીચે કકરા લોટ જેવો ભૂકો પડશે. જ્યારે ચારણીની અંદર જે જાડો મોટો ભૂકો વધે એને મીક્સરમાં ક્રશ કરીને જાડો દળી કાઢવો. અને તેને પણ ચારણીમાંથી ચળાઈને નીકળેલા ભૂકામાં ઉમેરી ને મીક્સ કરી દો.

હવે તાવડીમાં ધી લઈ તેમાં તલ અને કોપરુ હલાવીને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવા. પછી તેને ઉપર તૈયાર થયેલા લોટ જેવા ભૂકામાં ભેળવી દો. હવે ઘીને ખાસ્સુ ગરમ કર અને તેમાં ચપ્પુથી પતરી જેવો કાતરેલો ગોળ ઉમેરી દો. ઘીમાં ગોળ ઓગળે એટલે તુરંત આ મિશ્રણને ઉપર તૈયાર થઈ ગયો છે એ ભૂકામાં ઉમેરીને ભેળવી દો.અને મિશ્રણને ગોળ લાડુનુ સ્વરૂપ આપી દો. હવે તેના પર ખસખસ લગાવી શણગારી દો.અહીં હું એક ટીપ આપી દઉં કે આ રીત પ્રમાણે લાડુ તૈયાર કરીને છેલ્લે જ્યારે લાડવા વાળવાનો વખત આવે ત્યારે નાના વાળજો. એટલેકે લાડુને તેના જમણવારમાં પીરસવામાં આવે છે એવા મોટા કદમાં નહીં પરંતુ કુલેરથી સહેજ મોટા કદમાં વાળો.

(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine mithai Cooking recipe, Ahmedabad Gujarat.