Andar Bahar Gujarat:December 2007 Archive(Gujarati Text)

Jp’s Andar Bahar Gujarat(popularly known as abg) November 2007 collection
abg is regularly available at https://deshgujarat.com/abg

ફોટામાં:ગુજરાતના મિશનરી પ્રભાવિત ડાંગની વિધાનસભા સીટ જીતેલા
ભાજપના સૌ પ્રથમ વ્યક્તિ વિજયભાઈ પટેલ


-ખ્રિસ્તિઓ ક્રિસમસ ટાણે બાપ્તિસ્મા આપતા હોવાથી હિંસા થાય છે
-ઈસુએ શૂળી પર ચડીને જેમ ચડાવનારાઓને માફી આપી હતી એમ ફાધરોએ હુમલાખોરોને માફી આપે
-ગુજરાતના મિશનરી પ્રભાવિત ડાંગ વિસ્તારમાં પહેલી જ વાર ભાજપ જીત્યુ છે એ સારા સમાચાર છે
-હિંદુ મંદિરોની કરોડોની કમાણી ચેનલાઈઝ થઈને મિશનરી પ્રભાવિત વિસ્તારોમાં ધર્મરક્ષા કાજે વપરાવી જોઈએ

29-12-2007

મદાવાદના મણિનગર વિસ્તારનો આ કિસ્સો છે. ચુસ્ત હિંદુ પરિવારની દીકરીના લગ્ન તેની જ્ઞાતિના જ હિંદુ છોકરા સાથે થયા. શરૂઆતમાં તો બધુ ઠીક ચાલ્યુ પરંતુ પછી હિંદુ છોકરો એના ખ્રિસ્તી મિત્રોના કહેવાથી એક દિવસ મિશનરી ચર્ચમાં ગયો. આ પછી તો છોકરો ચર્ચની લતે ચડ્યો. રવિવારે ભલભલા કામ છોડીને પણ એ ચર્ચમાં જાય. ધીરે ધીરે એ સંપૂર્ણપણે કટ્ટર ખ્રિસ્તિ બની ગયો. વાતો પણ બાઈબલની કરે, ચર્ચા પણ એની કરે, ખ્રિસ્તિ ધર્મના ગુણગાન ગાય. કામકાજમાં પણ એનું ધ્યાન ઓછુ થવા લાગ્યુ. પત્નીને પણે એ દબાણ કરવા લાગ્યો કે તેણી ખ્રિસ્તિ ધર્મ અંગીકાર કરી લે. પત્ની ચુસ્ત હિંદુ બાઈ હોવાથી તેણીએ આનો ધરાર ઈનકાર કર્યો. પતિએ ઘરમાં મંદિર-પૂજા બધુ બંધ કરાવ્યુ. પત્ની દરરોજ રડ્યા કરે. છેવટે તો પતિએ એટલે સુધી કહ્યુ કે ક્યાં ખ્રિસ્તિ બન ક્યાં જતી રહે ઘરમાંથી.આ પિડિત પત્ની એના પિતા અને અન્ય સગાઓ સાથે પત્રકારો સમક્ષ એની કથની રજૂ કરવા આવી હતી.

લગભગ ૧૯૯૯ની સાલમાં અમદાવાદમાં જુનાગઢથી મા બાપનો એકનો એક દીકરો ઈસરોમાં એન્જીનીયરીંગની ટ્રેનીંગ લેવા આવ્યો હતો. એના અમદાવાદના ઈસરો નજીકના જ ભાડે ઘર નજીક ચાલતી ખ્રિસ્તી મિશનરીમાં એ જતો થઈ ગયો. અને એટલી હદે ખ્રિસ્તિ બની ગયો કે મા બાપ, એન્જીનીયરીંગ છોડીને મિશનરીના કામ માટે એટલેકે અન્યોને વટલાવવા માટે ધર્મપ્રચારક બની ગયો. મા બાપે પોલીસ કેસ કર્યો. પણ દીકરો પુખ્ત વયનો હોવાથી પોલીસ કશું જ કરી શકે એમ ન હતી.

આખા દેશ અને દુનિયાની માફક ગુજરાતમાં પણ જબરજસ્ત વટલાવ પ્રવૃત્તિ ચાલી રહી છે. મારા અંદાજે મહિનાના ત્રણ આંકડામાં હિંદુઓ ખ્રિસ્તિ બની રહ્યા છે. ઓરિસ્સામાં હમણા ક્રિસમસ ટાણે ખ્રિસ્તિ ચર્ચો પર હુમલા થયા. અંગ્રેજી મિડિયાને પાછી હિંદુઓની ભત્સણા કરવાનો આનંદ હાથ લાગ્યો. ગુજરાતમાં ડાંગમાં પણ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ક્રિસમસ ટાણે જ ખ્રિસ્તિઓ પર હુમલા થયા હતા. હમણા ક્રિસમસ પહેલા વડોદરાના કવાંટ વિસ્તારમાં આદિવાસીઓએ ખ્રિસ્તિ મિશનરી પર હુમલો કર્યો હતો. ક્રિસમસ ટાણે ખ્રિસ્તિઓ પર હુમલા થાય છે એની બૂમરાણ મચાવતા ફાધરો અને તેમનુ મિડિયા એ જાણવાની તસદી લેતુ નથી કે હુમલા કેમ થાય છે.

હકીકત એ છે કે વર્ષ દરમિયાન વટલાવાયેલા હિંદુઓને મિશનરીઓ બાપ્તિસ્માની વિધિ ક્રિસમસના તેમના પવિત્ર મનાતા દિવસોમાં કરે છે. આ બાપ્તિસ્માની વિધિ એ વિધિ છે કે જેમાં માણસને પાણીમાં ડૂબાડવામાં આવે છે. આ પછી તે પોતાનો જૂનો ધર્મ છોડીને ખ્રિસ્તિ બન્યો કહેવાય છે. નદી, તળાવ જેવા સ્થળોએ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને બાપ્તિસ્મ અપાય છે. એટલે ધમાલ થાય છે ક્રિસમસના ગાળામાં. બીજુ કે મિડિયા જે ચર્ચો સળગ્યા હોવાની વાતો કરે છે એ કોઈ સિમેન્ટ-ઈંટોના પાકા બાંધેલા ચર્ચો નથી હોતા. આદિવાસી એરિયામાં ઠેકઠેકાણે કાચા છાપરાવાળા કે મોટા મંડપ જેવા ચર્ચો ચાલતા હોય છે જેમાં રવિવારે ભેગા થઈને પ્રાર્થના કરવામાં આવે છે. આને ચર્ચ કહેવાય છે. ગામેગામ વિરોધ થાય એટલે લોકોના નિશાન પર આવા સ્થળો હોય એ સ્વાભાવિક છે.

કવાંટમાં આદિવાસીઓએ ડોન બોસ્કોની મિશનરીની ટીમ પર પથ્થરો માર્યા, ભગાડ્યા, કાર તોડી અને મિશનરીની આંગળીઓ પણ તોડી. આ પછી ગુજરાતના બે અંગ્રેજી અખબારો મિશનરીના વકીલ બની ગયા અને સ્ટોરીઓ લખવાની શરૂ કરી કે હજુ કોઈની ધરપકડ કેમ નથી થઈ? પેલા ફાધર પણ આ માંગણીમાં ભળ્યા. મારુ પૂછવુ એ છે કે ઈસુને શૂળી પર ચડાવ્યા ત્યારે પણ તેમણે આમ કરનારાઓની માફીની માંગણી કરી હતી. આ પાદરીઓ ક્રોસ લગાવીને ફરે છે પણ તેમનામાં આનો ગુણ જરા પણ નથી ? તેઓ શું કરતા હતા તો આદિવાસીઓએ હુમલો કર્યો હતો ? એ વાત કેમ નથી જણાવતુ મિડિયા?

સાઉદી અરેબિયા પયગંબરની ભૂમિ હોવાથી ત્યાંના એરપોર્ટ પર તમે કૃષ્ણની મૂર્તિ લઈને પણ ઉતરી શકતા નથી. ભારત હિંદુ, બૌદ્ધ, જૈન ધર્મની ભૂમિ છે. આપણુ બંધારણ ઘડતી વખતે આપણે ધર્મનિરપેક્ષ હોવાનું સ્વીકાર્યું એટલે દરેકને પોતાની મરજીનો ધર્મ પાળવાની છૂટ મળી ગઈ. પાળવાની છૂટ તો ખરી ફેલાવવાની પણ છૂટ મળી ગઈ. જ્યાં ગાયો નહીં કપાય, જ્યાં ધર્માંતરણ નહીં થઈ શકે એવા આરએસએસની કલ્પનાના હિંદુ રાષ્ટ્રની પ્રતીક્ષા ક્યાં સુધી કરવી પડશે એ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી મળતો. એમ લાગે કે હિંદુ રાષ્ટ્રની અહલેક જગાવનારાઓનું શાસન આવ્યું ત્યાં તો ખ્રિસ્તિ ધર્મની રાજધાની રોમ-ઈટાલીની પુત્રીનું શાસન આવી જાય છે.

જ્યાં જ્યાં ખ્રિસ્તિ ધર્માંતરણ ચાલે છે ત્યાં ત્યાં હિંસા થાય છે. ખ્રિસ્તિ ધર્માંતરણ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જોખમી પ્રવૃત્તિ છે. સામાજિક રીતે પણ મેં ઉપર મણિનગર અને જુનાગઢના કિસ્સા લખ્યા છે એ પ્રમાણે જોખમી છે.

કેટલીક ચીજો આપણે હિંદુઓએ પણ કરવાની જરૂર છે. આપણા મોટા મંદિરોમાં અઢળક પૈસાનો ચઢાવો ચઢતો હોય છે. મોટા મંદિરોના કિસ્સામાંતો એક એક મંદિરનો ચઢાવો વર્ષનો કરોડો રૂપિયાનો હોય છે. ગુજરાતના અંબાજી, ડાકોર, સોમનાથ, પાલિતાણા, મહુડીના મંદિરના ચઢાવા વિશે તો વિચારો જરા ? રૂપિયા ગણવા માટે સ્ટાફ રાખવો પડે છે. રૂમોને રૂમો ભરાય છે પરચૂરણના સિક્કાથી. લોકો હજારો રૂપિયાના બંડલ તો પહોંચ વગર ચૂપચાપ દાનપેટીમાં સરકાવીને ચાલ્યા જાય છે. આ બધા રૂપિયાનો ઉપયોગ કઈ રીતે થાય છે? મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટે કાયદો કર્યો હતો કે મંદિરના નિભાવ ખર્ચ બાદ વધતી ચઢાવાની રકમ શૈક્ષણિક સંસ્થાઓમાં આપી શકાય. આ નિયમ હેઠળ કોંગ્રેસ અને એનસીપીના ટ્ર્સ્ટીઓએ મંદિરના ચઢાવાની કરોડો રૂપિયાની રકમ પોતાની પ્રાઈવેટ સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં નાખી દીધી અને લાંબી ગાડીઓમાં ફરતા થઈ ગયા, એશો આરામ વાળા ઠેકાણે પ્રવાસ કરતા થઈ ગયા.આ ઉપયોગ થાય છે આપણા ધાર્મિક ફંડોનો.

આની સામે ખ્રિસ્તિ ધર્મમાં પૈસો ચેનલાઈઝ થાય છે અને વટલાવ પ્રવૃત્તિમાં વપરાય છે. લોકોને વટલાવવા તેમને મફત મેડિકલ સારવાર આપવી પડે, હોસ્ટેલ ઉભી કરવી પડે, સ્કૂલ બનાવવી પડે તો એ બધુ જ થાય છે.

૧૯૯૯માં હું દાહોદ નજીકના જેસાવાડામાં ઠક્કરબાપાના આશ્રમમાં બે દિવસ અને એક રાત રોકાયો હતો. ઠક્કરબાપા પણ વિવેકાનંદ અને ગાંધીની માફક વટાળ પ્રવૃત્તિના વિરોધી હતા. તેમણે પોઝીટીવલી કામ કર્યુ અને જેસાવાડામાં ભારે સંઘર્ષ કરીને આશ્રમશાળા સ્થાપી. આજે જેસાવાડાની આસપાસ ક્યાંય મિશનરી નથી. કારણકે મિશનરીએ જે કર્યુ હોત તે ઠક્કરબાપાએ કરી નાખ્યું.( અને ગુજરાતની બદમાશ કોંગ્રેસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા આવતા જ મધર ટેરેસાનું પૂતળુ ભદ્ર નજીક સ્થાપી દીધુ. એમને ગુજરાતના પનોતા પુત્ર ઠક્કરબાપાનુ પૂતળુ મૂકવાનુ યાદ ન આવ્યુ? બદમાશ કોંગ્રેસીઓ?)

બાય ધ વે, આ લેખનો અંત એક સુખદ વાતથી કરવો છે. હમણા ડાંગમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના યુવાન ડિપ્લોમા એન્જીનીયર હિંદુવાદી વિજય પટેલ ચૂંટાઈ આવ્યા છે. દક્ષિણ ગુજરાતના મિશનરી પ્રભાવિત ડાંગમાં જ્યાં વીસ હજાર આદિવાસીઓ ખ્રિસ્ત થઈ ગયા છે ત્યાં મિશનરીઓ સામે કેટલો આક્રોશ હશે ત્યારે જ તો તેમની કોંગ્રેસ નહી પણ વિશ્વ હિંદુ પરિષદ સમર્થિત ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હશે? વિજયભાઈની જીત મહત્વની છે. જાન્યુઆરીમાં વિધાનસભા સત્ર ટાણે વિજયભાઈ ગાંધીનગર આવશે ત્યારે તેમને અભિનંદન આપવા અને મળવા હું ઉત્સુક હઈશ. એ મુલાકાતનુ વર્ણન અહીં ચોક્કસ આપીશ.

ગૃહ મંત્રી અને ન્યાય મંત્રી હોવાની ક્વોલિટીઓ ઉંચી છે

27-12-2007

ગુજરાતના ન્યુઝ મિડિયામાં પોલીટીકલ રિપોર્ટીંગ વઘુ ને વધુ સ્પેક્યુલેટીવ પ્રકારનુ જોવા મળે છે. હવે ગુજરાતનું નવુ પ્રધાન મંડળ નક્કી થવાનુ છે ત્યારે દરરોજ સ્પેક્યુલેટીવ સમાચારો આવે છે. એવામાં ચર્ચામાં રહે છે ગૃહ ખાતુ એટલેકે હોમ મિનીસ્ટ્રી.

આ હોમ મિનીસ્ટ્રી મહત્વનુ ખાતુ એટલા માટે છે કારણકે તેના અંતર્ગત ગુજરાતનો પોલીસ વિભાગ આવે છે. ચાહે કોમી ધમાલ હોય કે આતંકવાદ કે ખ્રિસ્તી ધર્માંતરણનો મામલો કે પાકિસ્તાનથી દેશદ્રોહીઓની ઘૂસણખોરી કે એન્કાઉન્ટર અને માફિયા ગેંગો, આ બધા સામે ગુજરાતમાં નિપટવાનુ ગુજરાત પોલીસે હોય છે. શાસનમાં ક્યારે શું થવાનું છે એ કોઈને માલૂમ નથી. અચાનકજ આકાર લેતી પડકારજનક ઘટનાઓમાં ગૃહ મંત્રાલય બહુ જ જરૂરી ભાગ ભજવે છે.

છેક સ્વ. ચીમનભાઈ પટેલના શાસન વખતે ગુજરાતના છેલ્લા હોમ મિનીસ્ટર સીડી પટેલ હતા. એ પછી આવનાર દરેક મુખ્યમંત્રીએ ગૃઉહ મંત્રાલય પોતાની પાસે જ રાખીને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નીમ્યા છે. હરેન પંડ્યા, ગોરધન ઝડફિયા અને અમિત શાહ આ બધા રાજ્ય કક્ષાના ગૃહ મંત્રીઓ હતા.

છેલ્લા ગૃહ મંત્રી અમિત શાહની વાત પર સીધો જ આવુ તો અમિત શાહની ગૃહ મંત્રી તરીકેની(અફકોર્સ કેબીનેટ રેંકના ગૃહ મંત્રી નહી પણ રાજ્યકક્ષાના) પસંદગીનું મુખ્ય કારણ એક અને એક જ માત્ર હતુ તે એ કે અમિત શાહ નરેન્દ્રભાઈની સૂચનાનું સંપૂર્ણ પાલન કરવાવાળા, વિશ્વાસુ અને કહ્યાગરા માણસ.
ગૃહ મંત્રીની પોસ્ટમાં મુખ્યમંત્રીની સૂચનાને જ અનુસરે, બહુ બોલકો ન હોય, ગાગર જેવુ પેટ હોય જેમાં બધા રાઝ સમાઈ જતા હોય, દરેક ડિસીશન મુખ્યમંત્રીને પૂછીને લે, મુખ્યમંત્રી જે નીતિને માનતા હોય(જેમ કે માનો કે હિંદુત્વ)એ નીતિને સંપૂર્ણપણે વરેલો હોય, એને ફોલો કરે એવો માણસ ફીટ બેસે. અમિત શાહ આ પ્રકારના માણસ હોવાથી ગૃહમંત્રી બન્યા અને ટક્યા. હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પ્રવૃત્ત હતો ત્યારે અમિત શાહ શ્રીલેખા ભવનના એબીવીપીના કાર્યાલય પર આવતા અને મૂળોને મીઠુ ખાતા હતા એ મને યાદ છે. આ માણસનું ગાગર જેવુ પેટ. શાંતિથી સાંભળે અને ન્યુઝ વગરનું બોલે.

નરેન્દ્રભાઈ ૨૦૦૨માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના વિશ્વાસુ, તેઓ ભરોસો મૂકી શકે તેવા, કહ્યાગરાઓની સંખ્યા જૂજ હતી એટલે અમિતની હાથવગી પસંદગી થઈ. હવે પાંચ વર્ષ પછી નરેન્દ્રભાઈ પાસે આવા બીજા પણ છે. પરંતુ ઉપર મેં વર્ણવી એ એસેન્શીયલ ક્વોલિટીનુ બંચ જરૂરી છે.

કેટલાક સમય પહેલા સરખેજ ગામમાંથી જમીનની અંદરથી જૈન મૂર્તિઓ નીકળી હતી. મારે સવાર સવારમાં જ રિપોર્ટીંગ કરવા ત્યાં દોડવાનું થયુ. મૂર્તિઓ મળી હતી એ જગ્યા હિંદુ મુસ્લિમ વિસ્તારની બોર્ડર પર હતી. સ્થાનિક લોકોએ મને ચોંકાવનારી વાત કહી કે હિંદુ વિસ્તારની તરફેની આ જમીન મુસ્લિમે લીધી છે અને એમાં કામ ચાલતુ હતુ ત્યારે આ મૂર્તિઓ મળી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ધારાસભ્ય અને ગૃહ પ્રધાન અમિત શાહ તથા તેમના સાગરિત કમલેશ ત્રિપાઠી બિન્દાસ્ત ગેરમુસ્લિમ વિસ્તારની જમીન ઉંચા ભાવે મુસ્લિમને વેચે છે અને પૈસા બનાવે છે.સ્થાનિક ઠાકોરભાઈએ મને હિંદુ અને મુસ્લિમ વિસ્તાર વચ્ચેના ખેતરો બતાવ્યા અને કહ્યું કે જુઓ ખેતરની પેલી તરફ મુસ્લિમ સોસાયટીઓ બની ગઈ છે અને નવી સોસાયટીઓ બની રહી છે. ઉપરાંત ખેતરો પણ મુસ્લિમોને વેચવામાં આવ્યા છે. જ્યારે ખેતરની આ તરફ હિંદુ વિસ્તારમાં અમે બાંધકામ કરીએ તો ઔડા કહે છે કે એ ગેરકાયદે છે. મુસ્લિમોને અમિત શાહ અને ત્રિપાઠીનું સમર્થન છે. હવે તો ખેતરની આ તરફે હિંદુ વિસ્તારોમાં મુસ્લિમને જમીન વેચાઈ છે.

મેં સરખેજ ગામના સાવ બેઝીક માણસ પાસેથી મળેલી આ વાત વેરીફાઈ કરી અને રીચેક કરી તો વિવિધ સોર્સીસમાંથી જાણવા મળ્યું કે અમિત શાહની માલપ્રેક્ટીસ ચાલે છે અને એમાં હિંદુત્વ પણ ભૂલાઈ ગયુ છે.મજાની વાત એ છે કે આ જ અમિત શાહ મેજર ડિસીશન જેમ કે એન્કાઉન્ટર, ગોધરાના કેસો વગેરેમાં હિંદુત્વને ફોલો કરે છે.

મોદી સરકારમાં ગૃહ મંત્રાલય સિવાય ન્યાય મંત્રાલય પણ એવુ મંત્રાલય છે કે જે ઉપરના ગૃહ મંત્રીના મેં જે લક્ષણો જણાવ્યા એ જ પ્રકારના લક્ષણો ધરાવનાર વ્યક્તિને ફાળવવામાં આવશે. જજોની નિમણૂક, મહત્વના કેસોની સ્ટ્રેટેજી એ બધુ મુખ્યમંત્રીના કહ્યા પ્રમાણે સાયલેન્ટલી ગોઠવ્યા કરે અને તેના ક્યારેય ન્યુઝ ન બનવા દે એવા કુનેહપૂર્વકના વ્યક્તિની પસંદગી ન્યાયમંત્રી તરીકે થશે. પાછલા ન્યાયમંત્રી અશોક ભટ્ટ આ પ્રકારનુ શિયાળ હતુ. ગુજરાત સરકારને સતત ચેલેન્જ મળતી હોય તો એ કોર્ટ કેસો દ્વારા મળતી હોય છે.સરકારી કામોમાં રોડા નાખવાનું કામ પણ હિતશત્રુઓ દ્વારા કોર્ટ દ્વારા થતુ હોય છે, ત્યારે ન્યાયમંત્રાલયની ભૂમિકા મહત્વની બની જાય છે.

શતં જીવં શરદ …

26-12-2007

પોરના ચાર વાગ્યા હતા. અમે પત્રકારો અમદાવાદના ખાનપુરના ભાજપના ગુજરાત પ્રદેશના મુખ્યાલયમાં બેઠા હતા અને નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા હતા. નરેન્દ્ર મોદીનો અહીં પહોંચવાનો સમય અઢી વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હતો પણ હજુ તેઓ આવ્યા ન હતા. દરમિયાન અમે ભાજપ કાર્યાલયમાં ટીવી જોઈને સમય પસાર કરી રહ્યા હતા. ટીવીમાં ઈટીવી ગુજરાતી ચેનલ સેટ કરેલી હતી.

અચાનક જ ચેનલનું પ્રસારણ ધૂંધળુ થવા લાગ્યુ અને ફેડ થઈ ગયુ. અવાજ બંધ થઈ ગયો. ભાજપ ઓફિસના કર્મચારી બોલ્યા ‘ટીવી ગયુ, મોદી આવી ગયા’. મેં પૂછ્યુ કે આ ટીવીનું પ્રસારણ ફેડ થઈ ગયું અને મોદી આવી ગયા એ બે વચ્ચે શું સંબંધ છે? તો કર્મચારી કહે કે મોદીની કારની પાછળ જામર એન્ટેના વાળી ગાડી દોડે છે એ આસપાસ બધા સિગ્નલ જામ કરી દે છે. બહાર મોદી આવી ગયા છે અને જામર પણ આવી ગયુ છે એટલે આ ટીવી ચેનલ દેખાતી નથી.

દર અસલ ચૂંટણી પરિણામની સવારે જ સમાચાર આવ્યા હતા કે મોદી પર ફિદાઈન એટલેકે આત્મઘાતી હુમલાની શક્યતા છે એવો અહેવાલ કેન્દ્ર સરકારે ગુજરાતને મોકલાવ્યો છે. મોદીની સુરક્ષામાં આના પગલે સારો એવો વધારો કરવામાં આવ્યો છે.

મોદીનો કારનો કાફલો જતો હોય તેમાં ફરતી જામર ગાડી નવી અને વધુ શક્તિશાળી તથા આધુનિક સ્તરની લાવવામાં આવી છે. જામર મોદીની આસપાસ રેડિયો સિગ્નલ બ્લોક કરી દે છે જેના કારણે જો કોઈ રિમોટ કંટ્રોલ બોમ્બથી મોદીને ઉડાડવા માંગતુ હોય તો તે શક્ય થઈ શકતુ નથી. ૨૫ ડિસેમ્બરે સરદાર પટેલ સ્ટેડિયમમાં પોર્ટેબલ જામરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે જેપી સહિત પત્રકારોના અને સ્ટેજ નજીક હાજર બીજા લોકોના મોબાઈલ ફોન બરાબર જોડાતા ન હતા. મોબાઈલ પર નંબર લગાવો તો નંબર લાગેલો દેખાય પણ અવાજ પહોંચે જ નહીં અને સંભળાય પણ નહીં.

મોદીની સભાઓમાં અગાઉ છેક સ્ટેજ સુધી માણસ બેસી શકતુ હતુ જ્યારે સોનિયા ગાંધી કે વડાપ્રધાનની સભાઓમાં સ્ટેજ અને ઓડિયન્સ વચ્ચે ફરજિયાત રીતે ઝીરો ઝોન એટલેકે ખાલી જગ્યા રાખવામાં આવતી હતી. પરંતુ હવે મોદીની સભાઓમાં પણ સ્ટેજની સામે, અને સ્ટેજની પાછળ ઝીરો ઝોન રાખવામાં આવે છે જેમાં કોઈને પ્રવેશ નથી હોતો.

મોદીના સુરક્ષા કર્મચારીઓમાં જે બ્લેક કેટ કમાન્ડો છે એમની પાસે સ્ટેનગન હોય છે પણ હવે તેમને ડ્યુટી દરમિયાન ફરજીયાત પીઠ પર અને છાતી પર બેઉ તરફી રહે એમ બખ્તર પણ પહેરાવવામાં આવે છે. મોદી ભાજપ કાર્યાલય આવવાના હોય તો કાર્યાલયમાં જે ચેમ્બરમાં બેસવાના હોય તેનો કબજો એમના આવવાના ઘણા સમય પહેલાથી સફારી પહેરેલા વાયરલેસ સાથેના જવાનો લઈ લે છે.

મોદીના કારના કાફલામાં એક સાથે એક જેવી ત્રણથી ચાર સ્કોર્પિયો હોય છે. આ વ્યવસ્થા કઈ સ્કોર્પિયોમાં તે બેઠા છે તે કોઈ ન જાણી શકે એ માટે છે. પરંતુ મોદી મોટાભાગે ડ્રાઈવરની બાજુની એક્યુપ્રેશરવાળા આસન વાળી સીટ પર જ બેસતા હોય છે જેથી લોકો તેમને જોઈ શકે અને પોતે પણ રસ્તો ક્લીયર જોઈ શકે. મોદી અમદાવાદના રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે ચાર રસ્તાઓ પરની રેડ અને ગ્રીન સિગ્નલ બંધ કરી દેવામાં આવે છે અને રસ્તો ખાલી કરાવી દેવામાં આવે છે. રસ્તા પર જ્યાં જ્યાંથી બીજા રસ્તા મળતા હોય ત્યાં નાકાઓ પર સળંગ પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવે છે.

મોદી જ્યાં જ્યાં જાય ત્યાં સિક્યોરીટીની ત્રણ રીંગ હોય છે જેમાં સૌથી અંદરની રીંગનું કામ મોદી જ્યાં પણ ગયા હોય ત્યાંની ક્રાઈમ બ્રાન્ચ સંભાળે છે. અમદાવાદમાં અંદરની રીંગ ગુજરાતના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ તરૂણ બારોટ સંભાળે છે. બારોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર છે. અમદાવાદના કુખ્યાત અબ્દુલ લતીફને જેલમાંથી કાઢીને એન્કાઉન્ટર તેમણે કર્યુ હતુ. બારોટ અમદાવાદના સેંકડોની સંખ્યામાં ગુનેગારોને મોઢેમોઢ ઓળખે છે. તેમનું માહિતી નેટવર્ક લોકલ મુસ્લિમોમાં સખત પાવરફુલ છે. મોદી અમદાવાદમાં જ્યાં પણ હોય ત્યાં બારોટ નજીકની રીંગમાં રહીને માણસોને જુવે છે કે તેમાં કોઈ ક્રિમિનલ તો નથી દેખાતો ને?

મોદીના કાર્યક્રમના સ્થળોએ મેટલ ડિટેક્ટર ફરજિયાત બનાવાયુ છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં તેમની શપથવિધિ હતી તો લાખ ઉપરાંત માણસને માટે ઠેર ઠેર મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા હતા. શપથવિધિ સમારંભમાં મોદીના મહોરા પહેરીને જનારાઓના મહોરા પણ ઉતરાવવામાં આવતા હતા અને ડ્યુટી પરના પોલીસ કર્મચારીઓને પણ ખાસ લાલ રંગના નિશાન વરદી પર પહેરાવવામાં આવ્યા હતા કારણકે ગુપ્તચર તંત્ર પાસે સૂચના હતી કે મોદીને મારવા આવનાર આત્મઘાતી ફિદાઈન સ્યુસાઈડ બોમ્બર પોલીસના વેશમાં કે મોદીનું માસ્ક પહેરીને આવી શકે છે.

ગોધરા પછી નરેન્દ્ર મોદીનું મિડિયાએ જે ફ્રેમમાં મઢીને ઈન્ટરનેશનલ માર્કેટીંગ કર્યું છે એ ફ્રેમ મોદી ભારતમાં મુસ્લિમોના દુશમન નંબર વન હોય તેવુ છે. મોદી વિરોધી અને ગુજરાત વિરોધી ચેનલ સીએનએન આઈબીએને તો મુસ્લિમોના ઈન્ટરવ્યૂ પણ લીધા જેમાં મુસ્લિમ મોદીને કટકે કટકે મારવાની વાત કરે છે. મોદીને જીવતો તેલમાં તળવો છે એવું મેં કોઈ મોદી વિરોધીના બ્લોગમાં વાંચ્યુ હતુ. ઈન્ટરનેટ પર ગુજરાતી મુસ્લિમોને ઉશ્કેરતી પાકિસ્તાની વિડિયોમાં એવુ કહેવાયુ છે કે ગુલામ થઈને જીવો એના કરતા શહીદ થઈને મરો. લશ્કરે તોઈબાનો લીડર મક્કી ગુજરાત વિશે મુસ્લિમોને ઉશ્કેરણી કરે છે એવા ભાષણો પણ ઈન્ટરનેટ પર અવાઈલેબલ છે.

ઈસ્લામિક ટેરેરીઝમનું નેટવર્ક બહુજ પાવરફુલ છે પરંતુ એ લોકો જાણે છે કે જો એમણે મોદીને કશું પણ કર્યું તો, પછીના ત્રણ દિવસ ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે અને તેમાં પછી ગુજરાતના હિંદુઓ ‘ગોધરા-૨’ કરશે જેમાં ગુજરાતના મુસ્લિમોને પારાવાર ભોગવવાનુ આવી શકે છે. ઉપરાંત એવો કોઈ બનાવ ગુજરાતની રાજનીતીમાં બીજા દસ મોદીઓના જન્મનું કારણ બની શકે છે.

જો કે આમ છતા ક્યારેક પાકિસ્તાન પોતાના ઘર આંગણાના પ્રશ્નોને કારણે ભારતમાં અસ્થિરતા લાવવા માટે , અને ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે ઉહાપોહ જગાવવા માટે મોદીનો ઉપયોગ કરી શકે છે.

ગુજરાતમાં મુસ્લિમોમાં મોદીની લોકપ્રિયતા ફાસ્ટ રીતે વધી રહી છે. આ ચૂંટણીમાં પ્રથમ વખત ગોધરાના પોલન બજાર અને અમદાવાદના જુહાપુરા જેવા નોટોરીયસ મુસ્લિમ વિસ્તારોમાં ભાજપના ચૂંટણી કાર્યાલય ખુલ્યા હતા. ભાજપનું ગુજરાત પ્રદેશ મુખ્યાલય ખાનપુરમાં આવેલુ છે જે હવે લગભગ મુસ્લિમ વિસ્તાર છે. મોદીની ચોવીસ ડિસેમ્બરની સભા પૂરી થઈ પછી બાજુના બંધાઈ રહેલા બિલ્ડીંગમાં તેમને સાંભળવા જમા થયેલા બસોથી ત્રણસો મુસ્લિમ છોકરાઓ ભારત માતા કે જય અને વંદે માતરમ સ્વયંભૂ બોલ્યા હતા. મોદીએ આ સભામાં કહ્યું હતુ કે ચૂંટાઈ ગયા પછી તેમની નજરમાં હવે ભાજપને મત આપનાર અને ભાજપને મત ન આપનાર એવા કોઈ ભેદ નથી. તેમણે કહ્યુ કે આ દેશમાં ભિખારી પણ ફિલોસોફી રાખે છે કે ‘જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા’. સાડા પાંચ કરોડ ગુજરાતીઓનું કલ્યાણ કરવું છે ને એમાં પોતે કોઈ ભેદ જોતા નથી.

મોદીની આ વાતમાં ઈન્ક્લુઝીવ શાસનની થિયરી હતી. એટલેકે જો મુસ્લિમો સખણા રહેશે, ડબ્બો નહી સળગાવે, વડોદરામાં કર્યુ હતુ એમ બિન લાદેનના ફોટા લઈને રસ્તા પર નહી ફરે, રસ્તા પરની દરગાહ બચાવવા સ્ટેબીંગો ને પથ્થરમારો નહી કરે, અબ્દુલ લતીફની માફક ગેંગો નહીં બનાવે ને શાણા થઈને કામ કરશે તો મોદીના ઈન્ક્લુઝીવ પોલીટીક્સમાં તેમને કોઈ પ્રોબ્લેમ નહી થાય.

ભારતમાં લોકો ઘણા જન્મે છે. વસ્તી વધતી જ રહે છે. પ્રસૂતિ ગૃહો માતાઓથી ઉભરાય છે. પરંતુ મોદી જેવી એક શખ્સિયત સદીમાં એકાદ બે કે ત્રણ પેદા થાય છે. જેપી કેમેરો ભરેલો બ્લેક થેલો લઈને ખાનપુરના ભાજપ કાર્યલયમાં જવા ગયો ત્યારે ત્યાં ભાજપના બે અગ્રણી કાર્યકરો પોલીસ સાથે ઝઘડતા હતા કે તેમને તલાશે કેમ લેવામાં આવી રહી છે તેઓ તો અગ્રણી કાર્યકર છે. આ કાર્યકરો પછી મારો વારો આવ્યો. મેં પોલીસને થેલો તેમના હાથમાં મૂકી દઈને કહ્યું કે મને બરાબર તપાસી લો. મોદીની સિક્યોરીટી માટે મારુ તમને ફિલ કો-ઓપરેશન છે.

ગુજરાતીઓએ મોદીની સુરક્ષા માટે ટ્રાફિક જામ, તલાશી, બધુ જ સંપૂર્ણ સહકાર આપીને સહન કરી જ લેવુ જોઈએ. મોદી પર ફિદાઈન હુમલાની શક્યતાની સિરિયસ માહિતી આવી છે ત્યારે હવે મોદી ભલે કહે જીતેગા ગુજરાત. આપણે કહેવાનું શતં જીવં શરદ, એટલેકે સો વર્ષ જીવો.

-મોદીની શપથવિધી: લાખોની હાજરીમાં દસ મિનીટથી નાનો કાર્યક્રમ
-મોદીએ માતા હિરાબા,પ્રમુખસ્વામી અને કેશુભાઈ પટેલના મુકામે જઈને તેમના આશિર્વાદ લીધા

25-12-2007

રેન્દ્ર મોદીની શપથવિધીની સ્પીચનો વિડિયો દેશગુજરાત પર મૂકોને ?

આજે આવો ઈમેલ આવ્યો. હકીકત એ છે કે શપથવિધિમાં કોઈ ભાષણ હોતુ નથી. રાજ્યપાલ બોલાવે એમ થોડા વાક્યો મુખ્યમંત્રી બોલે છે અને શપથવિધિ પૂરી થતી હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે મુખ્યમંત્રીના શપથવિધિ સમારંભ ગાંધીનગરના રાજભવનમાં જ યોજાતા હતા. આમાં નિમંત્રિતો હોય અને પત્રકારો હોય. બસ. પણ મોદીએ શપથવિધિ સમારંભની શકલ ફેરવી દીધી છે.

સવારે મોદી શપથ લેતા પહેલા ગાંધીનગરમાં એમના લઘુબંધુ પંકજભાઈના ઘરે ગયા અને માતા હીરાબાના આશિર્વાદ લીધા. હિરાબાનાઅ આશિર્વાદ મોદીએ પાછલી વખતે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ લીધા હતા. હીરાબાએ એ વખતે કહ્યુ હતુ કે બેટા ભ્રષ્ટાચારથી દૂર રહેજે. હવે હીરાબાની તબિયત બહુ સારી રહેતી નથી. સંભળાય છે ઓછુ.

આ પછી મોદી અમદાવાદના શાહીબાગ સ્થિત સ્વામિનારાયણના પ્રમુખસ્વામીને પગે લાગવા ગયા અને સત્સંગ કર્યો. મોદી કેશુભાઈના ઘરે પણ ગયા અને તેમને પાયલાગણ કર્યું.ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગર ટાઉનહોલમાં નરેન્દ્રભાઈએ કહ્યું હતુ કે આજે જે વિપરીત ચાલે છે તેઓ પણ કાલે સાથે ચાલશે. આપણે એમન પ્રરત્વે વિવેક અને ઉદારતા બતાવવાની છે.આમ મોદી હવે સૌને સાથે લઈને ચાલે તેવી વકી છે. આરએસએસના મદનદાસજી દેવી મોદી જીત્યા એના બીજા દિવસે તેમના ઘરે મળવા ગયા હતા ત્યારે મોદીનું મેન્ટરીંગ કર્યુ હતુ કે બધાને સાથે લઈને ચાલો.

મોદી શપથવિધિ સમારંભમાં આવ્યા એટલે સરદાર પટેલ સ્ટેડિયમમાં સૌપ્રથમ તો સંતો માટે બનાવાયેલા સ્ટેજ પર જઈન સંતોને વંદ્યા.સંતો હાર પહેરાવવાની કોશિશ કરે પણ મોદી ના પાડી દે. જો કે સરખેજ અને ગિરનારમાં આશ્રમ ધરાવનાર ભારતીબાપુએ મોદીને મુગટ પહેરાવી જ દીધો જેના ફોટા પાડવાની ફોટોગ્રાફરોને મજા પડી ગઈ સંતોના સ્ટેજ પર અમદાવાદના જગન્નાથ મંદિરના રામેશ્વરદાસજી, મણિનગર સ્વામિનારાયણ મંદિર, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત, આધ્યાત્માનંદજી વગેરે હાજર હતા.

જો કે સૌથી આશ્ચર્યજનક ઉપસ્થિતિ તો સારસાના અવિચલદાસજીની હતી. સફેદ કપડા પહેરતા આ સ્વામીએ ચૂંટણી અગાઉ મોદી વિરોધી સંતોના મોરચાની આગેવાની લીધી હતી અને એલફેલ બોલ્યા હતા પણ પછીથી યોગ્ય ચેનલ દ્વારા તેમને શાંત રહેવા મનાવાયા હતા એ આજે હાજર હતા.

આરએસએસમાં જેમનું સરસંઘચાલક જેવુ માન છે એ સત્યમિત્રાનંદગિરીજી પણ હાજર હતા. સત્યમિત્રાનંદજી ગુરૂજી જન્મશતાબ્દી ઉજવણી સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને રૂષિકેષમાં ભારત માતા મંદિર ચલાવે છે.

મોદી સંતો બાદ ભાજપ અને એનડીએના રાષ્ટ્રિય નેતાઓને મળવા તેમના મંચ પર ગયા. અહીં મુખ્યમંત્રીઓ રમણસિંઘ, ખંડૂરી હતા શિવસેના તરફથી મનોહર જોષી હતા, ભાજપના મુરલી મનોહર જોષી હતા, અડવાણી, જેટલી, વેંકૈયા નાયડુ, તુલસી સ્મૃતિ ઈરાની, નવજોતસિંઘ સિદ્ધુ, મુકેશ ખન્ના(શક્તિમાન), જ્યોર્જ ફર્નાન્ડીસ, જયા જેટલી વગેરે હતા. સિદ્ધુ સ્ટેજ પરથી સિક્સરની એક્શન કરતો હતો તો શક્તિમાન ઉડવાની એક્શન કરતો હતો અને લોકોનું મનોરંજન થતુ હતુ.

સરદાર પટેલ સ્ટેડિયમ મેદાનમાં અને બેસવાની સીટોમાં છલોછલ ભરેલુ હતુ. લોકોના માથે ખુલ્લો તડકો હતો પણ સ્ટેડિયમની બહાર પીવાના પાણીના પાઉચ મફત રાખેલા હતા. સ્ટેડિયમમાં પ્રવેશનાર સૌને કેસરી ખેસ અને ભાજપનો ધ્વજ આપવામાં આવતો હતો. મોદી આવ્યા એ પહેલા ડાયરો ચાલ્યો હતો કારણકે શપથવિધિ સમારંભમાં રાજકીય ભાષણો થતા નથી.

મોદી છેલ્લે વીઆઈપી સ્ટેજ પર ગયા હતા જ્યાં આરએસએસના અગ્રણીઓ હતા. આજે શપથ સમારંભમાં આરએસએસની ગુજરાતની આખી શીર્ષસ્થ હરોળ મોજૂદ હતી. ઉપરાંત વીએચપીના કૌશિક મહેતા પણ હતા. અસંતુષ્ટો કે કોંગ્રેસમાંથી કોઈ હાજર ન હતુ. ધારાસભ્યોની બેસવાની જગ્યામાં ગોધરામાં જેમને ટિકીટ નથી મળી એ હરેશ ભટ્ટ અને ભાવનગરથી આવા જ મહેન્દ્ર ત્રિવેદી પણ હતા.

પત્રકારો, ન્યાયમૂર્તિઓ વગેરેને ખુલ્લા તડકામાં બેઠક અપાઈ હતી. અશોક ભટ્ટના ધ્યાનમાં આ વિગત આવતા જ તેમણે ન્યાયમૂર્તિઓને વ્યવસ્થિત જગ્યાએ સીટ અપાવી હતી.

મુખ્ય સ્ટેજોની સરભરામાં મોદીના નજીકના કમલેશ પટેલ અને વિજય રૂપાણી હતા. ઉપરાંત ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત ઠાકર પણ હતા જે હવે મોદીના નજદીકી બની રહ્યા છે. શપથવિધિનો આખો સમારંભ શરૂ થયો પછી થોડી જ મિનિટોમાં આટોપાઈ ગયો હતો.મંત્રીમંડળની શપથવિધિ થઈ ન હતી. શપથ બાદ મોદી એમની સ્ટાઈલમાં ઓપન જીપમાં અડવાણી, રાજનાથસિંધ અને પ્રભારી ઓમ માથુર, પુરૂષોત્તમ રૂપાલાને લઈને સ્ટેડિયમમાં ફર્યા હતા.

લાખ ઉપરના લોકોનું આ મોબીલાઈઝેશન ભારતને અને કેન્દ્રિય નેતાઓને આંજવા માટે હતુ, ઉપરાંત લોકોનું આમા પાર્ટીસીપેશન કરવા માટે હતુ જે રાજનીતીક રીતે જરૂરી કહી જ શકાય.નહીતો દસ મિનીટના કાર્યક્રમ માટે બસો ને ટ્રકો ભરીને ગુજરાતભરમાંથી માણસ એકઠુ કરવાનો બીજો કોઈ અર્થ સરતો નથી.

dakor.jpgdakor.jpgdakor.jpgdakor.jpg

ચાણક્ય પ્રજાને સાષ્ટાંગ દંડવત:
ન્યુઝ મિડિયા હવે ફેન્ટેસી ચેનલ અને મનોહર કહાનિયા જેવા મેગેઝીન શરૂ કરે:
પોલીટીકલ પત્રકારો હવે બાળવાર્તાઓ લખવાનું શરૂ કરે:
ગપ્પા,જૂઠ,ગોબેલ્સ,ખોટી આગાહીઓ,ખોટા પ્રોજેક્શન્સ,ખોટા જૂઠનો મારો કેમ ચલાવ્યો??

24-12-2007

જ્યારે દેશગુજરાત પર ૨૩મી ડિસેમ્બરના ચૂંટણી પરિણામોના ચાર દિવસ પહેલા(૧૯ ડિસેમ્બર) જ મોદી જીતશે અને જીતની ખુશી કઈ રીતે મનાવશો એની ખાસ તૈયાર કરેલા ફોટા(ધ બોસ) સાથેની ઓપન પોસ્ટ મૂકી ત્યારે કેટલાકે શંકા પ્રગટ કરી કે આ વખતે ચૂંટણી કસોકસ છે અને કોંગ્રેસ જીતે એવુ લાગે છે, એવામાં જો કોંગ્રેસ જીતશે તો આવી પોસ્ટ મૂકીને દેશગુજરાત હાસ્યાસ્પદ ઠરશે.

આવુ કહેનાર દરેકને મેં કહ્યું કે, ભઈ તમે કોને મત આપવાના છો? તો કહે મોદીને. તમારી પત્ની? તો કહે મોદીને. તમારા પુત્ર પુત્રી? તો કહે મોદીને. પછી મેં કહ્યું કે મોદીએ તમને કશું આપી દીધું છે એટલે તમે આખુ પરિવાર મોદીને મત આપવાના છો? તો કહે કે ના, મોદી ગમે છે એટલે. તો મેં કહ્યું કે તમે આવુ વિચારો છો તો શું બાકીના બધા ગુજરાતીઓને શીંગડા પૂંછડા છે? તેઓ પણ આમ જ વિચારે છે.

અને અમે દેશગુજરાત પર મોદી જીતશે તો સેલીબ્રેટ કઈ રીતે કરશો એની ઓપન પોસ્ટ મૂકી. એકાદ બે સિવાય કોઈ ગુજરાતીએ આ પોસ્ટના જવાબમાં મોદીની જીત અંગે શંકા પ્રગટ કરી ન હતી.

હું પોતે ગુજરાતના પબ્લીક અફેર્સમાં વીસ વર્ષથી અને પત્રકારત્વમાં દસ વર્ષથી છું. ગુજરાતનો ખૂણેખૂણો ફરેલો છું. લોકોને જાણું છું અને એના આધારે મારુ સ્પષ્ટ માનવુ હતુ કે આ ચૂંટણીમાં ભાજપ તો નહી જ હારે. કોંગ્રેસ હારશે પણ ભારે રીતે પરાસ્ત તો મિડિયા થશે. મિડિયા આ ચૂંટણીમાં આકલનો કરવામાં, પબ્લીકને તો ઠીક પોતાની પત્ની, પાડોશી, મિત્રો અને સંતાનોના અભિપ્રાયોને સમજવામાં પણ થાપ ખાઈ રહ્યું છે. મારી દેશગુજરાતની કોલમમાં મેં લખ્યું હતું કે મોદીની તરફેણમાં તેના કલ્ટ ફિગરને કારણે વેવ છે. હવે થોડુ મિડિયાને ઠમઠોરી લઉ? આમાં મારી અને આપની બંનેની લાગણીનો પ્રતિઘોષ છે.

હું અગાઉ લખી ગયો છું કે સુરતના નાના છાપાના એક પત્રકારને ભાજપ વિરોધી લખવા માટે ત્રણ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એની મારી પાસે કન્ફર્મ વિગત આવી છે. સુરત તથા અમદાવાદ-ગાંધીનગરના મોટા કદના અખબારના રાજકીય પત્રકારોને ભાજપ વિરોધી લખવા માટે આનાથી ઓછામા ઓછી ત્રણ ગણી રકમ આપવામાં આવી હોવાની પૂરી સંભાવના છે.

વેચાઈ ગયેલા આ પત્રકારોએ આખી ચૂંટણી દરમિયાન અને તે પહેલા પણ લાંબા સમયથી કેશુભાઈને, સુરેશ મહેતાને, ગોરધન ઝડફિયાને, કાશીરામ રાણાને ફોનો કરી કરીને ડાયમંડ લોબીના પૈસા લીધા હોવાથી વ્હાલા થઈ થઈને મોટી મોટી સ્ટોરીઓ લખી. આ સ્ટોરીઓ એવી હોય કે તમને વાંચીને એમ જ લાગે કે બાપુ, સૌરાષ્ટ્રમાં તો ભાજપનો સોથ વળી જશે ? કોળીઓ તો ભાજપનો સફાયો કરી નાખશે! લેઉવા પાટીદારો તો કેશુભાઈ કહેશે એમ જ કરશે અને ભાજપને ભયંકર ફટકો પડશે! ગ્રામીણ મતદારો તો ભાજપને ઠેંગો બતાવશે! ભાજપનું વર્ચસ્વ તો શહેરોમાં જ છે!! ઉમા ભારતીતો ભાજપના વોટ તોડીને હરાવી જ દેશે!! સાધુ સંતો પણ આ વખતે ભાજપની સાથે નથી, હવે શું થશે ? આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદ ભાજપની વિરૂદ્ધમાં છે, નક્કી મોદીને નુકસાન થશે!!

ભલભલા વાંચકો આવા લખાણોના મારાના ચક્કરમાં આવી જાય. ભ્રમિત થઈ જાય. આના કારણે પછી બીજા પત્રકારો પણ આ લાઈન ફોલો કરે. તટસ્થ સમીક્ષકો પણ ભ્રમણાની અસરમાં આવી જાય અને જૂઠની સાઈકલ ચાલે. જે નેતાઓ ભંગારખાનામાં જવાને લાયક છે એવા દુ:શાષનો-દુર્યોધનોને એજન્ડાઈઝ મિડિયાએ ભીષ્મ બનાવી દીધા ને અર્જુન બનાવી દીધા ને ભીમ બનાવી દીધા.

મિડિયાના જુઠ્ઠાણાઓ અને એજન્ડાઈઝ અપપ્રચાર

અશોક ભટ્ટ સામે ખાડિયામાં આ વખતે એન્ટી ઈન્કમ્બન્સી હોવાથી ભાજપ હારશે

અમદાવાદમાં અશોક ભટ્ટને ટિકીટ જ ન મળે એ વાત બિલકુલ માન્યામાં જ ન આવે. અશોક ભટ્ટ આટલા સિનીયર ભાજપી ધારાસભ્ય, અનેક વખત મંત્રી બન્યા ને એમને ભાજપ ટિકીટ જ ન આપે? એવુ બને? બિલકુલ ન બને. પણ મિડિયાએ એજન્ડા ચલાવ્યો કે અશોક ભટ્ટને ટિકીટ જ નહી મળે. પછી અશોક ભટ્ટને ટિકીટ મળી એટલે ચલાવ્યુ કે આ વખતે ખાડિયામાં એન્ટી ઈન્કમ્બન્સી છે, નક્કી અશોક ભટ્ટ હારશે. હવે પરિણામ એવું આવ્યુ છે કે અશોક ભટ્ટ ગઈ ચૂંટણી કરતા વધુ માર્જીનથી ખાડિયામાં જીતી ગયા છે.

મણિનગરમાં મોદી પ્રચારમાં ધ્યાન નહી આપે તો પટેલ મતોથી ભાજપ હારશે

મોદી મણિનગરના બદલે વડોદરાની રાવપુરા બેઠક પરથી લડશે, મણિનગર કરતા રાવપુરા તેમને વધારે સલામત લાગે છે, મોદી સામે કોંગ્રેસમાંથી રાજ બબ્બર લડશે, મોદી સામે કોંગ્રેસે મણિનગરમાં દિનશાને ઉભા રાખીને જોરદાર ચાલ ચાલી છે, મણિનગરના પટેલ મતદારો આટલા છે ને ફલાણા મતદારો આટલા છે ને ઢીકણા આટલા છે જે દિનશાને મત આપશે ને મોદીને તકલીફ પડશે, મોદી ગુજરાતભરમાં પ્રચાર નહીં કરી શકે ને મણિનગરમાં જ ભરાઈ રહેવું પડશે….આવા ગપગોળા ચાલ્યા હતા આખી ચૂંટણીમાં અને છેવટે શું થયું ? મોદી મણિનગરથી જ લડ્યા, પ્રચાર કરવા અહીં માત્ર ત્રણ સભાઓ પૂરતા આવ્યા, અને ગઈ વખત કરતા વધુ માર્જીનથી જીત્યા.

કોળીઓમાં ચાંદની પ્રકરણને કારણે નારાજગીથી પુરૂષોત્તમ સોલંકી હારશે

પુરૂષોત્તમ સોલંકી મતવિસ્તાર બદલશે. આ વખતે હારે એમ છે … એવા જુઠ્ઠાણા મિડિયાએ ચલાવ્યા પણ સોલંકી તેમના પ્રતિદ્વંદી કોંગ્રેસી ઉમેદવારથી બમણાથી પણ વધુ મતો મેળવીને ૩૪૦૦૦ ઉપરાંતની લીડથી અને કુલ મતદાનના ૬૧ ટકાથી વધુ મત મેળવીને જીત્યા. અરે મિડિયા જેમની પાસે કોળીઓના પ્રકરણે વારે વારે દોડી જતુ હતુ એ સુરેન્દ્રનગરના ભાજપી સસ્પેન્ડેડ સાંસદ સોમા ગાંડા પટેલ કોળીઓના મતો ખિસ્સામાં હોય એમ વાત કરતા ફરતા હતા પણ એમનો જ દીકરો વીરમગામના કોળી પ્રભુત્વવાળા મતવિસ્તારમાં ચૂંટણી હારી ગયો છે.

કેશુભાઈની નારાજગીની પાટીદારોમાં અસરથી સૌરાષ્ટ્રમાં ભાજપ હારશે

પાટીદાર(પટેલ) મતદારોમાં કેશુબાપાની જબરજસ્ત અસર છે એવો હાઉ મિડિયાએ અને ડાયમંડ લોબીના કટ્ટરવાદી મોદી વિરોધી પટેલોના પૈસાએ ઉભો કર્યો પણ પટેલ મતો ધરાવતી ૩૫માંથી ૨૪ બેઠકોમાં ભાજપ જીત્યું. જે પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી બેઠકો ભાજપ હાર્યું છે તેનાય હારજીતના માર્જીન તો જુવો જરા? જામજોધપુરમાં સત્તર મતે જીત અને માણાવદરમાં બે હજાર કરતા ઓછા મતનું માર્જીન. કેશુભાઈનું કદ માત્ર મિડિયાએ ઉભુ કરેલુ હતુ. કેશુભાઈનું અને પાટીદારવાદનું ગુજરાતની એકવીસમી સદીના સાતમા વર્ષના રાજકારણમાં કોઈ રેલેવન્સ નથી, તેમનું રેલેવન્સ માત્ર મિડિયાએ અખબારના કાગળ પર અને ટીવી સ્ક્રીન પર ઉભુ કરેલુ હતુ. ખુદ કેશુભાઈના બાપુજીની હોય એવી સીટ જેને મિડિયા માનતુ હતુ એવી લેઉવા પાટીદારોના મતના પ્રભુત્વવાળી વિસાવદરની સીટ પણ ભાજપ જીત્યુ છે. આ સીટ પર કેશુભાઈઓ પુત્ર ભરત લડશે ને નહી લડે એવા જુઠાણાઓ ફેલાવ ફેલાવ કરનાર મિડિયાને તમાચો ત્યારે જ લાગી ગયો હતો કે જ્યારે ભરત પટેલે જ લડવાની ના પાડી દીધી. જો કે હમણા સન્ડે ઈન્ડિયન મેગેઝીન સાથેની મુલાકાતમાં કેશુભાઈએ કહ્યું છે કે એમના દીકરાને ટિકીટ જ મળી ન હતી. કેશુભાઈ ગ્રુપે કોંગ્રેસને વિસાવદરમાં જે ઉમેદવાર સજેસ્ટ કર્યો હતો એ ઉમેદવાર કોંગ્રેસે ત્યાં ઉભો પણ રાખ્યો અને એ ય ત્યાં હાર્યો છે.

એટલુજ નહી પણ સૌરાષ્ટ્રમાં ભાજપ લેઉવા પાટીદાર મતો અને કેશુભાઈની નારાજગી તથા અસંતુષ્ટોના કોંગ્રેસે આપેલા હેલિલોપ્ટર દ્વારા પ્રચારથી ભયંકર નુકસાન ઉઠાવશે એવુ કહેનાર મિડિયા હવે જોઈ રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં ભાજપે ૨૦૦૨ની ૩૯ની સરખામણીમાં ૨૦૦૭માં ૪૪ સીટો મેળવી છે.

અસંતુષ્ટોથી અમરેલીમાં ભાજપ હારશે

અસંતુષ્ટોના ગઢ અમરેલીમાં ભાજપને ફટકો પડશે એવી હવા ફેલાવનાર મિડિયાને પણ ચાણક્ય ગુજરાતીઓએ તમાચો માર્યો છે. ધારીમાં બાલુ તંતી, લાઠીમાં બેચર ભાદાણી હાર્યા છે. વસંત ગજેરા નામના કટ્ટરવાદી પાટીદારના ઘર આંગણે અમરેલીમાં તેમનો ભત્રીજો પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી હાર્યો છે અને સામે તેમના કાળ જેવો દિલીપ સાંઘાણી જીત્યો છે જે મંત્રી પણ બનશે ને લાલ લાઈટ લઈને ગજેરાના ઘર સામેથી નીકળશે. પાંચ વર્ષ સુધી. આ વસંત ગજેરાને કોંગ્રેસે હેલિકકોપ્ટર આપ્યુ હતુ પટેલોના મતો અંકે કરવા. પણ એનો ભત્રીજો ય હાર્યો છે અને એમનો ભાઈ ધીરુ ગજેરા પણ સુરતમાં હાર્યો છે ખૂબ સારા માર્જીનથી. મિડિયાએ ધીરુ ગજેરા અને વસંત ગજેરાને વાઘ જેવા ચીતર્યા હતા પ્રજાએ જાદુ કરીને બિલાડી જેવા કરીને છોડ્યા છે.

સુરેશ મહેતાની નારાજગીથી કચ્છમાં ભાજપ હારશે

કચ્છમાં મિડિયાએ સુરેશ મહેતાને બહુ મોટા કરી નાખ્યા હતા. આ સુરેશ મહેતા આ નહીં આ નહીં આ નહીં આ નહીં એટલે તમે એ ન્યાયે ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા હતા પછી એનાથી નીચો હોદ્દો સ્વીકાર્યો અને પછી ચૂંટણી હાર્યા ને ખોવાઈ ગયા. પણ જેવા સુરેશ મહેતા મોદી વિરૂદ્ધ બોલવા માંડ્યા એવા તેમને મિડિયાએ ઉંચકી લીધા અને છાપાઓમાં કોલમ સેન્ટીમીટરો આપી આપીને અને ટીવી પર બતાવી બતાવીને એમને એવા તો મોટા કદના બનાવી દીધા કે જાણે તેમનો ગુજરાતના રાજકરણમાં દબદબો હોય. અરે દબદબો તો છોડો સુરેશ મહેતા કોઈ ફેક્ટર જ ન હતુ પણ મિડિયાએ એમને ઉંચકી લીધા. હવે જુઓ સુરેશ મહેતાના કચ્છમાં એમના ખાસમખાસ ગોપાલ ધુઆ મુંદ્રામાં હાર્યા, નરેન્દ્રસિંહ જાડેજા અબડાસામાં હાર્યા અને ઉપરાંત કચ્છની બીજી ત્રણ બેઠકો ભાજપને મળી.

અસંતુષ્ટ સુનીલ ઓઝા ને ધનરાજ કેલ્લાની ઉમેદવારીથી ભાજપ હારશે

ભાવનગર દક્ષિણની બેઠક પર ભાજપના અસંતુષ્ટ સુનીલ ઓઝાને મિડિયાએ મોટા કર્યા પણ સુનિલો ઓઝાને બે હજાર મત મળ્યા. વઢવાણમાં ભાજપના અસંતુષ્ટ ધનરાજ કેલ્લાને મિડિયાએ મોટા કર્યા પણ ત્યાં ભાજપ જીત્યું છે. ધનરાજ કેલ્લા ત્રીજા ક્રમે રહ્યા છે.

કોળી ઉમેદવારથી સૌરભ પટેલ હારશે:માયાવતીની બીએસપીથી ભાજપ હારશે

બોટાદમાં સૌરભ પટેલ હારશે કારણકે તેમની સામે ઉભેલા અત્યંત પૈસાપાત્ર અને વગદાર કોળી ઉમેદવાર પીઠાવાલા છે એવુ લખ લખ મિડિયા હવે સૌરભ પટેલની જીત જોઈ રહ્યું છે. ગુજરાતમાં માયાવતી આવી માયાવતી આવી એમ કહેનાર અને વડોદરાના અસંતુષ્ટ નલિન ભટ્ટની દરેક હરકતને ચમકાવનાર મિડિયા હવે જોઈ રહ્યું છે કે નલિન ભટ્ટને સયાજીગંજ બેઠક પર પૂરા પાંચ હજાર મત પણ નથી મળ્યા.

કાશીરામ રાણાના જોરથી ભાજપ હારશે

કાશીરામ રાણાને સુરતના પાવરફુલ નેતા તરીકે પ્રોજેક્ટ કરનાર મિડિયા હવે જોઈ રહ્યું છે કે રાણાના સુરતમાં તમામ બેઠકો ભાજપ જીત્યું છે. રાણાની લાડલી અને માનીતી સુરત પૂર્વની બેઠક પણ પાતળા માર્જીનથી ભાજપે જીતી લીધી છે. મિડિયા જેમને દક્ષિણ ગુજરાતન કદાવર નેતા કદાવર નેતા કહીને ઘરે દોડી જતુ હતુ એ કાશીરામ રાણાના દક્ષિણ ગુજરાતમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ છે અને ભાજપે આશ્ચર્યજનક રીતે આઝાદ પછી કોંગ્રેસ જ્યાં સદાકાળ જીતતી આવી છે તે ડાંગની સીટ પણ જીતી લીધી છે.

રાહુલ ગાંધીનો કરિશ્મા કામ કરશે:ભાજપ હારશે

મિડિયા કે જેણે રાહુલ ગાંધી સુરત અને વડોદરાના રોડ શોમાં આવ્યો ત્યારે આ વિસ્તારોમાં કોંગ્રેસ છવાઈ જશે એવા ઘેલપણાના ગીતો ગાયા હતા એ હવે મરશિયા ગાય કોંગ્રેસના કારણકે રાહુલ ગાંધીના વડોદરા અને સુરતના રોડ શો ફ્લોપ શો સાબિત થયા છે.કારણકે વડોદરા શહેરની ચાર બેઠક પરથી એકેયમાં કોંગ્રેસ જીતી નથી. એ જ રીતે સુરત શહેર કોંગ્રેસની એકેય બેઠક પર કોંગ્રેસ જીતી નથી.

વીએચપી ને આરએસએસ નારાજ છે:ભાજપ હારશે

મિડિયાએ વિશ્વ હિંદુ પરિષદ નારાજ છે, આરએસએસ નારાજ છે, નિષ્ક્રિય છે એવા ગોબેલ્સ પણ ચલાવ્યા પણ હું જ્યાં રહુ છું ત્યાંથી પથરો મારવાના અંતરે આરએસએસની જે શાખા ભરાય છે ત્યાંના એક સ્વયંસેવક રાકેશ શાહની મારા એલિસબ્રીજ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર તરીકે પસંદગી થઈ અને ત્યાં જ શાખામાં આવતા બીજા સ્વયંસેવકની ભાજપ મિડિયા સેલમાં પસંદગી થઈ. એક એક ઉમેદવારનું મૂળ કાઢો તો આરએસએસ કે વીએચપીનું નીકળે , અશોક સિંઘલનું બે બે વખત નામજોગ જાહેરાતમાં મોદીને સમર્થનનું નિવેદન આવે, ધર્મેન્દ્ર મહારાજની સભાઓ થતી હોય એવામાં માની જ ન શકાય એવુ જૂઠાણુ હતુ કે વીએચપીનું બળ ભાજપને હરાવવા લાગ્યું છે. ચૂંટણીના પરિણામોએ આ જુઠાણુ સાબિત કરી દીધુ છે.(
શું ચૂંટણી દરમિયાન વીએચપીના નામે મોદી વિરોધી પ્રવૃત્તિ કરનાર પ્રવીણ તોગડિયાને જરા પણ ભાન હતું કે કોંગ્રેસ સત્તા પર આવી હોત તો ખ્રિસ્તિ મિશનરીઓની પ્રવૃત્તિ કેવી વધી હોત? શક્ય હતુ કે કોંગ્રેસ શંકાસ્પદ રીતે પોતાની સેફેસ્ટ વીનીંગ આદિવાસી સીટ વ્યારા પર જે રીતે શંકાસ્પદ રીતે પાછલી બે ટર્મથી અચાનક જ ખ્રિસ્તીને ટિકીટ આપે છે એ જોતા એ ભાઈ ગુજરાતના શિક્ષણ કે આરોગ્ય કે આદિવાસી વિકાસ મંત્રી પણ બન્યા હોત. તોગડિયાએ સાધુઓએ વિચાર્યુ હતુ કે શી પરિસ્થિતિ થઈ હોત? તોગડિયાને આ ચૂંટણીમાં તેમના ટેલિફોનીક રોલ માટે (ટેલિફોન પર અસંતુષ્ટોને દોરવણી આપતા હતા). ગુજરાત માફ નહી કરે.)

ઉમા ભારતીના ઉમેદવારોથી ભાજપ હારશે

પેલા ચૈતન્ય શંભુ મહારાજ કે જે શંકરસિંહની રાજપામાંથી ઉભા રહીને ગાંધીનગરની લોકસભાની ચૂંટણી હાર્યા હતા એ ઉમા ભારતી જેવી વજૂદ ગુમાવી બેઠેલી વ્યક્તિના પક્ષના ગુજરાત પ્રમુખ બન્યા છે. આ પક્ષે એમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ચૈતન્ય શંભુ મહારાજ એમ કહેતા હતા કે ચૂંટણી પછી તેમનો પક્ષ વિધાનસભામાં ભાજપને એ શરતે ટેકો આપશે કે મોદી મુખ્યમંત્રી ન હોવા જોઈએ. મિડિયાએ આ નિવેદનને બહુ વજૂદ આપ્યુ.હવે આ ચૈતન્ય શંભુ મહારાજનો એક પણ ઉમેદવાર જીત્યો નથી. મોટાભાગનાઓએ(કદાચ બધાએ) ડિપોઝીટ ગુમાવી છે. આ મહારાજ અને એમના નિવેદનો એમની પત્રકાર પરિષદોને ત્રણ ત્રણ કોલમોનું મહત્વ આપનાર ગુજરાતના મહાન રાજકીય પત્રકારોનું હવે પરિણામો પછી ભેગા થઈને ભજનમંડળી ચલાવે.

સાધુઓ નારાજ છે, ભાજપ હારશે

અને પેલા સૌરાષ્ટ્રના ગઢડાના એસપી સ્વામી નામના જૂના સ્વામિનારાયણ મંદિરના સંત કે જેમનો મિડિયા કેમેરા લઈને ઈન્ટર્વ્યુ લેવા દોડી જતુ હતુ એમના ગઢડામાં જ ભાજપ જીતી ગયું છે. ભાજપે અહીં કોંગ્રેસ પાસેથી સીટીંગ સીટ આંચકી લીધી છે. આ એસપી સ્વામી મોદીની ભાવનગરની જાહેરસભામાં જઈને તોફાન મચાવવાના હતા એ પહેલા પોલીસે ધરપકડ કરી હતી અને આ એસપી સ્વામીએ સોમનાથથી વાપી સુધીની સાધુઓની બસો ગાડીઓની યાત્રા કાઢી હતી કે જેના રૂટ પર દરેક વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવારને આશિર્વાદ આપવામાં આવતો હતો અને ભાજપને હરાવવાનું લોકોને આહવાન કરવામાં આવતુ હતુ. પણ જરા પરિણામ તો જુઓ? સોમનાથમાં ય ભાજપ જીત્યું, વાપીમાં ય ભાજપ જીત્યું અને એસપી સ્વામીએ ખરેખરતો ઘરની ચિંતા કરવા જેવી હતી કારણકે ગઢડામાં ય ભાજપ જીત્યું. આ સાધુ યાત્રામાં વડતાલ સ્વામિનારાયણના મુખ્ય સ્વામી પણ જોડાયા હતા અને જરા જુઓ મહેમદાવાદની સીટ પર પણ ભાજપ જીત્યું છે. આ બધાથી મોદીને ભય છે ને ભાજપ હારશે એવુ રીપીટેડલી રીપીટેડલી જુઠ જુઠ જુઠ કહેનારા રાજકિય પત્રકારોને પ્રજાએ તમાચો માર્યો છે.

પરિણામોની સવારે પણ મિડિયા જાત બતાવતુ હતુ અને પરિણામો પછી પણ બતાવે છે …

એનડીટીવી, આઈબીએન સેવન, આજતક તો ચૂંટણી પરિણામોની સવારે કોંગ્રેસ હાઉસ પહોંચી ગયા હતા અને શરૂઆતમાં જ્યારે ભાજપને મધ્ય ગુજરાતમાં માર પડવાનો શરૂ થયો ત્યારે ભરતસિંહ સોલંકીને લાઈવ ટેલિકાસ્ટમાં પૂછવા લાગ્યા હતા કે શું આપ મુખ્યમંત્રી બનવાની રેસમાં છો?ભરતસિંહ પણ મલકાતા હતા કે ના હું તો માત્ર પક્ષનો સોલ્જર છું. આ પછી આઈબીએન સેવનના પત્રકારે કયું કે તાજા સમાચાર એ છે કે મોદીની જુઠ્ઠા વિકાસની વાતો જુઠ્ઠી પુરવાર થઈ છે અને સાંપ્રદાયિકતાનું ઝેર ઘોલવાની ચાલ પણ નિષ્ફળ ગઈ છે. મોદી કદાચ ફરીથી સત્તા પર નહીં આવે. આ પછી આઈબીએન સેવને ભાજપ કાર્યાલય બહાર હરિન પાઠકને પૂછ્યું કે શું આપ મધ્ય ગુજરાતમાં પડેલા પ્રારંભિક ફટકાથી જ હવે હાર સ્વીકારવા તૈયાર છો? જવાબમાં હરિન પાઠકે કહ્યું કે અરે ભઈ હું હમણા બીજી ચેનલ પર ભાજપ ૯૦ સીટો પર આગળ છે ને કોંગ્રેસ ૫૫ પર એવું જોઈને આવ્યો છું. કલ્લાક રાહ જુવો અમે જ જીતીશું. એટલે આઈબીએન સેવને કહ્યું કે ના ના અમારી પાસે રૂઝાન છે એ પ્રમાણે તમે હારી રહ્યા છો….પછી વાત સ્ટુડિયોમાં આવી જ્યાં આ ચેનલના એન્કરે કહ્યું કે ભાજપ હાર સ્વીકારવા તૈયાર નથી. પેલા રાજનીતીક દાઢીધારી વિશ્લેષકે કહ્યું કે હું અત્યારે મોદીની બાજુમાં બેસીને પરિણામો જોઈ રહ્યો હોત તો ચોક્કસ ટેન્શનમાં હોત, બાજી સરકી રહી છે….

મજાની વાત એ છે કે હરિન પાઠક અને બીજા ગુજરાતીઓ ઈ ટીવી જોતા હતા જેમાં સ્પષ્ટ રીતે ભાજપ આગળ દેખાતુ હતુ જ્યારે આઈબીએન સેવન અને આજતક ભરતસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનવાના ખ્વાબ દેખાડતા હતા અને લોકોને મીસઈન્ફર્મેશન આપતા હતા. બદમાશો પરિણામના દિવસે પણ જૂઠ બતાવતા હતા અને પરિણામ પછી પણ ગોધરા ગોધર ને મોત કા સોદાગરની ચર્ચાઓ કર્યા કરે છે.

બદમાશ મિડિયા પણ ચતુર પ્રજા

મિડિયાએ સમજવુ જોઈતુ હતુ કે એને જે ક્લાસ માટે એડવર્ટાઈઝ મળે છે(કે જેનાથી મિડિયા ચાલે છે અને રાજદીપ સરદેસાઈ, વિનોદ દુવા વગેરેને પગાર મળે છે), મિડિયાનો જે કસ્ટમર ક્લાસ છે એ બધો મીડલ ક્લાસ, રીચ ક્લાસ, યંગ ક્લાસ, શહેરી અને સેમી અર્બન ક્લાસ છે જે મોદીને ચાહે છે. તેથી મિડિયાએ મોદી તરફી બનવા જેવુ હતુ પણ મિડિયા ઉંધુ જ ફાટ્યુ અને આજે કોંગ્રેસ ગણતરીના આદિવાસી, ગ્રામ્ય અને મુસ્લિમ વિસ્તારોમાં જીતી છે ત્યારે મિડિયાનું રેલેવન્સ હવે આ લોકોમાં રહ્યું છે.

મિડિયાના મોદી હારશે એવા ભય પ્રચારથી ઉલટો મોદીને લાભ એ રીતે થયો કે વધુ ને વધુ લોકો મોદી કદાચ હારશે ભઈ ચલો વોટ આપવા જઈએ અને જીતાડીએ એમ વિચારીને મત આપવા નીકળ્યા અને લાઈનો લગાવીને મતો આપ્યા. જે વિસ્તાર પાટીદાર પ્રભુત્વવાળો હોય ત્યાં લોકો મતો આપવા નીકળ્યા કે કદાચ પાટીદારો મોદી સામે મતદાન કરે તો ? ચાલો આપણે મોદીને બચાવવા મતદાન કરવા નીકળીએ ને બધુ સરભર કરીએ. મિડિયાના અને મોદી વિરોધીઓના અપપ્રચારની આ અસર થઈ.

હું થોડા વખત પહેલા લખી ગયો હતો કે પત્રકારો સારા પત્રકાર બનશે એવી આશા છોડી દો. વાંચકો તમે જ સારા વાંચક બનો. ચતુર વાંચક બનો. અને ૨૩ ડિસેમ્બરે આવેલા ચૂંટણી પરિણામો કહે છે કે તમે ગુજરાતીઓ સારા વાંચક ૨૦૦૨માં ય હતા, ૨૦૦૭માં ય છો અને હરહંમેશ રહેશો. જય ગુજરાત.


હાર જીત ઉડતી નજરે

23-12-2007

શંશંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના મેઘરજમાં જીત્યા છે. એવી સ્ટ્રોંગ વાત હતી કે નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વચ્ચે એ બાબતે સમધાન થયેલુ હતુ કે મહેન્દ્રસિંહ આ બેઠક જીતે. આના માટે જ સામે નબળા સીટીંગ મહિલા ધારાસભ્યને સખત એન્ટી ઈન્કમ્બન્સી છતા ઉભા રખાયા હતા.

-ચૂંટણીના સૌથી પૈસાદાર ૨૨૧ કરોડની સંપત્તિ ધરાવનાર ઉમેદવાર, કેલિફોર્નિયાના હોટેલ માલિક એનઆરઆઈ સીકે પટેલ હિંમતનગરથી ચૂંટણી હારી ગયા છે. સીકે પટેલ માણસ સારા પણ પક્ષ ખોટો પસંદ કર્યો. ઉત્તર ગુજરાતના શહેરી વિસ્તારમાં મોદીત્વના વાવાઝોડામાં આ સારો ઉમેદવાર હારી ગયો.

-ભીલોડામાંથી ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના બ્લુ આઈડ બોય વિપુલ ચૌધરી ચૂંટણી હારી ગયા છે. વિપુલ ચૂંટણી પહેલા જ થોડા સમય અગાઉ ભાજપમાં જોડાયો હતો અને સોદાબાજીના ભાગ રૂપે તેનું ડેરીના હોદ્દાનું સસ્પેન્શન મોદીએ દૂર કરાવ્યુ હતુ.

-કોંગ્રેસના નરેશ રાવલ મહેસાણામાં હાર્યા છે. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર દ્વારા ઓએનજીસીમાં મલાઈદાર પદે નીમાયેલા રાવલ પોતાનો પરંપરાગત વિજાપુર મતવિસ્તાર બદલીને હારને જીતમાં પલટવા મહેસાણા આવ્યા પણ તેથી મહેસાણાના કોંગ્રેસીઓને વાંધો પડ્યો. નરેશ રાવલ યુક્તા મુખીને અને કુસુમ સિરિયલની હિરોઈનને લઈ આવ્યા ને બહુ પ્રચાર કર્યો ને પૈસો ખર્ચ્યો પણ હાર્યા.

-ભાજપના અનિલ પટેલ પૈસાદાર માણસ, એટલે સમાજને કંઈક આપવા નીકળ્યા હોય એવી તેમની છાપ. અંગ્રેજી બોલી શકે અને ડેલીગેશનમાં શોભે એવા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ અને એજ્યુકેશનીસ્ટ. મહેસાણા બેઠક પર ભાજપની સારી જીત.

-સિદ્ધપુર બેઠક પર ભાજપના જયનારાયણ વ્યાસ જીત્યા છે. ગુજરાતનો પક્ષ કડકડાટ અંગ્રેજીમાં ગુજરાત વિરોધીઓ સામે રાખવા માટે આ માણસ ટીમમાં હોવો જરૂરી છે. બહુ જ સારી જીત.

-સૂગિયા મોઢા વાળા અને એવા જ સ્વભાવ વાળા તથા ભ્રષ્ટાચાર અને અણઆવડતથી પંકાયેલા આનંદી બહેન પટેલ પાટણમાં હારતા હારતા જીતી ગયા. મોદીત્વને કારણે.

-મોદી વિરૂદ્ધ બેફામ બોલનાર ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કે જે આ વખતે ખેરાળુના કોંગ્રેસના ઉમેદવાર હતા તે રમીલાબહેન દેસાઈ હાર્યા છે. મોદીને હાશ થઈ હશે.

-ઉત્તર ગુજરાતના વડગામથી બોલવામા છુટ્ટા અને આખાબોલા ફકીરભાઈ વાઘેલા જીત્યા છે. પાછલી વખતે દસાડામાં હાર્યા હતા. જીત્યા હોત તો મંત્રી હોત. અગાઉ મંત્રી હતા. દલિત નેતા તરીકે જાણીતા છે. હવે ફરી ધારાસભ્ય બનીને પોલીટીક્સમાં પાછા. મંત્રી બનવાની આશા રાખશે. એમના દીકરા બાપાના નામે ટંટો કરતા ભૂતકાળમાં છાપામાં ચમક્યા હતા. બાપે દીકરાઓનો પક્ષ લીધો હતો.

-ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં નરેન્દ્રભાઈએ તેમના નાનપણના મિત્ર ગોવિંદ પ્રજાપતિને ભાજપમાંથી ઉભા રાખ્યા અને ગોવિંદભાઈ જીતી ગયા છે.

– છાપાવાળાઓ જેમની પાછળ પડી ગયા હતા એ ખાડિયાના અશોક ભટ્ટ વધુ માર્જીનથી જીત્યા છે. સામો ઉમેદવાર ચેતન રાવલ એગ્રેસીવલી ચૂંટણી લડતો ન હતો. અશોકભાઈ આ વિજય સાથે એક જ મતવિસ્તારમાંથી સૌથી વધુ વખત એમએલએ બનવાનો રેકોર્ડ તોડી રહ્યા છે એવો એમનો દાવો છે. મોદીની ટીમમાં આ શિયાળ જરૂરી છે.છાપાવાળાઓએ પહેલા તો અશોકભાઈને ટીકીટ જ નહી મળે એમ ચલાવ્યુ હતુ. પછી અશોકભાઈ જીતશે જ નહી એમ ચલાવ્યુ હતુ. એટલી હદે કે અશોક ભટ્ટને ય થાય કે હું હારવાનો છું.

-અમદાવાદના કોટ વિસ્તારમાંથી હિંદુઓ ઓછા થતા જાય છે. એટલે હવે અમદાવાદના જમાલપુર, કાલુપુર પછી શાહપુર પણ કન્ફર્મ મુસ્લિમ સીટ બની ગઈ છે. શાહપુરમાં ભાજપના કૌશિક પટેલ હાર્યા છે. તેઓ મહેસૂલ મંત્રી હતા. કૌશિકભાઈએ કોંગ્રેસના મુસ્લિમ મતો તોડવા જે મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ઉભા રાખ્યા એમને મુસ્લિમોએ મત ન આપ્યા. મુસ્લિમ મતો સજ્જડ રીતે કોંગ્રેસ સાથે જ રહ્યા. ગોધરા મામલે મુસ્લિમોની તરફેણમાં મોદી સામે કેસ લડતા ને સેક્યુલર ચળવળ ચલાવતા મુકુલ સિંહા અહીં અપક્ષ ઉભા હતા એમને પાંચસો વોટ પણ નથી મળ્યા. અહીંથી સોનિયા દે નામનો વ્યંઢળ પણ ઉભો હતો જે કહેતો હતો કે કમલ કો નહી કમલાકો પંજે કો નહીં છક્કેકો વોટ દો એ પણ હાર્યો છે.

-કાલુપુરમાં અમદાવાદના પેજ થ્રી ઉદ્યોગપતિ ગીરીશ દાણી હાર્યા છે. કાલુપુરમાં એક સમયે ભાજપ જીતી શકતુ હતુ પણ પછી હિંદુઓ ઓછા થયા ને કોંગ્રેસની મુસ્લિમ સીટ બની ગઈ. ગિરીશ દાણીએ એલિસબ્રીજ લડવુ હતુ પણ મોદીએ કાલુપુર ઓફર કર્યુ ને દાણીએ સ્વીકાર્યુ.કાલુપુરમાં કોંગ્રેસના મુસ્લિમ મતો તોડવા વચ્ચે બીજા મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા પણ મુસ્લિમોએ સજ્જડ રીતે કોંગ્રેસને જ મત આપ્યા. એક વ્હોરા મુસ્લિમ ઉમેદવાર પણ ગિરીશભાઈએ ઉભો રાખ્યો હતો કે જેથી વ્હોરાઓના ચાર પાંચ હજાર મત કોંગ્રેસને ઓછા મળે પણ વ્યોરાઓના ધર્મગુરૂએ કોંગ્રેસને મત આપવાનું કહેતા આ દાવ પણ સફળ ન થયો અને ગીરીશભાઈ હાર્યા.

-અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક પર મંત્રી બન્યા પછી ખૂબ જ પૈસાદાર થયેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ભાજપમાંથી હાર્યા છે. કોળીઓના ગ્રામીણ મતોએ તેમને ફરીએક વખત મંત્રીમાંથી કશું જ નહીં બનાવી દીધા.

-અમદાવાદ જિલ્લાની વીરમગામ બેઠક પર ભાજપે કાઢી મૂકેલા સુરેન્દ્રનગરના સાંસદ સોમા ગાંડા પટેલનો દીકરો કોંગ્રેસમાંથી ઉભો હતો એ હાર્યો છે. કોળીઓના મત જાણે ખિસ્સામાં હોય એમ આ સોમા ગાંડા પટેલ એન્ડ સન્સ માનતા હતા અને એલફેલ બોલતા ફરતા હતા. જનતાએ પરચો દેખાડ્યો.

-પેલા અમદાવાદના સાબરમતી મતવિસ્તારમાંથી લગાતાર હારતા કોંગ્રેસી નરહરી અમીને આ વખતે મતવિસ્તાર બદલ્યો અને ખેડાના માતરમાં લડ્યા. એમની સામે કોંગ્રેસના અસંતુષ્ટ વ્યક્તિને ભાજપે ટિકીટ આપી અને ભાજપ જીતી ગયુ. ભાજપી ઉમેદવાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો ખાસ માણસ છે.

-સંતરામપુરમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા દિગ્વિજયસિંઘ કે જે ગુજરાતના હિંદુ આતંકવાદ વિશે બોલ્યા હતા એમના જમાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે.

-કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયા હાર્યા છે.

-વડોદરામાં બેસ્ટ બેકરી કાંડની ગવાહ જહીરા શેખને પૈસા આપીને તીસ્તા સેતલવાડના સેક્યુલર કેમ્પમાંથી હિંદુ તરફી કેમ્પમાં લઈ આવવાનુ ઓપરેશન કરનાર મુછછડ ભૈયા ભાજપી મધુ શ્રીવાસ્તવ જીત્યા છે. ઈરફાન પઠાણને ૧૧૧૧૧૧નો ચેક આપીને વિવાદમાં પડનાર ભાજપના ઉપેન્દ્રસિંહ પણ જીત્યા છે.

-પેલા ભાજપના બળવાખોર અને માયાવતીને ગુજરાત લાવનાર બસપામાં જોડાયેલા કેશુ સમર્થક નલિન ભટ્ટ હાર્યા છે.

-ડભોઈ બેઠક પર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ જીત્યા છે.

-ગોધરામાં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ હાર્યા છે.કાલોલમાં તેમનો અપક્ષ પુત્ર હાર્યો છે.

-સૌરાષ્ટ્રની બોટાદ બેઠક પર પાંસઠ કરોડના આસામી, ભાજપના સૌરભ દલાલ જીત્યા છે. એમની સામે પૈસાદાર મજબૂત કોળી ઉમેદવાર પીઠાવાલા હાર્યા છે. સૌરભભાઈ તો મોદી સરકારની ટીમમાં હોવા જ જોઈએ એવા મંત્રી છે કે જેમણે ખોટમાં જતા ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડને નફો કરતુ કર્યુ. મફત વીજળી ખાતા મુસ્લિમ વીજમાફિયાઓ પાસે બિલ ભરાવ્યા અને ગામે ગામ વીજળી આપી. સૌરભભાઈ પાસે એટલા બધા પૈસા છે કે સમાજ પાસેથી લેવા નહી પણ આપવા રાજકારણમા આવ્યા છે. સારી જીત.

-પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા જીતી ગયા છે.

-ધ્રાંગધ્રામાં મોદીના ખાસમખાસ મંત્રી આઈકે જાડેજા ચૂંટણી હારી ગયા છે.

-જામજોધપુરમાં કોંગ્રેસના બ્રિજરાજસિંહ જાડેજા માત્ર સત્તર મતોથી જીતી ગયા છે. લુણાવાડામાં કોંગ્રેસના હીરાભાઈ પટેલ માત્ર ૮૪ મતોથી જીત્યા છે.

-અમરેલીમાં ૨૦૦૨માં પુરૂષોત્તમ રૂપાલાને હરાવનાર યુવાન કોંગ્રેસી પરેશ ધાનાણી ભાજપના દિલીપ સાંઘાણી સામે ચૂંટણી હારી ગયા છે.દિલીપ સાંઘાણીના મંત્રી બનવાના યોગ દેખાઈ રહ્યા છે.

-ટિકીટ ન મળતા ભાજપમાંથી રાજીનામુ આપનાર બે ભૂતપૂર્વ ધારાસભ્યો વઢવાણના ધનરાજ કેલ્લા અને ભાવનગરના સુનીલો ઓઝા હારી ગયા છે.

-કોંગ્રેસના વાત કરવા ગમે એવા એક નેતા શક્તિસિંહ ગોહિલ ભાવનગરમાંથી જીતી ગયા છે.

-લીમખેડામાંથી કોંગ્રેસના એક માત્ર મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબહેન બારિયા જીત્યા છે. ભાજપમાંથી પંદર મહિલાઓ જીતી છે.

-કોઈ પણ પક્ષથી ઉભા રહીને કે અપક્ષ પણ લડીને જીતી શકતા કોંગ્રેસી પાટીદાર આગેવાન વિઠ્ઠલ રાદડિયા જીતી ગયા છે. એમનો દીકરો રાજકોટ-૨ની બેઠક પર કોંગ્રેસમાંથી હારી ગયો છે.અગાઉની ચૂંટણીમાં એમની પત્નીને બીજેથી ઉભી રાખી હતી એ પણ હારી હતી.

-જામનગરના કમિશનરપદેથી રાજીનામુ આપીને ધ્રોલ-જોડિયા બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડનાર બી એચ ઘોડાસરા હાર્યા છે. તેઓ મોરબીની અજંટા ઓરપેટ ઘડિયાળ-કેલ્ક્યુલેટર બનાવનારી કંપનીના માલિકના જમાઈ થાય છે.

-લાઠીમાં ભાજપના સસ્પેન્ડેડ અસંતુષ્ટ, કેશુભાઈ ગ્રુપના બેચર ભાદાણી ખરાબ રીતે હાર્યા છે. તેઓ કોંગ્રેસની સીટ પર ઉભા હતા.

-કેશુભાઈનો ગઢ કહેવાતા એમના જ જૂના મતવિસ્તાર વિસાવદરમાં કેશુભાઈ ગ્રુપે કોંગ્રેસમાંથી લડાવેલો ઉમેદવાર હારી ગયો છે અને ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આ વિસ્તાર લેઉવા પાટીદારોનો સ્ટ્રોંગ વિસ્તાર છે.

-ભાજપના અસંતુષ્ટ કેશુભાઈ ગ્રુપના પાટીદાર બાવકુ ઉઘાડ કોંગ્રેસમાંથી ઉભા રહીને સારા એવા માર્જીનથી જીત્યા છે.

-ભાજપના અસંતુષ્ટ કેશુભાઈ ગ્રુપના પાટીદાર બાલુભાઈ તંતી કોંગ્રેસમાંથી ઉભા રહીને હાર્યા છે.

-મને મત નહી આપો તો આપઘાત કરીશ એમ કહેનાર માંગરોળના કોંગ્રેસી ઉમેદવાર ચંદ્રિકાબહેન ચુડાસમા હાર્યા છે.

-ડાંગની આદિવાસી સીટ પર ભાજપ આશ્ચર્યજનક રીતે સૌપ્રથમ વખત જીત્યુ છે

-સુરતની તમામ સીટો ભાજપ જીત્યુ છે.નરેન્દ્રભાઈ વિરૂદ્ધ રણશિંગુ ફૂંકનાર ગજેરા હાર્યા.કાશીરામ રાણાની આંખોના તારા જેવી સુરત પૂર્વ સીટ પર એમનો કોંગ્રેસી ઉમેદવાર હાર્યો

ગુજરાત વિરોધી ફિલ્મમેકરની શાબ્દિક ટપલાબાજી કરવાની મજા આવી

22-12-2007

વીસ ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યે અમદાવાદમાં મુકુલ સિંહાના જનસંઘર્ષ મંચના કાર્યાલય પર ગુજરાતના એન્કાઉન્ટર પર શુભ્રદીપ ચક્રવર્તી નામના સ્વતંત્ર ફિલ્મ મેકરે બનાવેલી ફિલ્મનું નિદર્શન જેને જોવા માટે અમને પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા. ફિલ્મમાં સોહરાબુદ્દીન, ઈશરત, જાવેદ, સમીર વગેરે જે લોકો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે તેમના પરિવારજનોની વગેરેની મુલાકાતો બતાવવામાં આવી હતી. ફિલ્મ પૂરી થઈ પછી ફિલ્મ બનાવનાર શુભ્રદીપ ચક્રવર્તી પત્રકારો સામે પ્રશ્નોના જવાબ આપવા બેઠા.

મેં સવાલો શરૂ કર્યા. મેં પૂછ્યુ કે શું આ આપની પહેલી ફિલ્મ છે? તો શુભ્રદીપે જવાબ આપ્યો કે ના આ પહેલા એક ફિલ્મ બનાવી હતી. મેં પૂછ્યું એ ફિલ્મ કયા વિષય પર હતી? શુભ્રદીપે કહ્યું કે ગોધરા વિશે હતી જેનું નામ ગોધરા તક હતું. મેં પૂછ્યું કે શું આપને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ જે પણ હોય એવા વિષયો જ ફિલ્મ બનાવવાઅ આકર્ષિત કરે છે? શુભ્રદીપે કહ્યું કે તે કોલેજમાં હતો ત્યારથીજ તેને કોમ્યુનાલીઝમના વિષયમાં રસ પડે છે. જેમ પત્રકારોની એક બીટ હોય છે એમ તે પોતે પણ પત્રકાર છે અને તેની બીટ આવા પ્રકારના વિષય છે.હવે પછીની ફિલ્મ તે કોંગ્રેસની વિરૂદ્ધ જાય એવી દક્ષિણ ભારતમાં બનાવવાનો છે. મેં પૂછ્યું કે આ ફિલ્મો બનાવો છો એની પાછળનું ઈકોનોમીક્સ શું છે? તો શુભ્રદીપે ગોળ ગોળ જવાબ આપ્યો. પછી ધ હિંદુના પત્રકાર વચ્ચે પડ્યા અને કહ્યું કે આ જેપીએ બહુ સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો છે કે તમારુ ફિલ્મ બનાવવા પાછળનું ઈકોનોમીક્સ શું છે તો એનો જવાબ આપોને ? શુભ્રદીપે કહ્યું કે તે આખા ભારતમાં પત્રકારો સમક્ષ સ્ક્રીનીંગ કરશે અને તેથી ડોક્યુમેન્ટરી પ્રસિદ્ધ થયા પછી તેને વેચશે. મેં પૂછ્યું કે પાછલી ફિલ્મ ગોધરા તકની કેટલી સીડી વેચી? શું કિંમતે વેચી? વેચવાથી પાછલી ફિલ્મનો ખર્ચો નીકળ્યો? સ્ક્રીનીંગ માટે આખા ભારતમાં ફરવાનો, આ ફિલ્મ ફિલ્માવવાનો, ખર્ચો ક્યાંથી કાઢો છો? હવે પેલો શુભ્રદીપ બરાબરનો ભરાયો. મારે એ જાણવુ હતુ કે આ પાકિસ્તાનની આઈએસઆઈની ગિલ્લોલ જેવો આ ફિલ્મમેકર કોના ફંડીંગથી ડિઝાઈનર શર્ટ પહેરે છે, મારા કરતા મોંધો મોબાઈલ ફોન રાખે છે ને આવી ફિલ્મો બનાવે છે? પણ બદમાશે જવાબ આપ્યો કે તેણે તેના મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને અને પોતાના પૈસા લગાડીને ગોધરા અને ગુજરાત એન્કાઉન્ટર પર આ ફિલ્મો બનાવી છે. મેં પૂછ્યું કે શું આપ અમદાવાદના કુખ્યાત અબ્દુલ લતીફના એન્કાઉન્ટરને પણ ફેક એટલેકે નકલી એન્કાઉન્ટર માનો છો? તો તેણે કહ્યું કે હા અબ્દુલ લતીફનું એન્કાઉન્ટર પણ નકલી હતું. મેં કહ્યું કે માનો કે નકલી હતુ પણ અનુચિત હતુ? ખોટુ હતુ? તો આ ફિલ્મમેકર કહે કે હા(લો કરો વાત, હવે બાકી શું રહે ? આ તો અબ્દુલ લતીફ પાછળ પણ આંસુ સારે એવો નાલાયક). એક બીજા પત્રકારે પૂછ્યું કે ગુજરાતમાં આવી આવીને જ કેમ ડોક્યુમેન્ટરીઓ બનાવો છો? નંદીગ્રામ પર કોઈ ડોક્યુમેન્ટરી બનાવો ને ? તો આ શુભ્રદીપ ટેન્શનમાં આવી ગયો અને તત ફફ થતો કહે કે નંદીગ્રામ પર પચ્ચીસ ડોક્યુમેન્ટરીઓ બની ગઈ છે એટલે હું એ વિષયમાં નથી પડ્યો. હવે હકીકત એ છે કે નંદીગ્રામનો ઈશ્યુ જ હમણા બન્યો છે તેના પર પચ્ચીસ નહીં પણ એક પણ ડોક્યુમેન્ટરી હજુ બની નથી.

ગુજરાતી ટીવીના કેમેરામેનોએ પછી શુભ્રદીપને સાઈડમાં બોલાવીને કેમેરો ધર્યો અને પૂછ્યું કે તમે કશ્મીરમાં જઈને ત્યાં જે કોમ્યુનાલીઝમ ચાલે છે તેના પર ફિલ્મ કેમ નથી બનાવતા? શુભ્રદીપની જબાન ત ત ફ ફ અ આ … એવી લથડી… ને પછી બોલ્યો કે એ મારા રસનો વિષય નથી.

પત્રકારોએ શુભ્રદીપ ચક્રવર્તીનો જે ઉઘડો લીધો તેના લીધે આ ફિલ્મ સ્ક્રીનીંગ અને પત્રકાર પરિષદ યાદગાર બની ગઈ. અને પેલા શુભ્રદીપ ચક્રવર્તી માટે તો એવી યાદગાર બની હશે કે બિચારાને રાત્રે ઉંઘ નહીં આવે. આમેય પત્રકારોના અણિયાળા પ્રશ્નોથી એ પત્રકાર પરિષદ પછી એવો ગભરાયેલો લાગતો હતો કે મોબાઈલ ફોન પર કોલ આવ્યો હોવાનું નાટક કરીને ફોન કાને ધરી એ બીજા રૂમમાં સરકી ગયો હતો.

હકીકત એ છે કે ગુજરાતીઓ શાંત છે એટલે આવા વાયરસો ઘૂસી જાય છે. આ બદમાશે આખા ભારતમાં ફરીને ગુજરાતમાં બધુ ખોટુ ચાલે છે એવા પ્રચાર કરવા વિડિયો સ્ક્રીનીંગો કરવાનો ધંધો પાછલા ચાર વર્ષથી માંડ્યો છે. એણે તો એમ પણ કહ્યું કે ગોધરા અને એન્કાઉન્ટર વિશેની ફિલ્મો બનાવીને એ અમેરિકાની યુનિવર્સિટીને પણ મોકલે છે. આ વાયરસ મુંબઈમાં હોય અને બાલાસાહેબ ઠાકરે વિરૂદ્ધ, મહારાષ્ટ્ર બદનામ થાય એવો વિડિયો બતાવવાનો હોય તો કયો દાઉદ એને બચાવી શકે? આ બદમાશ કશ્મીરી પંડિતોને બેવતન કરી દેનાર મુસ્લિમ કોમવાદ પર ફિલ્મ બનાવીને કશ્મીરના શ્રીનગરમાં બતાવી તો જુવે? બસ ગુજરાત જડી ગયુ છે આવાઓને કારણકે ગુજરાતીઓ શાંત છે. અને આવાઓને દંડો બતાવવાનું જેનું કામ છે એ વિશ્વ હિંદુ પરિષદ ને બજરંગ દળના આકાઓ રાજનીતિમાં ને પાટીદારવાદ ને મોદી હટાવોમાં પડી ગયા છે.એનુ પણ શું કરવું?ફોટામાં:ફિલ્મમેકર શુભ્રદીપ ચક્રવર્તી


નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સીલની બેઠકમાં નરેન્દ્ર મોદીએ મેદાન માર્યુ

21-12-2007

દિલ્હીમાં તમામ મુખ્યમંત્રીઓ હાજર હોય,વડાપ્રધાન હોય,કેન્દ્રના મંત્રીઓ હોય, દરેક રાજ્યના સંબંધિત મંત્રી અને સેક્રેટરી હાજર હોય એવા હાઈફાઈ સમારંભના બીજા દિવસના નેશનલ અખબારી ન્યુઝ કવરેજમાં નરેન્દ્ર મોદી મેદાન મારી ગયા. દિલ્હીમાં નેશનલ ડેવલપમેન કાઉન્સીલની પરિષદના ન્યુઝ કવરેજમાં ઈન્ડિયન એક્સપ્રેસમાં નરેન્દ્ર મોદીનો ચિદંબરમ સાથેનો ફોટો ફ્રન્ટ પેજ પર આવ્યો, એશિયન એજ વળી નરેન્દ્ર મોદીનો કરૂણાનિધિ સાથેનો ફોટો લઈ આવ્યુ,અન્ય અખબારોમાં નરેન્દ્ર મોદી ઓરિસ્સાના મુખ્યમંત્રી સાથે ઉભા હોય એવો ફોટો છપાયો.અને લગભગ દરેક અખબારોના ફ્રન્ટ પેજ પર મોદી હેડલાઈનમાં હતા. વડાપ્રધાને લઘુમતિઓ માટે પંદર ટકા બજેટ અગ્રીમતા જાહેર કરી હતી એની સામે મોદીએ વિરોધ નોંધાવ્યો હતો એના કારણે મોદીને હેડલાઈનોમાં સ્થાન મળ્યુ હતુ.પાછળથી વડાપ્રધાનના આર્થિક મિશનમેન મોન્ટેકસિંહ આહલુવાલિયાએ ચોખવટ કરવી પડી હતી કે લઘુમતિઓ માટે સ્પેશ્યલ રાશિ નથી પણ લઘુમતિઓ જે જે જિલ્લાઓમાં વધુ પડતી વસ્તી ધરાવતા હોય ત્યાં રાશિ ખર્ચવાને પ્રાધાન્ય રહેશે એવુ મૂળ અમારુ કહેવુ છે.

ખૈર મોદી વર્સીસ મનમોહન વાળી વાત તો બધા અખબારોમાં છપાઈ જ છે એટલે એમાં હું અહીંયા બહુ ઉંડે ઉતરતો નથી પણ મોદીના વક્તવ્યની જે વાતો મિડિયાએ સાઈડલાઈન કરી દીધી છે એટલેકે પ્રકાશિત નથી કરી તે અહીં આપને જણાવુ તો.

મોદીએ કહ્યું કે ભારતે એક ગ્લોબલ લેન્ડમાર્ક સ્ટ્રક્ચર બનાવવુ જોઈએ. વાજપેયીના શાસનમાં જે રીતે દિલ્હીમાં વિશાળ અક્ષરધામ બન્યુ(જે હવે ગીનેસ બુકમાં સ્થાન પામ્યુ છે) અથવા કુઆલાલમ્પુરે જે રીતે પેટ્રોનસ ટાવર બાંધ્યો એ રીતે ભારતે પ્રજામાં હકારાત્મક ઉત્સાહને પ્રેરવા અને વર્લ્ડ સમક્ષ પોતાની શ્રેષ્ઠતા મૂકવા માટે આવુ કોઈ લેન્ડમાર્ક સ્ટ્રક્ચર ઉભુ કરવુ જોઈએ.

મોદીએ એક મહત્વના સુઝાવમાં એમ પણ કહ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દર પાંચ વર્ષે એક સાથે કરવી જોઈએ. વારંવાર ચૂંટણીને કારણે રોજિંદા એડમીનીસ્ટ્રેશનના ભોગે સરકારી ઓફિસરોએ ચૂંટણીનું કામ કરવુ પડે છે જેને કારણે વહીવટમાં અવરોધ આવે છે. શું ચૂંટણીઓ માટે સરકારના ઓફિસરોને કામે લગાડાય છે એના સ્થાને આઈએએસ, આઈપીએસ, આઈએફએસની રાહે ચૂંટણી માટે અલગ કેડર(આઈઈએસ) ન બની શકે ? એવો વિચાર મોદીએ મૂક્યો હતો. મોદીએ કહ્યું કે એક રાજ્યમાં ચૂંટણી હોય એટલે બીજા રાજ્યના ઓફિસરોને ચૂંટણી નિરીક્ષક તરીકે લાવવામાં આવે છે આના કારણે ઓફિસરોને જ્યાંથી લાવવામાં આવ્યા હોય તે રાજ્યના વિકાસની ગતિને નુકસાન થાય છે.

નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સીલની બેઠકમાં સૌ ફોટોગ્રાફરો મોદીની પાછળ પાછળ ફરતા હતા. મોદી જે મુખ્યમંત્રી સાથે હાથ મિલાવે એનો ફોટોગ્રાફરો ફોટો લે. વડાપ્રધાન તેમના હોદ્દાની રૂએ આ પરિષદના સેન્ટરમા રહે એ દેખીતુ જ હતુપણ મોદી તેમની પ્રતિભાથી આ પરિષદના સેન્ટરમાં આવી ગયા હતા.


આરોપીઓના ઘરે મિઠાઈઓ વહેંચાઈ:બહાદુર નિર્ણયો લેતા કડક જજ સોનિયાબહેન ગોકાણીને અગત્યના કેસોમાંથી જજ પદેથી હટાવીને જુનિયરની નીચે બિનમહત્વની જગ્યાએ મૂકી દેવાયા!!

20-12-2007

મદાવાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સોનિયાબેન ગોકાણીની બદલીનો ગુજરાત હાઈકોર્ટે લીધેલો નિર્ણય આરોપીઓ અને ગુનેગારો માટે ખુશીની લહેર જેવો બની રહ્યો છે. ગોધરામાં આ નિર્ણય પછી ગોધરાકાંડના મુસ્લિમ આરોપીઓના સગા-મિત્રોએ મિઠાઈ વહેંચી છે.

સોનિયાબહેન ગોકાણી ૨૦૦૩થી ખાસ પોટા જજ તરીકે અમદાવાદના ભદ્ર કોર્ટમાં કામગીરી સંભાળે છે.પોટાનો કાયદો હવે તો છે નહી પણ જ્યારે આ કાયદો અમલમાં હતો ત્યારે જે લોકોને એ કાયદા અનુસાર પકડ્યા હતા એ બધા આરોપીઓ પર અત્યારે પોટા હેઠળ કેસ ચાલે છે અને આવા કેસના કર્ણધાર હોય છે સોનિયાબહેન ગોકાણી.

સોનિયાબહેનને હું છેલ્લે અમદાવાદ એરપોર્ટ પર મળ્યો હતો.મેં તેમને કહ્યુ હતુ કે પત્રકાર તરીકે ઘણી વખત આપના કેસ કવર કરવા હું કોર્ટમાં આવતો હોઉ છુ અને એમને એમના કડક ફેંસલાઓ માટે અભિનંદન આપ્યા હતા. અમદાવાદની બીજલ જોશી નામની એક છોકરીને પ્રેમમાં ફસાવીને ૩૧મી ડિસેમ્બરે તેના પર દિલ્હીના ગુટખાના બહુ જ પૈસાદાર વ્યાપારીના છોકરાઓએ બળાત્કાર ગુજાર્યો. આ કેસના કરોડો પતિ અને કદાચ તો અબજોપતિ આરોપીઓને સોનિયાબહેને જરા પણ દયા બતાવી નથી. આ ગુટખા કિંગના કુટુંબના કેટલાય સમયથી ધમપછાડા રહ્યા છે કે કઈક કરતા દીકરાઓને છોડાવવા. હરેન પંડ્યા હત્યા કેસમાં પણ સોનિયાબહેન ગોકાણીએ નવ મુસ્લિમોને આજીવન કેદની સજા ફરમાવી, ગોધરામાં કારસેવકોને જીવતા સળગાવી દેનારા આરોપીઓના કેસ સોનિયાબહેનના તાબામાં છે, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સોનિયાબહેન અંતર્ગત ચાલે છે જેમાં ઉદેપુરના બહાદુર-લોકપ્રિય પોલીસ ઓફિસર એમએન દિનેશ તથા ગુજરાતી પોલીસ ઓફિસર એનકે અમીનને જામીન આપવામાં આવ્યા છે, અક્ષરધામ કેસમાં સોનિયાબહેને ત્રણ ગુનેગારોને ફાંસીની સજા આપી હતી…સોનિયાબહેનને અગત્યના કેસોમાં બહાદુર ચુકાદા બદલ ઝેડ કેટેગરીની સુરક્ષા અને કારને પોલીસનું પાયલોટીંગ-એસ્કોર્ટીંગ આપવામાં આવ્યુ છે.

આવા સોનિયાબહેન ગોકાણીની હમણા જ્યારે અચાનક જ હાઈકોર્ટના રિક્રુમેન્ટ રજિસ્ટ્રાર તરીકે બદલી કરી દેવાઈ ત્યારે સૌથી પહેલો જશ્ન કોર્ટ કમ્પાઉન્ડમાં જ મુસ્લિમ એડવોકેટો એક બીજાને હસીને તાલીઓ આપીને મનાવતા હતા.

હાઈકોર્ટે કયા કારણસર આટલા મહત્વના કેસો સંભાળતા, પ્રોએક્ટિવ, કડક જજ સોનિયા ગોકાણીની સાવ બિનઅગત્યની જગ્યાએ બદલી કરી નાખી એના કારણ આપ સમજી શકતા હશો. સૌથી ગંભીર બાબત તો એ છે કે સોનિયાબહેન ગોકાણીને હાઈકોર્ટના જે રજિસ્ટ્રાર હેઠળની જગ્યાએ મૂકવામાં આવ્યા છે તે રજિસ્ટ્રાર જે.એ.ઉપાધ્યાય તેમનાથી જુનિયર છે.

પહેલા પ્રોએક્ટીવ કામગીરી કરતા પોલીસ ઓફિસરોને સોરાબુદ્દીન કેસના મામલે જેલ અને સસ્પેન્શન, પછી બહાદુર જજની સજાની હોય એવી પદવી પર બદલી.ગુજરાતમાં આ બધુ અમંગળ ચાલી રહ્યું છે.

સુરતના પત્રકારોને ત્રણ ત્રણ લાખ વહેંચાયા:અમદાવાદ-ગાંધીનગરવાળાઓને કેટલા એની મારી પાસે માહિતી નથી આવી

19-12-2007

પણે હંમેશા ગુજરાત બહારના અને અંગ્રેજી મિડિયાને મોદી વિરોધી ગણીએ છીએ પણ ૨૦૦૭ના ડિસેમ્બરની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના મોટાભાગના પોલીટીકલ પત્રકારોએ મોદી વિરોધી અને ભાજપ વિરોધી લખાણનું અભિયાન ચલાવ્યુ એ લોકોના ધ્યાન બહાર ગયુ નથી.એક તરફ કલકત્તાના ટેલિગ્રાફ અને દિલ્હીના હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટરોએ મધ્ય ગુજરાતના બોરસદ સહિતના કોંગ્રેસે ગઢોની મુલાકાત લઈને લોકો મોદીના ભરપૂર વખાણ કરે છે અને તેમને ચાહે છે એવુ રિપોર્ટીંગ કર્યુ, એનડીટીવીના પ્રણોય રોયે તેમના કાર્યક્રમમાં કહ્યું કે ચૂંટણી ટાણે તેમણે સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતાની મુલાકાત લીધી અને તેમને જ્યાં જુઓ ત્યાં મોદી મોદી મોદી મોદી મોદી મોદી મોદી દેખાયું(પ્રનોય આટલી વાર મોદી બોલ્યો હતો)કોંગ્રેસનું નામોનિશાન ન દેખાયુ તો બીજી બાજુ ગુજરાતી રાજકિય પત્રકારોના એજન્ડાને કારણે જેનો કોઈ ભાવ ન પૂછતુ હોય એવી પતી ગયેલી કોંગ્રેસ માત્ર અખબારોમાં દેખાતી હતી. જે કેશુભાઈ કે સુરેશ મહેતાની કોઈ છીકણી સૂંઘતુ નથી એમને એવુ તો મહત્વ અપાયું કે તેમણે તેમની રાજકીય કાર્કિર્દીમાં કંઈ બહુ મોટુ કરી બતાવ્યુ હોય ને હજુ કરી બતાવવાના હોય.

જેપીને અંદેશો તો હતો જ કે કારણ આર્થિક હશે. અને આ અંદેશો હમણા સાચો પણ પડ્યો છે. હવે વાત સુરતથી આવી છે કે ગજેરા-કેશુભાઈ-ઝડફિયાના આર્થિક ગોડફાધર ડાયમંડકિંગ તરફથી ચૂંટણી પહેલા સુરતના પત્રકારોને ત્રણ ત્રણ લાખ વહેંચ્યા છે. આ વાત કન્ફર્મ છે કારણકે જેને પૈસા મળ્યા છે એ પત્રકારના ઘરના મેમ્બરો પાસેથી વાત આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના પોલીટીકલ રિપોર્ટરોને તો એન્ટી મોદી ડ્યૂટી બજાવવાના આનાથી પણ વધુ રૂપિયા મળ્યા હશે. ચોક્કસ માહિતીના અભાવે હું આમ ‘હશે’ લખું છું. ચૂંટણી પછી વધુ શિરપાવ મેળવવાની આશામાં આ પત્રકારો એન્ટી મોદી કેમ્પના લીડરોને વધુને વધુ ફોનો જોડે છે, વાતો કઢાવે છે અને તેમના નામ સાથે છપાવી બતાવે છે.

હું પણ પત્રકાર છું એટલે પોતાની ફિલ્ડના માણસો વિશે આવુ લખતા સારુ નથી લાગતુ પણ જે હકીકત છે એ તો છે છે અને છે જ. આજે સારો વાંચક એ નથી કે જે ઘણુ બધુ વાંચી જાય. પણ સારો વાંચક એ છે કે જે બધુ વાંચવા દરમિયાન એમાં શું પૈસા લઈને લખાયુ હશે, શું અંગત ગમા-અણગમા-લાભ-ગેરલાભ-નફા-નુકસાનથી લખાયુ હશે, શું લખનાર દ્વારા પોતાનો એજન્ડા સેટ કરવા લખાયુ હશે એનો ભેદ પારખી શકે. પત્રકારો તમારી આશા મુજબનુ લખે એની આશા છોડી દો, તમે સારા વાંચક બનો. સારા વાંચક એટલે શું એ હું કહી ગયો છુ.ત્રેવીસમીએ જાહેર થનારા ચૂંટણી પરિણામોમાં એ જણાઈ પણ આવશે કે તમે આ ચૂંટણી દરમિયાન સારા વાંચક હતા કે નહીં.


પત્રકારો અને સ્વામીઓ:શંકાવાળા અને શ્રદ્ધાવાળા

18-12-2007

મદાવાદથી ગાંધીનગર જવાનો ચાંદખેડાવાળો રસ્તો વાહનોથી છલોછલ હતો. સામાન્ય રીતે આ રોડ પર આટલો બધો ટ્રાફીક હોતો નથી પણ આજે હદ બહારનો ટ્રાફીક જામ હતો. એનું કારણે એ કે આ રસ્તા પરથી એક જ સમયે અઢી લાખ લોકો પોતાના વાહનોમાં પસાર થવાના હતા જેમાના મોટાભાગના વાહનો બસ પ્રકારના હતા.

દર અસલ બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા એટલેકે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખસ્વામી મહારાજનો આજે ૮૭મો જન્મદિવસ હતો વત્તા બીએપીએસનું સો મું વર્ષ પૂરૂ થયુ એનો શતાબ્દી સમારંભ ઉજવાવાનો હતો.એટલે તેમાં ભાગ લેવા માટે ગુજરાત, ભારત અને વિદેશોમાંથી એક સાથે સૌ ભક્તો ઉમટી પડ્યા હતા. અમદાવાદમાં શતાબ્દિ મહોત્સવને કારણે હોટેલો ફુલ છે કારણકે સાત હજાર એનઆરઆઈ હરિભક્તો અમદાવાદમાં છે અને બધાને રહેવા માટે ઘરો-ફ્લેટોની સગવડ થઈ શકી નથી. અમદાવાદમાં અઢાર ડિસેમ્બરથી બે ત્રણ દિવસ સુધી અમેરિકા, લંડન, દિલ્હી, મુંબઈ જવાની ફ્લાઈટો પણ બુક છે અને મોટાભાગના ઠેકાણે જતી ટ્રેનો પણ બુક છે કારણકે શતાબ્દી મહોત્સવ પૂરો થતા જ આઊટબાઊન્ડ ટ્રાફીક જોરમાં છે.શતાબ્દી સમારંભ માટે ચાંદખેડાની જમીન પસંદ થઈ અને સ્થાનિકોએ ૩૦૦ એકર જગ્યા વાપરવા માટે આપી દીધી. આ જગ્યામાં ઉભા અને આડા મંજૂર થયેલા ટાઉન પ્લાનીંગ સ્કીમના રસ્તા કે જે બન્યા ન હતા તે પાક્કે પાક્કા સ્વામિનારાયણવાળાઓએ જ બંધાવી દીધા. વિશાળ સ્વામિનારાયણ નગર ઉભુ કરવામાં આવ્યુ જેમાં સાડા ત્રણસો ફૂટ લાંબા ડેકોરેટિવ સ્ટેજ પર મધ્યમાં ઉંચે સાયરનવાળા ગાડીઓના કોન્વોયમાં આવેલા પ્રમુખસ્વામી મહારાજ બિરાજે. અને તેમની સામે સ્ટેજ પર જાત જાતના કાર્યક્રમ રજૂ થાય. સ્ટેજની સામે પહેલા દિવસે એંશી હજાર તો આજે છેલ્લા દિવસે અઢી લાખ જેટલુ ઓડિયન્સ હતુ.

આજે પ્રમુખસ્વામીની વર્ષગાંઠના દિવસે સાંજે પત્રકાર પરિષદ હતી જેમાં પત્રકારોએ ગીનેસ બુક ઓફ રેકોર્ડસના માઈકલ વ્હીટી સાથે મુલાકાત કરાવવામાં આવી. માઈકલે જાહેર કર્યું કે તેઓ ૨૦૦૯ની ગીનેસ બુકમાં બે રંગીન પાનામાં દિલ્હીના અક્ષરધામને સૌથી મોટા હિંદુ મંદિર તરીકે અને પ્રમુખસ્વામીને ૭૧૩ મંદિરો બંધાવનાર માણસ તરીકે સ્થાન આપશે. માઈકલે કહ્યું કે તે પ્રમુખસ્વામીને મળ્યો અને કહ્યું કે આ બધા મંદિરો પાછળ પ્રેરણા આપનાર તરીકે આપનુ નામ લેવાય છે તો પ્રમુખસ્વામીએ જવાબ આપ્યો કે પ્રેરણા આપનાર ઈશ્વર છે.

ચબરાક પત્રકારોએ વ્હીટીને પૂછી લીધુ કે શું અંગકોરવાટ સૌથી મોટુ હિંદુ મંદિર નહીં? વ્હીટીએ કહ્યું એ મંદિર વપરાશમાં નથી.બીજો પ્રશ્ન કે શું ત્રિવેન્દ્રમનું મંદિર મોટુ નહીં તો વ્હીટીએ કહ્યું કે અમે મંદિરના મુખ્ય બાંધકામની સાઈઝ ધ્યાનમાં લીધી છે, શું ગીનેસ બુકમાં રેકોર્ડ માટે પૈસા લેવામાં આવ્યા છે? શું આવો રેકોર્ડ પૈસાથી શક્ય છે? આ પ્રશ્ન પૂછાતા જ વ્હીટીની સાથે બેઠેલા બીએપીએસના સજ્જને ઉભા થઈને પત્રકાર પરિષદ પૂરી જાહેર કરી. વ્હીટીને પછી પત્રકારોને મળવા દેવાયા નહી, પ્રશ્ન ન પૂછવા દીધા, વાત પણ ન કરવા દીધી અને ઝડપથી વીઆઈપીના શામિયાણામાં લઈ જવાયા જ્યાંપત્રકારોને પ્રવેશ આપવામાં આવ્યો નહી. બહુ રીક્વેસ્ટ પછી ફોટોગ્રાફરોને જ પ્રવેશ અપાયો અને ત્યારે ય મારા સાથી ફોટોગ્રાફર એક સ્વામી સ્વયંસેવકને જે કહેતા હતા એ સાંભળી ગયા કે ધ્યાન રાખજે આ લોકો કશું પૂછે નહીં. પત્રકારોને કહેવાયુ હતુ કે વ્હીટીને સ્ટેજ પર બેસાડવાના છે તેથી તેમને મોડુ થાય છે પણ વ્હીટી તો હકીકતમાં સ્ટેજ પર બે કલાક પછી આવ્યા હતા.

એક ગુજરાતીનો ફોટો ગીનેસ બુકમાં હશે, એક ગુજરાતી દ્વારા બનાવેલા મંદિરનો ફોટો અને રેકોર્ડ ગીનેસ બુકમાં હશે એ વાત ગૌરવ લેવા જેવી છે. પત્રકારોને માઈકલ વ્હીટી સાથે મુલાકાત કરાવી એ પણ સારી વાત થઈ પણ ચાહે એટલા વેધક પ્રશ્નો પૂછવા દીધા હોત, બધી શંકાઓ સોલ્વ થવા દીધી હોત તો બહુ જ સારુ થાત.મારા એક સાથી પત્રકારનો આ કન્સર્ન હતો જે એણે મને કહ્યો. મેં એને કહ્યું કે આપણુ પત્રકારોનું કામ શંકા પર ચાલે છે અને આ ધર્મવાળાઓનું કામ શ્રદ્ધા પર ચાલે છે. આ શંકાના નહી શ્રદ્ધાના જ્યુરીડીક્શનવાળી પ્રેસ કોન્ફરન્સ હતી ભાઈ. ટેક ઈટ ઈઝી.

ખેર, પત્રકાર પરિષદ પછીના સમારંભમાં ભાજપના જંબુસરના ધારાસભ્ય છત્રસિંહ મોરી, ભાવનગરના કોંગ્રેસી ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ, જમણેરી પત્રિકા પાંચજન્યના દિલ્હી સ્થિત તંત્રી તરૂણ વિજય, મુંબઈથી આવેલા પત્રકાર કાંતિ ભટ્ટ મળ્યા. વિશાળ જનમેદનીએ જ્યારે હાથમાં દિવા લઈને આરતી કરી ત્યારનું માહોલ ઈમ્પ્રેસીવ હતુ.બીએપીએસમાં કુલ ૭૮૭ સાધુઓ છે.બીએપીએસ પાસે જબ્બર પૈસો અને બે લાખનું ક્રાઉડ ભેગુ કરી શકવા જેટલો જનાધાર છે. પ્રમુખસ્વામીને ૮૭ થયા. ૧૯૯૮માં તેમણે હદયની બાયપાસ સર્જરી કરાવી હતી. આ સિવાય તેમને બીજી કોઈ ખાસ શારીરિક બિમારી નથી પણ વૃદ્ધત્વની અસર ખરી. તેમના પછી કોણ એ પ્રશ્ન પત્રકારો સામાન્ય રીતે પૂછતા નથી કારણકે બીએપીએસ વાળાઓને આ પ્રશ્ન ગમતો નથી.કદાચ ‘પછી કોણ’ પ્રશ્નમાં સાંભળનારને ‘પછી શુ’ં સંભળાતુ હોય છે માટે.

મતદાનના દિવસે, નરેન્દ્ર મોદી …

17-12-2007

તદાનના દિવસે નરેન્દ્ર મોદીનો વટ જોતા જ બનતો હતો. સવારે રાણીપમાં વોટ આપવા નીકળ્યા તો આખા વિસ્તારને ખબર પડી ગઈ હતી કે મોદી નવચેતન સ્કૂલમાં વોટીંગ કરવા આવવાના છે એટલે ધાબાઓ પર, રસ્તાઓ પર લોકોના ટોળેટોળા મોદીને જોવા ભેગા થઈ ગયા હતા. છેવટે પોતાની સ્ટાઈલમાં સ્કોર્પિયો કારમાં ડ્રાઈવરની બાજુમાં બેસીને મોદી કોન્વોય સાથે મત આપવા આવ્યા અને મિડિયાના કેમેરાઓથી ઘેરાઈ ગયા. ચારે તરફથી લોકોની ચિચિયારીઓ સાથે મોદીએ કારના દરવાજે ઉભા રહીને મિડિયાને કહ્યું કે આ વખતે ચૂંટણી લોકો લડી રહ્યા છે, અમે ઐતિહાસિક જીત મેળવીશું.

આ પછી નરેન્દ્ર મોદી તેમના ઉમેદવારી પત્રમાં દર્શાવેલ રાણીપના સોમેશ્વર ટેનામેન્ટના ઘરે પહોંચ્યા. આ ઘર તેમના ભાઈ સોમાભાઈનું છે. છેલ્લે મોદી અહીં ૨૦૦૨માં આવ્યા હતા. થોડો સમય અહીં ગુજારીને મોદી ખાનપુરના ભાજપ કાર્યાલય અને ત્યાંથી બહેરામપુર તરફ આવેલા આરએસએસના ગુજરાત હેડક્વર્ટર હેડગેવાર ભવન પહોંચ્યા.અહીંથી મોદી મણિનગર પહોંચ્યા.

મોદી જે રાણીપમાં હતા તેનાથી તદ્દન જુદા મણિનગરમાં હતા. અહીં પોતે ઉમેદવાર હોવાથી સરકારી સ્કોર્પિયોના બદલે સફેદ હોન્ડા સીટીમાં મોદી બેસી ગયા. પાછળની સીટ પર મણિનગરના પૂર્વ ધારાસભ્ય કમલેશ પટેલ અને મોદીના અંગત મદદનીશ તન્મયભાઈ ગોઠવાઈ ગયા. મોદીની ગાડી રસ્તામાં ગમે તે વ્યક્તિ રોકી શકતી હતી અને મોદી સાથે વાત કરી શકતી હતી. મહિલાઓ બાળકોને લઈને મોદી પાસે દોડી જતી હતી અને મોદી સાથે હાથ મિલાવડાવતી હતી.મોદીનો કાફલો સામાન્ય રીતે તો જે રસ્તા પરથી નીકળવાનો હોય એ રસ્તો થોડા સમય પહેલા બંધ કરી દેવામાં આવે, કાફલાની જોડે તો ઠીક આગળ પાછળ પણ વાહનો ન ચાલવા દેવામાં આવે પણ આજે બધુ જુદુ હતુ. મોદીનો કોન્વોય સાયરન વગર મણિનગરની ગલીઓ અને રસ્તાઓ પર ઘડીકમાં આમ વળે તો ઘડીકમાં તેમ વળે.મોદીના કાફલા પાછળ યુવાનોનું ટોળુ પાપારાઝીની માફક બાઈકો લઈને દોડાદોડ કરતુ હતુ. જ્યાં મોદીનો કાફલો ઉભો રહે ત્યાં ટ્રાફીક જામ અને ટોળા થઈ જતા હતા.

જેપી અહીં આ બધુ વર્ણન કેમ કરી રહ્યો છે? અરે ભઈ! ચૂંટણીના બે દિવસ પહેલાથી પ્રચાર બંધ કરી દેવાનો હોય છે અને અહીં મણિનગરમાં બરાબર મતદાનના દિવસે મોદી મસ્ત મજાનો અનઓફિશીયલ રોડ શો કરીને ગયા. યે બાત હે.

મતદાર યાદીમાંથી ગુમ થઈ ગયેલા લાખ મતદારો મત ન આપી શક્યા

16-12-2007

તો છેવટે અમદાવાદમાં ચૂંટણીનો દિવસ આવી જ ગયો. અમદાવાદમાં સવારની ઠંડીના બસ થોડાક જ સમયને બાદ કરતા આખો દિવસ મતદાન કેન્દ્રો પર કતારો જામેલી રહી. આ વખતે જે પ્રકારે ચૂંટણી થઈ એવી ચૂંટણી અગાઉ ક્યારેય મેં જોઈ ન હતી. મતદાન મથકની અંદર વાહન ન લઈ જઈ શકાય. અંદર મોબાઈલ પર વાત કરતા હોવ તો ચકલી ઠોલો આવીને તમને અટકાવી જાય. મતદાનના ઓરડાના દરવાજાની વચ્ચે ઈંટ સાથે બાંધેલી સૂતળી લટકાવી હોય. બારણા પર ઉભેલો બીએસએફનો જવાન કહે ત્યારે જ અંદર જવાનું. બની શકે કે તમારી પાસે મતદાર ઓળખપત્ર હોય પરંતુ અંદર યાદીમાં તમારુ નામ જ ન નીકળે, અરે તમારુ તો ઠીક તમારી આખી સોસાયટી કે ફ્લેટનું જ નામ ન નીકળે એ પણ બને તો તમે વોટ ન આપી શકો. માનો કે તમારી પાસે ચૂંટણીનું ઓળખપત્ર છે પણ ખોવાઈ ગયું છે તો તમે એના વિકલ્પે બીજી કોઈ ઓળખ ન બતાવી શકો. આવા મામલે આજે ચૂંટણીની ફરજ બજાવનારા દરેક ઓફિસરને મતદારો સાથે જીભાજોડી થયા કરે અને મતદાન માટેની કતારો ધીમી ધીમી આગળ વધે.

જેપી આજે મતદાનનો ટ્રેન્ડ જોવાના રાઉન્ડમાં હતો ત્યારે ઠેર ઠેર લોકોના નામો મતદાર યાદીમાં હોય જ નહીં એના બખેડા જોયા. કુલ મળીને લાખો લોકો જીહા લાખો લોકો યાદીઓ અને ઓળખકાર્ડ અંગેના જડ નિયમને કારણે મતદાન કરી શક્યા નથી. આવુ મેં અગાઉ એક પણ ચૂંટણીમાં જોયુ નથી. કમ્યુનિકેશનની સુવિધાઓ વધી છે, બજેટ વધ્યુ છે, કમ્પ્યુટરો આવ્યા છે, લોકો વધુ જાગૃત થયા છે, પણ તોય અગાઉ કરતા વધુ છબરડા થયા છે. જે લોકો વોટ આપવા માંગતા હતા પણ યાદીમાંથી નામ ઉડી ગયા હતા એ આજે એટલા ગુસ્સામાં હતા કે ભારતના ચૂંટણી પંચના વડા ગોપાલસ્વામી રસ્તા પર નીકળ્યા હોત તો આ લોકોએ તેમની બોચી પકડી હોત. ગોપાલસ્વામી તો ઠીક ચૂંટણી તંત્રમાં કોઈ પણ આમને સાંભળવા તૈયાર ન હતુ એટલે લોકો અમારી પત્રકારો આગળ ગુસ્સો પ્રગટ કરતા હતા.

૧૬મી ડિસેમ્બરની બીજા તબક્કાની ચૂંટણીનો રેફરન્સ

15-12-2007

૧૬મી ડિસેમ્બરની બીજા તબક્કાની ચૂંટણીનો રેફરન્સ અહીં પ્રસ્તુત છે. અગાઉ ૧૧ ડિસેમ્બરની ચૂંટણીનો રેફરન્સ આપ્યો હતો એનો આપ વાંચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

કુલ – ૯૫ સીટો પર ચૂંટણી

મતદારો – લગભગ ૩ કરોડ

જિલ્લા – ૧૧ – બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ

ઊત્તર ગુજરાત – ૨૯ બેઠકો , ૧.૩૪ કરોડ પુરૂષો, ૨૭ લાખ મહિલાઓ, ૧.૬૧ કરોડ કુલ મતદારો

મધ્ય ગુજરાત – ૪૩ બેઠકો, ૪૦.૮૭ લાખ પુરૂષો, ૪૦.૩૬ લાખ મહિલાઓ, કુલ ૮૧.૨૩ લાખ મતદારો

ગાંધીનગર – ૪ બેઠકો, ૬.૩૮ લાખ પુરૂષો, ૪ લાખ મહિલાઓ, કુલ મતદારો ૧૦.૩૮ લાખ

અમદાવાદ – ૧૯ બેઠકો, ૨૩.૭૧ લાખ પુરૂષો, ૨૨.૦૪ લાખ મહિલાઓ, કુલ મતદારો ૪૫.૭૫ લાખ

મતદાન મથકો – ૨૦,૫૪૫

મતદાન કેન્દ્રો – ૧૨૫૫૭

કેન્દ્રની અર્ધલશ્કરી ટુકડીઓ – ૫૭૪ કંપની

માઈક્રો ઓબ્ઝર્વરો – ૪૮૩૦

ફરજ પરના રાજ્ય સરકારના કર્મચારીઓ – ૧.૨૩ લાખ

કુલ ઉમેદવારો – ૫૯૯

સૌથી વધુ ઉમેદવારો – રખિયાલ અને ગાંધીનગરમાં ૧૪-૧૪ ઉમેદવાર

સૌથી ઓછા ઉમેદવારો – માતર અને રણધીકપુર મતવિસ્તારોમાં બે-બે ઉમેદવારો

કયા રાજકીય પક્ષ કેટલી બેઠક પર લડી રહ્યા છે? ભાજપ – ૯૫, કોંગ્રેસ – ૯૨, એનસીપી – ૫, બીએસપી – ૮૮, સીપીઆઈએમ – ૪, સીપીઆઈ – ૧ બેઠક

સૌથી વધુ મતદાર – સરખેજ વિધાનસભામાં – ૧૦,૨૫,૩૫૬

સૌથી ઓછા મતદાર – કાલુપુર વિધાનસભામાં – ૬૪,૫૮૮

-બીજા તબક્કાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારની સંખ્યા ૩૨ છે. એટલેકે કુલ ઉમેદવારોના માત્ર ૫.૧૭ ટકા.

-બીજા તબક્કાની ચૂટણીમાં સૌથી લાંબા નામ વાળા ઉમેદવાર ગોધરાના બસપાના મુસ્લિમ ઉમેદવાર છે જેમનું બાવીસ અક્ષરનું નામ છે ભાઈ જમાલ હાજી મહંમદ હનીફ મહંમદ અહેમદ મુસા. આ ભાઈનું નામ ઈવીએમ મશીન પર સમાવવા માટે ચૂંટણી પંચે અક્ષરની સાઈઝમાં ખાસ ફેરફાર કરવો પડ્યો છે.


તકેદારીઓ

-ત્રીસ ટકા પોલીંગ બુથ પર વિડિયો કેમેરા ગોઠવવામાં આવશે

-આડુ અવળુ કરી શકે તેવા ચોક્કસ ઉમેદવારોની સવારથી સાંજ સુધી દેખરેખ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કક્ષાના પોલીસવાળા રાખશે

-કોણે કયા કેન્દ્ર પર ફરજ બજાવવાની છે એ મતદાનના આગલા દિવસે જ જણાવાયુ.

-અંધ વ્યક્તિ સિવાય કોઈને મદદગાર વ્યક્તિ મતદાન કુટિર સુધી પહોંચવામાં મદદ નહી કરી શકે. મતદાર અશક્ત હોય, વૃદ્ધ હોય તો પોલીંગ સ્ટાફ મદદ કરશે

-ચૂંટણીના કામમાં જોતરાયેલ કર્મચારી રાજકીય પક્ષના પોલીંગ એજન્ટનું ભોજન/ફૂડ પેકેટ ખાઈ નહીં શકે.

-માઈક્રો ઓબ્ઝર્વર તરીકે આઈ આઈ એમ અમદાવાદના ૪૦ વિદ્યાર્થીઓ પણ ફરજ બજાવશે.

– જેમણે કોઈ પક્ષને મત ન આપવો હોય તેઓ ૧૭ એ ફોર્મ ભરીને તેમાં પોતાનો અભિપ્રાય આપી શકશે.

-અપંગો માટે દરેક બુથ પર રેમ્પની વ્યવસ્થા. અંધ માટે ખાસ મતદાન મશીનો.

-ચૂંટણીમાં વપરાતા ઈલેક્ટ્રોનીક મતદાન મશીનો(ઈવીએમ)ની માઈક્રોચીપ જપાનથી સીલબંધ આવે છે જેમાં કોઈ છેડછાડ થઈ શકતી નથી. ઈવીએમ ૬ વોલ્ટની બેટરી પર ચાલે છે. મતદાન પૂરૂ થતા જ બેટરી કાઢી નાખવામાં આવે છે કે જેથી લીક ન થાય. પછી ગણતરી વખતે બેટરી પાછી નાખવામાં આવે છે અને ચાર્જ કરી લેવાય છે.ઈવીએમ ભારતમાં બેંગલોર અને હૈદરાબાદમાં બને છે તેની મેમરી દસ વર્ષ સુધીની હોય છે અને મહત્તમ ૬૪ ઉમેદવારોને સમાવી શકે છે.

– બીજા તબક્કાના મતદાન માટે એક લાખ લોકો પાસેથી સારી ચાલચલગતની ખાતરીના બોંડ સીઆરપીસી સેક્શન ૧૦૭ અને ૧૧૦ હેઠળ લેવામાં આવ્યા છે.

-મતદાન મથકોમાં મોબાઈલ ફોન પર અને મતદારોની સ્લીપમાં ચૂંટણી પ્રતીક પર પ્રતિબંધ

પહેલા તબક્કાના તમામ ઉમેદવારોનું લીસ્ટ જોવા માટે અહીં ક્લીક કરો

કેટલાક મહત્વના જંગ અને બાબતો:

-અમદાવાદમાં અશોક ભટ્ટ સામે આ વખતે કોંગ્રેસના પરંપરાગત ઉમેદવાર જગત શુક્લને ટિકીટ નથી મળી પણ ગુજરાતી સિરીયલોના અભિનેતા અને કોંગ્રેસી રાષ્ટ્રિય નેતા સ્વ પ્રબોધ રાવલના દીકરા ચેતન રાવલને ટિકીટ મળી છે કે જે બે વખત અન્ય વિસ્તારમાંથી હારી ચૂક્યા છે. અશોકભાઈ સાત વખત આ બેઠક જીતી ચૂક્યા છે અને હવે જીતે તો રાષ્ટ્રિય રેકોર્ડ તોડશે. પોતાના જ પક્ષે સાથીઓ સેબોટેજ કરે એવો અશોક્ભાઈને અને ચેતનને બંનેને ભય છે.ચૂંટણી પંચની ડિલીમીટેશન પ્રોસેસને કારણે આવતા વખતે તો ખાડિયા બેઠક જ નથી રહેવાની.

-શાહપુરની બેઠક પર જીતવા માટે ભાજપના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું છે. પૈસો પુષ્કળ ખર્ચ્યો છે. ગઈ વખતે માત્ર અઢી હજારની સરસાઈથી જીત્યા હતા તેથી આ વખતે હિંદુ મતદારોને બહાર કાઢવાનું કામ સૌથી મોટુ છે. વચ્ચેના ઉમેદવારો કોંગ્રેસના વોટ તોડે એની રાહત છે કારણકે મુકુલ સિહા નામના મુસ્લિમોમાં પેસ ધરાવતા ગોધરા મામલે નાણાવટી પંચના વકીલ ઉભા છે તો સોનિયા દે નામનો વ્યંઢળ પણ ઉભો છે. મુકુલ સિંહાની રેલી સંબોધવા સેક્યુલર મહેશ ભટ્ટ પણ આવ્યા હતા.

-અમદાવાદના કાલુપુરની બેઠક પર અમદાવાદની સૌથી પ્રસિદ્ધ અને સૌથી ક્રીમ પબ્લીકવાળી કર્ણાવતી ક્લબના સર્વેસર્વા ગિરીશ દાણી ઉભા છે. આ મુસ્લિમ બહુમતિવાળી બેઠક છે. ભાજપ હમણાથી ત્યાં નિયમિત હારે છે. દાણીએ ખરેખર તો એલિસબ્રીજની બેઠક માંગી હતી પણ મોદીએ પૂછ્યું કાલુપુર લડવુ છે અને દાણીએ હા પાડી દીધી. મુસ્લિમોના જો પાંચ હજાર વોટ ટોદી શકાય તો દાણી બોર્ડર લાઈન પર જીતી જાય. દાણીએ વહોરા મુસ્લિમોના મતો પર મદાર નાખ્યો પણ વહોરાઓ વોટ કોંગ્રેસને આપવાના છે એ નક્કી થઈ ગયુ છે. દાણી પક્ષે મુસ્લિમોના મતદાન ઓળખપત્રો પાંચસો રૂપિયામાં ખરીદ્યા હોવાની પણ વાત છે. મુખ્ય હરીફ કોંગ્રેસી મુસ્લિમ ઉમેદવારના વોટ તોડવા જે રીતે વચ્ચે પાંચ મુસ્લિમ બીજા ઉમેદવારો ઉભા કર્યા છે એ ગિરીશ દાણીના ફાયદામાં રહેશે.દાણીની જીતવાની શક્યતા ઓછી છે પણ ભઈ આતો દાણી છે.

-સરખેજમાં હોમ મિનિસ્ટર અમિત શાહની જીત નિશ્ચિત છે. અમિત શાહ પ્રધાન બન્યા પછી સખત પૈસો કમાયા છે જે પ્રચારમાં દેખાતુ હતુ.

-મણિનગરમાં નરેન્દ્ર મોદી એક જ દિવસ પ્રચાર માટે આવ્યા પણ તેમની જીત નક્કી છે. દિનશા પટેલ સાઈડકાર પર ફર્યા, પગપાળા ચાલ્યા પણ હાર નક્કી છે. સવાલ એટલો જ છે કે કેટલા મતે? ગયા વખતે પંચોતેર હજારનું માર્જીન હતુ. મોદીનો કેમ્પ કહે છે કે આ વખતે માર્જીન એક લાખનું હશે. નરેન્દ્રભાઈ પ્રવાસમાં હતા ત્યારે તેમના પ્રચારનું કામ હરિન પાઠક, કમલેશ પટેલ વગેરે એ સંભાળ્યુ. હરિન પાઠક માટે તો આ કામ દાદા એટલેકે અડવાણીએ સોંપેલુ હતુ તેથી આપદકર્મ થઈ પડ્યુ હતુ. મોદી ભલે ન હોય પણ મણિનગરમાં દરરોજ સભાઓ થતી હતી, ડૉક્ટર, વકીલ, મરાઠી, બ્રાહ્મણ એવા સંમેલનો થતા હતા જેમાં જમણવાર પણ અચૂક હોય.

-હિંમતનગરથી ગુજરાત ચૂંટણી ૨૦૦૭ના સૌથી પૈસાદાર ૨૨૧ કરોડ રૂપિયાની સંપતિ ધરાવતા એન આર આઈ ગુજરાતી સીકે પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે. સીકે ભલા માણસ છે પણ કોંગ્રેસમાંથી ઉભા છે તેથી શહેરી ભાજપી હિંમતનગરમાંથી જીતે એની શક્યતા ઓછી છે. તેમના હોર્ડેંગ્ઝ પર ફિર ભી દિલ હે હિન્દુસ્તાની અને સી કે પટેલ(યુએસએ) લખેલુ હોય છે. તેમના પ્રચાર માટે એનઆરઆઈ મિત્રો પણ ઉમટ્યા છે. સીકે કેલિફોર્નિયામાં હોટેલો ધરાવે છે.જાહેર ફંક્શનોમાં સફેદ ખાદીના કપડા પહેરે છે.ચૂંટણીમાં ઉભા રહ્યા એ પહેલા કાર પર ગેરકાયદે મંત્રીઓ જેવી લાલ લાઈટ રાખતા હતા. મોદી હંમતનગર પ્રચારમાં આવ્યા હતા ત્યારે બોલ્યા હતા કે ત્રેવીસમીએ રિઝલ્ટ આવશે એટલે આ એન આર આઈ ચોવીસમીએ પહેલી ફ્લાઈટ પકડીને અમેરિકા ભેગા થઈ જશે.

– ખેડાના માતરમાં આ વખતે કોંગ્રેસમાંથી નરહરિ અમીન ઉભા છે. અહીં બે જ ઉમેદવારો છે જેમાના અમીન સામેના ભાજપના ઉમેદવાર દેવસિંહભાઈ કોંગ્રેસી છે અને ભરતસિંહ સોલંકીના ખાસ છે પણ ટિકીટ ન મળતા ભાજપમાંથી ઉભા છે. પોતાને વારંવાર માજી નાયબ મુખ્યમંત્રી કહેતા નરહરિએ મતવિસ્તાર બદલીને માતર પ્રયાણ કર્યું છે. જોઈએ ફરી એક વખત નરહરિના નસીબમાં હાર જ લખી છે કે જીતે છે?

– ગોધરામાં હરેશ ભટ્ટને ભાજપે ટિકીટ ન આપી કારણકે તેમનાથી મતદારો નારાજ હતા. હરેશ ભટ્ટ રહે અમદાવાદમાં ને ધારાસભ્ય ગોધરાના એમાં ય પાછા નિષ્ક્રિય. ટિકીટ ન મળવાથી શરૂઆતમાં નારાજ થયેલા ભટ્ટનો મોદી સાથે પાછો પેચ અપ થઈ ગયો છે તેથી ભાજપના અહીંના બીજા મૂછછડ ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણને મદદ કરી રહ્યા છે. ગોધરાકાંડ પછી ગોધરાની બેઠક એ પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.

-કરજણ બેઠક પર ભાજપમાંથી ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયા ઉભા છે. કનોડિયા સ્ટેજ પર નાચી ગાઈને એક વખત તો અહીં ચૂંટણી જીતી ગયા. બીજી વખત પણ પોતાના ચૂંટાઈને કરેલા કર્યો નથી ગણાવતા પણ નાચે ગાય છે. જોઈએ શું થાય છે.

-ડભોઈ બેઠક પર કોંગ્રેસના સ્વ.મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ કોંગ્રેસમાંથી લડે છે. ગઈ વખતે અહીંથી જ હારી ગયા હતા. પુષ્કળ પૈસાદાર સિદ્ધાર્થ સ્થાનિક એન્ટી ઈન્કમબન્સીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જો કે મોદીત્વ ચાલી ગયુ તો મર્યા એમ જાણે છે. સોનિયાએ તેમના માટે અહીં સભા કરી હતી.

-વડોદરાના વાઘોડિયામાં જહીરા શેખને તિસ્તા સેતલવાડના કેમ્પમાંથી પૈસા આપીને હિંદુ તરફી પક્ષમાં લાવી દેનારા ભાજપી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઉભા છે તો વડોદરા ગ્રામ્યમાં ભાજપમાંથી ઉપેન્દ્રસિંહ ગોહિલ ઉભા છે. ઉપેન્દ્રસિંહને ટિકીટ આપવા માટે સીટીંગ ધારાસભ્ય દિલુભા ચુડાસમાને કાપવામાં આવ્યા. દિલુભા ભાજપની વડોદરા ઓફિસ જઈને બૂમો પાડી આવ્યા. પછી દિલુભા માની ગયા હોવાની વાત છે પણ હમણા તેમણે ભાજપના ઉપેન્દ્રસિંહ સામે પત્રિકા ફરતી કરી છે કે જેમાં ઉપેન્દ્રખાન લખેલુ છે. ઉપેન્દ્રસિહે ઈરફાન પઠાણને વર્લ્ડકપમાં સારા પરફોર્મન્સ બદલ ૧૧૧૧૧૧ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો એનો ફોટો પણ આ પત્રિકામાં છે. શું હિંદુ છોકરા ન હતા તે ઈરફાન પઠાણને પૈસા આપી આવ્યા એવો અ પત્રિકામાં આક્ષેપ છે.

-વડોદરાના સયાજીગંજમાંથી પેલા ભાજપી અસંતુષ્ટ નલિન ભટ્ટ બસપામાંથી ઉમેદવાર છે. નલિન ભટ્ટની કારકિર્દી માટે આ ચૂંટણી મહત્વની છે. પહેલા તેઓ કેશુભાઈ કેમ્પમાં હતા પણ પછી તેમાંથી પણ છૂટા પડીને બસપામાં ગયા. નરેન્દ્ર મોદીએ નલિન ભટ્ટને ભાજપમાંથી તો ક્યારનાય ભૂસી કાઢ્યા હતા.

-સંતરામપુર બેઠક પર કોંગ્રેસમાંથી મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંહ કે જેમણે ચૂંટણી પ્રચારમાં ગુજરાતના હિંદુ આતંકવાદીઓ એવો શબ્દપ્રયોગ કરીને ડબોળ્યુ છે એમના ભત્રીજા પરમાર પ્રમજયાદિત્યસિંહજી કૃષ્ણકુમારસિંહજી ઉભા છે.

-સારસા બેઠક પરથી કોંગ્રેસના ટેકાથી શરદ પવારવાળી એનસીપીના ઉમેદવાર તરીકે ગુજરાતના એનસીપીના પ્રમુખ જયંત બોસ્કી ઉભા છે.

– ભીલોડામાંથી ભાજપી ઉમેદવાર તરીકે વિપુલ ચૌધરી ઉભા છે. વિપુલ ચૌધરી કોંગ્રેસી હતા ત્યારે તેમને ડેરીમાંથી તેમના હોદ્દા પરથી ગુજરાત સરકારે ભ્રષ્ટાચારના આક્ષેપસર ઉતારી મૂક્યા હતા. ભાજપમાં જોડાતા જ ફરી હોદ્દો આપવામાં આવ્યો. એક સમયે શંકરસિંહ વાધેલાના ખાસ ગણાતા અને ચૌધરી સમાજના અગ્રણી વિપુલભાઈ આજકાલ મોદીના માનીતા છે.જો જીતે અને મોદીની સરકાર આવે તો મંત્રી બની શકે છે. ઉત્તર ગુજરાતમાં આંજણા ચૌધરીઓનું સામાજિક અને આર્થિક જોર સારુ છે. અને વિપુલ આ સમાજનો બ્લ્યુ આઈડ બોય છે. તેમના પિતા માનસિંગભાઈ ચૌધરીએ અહીં ડેરીના પાયા નાખેલા જે આજે બહુ મોટી ચીજ બની ગઈ છે.

– ઉત્તર ગુજરાતના જ વડગામમાં ભાજપના દલિત નેતા ફકીરભાઈ વાઘેલા ચૂંટણી લડી રહ્યા છે. બોલવામાં જેમ તેમ ફકીરભાઈ છેલ્લે તેમના પુત્રોએ ગાંધીનગરમાં પરાક્રમ કર્યુ હતુ ત્યારે ચમક્યા હતા. તેઓ ગઈ વખતે સુરેન્દ્રનગરની દસાડાની સીટ હારી ગયા હતા અને પોલીટીકલી સાઈડલાઈન થઈ ગયા હતા હવે આ વખતે વડગામથી ઉભા રાખ્યા છે અને જીતવુ જરૂરી છે એમ માને છે તથા તે માટેના અતિશય પ્રયત્નો કર્યા છે.

-પાલનપુરથી નરેન્દ્ર મોદીના નાનપણના સહવિદ્યાર્થી મિત્ર ગોવિંદ પ્રજાપતિ ભાજપના ઉમેદવાર છે. જોઈએ મોદી વેવમાં તેમના મિત્ર કેવો રંગ રાખે છે.

– પાટણમાં શિક્ષણપ્રધાન આનંદીબહેન પટેલ ભાજપી ઉમેદવાર છે જેમની સામે કોંગ્રેસમાંથી સ્થાનિક કાન્તિભાઈ પટેલ ઉભા છે. આનંદીબહેનના પતિ મફતભાઈ ખુદ પત્ની સામે પ્રચાર કરે છે. એવુ કહેવાય છે કે આનંદીબહેનની નજદીકીથી નાહકના ચર્ચામાં રહેતા નરેન્દ્રભાઈ જ આ વખતે અંદર રહીને તેમને હરાવવાના પ્રયત્નોમાં છે માટે જ આનંદીબહેનને અમદાવાદના સાબરમતીની સલામત બેઠક પરથી લડવુ હતુ તો નરેન્દ્રભાઈએ તે માટે ના પાડી અને પાટણથી જ લડાવાયા.

-સિદ્ધપુર બેઠક પર ટેકનોક્રેટ જયનારાયણ વ્યાસ ભાજપમાંથી લડે છે તો સામે કોંગ્રેસના વિધાનસભા પક્ષના દંડક બળવંતસિંહ લડે છે કે જે સીટીંગ ધારાસભ્ય છે. ગઈ વખતે અહીંથી જ હારેલા જયનારાયણભાઈ જીતી જાય તો સારુ છે કારણકે ગુજરાત સરકારનેં બિનગુજરાતીઓ સામે અંગ્રેજીમાં કડકડાટ બોલીને બચાવ કરનાર ટેકનોક્રેટની જરૂર છે.

-મેઘરજ બેઠક પર શંકરસિંહ વાઘેલાના સુપુત્ર મહેન્દ્રસિંહ ઉભા છે. શંકરસિંહે ચીફ મિનિસ્ટર બનવુ હોય તો ધારાસભ્ય તરીકે ચૂંટાવુ પડે એ માટે કોઈ ધારાસભ્યે બેઠક ખાલી કરવી પડે એ માટે દિકરાને ઉભો રાખ્યો છે. શંકરસિંહ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે કે દિકરો ગઈ ચૂંટણીમાં અન્યત્રે ઉભો રહીને હર્યો હતો એમ આ વખતે હારે નહી. સાંભળ્યુ છે કે શંકરસિંહ સાથે સેટીંગ કરીને નરેન્દ્ર મોદીએ મહેન્દ્રસિંહ સામે નબળા સીટીગ ધારાસભ્ય મહિલા ઉમેદવારને ભાજપમાંથી ઉભા રાખ્યા છે.

-મહેસાણામાંથી કોંગ્રેસના નરેશ રાવલ ઉભા છે જેઓ મહેસાણા બહારના છે તેથી સ્થાનિક કોંગ્રેસી પાવરફુલ માણસો જબરજસ્ત નારાજ છે.નરેશ રાવલ હાલ કોંગ્રેસની રાષ્ટ્રિય સરકાર તરફથી ઓએનજીસીના બોર્ડમાં નિયુક્ત થયેલા છે જે મલાઈદાર પદ છે. નરેશ ગયા વખતે વિજાપુરથી હારે ગયેલા. તેમના પિતા ગંગારામ રાવલ એક સમયે વગદાર સ્થાનિક નેતા હોવાથી નરેશ રાવલ પોતાનુ નામ હંમેશા પિતાના નામ સહિત આખું લખે છે.

-ખેરાળુની બેઠક પરથી મોદીની સામે ખરાબમાં ખરાબ ભાષામાં બોલતા ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય રમીલાબહેન દેસાઈ કોંગ્રેસમાંથી ઉભા છે.રમીલાબહેન મોદી વિશે બોલવા બેસે ત્યારે અર્ધુ તો પત્રકારો લખી શકે નહી એવુ ઘસાતુ બોલે છે.

-ધોળકા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગયા વખતે હજારથી ઓછા મતે જીત્યા હતા અને એ પહેલા હાર્યા હતા.ભૂપેન્દ્રસિહનો પ્રશ્ન કોળી મતદારોનો છે કે જે કોળી ઉમેદવારને જ મત આપે છે. ભૂપેન્દ્રસિંહની સામે કોંગ્રેસમાંથી અનુભવી કોળી ઉમેદવાર ઉભા છે તેથી ભૂપેન્દ્રસિંહ ટેન્શનમાં છે. ભૂપેન્દ્રસિંહ મંત્રી બન્યા પછી જબ્બર જબ્બર પૈસાદાર થયા છે. મતદારો વચ્ચે ગલીઓ ખૂંદવાનું તેમને ગમતુ નહી હોય પરંતુ ફરીથી મંત્રી બનવા માટે ધારાસભ્ય બનવુ જરૂરી છે તેથી ગરીબ કોળીઓના વોટ માટે આકાશ પાતાળ એકઠુ કરી રહ્યા છે.

-અમદાવાદ જિલ્લાના વીરમગામમાંથી ભાજપના બળવાખોર સુરેન્દ્રનગરના કોળી સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલનો સુપુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યો છે. સોમાભાઈ ભાજપ સામે એલફેલ બોલતા હોવા છતા અને ખુલ્લેઆમ કોંગ્રેસનું કામ કરતા હોવા છતા ભાજપે તેમને સ્સ્પેન્ડ નથી કર્યા. કદાચ ચૂંટણી પછી કરશે. સોમાભાઈ કહે છે કે વીરમગામમાં કોમી છમકલુ કરીને જીતવાની ભાજપની મેલી મુરાદ પોતે બર આવવા દીધી નથી. એલફેલ અને જેમતેમ બોલતા સોમાભાઈ કહે છે કે આવતી ચૂટણી તેઓ કોંગ્રેસમાંથી લડવાના છે. જોઈએ શું થાય છે સોમાભાઈના પુત્રનું વીરમગામ બેઠક પર. સામા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે અહીં ગુજરાતી ફિલ્મી હિરોઈન રોમા માણેકે અને કોળી નેતા પુરૂષોત્તમ સોલંકીએ પણ પ્રચાર કર્યો છે.

– ભાજપના ટિકીટ ન મળવાથી નારાજ ધારાસભ્યો બાલાશિનોર, જોટાણા, દાહોદ, વીસનગર વગેરે ઠેકાણેથી ઉપરાંત અસંતુષ્ટો પણ લડે છે જેમનું શું થાય છે એ જોવુ રહ્યુ.

-મધ્યગુજરાતની અને આદિવાસી બેઠકો પર કોંગ્રેસ પોતાની ગઈ વખતે ગુમાવેલી બેઠકો પાછી મેળવી શકે છે કે કેમ એ વાત પર સૌ ચૂંટણી પંડિતોની નજર છે. આ બેઠકો ખાસ કરીને વડોદરા જિલાના ગ્રામ્ય વિસ્તારમાં, દાહોદ ગોધરા જિલ્લામાં અને ચરોતર પ્રદેશમાં છે.


ગુજરાત કોંગ્રેસના મહામંત્રીએ ભાજપ તરફી ભડકાઉ એસએમએસ લાખો લોકો સુધી કઈ રીતે પહોંચાડ્યો?

15-12-2007

મોદીને તેમના પક્ષનું કોણ મદદ કરે જ છે? અને કરે તોય એની અસર કેટલી? મોદીને તો વિરોધીઓ જ મદદ કરે છે.અને એની અસર એટલી બધી હોય છે કે મોદીને બખ્ખા થઈ જાય છે.

હવે જુઓ! કોંગ્રેસની તમામ સભામાં તમામ વક્તાઓ મોદી વિશે જ ઘસાતુ બોલ્યા કરે છે. જે લોકો મોદી વિશે કશું જાણતા જ ન હોય એમનામાં પણ પ્રચાર કરી નાખે છે મોદીનો. સભામાં હાજર સૌને થવા લાગે છે કે મારુ હાળુ આ જે મોદી સામે આટલુ બધુ બોલાયુ એનામા કંઈક તો લાગે છે.

અને જરા આ ઉદાહરણ મમળાવો: વડોદરાના સુનીલ ઉર્ફે ગૌતમ ભદ્રસિંહ ગાયકવાડ નામના ભાઈએ અંગ્રેજીમાં એસએમએસ મોકલ્યો જેમાં જણાવ્યુ હતુ કે ૧. મોહંમદ ગઝની-સોમનાથ ૨.મોહંમદ ઘોરી-દિલ્હી ૩. ઔરંગઝેબ-કાશી ૪. મસુદ એહમદ-કંધહાર ૫. મહંમદ સુરતી-સુરત ૬. ઈજ્જુ શેખ-વલસાડ ૭.મહંમદ કલોટા-ગોધરા … જો તમે આ લોકોનું પુનરાવર્તન ન ચાહતા હોવ તો આપણા સિંહ નરેન્દ્ર મોદીને બચાવી રાખો અને તેને મત આપો … જાગો હિંદુઓ જાગો…આ એસએમએસ બીજાને મોકલો

હવે આ એસએમએસ મોકલનાર સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દીપક બાબરીયાએ પોલીસમાં ફરિયાદ કરી અને ચૂંટણી અધિકારીને જાણ કરી. આ સાથે પોલીસે પેલા એસએમએસ મોકલનાર ભાજપીની ધરપકડ કરી. ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને આ કેસના ફરિયાદી દિપક બાબરીયાએ પોતે મહાન કામ કર્યુ હોવાની જાણ પત્રકાર મિત્રોને કરી અને બીજા દિવસે ગુજરાત સમાચાર સહિતના અખબારોમાં આ સ્ટોરી છપાઈ જેમાં આખેઆખો એસએમએસ છપાયો.

છાપામાં ન્યુઝ તરીકે મફતમાં છપાઈ ગયેલો આ એસએમએસ લાખો લોકોએ વાંચ્યો, નરેન્દ્ર મોદીની મફતની પબ્લીસીટી થઈ, લોકોએ વાંચીને આ એસએમએસ એકબીજાને મોકલવા પણ માંડ્યો. આચારસંહિતાને કારણે ભાજપ આવી ચીજોની એડવર્ટાઈઝ આપીને કે પત્રિકા છપાવીને જાહેરાત ન કરી શક્યું હોત એ કામ છાપાની ન્યુઝ આઈટમમાં જ આવી ગઈ. થેન્ક્સ ટુ કોંગ્રેસના જાગૃત ચબરાક મદદગારમહામંત્રી. ફોટામાં:ગુજરાત કોંગ્રેસના
જાગૃત ચબરાક મદદગાર મહામંત્રી દિપક બાબરિયા

નરેન્દ્ર મોદી યુવાનોમાં આશ્ચર્ય ઉપજાવે એ હદે લોકપ્રિય કેમ છે?

14-12-2007

નુ તો જબ્બર સંશોધન કરવુ પડે કે યુવાનો કે જે સામાન્ય રીતે તો રાજકારણીઓ તરફ નફરત બતાવતા હોય છે તે નરેન્દ્ર મોદીને કેમ આટલા બધા ચાહે છે. અમદાવાદની સૌથી હાઈ ફાઈ ગણાતી એચ.એલ કોલેજ કે જેના યુવાનો પોલીટીક્સને તો હેટ જ કરે અને આઊટ ઓફ ફેશન જ માને એવુ માની લેવાતુ હોય છે ત્યાંના યુવાનો ગુરૂવારે સવારે ગ્રુપ બનાવીને નરેન્દ્ર મોદીના મહોરા(માસ્ક) પહેરી કોલેજમાં આવ્યા. ઘણાએ તો માસ્કની સાથે મોદી જેવો વેશ પણ ધારણ કર્યો હતો(હાફ બાંયના મોદી કૂર્તાની આજકાલ ફેશન છે. હાફ બાંયના આવા કૂર્તા નરેન્દ્ર મોદી પહેરતા હોવાથી મોદી કૂર્તા નામ પડ્યું છે. ખાદીની દુકાનોમાં મોદી કૂર્તા એવુ બોર્ડ મારેલુ હોય છે અને ત્યાં આવા કૂર્તા રાખેલા હોય છે).

હમણા જય વસાવડાએ લખ્યુ હતુ કે તેમના પર એસએમએસ આવ્યો:ગ્યારાહ મુલ્ક કી સરકાર મોદીકો હરાના ચાહતી હે પર મોદી કો હરાના મુશ્કિલ હી નહી નામુમકીન હે. જય કહે છે કે આ એસએમએસ કોઈ ભાજપના છાપેલા કાટલા જેવા કાર્યકરે નહી પણ અમદાવાદના અઢાર વર્ષના યુવાને મોકલ્યો હતો એ મોદીની નેતા તરીકે સફળતા છે.નરેન્દ્ર મોદીની એક જ ઓરકૂટ ક્મ્યુનિટીમાં છ હજારથી વધારે ફેન જોડાયા છે.

હમણા અમદાવાદના એક અખબારે જે યુવાનો પહેલી વખત મતદાન કરવાના હોય એમના ઈન્ટર્વ્યૂનો કોન્સેપ્ટ વિચારી કાઢ્યો અને કામ શરૂ કર્યું. એક રિપોર્ટરને જવાબદારી સોંપવામાં આવી. આ રિપોર્ટર જે પણ અઢાર વર્ષના પહેલી વખત મતદાન કરવાનુ હોય તેવા જે યુવાનને મળે એ યુવાન એમ જ કહે કે તે મોદીને એટલેકે ભાજપને જ વોટ આપશે. બે ત્રણ દિવસ સુધી તો રિપોર્ટર યુવાનોના ફોટા અને અભિપ્રાયો લઈને આવ્યો પણ પછી તટસ્થ એડીટરે કહ્યું કે આપણે છાપુ બેલેન્સ કરવુ પડે તમે ભાજપ તરફી યુવાનો જ લાવો છો. કાલથી ફલાણા ભાઈ આ કામ કરશે. તો બીજા દિવસે બીજા ભાઈને આ કામ સોંપ્યુ પણ તેમને પણ કોંગ્રેસ તરફી એક યુવાન ન મળે. આ ભાઈ પણ ભાજપ તરફી મોદી તરફી જ અભિપ્રાયો અને ફોટા લઈને પાછા આવ્યા. છેવટે એડિટરે છાપુ બેલેન્સ કરવા કોંગ્રેસી ઉમેદવારને ફોન કર્યો જેમણે એક સગાવ્હાલાના છોકરાની કોંગ્રેસ તરફી બાઈટ એરેન્જ કરાવી આપી.

આ જે અખબારની વાત કરી એ ગુજરાતી છે જ્યારે અંગ્રેજીમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પણ પહેલી વખત મતદાર બનનાર યુવાનોના અભિપ્રાય ‘માઈ ફર્સ્ટ વોટ’ નામની કોલમમાં છાપવાના શરૂ કર્યા છે અને તેમને પણ હજુ સુધી તો કોઈ કોંગ્રેસને મત આપનાર યુવાન મળ્યો નથી.ટાઈમ્સ પ્રોફેશનલ છાપુ છે. તેનો ટાર્ગેટ ક્લાસ ભણેલા અને યુવાન શહેરી પૈસાપાત્ર વર્ગ છે જેમાં મોદી અતિશય પોપ્યુલર છે. આનો ખયાલ આવતા જ ટાઈમ્સ આજકાલ મોટેભાગે પ્રો મોદી એટલેકે મોદી તરફી(કમસેકમ હમણા તો વિરોધી નહી) ચાલી રહ્યુ છે.

યુવાઓમાં મોદીની પ્રસિદ્ધિના કારણોમાં મોદીની બોલ્ડ છબી,વીરતાભર્યા નિવેદનો, ઈમ્પ્રેસ કરે એવુ ભાષણ, વિકાસ તરફ લઈ જનારા પ્રામાણિક માણસ તરીકેની છાપ, હિંદુત્વ અને દેશભક્તિ, આશાઓ જગાડનાર લીડર તરીકેની આભા અને તેમના પર થતા પ્રહારો, મોદીના પ્રચારની માયાજાળ, સેલ્ફ માર્કેટીંગ છે(જેમ કે બારમા ધોરણની માર્કશીટમાં ય ગુજરાત સરકારે મોદીનો ફોટો અને તેમનો વિદ્યાર્થીઓને સંદેશ છાપ્યો હતો. આ બધા બારમા ધોરણવાળા આવતી ચૂંટણીએ મતદાર બનવાના છે એની મોદીને ખબર હતી એટલે તેમને ટેપ કરી લીધા.)

૧૯ સુખી સંપન્ન એનઆરઆઈ ગુજરાતી યુવાનો સાધુ બનશે

14-12-2007

પ્રમુખસ્વામીવાળી બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા(બીએપીએસ)નો શતાબ્દી ઉત્સવ સમારંભ ગુરૂવારે સાંજે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ચાંદખેડામાં શરૂ થયો. જેપી આ પ્રસંગે હાજર હતો. પણ ગુરૂવારે અહીં સમારંભ થયો એની વાત ન કરતા આજે વાત કરવી છે સમારંભ દરમિયાન દીક્ષા લેનારા ૧૯ એન આર આઈ ગુજરાતી યુવાનોની.

સામાન્ય રીતે સંસારી માણસોને નવાઈ લાગે એવી આ વાત છે પણ હકીકત છે કે અત્યંત ઉંચુ ભણેલા અને ખૂબ જ સુખી ઘરના ૨૩થી ૨૬ની ઉંમરના ૧૯ એન આર આઈ ગુજરાતી યુવાનો સંત થઈ જવાના છે.

અમેરિકાનો આનંદ પટેલ પચ્ચીસ વર્ષનો છે અને અમેરિકાની જ્યોર્જીયા ટેકમાંથી ભણીને મોટોરોલામાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે કામ કરીને વર્ષના નેવુ હજાર ડોલર કમાય છે પણ તે દીક્ષા લેવાનો છે. દીક્ષા લેવા પહેલાના ક્રમમાં હાલ તેનુ નામ શ્રવણ ભગત પાડવામાં આવ્યું છે. તરૂણ પટેલ નામના અન્ય યુવાને શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી પોલીટીકલ સાયન્સનું શિક્ષણ લીધું છે. ઈલીનોઈસ સ્ટેટની કોલેજોનો તે યુથ ગવર્નર ચૂંટાયો હતો.

આ યુવાનોની હવે પછીની જિંદગી કેવી હશે તેનો ચિતાર લઈએ તો, સ્વામીનારાયણ સંપ્રદાયના આ પંથમા સાધુ બન્યા પછી પૈસાને હાથ અડાડી શકાતો નથી, કોઇપણ જાતની મિલકત ધરાવી શકાતી નથી(પ્રમુખસ્વામી સહિતના કોઇપણ સાધુની ખરેખરની મિલકત શૂન્ય રુપીયા છે), સ્ત્રીઓને જોઇ શકાતી નથી(સ્વામિનારાયણ પંથના કાર્યક્રમોમાં એટલાજ માટે જ્યારે સાધુ સ્ટેજ પર બેઠા હોય ત્યારે સ્ત્રીઓ સૌથી પાછળ ના ભાગે બેઠી હોય છે), જે પુસ્તકમાં સ્ત્રીઓના ફોટા હોય તેવું પુસ્તક સુદ્ધાં ખોલી શકાતું નથી, કોઇ સ્ત્રી વિશે માંહે માહે ચર્ચા પણ કરી શકાતી નથી(જો કોઇ સ્ત્રી જોવાઈ જાય તો સાધુ બીજા દિવસ સુધી નિર્જળા ઉપવાસ કરે છે).સાધુ થયા પછી ઘરના કોઇપણ માણસ સાથે વાત પણ કરી શકાતી નથી અને સહેજ પણ સંપર્કમા રહેવાની છૂટ હોતી નથી. ભલે ને માં કે બાપ અવસાન પામે પરંતુ તેમ છતા ઘરે જઈ શકાતું નથી. ખાવાનું જે કાંઈ પણ હોય તે બધું ભેગું કરીને ખાવું પડે છે. તથા માથુ મુંડન કરેલું રાખવું પડે છે(દર તેરસની તિથીએ માથું મુંડન કરવામાં આવે છે.)

બોચાસણવાસી અક્ષર પુરુશોત્તમ સંસ્થાન એટલેકે બીએપીએસમા હવે તો માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ વ્યક્તિનેજ સાધુ બનવાની પરવાનગી મળે છે. જો કોઈ આટલું ભણેલો ના હોય તેમ છતાં ખરેખર લાયક હોય તો તેને બીએપીએસ દ્વારા આગળ ભણાવીને પણ એ સ્તરે લઈ જવામાં આવે છે. હજુ બે વર્ષ પહેલા અમેરિકામાં વકીલાતનું ભણેલા છોકરાએ દિક્ષા લીધી હતી ત્યારે સહુ લોકોમા આશ્ચર્ય થયુ હતું, કે આટલું ઉંચું ભણેલો યુવાન ધીકતી કમાણી છોડીને દિક્ષા લઈ લે? હકીકત એ છે કે આ પંથ મા એન્જિનિયર,ડોક્ટર એવું ભણેલા સાધુઓ પણ છે. આ સાધુઓ પછી પોતાની આવડત અને ભણતરનો ઉપયોગ સંસ્થાના કામમાં કરે છે. જેમકે માનો કે મોટું મંદિર બાંધવાનું હોય તો આર્કિટેક્ચર ભણેલા સાધુ તેનું કામ સંભાળે. ગુજરાતમા સારંગપુરમા બીએપીએસના સાધુઓની ટ્રેનીંગ સ્કૂલ આવેલી છે.અહીં નવા સાધુને તમામ પ્રકારની જરુરી ટ્રેનીંગ આપવામાં આવે છે,અને રસ રુચી અને આવડત જાણ્રીને સંસ્થાનું કામ સોપાય છે.

આ સંપ્રદાયમા જો કોઇ વ્યક્તિ સાધુ બનવાની ઈચ્છા વ્યક્ત કરે તો સહુથી પ્રથમ તો તેને ઝભ્ભો લેંઘો પહેરાવીને સાધક તરીકે સાધુઓ જોડે રાખવામાં આવે છે.સાધક તરીકે જો તે સફળ થાય અને ઉપરી સાધુઓને દેખરેખ દરમિયાન સંતોષ થાય તો તેને એક મહિનો ઘરે રહેવા માટે મોકલવામાં આવે છે. આ દરમિયાન તેના વર્તનની નોંધ લેવામાં આવે છે. જો તે સંતોષકારક જણાય તો પછી તેને સાધકથી ઉપરની પાર્ષદની પદવી આપ્વામાં આવે છે. પાર્ષદ તરીકે તેન સફેદ ધોતી અને કપડું પહેરાવવામાં આવે છે. પાર્ષદ તરીકે તે સાધુઓ જોડે રહે છે અને જરુરી ધર્મજ્ઞાન મેળવે છે.આ પછી જો ઉપરી સાધુઓને સંતોષ થાય તો ભાગવત દિક્ષા આપવામા આવે છે, જેમાં ભગવા કપડાં પહેરાવવામાં આવે છે.દિક્ષા સમયે પ્રમુખસ્વામી નવા સાધુને નવું નામ આપે છે.

દીક્ષામાં સહુ નવા સાધુઓને દિક્ષા પ્રદાન કરતા એક સ્વામીએ જનોઇ અર્પણ કરે છે, બીજા સ્વામીએ ભગવી પાઘ, ત્રીજા સ્વામીએ ચંદનથી મોં મીઠું કરાવે છે જ્યારે પ્રમુખસ્વામીએ ગુરુમંત્ર આપે છે.

મોદીનો મેજીક ફીગર ૧૩૭ બેઠકો

14-12-2007

તોચૂંટણીની શરૂઆતમાં નરેન્દ્ર મોદીએ પોતે કેટલી સીટો મેળવવા માટે આશા રાખે છે એ વિશે કોઈ ફોડ ન પાડ્યો. ચૂંટણીની મધ્યમાં બોલ્યા કે પાછલી ચૂંટણી કરતા વધારે સીટ મેળવીશું. આ પછી સોહરાબુદ્દીન વાળી વાત આવી અને નરેન્દ્રભાઈએ કહ્યું કે જે કાંઈ સર્વે અને ઓપિનીયન પોલ થયા તેમાં ભાજપને ૨/૩ બહુમતિ મળશે એટલેકે ૧૨૦ સીટો મળશે એની વાત તો હતી જ પણ હવે જ્યારે સોનિયા-સોદાગર-સોરાબુદ્દીન પછી ગુજરાત વર્સીસ દિલ્હીનો માહોલ ખડો થઈ ગયો છે ત્યારે ભાજપને ૩/૪ એટલેકે ૧૩૭ સીટો મળશે.તો મોદી સાહેબની લેટેસ્ટ ગણતરી હવે એટલીસ્ટ ૧૩૭ સીટોની છે.

આ ચૂંટણીની શરૂઆતમાં સૌનું કહેવુ હતું કે કોઈ વેવ નથી. ત્યારે નરેન્દ્રભાઈ માનતા હતા કે લોકશાહીમાં એક સરકાર કામ કરતી હોય અને પાંચ વર્ષે ચૂંટણી આવે ને લોકોને એ સરકારનું કામ ગમતુ હોય ને માત્ર ચૂંટણીમાં જીતાડીને બીજા પાંચ વર્ષની ટર્મ રીન્યુ જ કરવાની હોય ત્યારે કોઈ વેવ નથી હોતો. પણ હવે મોદી માને છે કે કેન્દ્ર સરકારના પ્રવાસી નેતાઓએ હિંદુ આતંકવાદી અને મોતના સોદાગર કહ્યા એ વાતને ભાજપે કેમ્પેનમાં જે રીતે એન્કેશ કરી, સોરાબુદ્દીન બાબતે બિનગુજરાતી મિડિયા-સેક્યુલરો વગેરેએ મોદી પર જે પસ્તાળ પાડી એ બે પોઈન્ટથી વેવ ઉભો થયો જે ભાજપના ફાયદામાં રહ્યો. આ પછી ચૂંટણીઓ લડવાના જૂના ખેલાડી નરેન્દ્રભાઈ મોદી ૩/૪ બેઠકોની એટલેકે ૧૩૭ બેઠકોની ખાતરી મિડિયાને અને લોકોને આપે છે.

મોદી આ જબરજસ્ત વિશ્વાસ પાછલા મહિનાઓથી ભરેલી સેંકડો જાહેર સભાઓ અને લોકલ બોડીઝની પાછલી ચૂંટણીઓના પરિણામોને આધારે લગાવી રહ્યા છે. લોકલ બોડીઝની ૨૦૦૫ની ચૂંટણીઓમાં મોદીએ અત્યાર કરતા ઘણી ઓછી મહેનત કરી હતી અને અક્રોસ ધી સ્ટેટ ભાજપન ૯૦ ટકા બેઠકોમાં જીત્યુ હતુ. આ વખતે મોદીની મહેનત હજાર ગણી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જ્યાં એક તરફ ભાજપના મંત્રીમંડળમાં કોણ હશે એની પણ ચર્ચા કરવા માંડ્યુ છે ત્યાં બીજી તરફ શહેરી, ભણેલા, યુવાનો, બૌદ્ધિકો સૌ મોદીની સરકાર રીન્યુ થઈ રહી છે એમ માની ચૂક્યા છે.

તો સામે કોંગ્રેસના નેતાઓ હમણા પોતે કેટલી સીટો મેળવશે એ વિશે કશું જ નથી બોલતા. તેઓ અંદરખાને તો કહે છે કે કદાચ અમે હારીએ. ખુદ પ્રધાનમંત્રીએ હમણા કહ્યું કે અડવાણીને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર ગુજરાત ચૂંટણી પહેલા એટલા માટે બનાવાયા કારણકે તેમને મોદીનો ભય લાગ્યો. આનો મતલબ સ્પષ્ટ નીકળે છે કે વડાપ્રધાન ગુજરાત ચૂંટણીમાં મોદી જીતશે અને પાવરફુલ બીજેપી નેતા બનશે એમ અત્યારથી માને છે.

જો કે કોંગ્રેસીઓ નિરાશાના સૂરમાંય પાછા વાત પલટીને કહે છે કે અમે જીતીશું,સીટ કેટલી એ ૨૩મીએ ખબર પડશે. સોનિયા ગાંધીની સભાઓમાં વિરાટ વિરાટ માનવમેદનીની હાજરી તો જુવો.મધ્ય ગુજરાતની અમારી પરંપરાગત સીટો, આદિવાસીઓમાં અમારી મહેનત, એન્ટી એસ્ટાબ્લીશમેન્ટ, કોળીઓમાં જબરજસ્ત અસંતોષ એન્કેશ કરવા કોંગ્રેસે ઉભા રાખેલા વગદાર અને પાંચમા પૂછાતા કોળી ઉમેદવારો, લેઉવા પટેલોમાં અસંતુષ્ટોએ કરેલુ જબરજસ્ત ગ્રાઉન્ડ વર્ક આ બધુ જુવો તો નરેન્દ્ર મોદીએ બતાવેલુ ગુલાબી ચિત્ર ખરેખર ગુલાબી નથી ઠરતુ.

દિલ્હીના જમણેરી અખબાર પાયોનિયરે લખ્યુ કે કોંગ્રેસે છેલ્લે છેલ્લે જીતની તાસક ભાજપ સામે ધરી દીધી હોય એવુ લાગે છે. જેપીને આશ્ચર્ય થાય છે કે મોદીએ સોહરાબુદ્દીનનો મુદ્દો ઉપાડ્યો એની સામે કોંગ્રેસીઓએ એમ કેમ ન કહ્યું કે સોરાબુદ્દીન તો ઠીક પણ તેની પત્ની કૌસરબીબી જે નિર્દોષ હતી ને મારી નાખવામાં આવી એ વિશે કેમ મોદી બોલતા નથી. કોંગ્રેસીઓ મોદીને એ જવાબ પણ આપી શક્યા હોત કે લતીફનું એન્કાઉન્ટર શંકરસિંહના બિનભાજપી રાજમાં થયુ હતુ. મર્દાનગીના ખેલ તો દરેક સરકાર ખેલી શકે છે.

અને ભાજપના અસંતુષ્ટો કહે છે કે મોદીની બાજી છેલ્લે છેલ્લે પાવરફુલ થઈ એવુ દેખાય છે એ બરાબર પણ મોદીના પ્રચાર અને સ્ટાઈલોને કારણે રેપર એટલેકે કવર એવુ દેખાય છે કે ભાજપ જ જીતશે પણ અંદરની હકીકત ચંદ્રાબાબુ નાયડુ અને અટલ બિહારી વાજપેયીની સરકારો હારી હતી એવુ આવશે.

દેખતે હૈ ક્યા હોતા હૈ.

કોંગ્રેસનો ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા અંગે અપપ્રચાર …
પણ જરા નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા તો જુઓ?

13-12-2007

ગુજરાતમાં કોંગ્રેસે પ્રચારમાં જે કેટલાક મુદ્દાઓ રાખ્યા છે એમાં એક મુદ્દો છે ગુજરાતમાં ખેડૂતોના આપઘાતનો. દરેક સભામાં, દરેક ડીબેટમાં અને ટીવીની એડવર્ટાઈઝમાં કોંગ્રેસ ગુજરાતમાં સરકારી નીતિઓના કારણે સેંકડો ખેડૂતોએ આપઘાત કરવા પડ્યા હોવાનું રટે છે. અમૂક વખત તો રમૂજ ત્યાં પડે છે કે જ્યાં કોંગ્રેસના એક નેતા એક ઠેકાણે ખેડૂતોની કુલ આત્મહત્યાનો એક આંક્ડો આપે તો બીજે ઠેકાણે બીજે દિવસે કોઈક બીજો જ આંકડો આપે છે અને બીજા નેતા પાછો કોઈક ત્રીજો જ આંકડો બોલતા હોય છે તો ચોથા નેતા ચોથો જ..

એ વાત સાચી છે કે ખેડૂતોની આત્મહત્યા થઈ હશે. પણ એ તો દરેક મુખ્યમંત્રીના શાસનમાં થાય છે. બીજું એ કે રાજ્યની પચાસ ટકા કરતા વધારે વસ્તી ખેતી પર નિર્ભર હોય અને ખેડૂત કુટુંબના કુલ સભ્યોની સંખ્યા મીલીયન્સમાં એટલેકે સાત આંકડામાં હોય ત્યારે તેમાંના કેટલાકના આપઘાતના બનાવ બને એ સ્વાભાવિક છે. ખેડૂત માણસો કઈ આપઘાત પ્રૂફ તો છે નહી. ત્રીજું એ કે ખેડૂતો સરકારની નીતિને જ કારણે આપઘાત કરે છે એવુ કઈ રીતે કહી શકાય? તેમના અંગત, સામાજિક બીજા પણ કારણો હોય. ચોથુ કે ખેડૂતોના વોટ દેખાય છે એટલે કોંગ્રેસ ખેડૂતોના આપઘાત એમ કહે છે પણ શું આપઘાતોને વ્યવસાય મુજબ ગણવા માંડીએ તો કેટલા એન્જિનીયર ને કેટલા ડોક્ટર ને કેટલા સુથારોએ આત્મહત્યા કરી એમ પણ ગણાવવું જોઈએ કે નહીં. પાંચમુ એ કે જો ગુજરાતનો અમુક વિસ્તાર દુષ્કાળગ્રસ્ત હોય, વરસાદ ન પડ્યો હોય, મોટા પાયે પાક નિષ્ફળ જવાની વિરાટ પરિસ્થિતિ ઉભી થઈ હોય અને ખેડૂતોના આપઘાત થયા હોય તો સમજી શકાય એમ છે. પણ અહીં તો ગુજરાતમાં પાકનું મબલખ ઉત્પાદન છે, વરસાદ લગાતાર સારો છે એવામાં ખેડૂતો ખેતીની પરિસ્થિતિને કારણે આપઘાત કરતા હોય એ વાત માન્યામાં આવતી નથી.

પણ છઠ્ઠી અને મુખ્ય વાત તો એ છે કે કોંગ્રેસની ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાની આખી વાત જ ગપગોળો છે. જો ખરેખર ગુજરાતમાં ખેડૂતો આપઘાત કરતા હોય, સરકારની નીતિઓને કારણે કરતા હોય, ખેડૂતો પિડિત હોય તો અવાજ ઉઠાવવો જોઈએ પણ કોંગ્રેસે માત્ર રાજકીય કારણોસર ખેડૂતોના ઈશ્યૂમાં ચૂંટણી ટાણે ગપગોળાભર્યો વાણીવિલાસ કરીને આ મામલે બૂમાબૂમ કરીને ગુજરાતને નીચાજોણુ કરાવ્યુ છે.

જેપી પાસે નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા છે જેમાં ભારતભરમાં સૌથી વધુ કુલ આત્મહત્યાઓ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં નોંધાઈ છે.૨૦૦૬માં બંગાળમાં ૧૫,૭૨૫ આત્મહત્યાઓ થઈ, મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું અને ત્યાં ૧૫,૪૯૪ આત્મહત્યાઓ થઈ, આંધ્ર પ્રદેશ ત્રીજા ક્રમે રહ્યું અને ત્યાં ૧૩,૨૭૬ આત્મહત્યાઓ થઈ જ્યારે પછીના ક્રમે તમિલનાડુ ૧૨,૩૮૧ અને કર્ણાટક ૧૨,૨૧૨ આત્મહત્યાઓ સાથે ચોથા અને પાંચમા નંબરે રહ્યા. મહિલાઓની આત્મહત્યાની બાબતમાં પહેલા ત્રણ ક્રમે બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલ નાડુ રહ્યા. પુરૂષોની આત્મહત્યાની બાબતમાં મહારાષ્ટ્ર,બંગાળ અને આંધ્રપ્રદેશ પહેલા ત્રણ ક્રમે રહ્યા.

હવે મૂળ ખેડૂતોવાળા મુદ્દા પર આવુ તો ગુજરાત કોંગ્રેસની ફિશીયારીઓ નીકળી જશે. સૌથી વધુ ૪,૪૫૩ ખેડૂતોએ મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરી. આંધ્ર બીજા ક્રમે આવ્યુ અને ત્યાં ૨,૬૦૭ ખેડૂતોએ આત્મહત્યા કરી. ત્રીજા ક્રમે ૧,૭૨૦ ખેડૂત આત્મહત્યા સાથે કર્ણાટક, ચોથા ક્રમે છત્તીસગઢ(૧,૪૮૩), પાંચમા ક્રમે મધ્ય પ્રદેશ(૧,૩૭૫), છઠ્ઠા ક્રમે બંગાળ(૧,૧૮૯), સાતમા ક્રમે કેરળ(૧,૧૨૪) ખેડૂતોએ આત્મહત્યા કરી.

મહારાષ્ટ્રની કોંગ્રેસની બેશરમ સરકાર હેઠળ વિદર્ભમાં ખેડૂતો લગાતાર આત્મહત્યા કરતા જ જાય છે અને ત્યાંના પેજ થ્રી મુખ્યમંત્રી હંમેશા ફિલ્મોના એવોર્ડ સમારંભો અને તાજ, ઓબેરોયની પાર્ટીઓમાં જોવા મળે છે,મહારાષ્ટ્રમાંથીજ આવતા કૃષિ પ્રધાન શરદ પવાર ક્રિકેટની ચિંતા કરે છે અને પ્રફુલ પટેલ પેજ થ્રી સર્કીટમાં સારુ સારુ અંગ્રેજી બોલવા મળે ત્યાં ઉડા ઉડ કરે છે, એમને બધુ ફીલ ગુડ જોઈએ છે અને લાગે છે. આ બધાએ ખરેખર તો ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં રખડપટ્ટી કરવા કરતા વિદર્ભના ખેડૂતોના આંસુ લુછવા જોઈએ પણ આ એવો ઘટિયા માલ છે કે આવી આશા પણ રાખી ન શકાય.

અને ગુજરાત કોંગ્રેસ દેશમાં ૨૦૦૫ અને ૨૦૦૬માં બંને વર્ષોમાં ૧૭૦૦૦૦-૧૭૦૦૦થી વધુ ખેડૂતોની આત્મહત્યા માટે જવાબદાર પોતાના અને પોતાના સાથી પક્ષોના શાસન હેઠળના રાજ્યોમાં કશુંક કરવાના બદલે ગુજરાતમાં જીતવા માટે ગપ્પા ફેલાવે છે. ગુજરાતને બદનામ કરે છે. અહો ધૃષ્ટતા !!

પોતાની સેક્સ સીડી રાજકીય હેતુસર ફરતી કરવામાં આવી હોવાનો ભરતસિહ સોલંકીનો દાવો…
સીડીમાં શું છે?

12-12-2007

ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ અમદાવાદના ગણતરીના પત્રકારોને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સેક્સ સીડી મોકલાવવામાં આવી.

જો કે ઈન્ડિયન એક્સ્પ્રેસ સિવાય અન્ય કોઈ અખબારે આની ખાસ નોંધ લીધી નહીં.ઈન્ડિયન એક્સ્પ્રેસના ૧૧ ડિસેમ્બરના અમદાવાદ ન્યુઝલાઈનના પહેલા પાને સેકન્ડ લીડ તરીકે ભરતસિંહની સીડી વિશે ફોટા વગર લેખ પ્રકશિત કરવામાં આવ્યો. આ લેખમાં લખ્યુ હતુ કે સીડીમાં ભરતસિંહ સોલંકી સાથે સેક્સ કરતી દેખાતી છોકરી અમદાવાદના જ કોટ વિસ્તારની છોકરી છે અને તેણી ભરતસિંહને ઘણી વખત મળવા આવતી હોય છે. ઈન્ડિયન એક્સ્પ્રેસે લખ્યું કે તેણે આ મામલે ભરસિંહનો સંપર્ક સાધવાની ઘણી કોશિશ કરી પરંતુ તેઓ ઉપલબ્ધ થઈ શક્યા નહીં. જો કે કોંગ્રેસના શ્રી મનિષ તિવારીનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે સીડી મોર્ફ કરેલી છે અને કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી રહ્યું છે.

ખેર સીડી વિતરણની સંધ્યાએ તો ભરતસિંહ ફોન પર અવાઈલેબલ થતા ન હતા પણ પત્રકારોએ સીડી બાબતે બીજા દિવસે પણ ભરતસિંહને ફોન કરવાના ચાલુ જ રાખ્યા. છેવટે તેમનું નિવેદન આવ્યું કે સીડી બહાર પાડવાનો પસંદ કરવામાં આવેલો સમય તેની પાછળના ઉદ્દેશ્યની ચાડી ખાય છે. આ સીડી રાજકીય બદઈરાદાથી ફરતી કરવામાં આવી છે અને અમને આવુ કઈક થશે એની ભનક હતી જ.

ખૈર હવે આપને અહીં જણાવી દઊ કે સીડીમાં છે શું. સીડીમાં ૨૧૫ એમબીનું ફોલ્ડર છે જેનું નામ ભરત છે. સીડી ચાલુ કરતાજ શરૂઆતમાં ટ્રકના હોર્ન સંભળાય છે અને નારિયેળી જેવા ડેકોરેટિવ ઝાડ દેખાય છે. આ બધુ બહુજ અસ્પષ્ટ દેખાય છે અને અલપ ઝલપ જ દેખાય છે. પણ માલૂમ પડી શકે છે કે સેક્સ કરવા જઈ રહેલી યુવતીના પર્સમાં કેમેરો છે અને સ્થળ હાઈવેના કિનારે આવેલા ફાર્મ હાઉસ પ્રકારનું છે. આ ક્રમમાં થોડી વાર માટે યુવતી કેમેરો પર્સમાં ગોઠવી રહી હોય એવુ લાગે છે, પર્સ બંધ કરતા કે ખોલતા આવતો ઝીપનો અવાજ જેવો અવાજ સંભળાય છે અને કેમેરો હલે છે તેથી આમ કળી શકાય છે.

૧.૪૭ સેકન્ડે અવાજ આવે છે. ટૂંકીજ વાતચીત હોય છે. શું બોલે છે એ સમજી શકાતુ નથી પણ પુરૂષનો અવાજ આવે છે એટલે સમજી શકાય છે કે ઘરમાં એન્ટ્રી થઈ છે. આ પછી દ્રશ્ય દેખાય છે જેમાં બેડરૂમની અંદર વાયોલેટ કલરનું ટીશર્ટ કે જેની બાંયો સફેદ છે અને જીન્સ પહેરેલી યુવતી પલંગની સામે કેમેરાવાળુ પર્સ(કે ચેન વાળી થેલી પણ હોઈ શકે)મૂકે છે. યુવતીનું ફ્રન્ટલ શરીર દેખાય છે પણ ગળાથી નીચેનું અને પછી પાછળનુ શરીર દેખાય છે.

વિડિયોની હવે બીજી મિનીટ શરૂ થાય છે અને સામે ડબલ બેડ, બેડની પાછળ ગુલાબી દિવાલ, તેની પર લટકતુ કેલેન્ડર, સ્પ્લીટ એસી અને ત્રીજું કશુંક(કદાચ ફોટો ફ્રેમ અથવા અરીસો) દેખાય છે.બેડ પર કેસરી રજાઈ ઓઢીને સૂતેલ પુરૂષ(કે જે ભરતસિંહ સોલંકી હોવાની વાત છે આપણે હવે પછી ‘ભ.સિં’ તરીકે ઓળખીશું) છોકરી બેડ પર આવતા જ તેને રજાઈ ઓઢેલી હાલતમાં વળગી પડે છે અને ચૂમે છે. યુવતીએ બેડની સામે કેમેરો આડો મૂક્યો હોવાથી દ્રશ્ન આડુ રેકોર્ડ થયુ છે.

આ પછી ફોન આવતા યુવતી પ્રેમાલાપ વચ્ચે ‘ભ.સિ’ને ફોન આપે છે અને ‘ભ.સિં’ તેના ઘેરા અસ્સલ જાણીતા અવાજમાં બોલે છે હેલો, હા, આહા, આહા, આ ઉં ઉહુ, નો આઈડિયા હોં ઉહુ.. ફોન મૂકી દે છે. છોકરી પલંગ પર જ બેસી રહેલી છે.’ભ.સિં’એ રજાઈ કાઢી છે એટલે ભૂરી ચડ્ડી દેખાય છે. ફોન પતતા જ ‘ભ.સિં.’ ફોન મૂકીને બાથરૂમમાં જાય છે. આ બાથરૂમમાં જવા માટે પલંગ પર બેઠા થાય છે ત્યારે ભ.સિંનો સાઈડ ફેસ દેખાય છે. બાથરૂમનું બારણુ પા ભાગનુ કેમેરાની ફ્રેમમાં દેખાય છે કારણ કે એ બેડની પાછળ જ ત્રાંસાણમાં આવેલું છે.

આ પછી બાથરૂમમાંથી સતત કફ કાઢવાના અને પાણીના અવાજ વારાફરથી આવતા રહે છે. બાથરૂમનું બારણુ બંધ જ હોય છે. પેલી યુવતી આ દરમિયાન બેડ પર બેસી રહે છે , કેમેરાવાળા પર્સ સામે જુવે છે પછી બાથરૂમ સામે જુવે છે પછી છોકરે ફ્રેમની બહાર જતી રહે છે અને પલંગની બાજુની તરફે ખસી ગયેલી દેખાય છે. ફ્રેમમાં ગુલાબી દિવાલ પર ઉડતુ કેલેન્ડર, સ્પ્લીટ એસી, ફ્રેમ, ડબલ બેડ દેખાયા કરે છે. ટ્રક્નું હોર્ન એકાદ વખત સંભળાય છે. કફ કાઢવાના અને પાણીના અવાજ બાથરૂમમાંથી આવતા રહે છે. વચ્ચે એક વખત ફોનની ઘંટડી પણ વાગી જાય છે. બાર મિનીટ સુધી વિડિયોમાં આ જ ચાલે છે.

વિડિયોની સોળમી મિનીટે બાથરૂમનું બારણુ ખૂલે છે. મોઢુ લૂછીને પછી ‘ભ.સિં’ યુવતીને પલંગ પર આડી પાડી તેની છાતી ચહેરા પર ચુંબનો કરે છે. આ પછી એક પછી એક બંને વસ્ત્રવિહીન થતા દેખાય છે. વિડિયોમાં અંધકાર, અજવાળુ થતુ રહે છે. વચ્ચે બંને કશીક વાતો પણ કરતા રહે છે અને ૧૯મી સેકન્ડથી બિલકુલ પ્રવૃત્ત સેક્સ શરૂ થઈ જાય છે જે ૨૧.૦૫મી સેકન્સે વિડિયો અચાનક પૂરો થાય ત્યાં સુધી ચાલતુ રહે છે.(જેનું વર્ણન જેપી અહીં અહીં કરે કારણકે જેપીએ ‘આવુ’ રિપોર્ટીંગ ક્યારેય કર્યું નથી અને કરવું પણ નથી)

એ વાત તો સમજી શકાય છે કે રાજકીય હેતુસર જ સીડી ફરતી કરવામાં આવી છે પણ કોના રાજકીય હેતુ? પક્ષની અંદરના પ્રતિસ્પર્ધી-દુ:ખિયારાઓના કે બહારનાના?
ફોટામાં:સીડીના બે દ્રશ્યો.સીડીના સંપૂર્ણ નગ્ન દ્રશ્યોના ફોટા અહીં મૂકી શકાય એવા નથી
ભરત સોલંકી વિશે ખાસ લેખ વાંચો રીઢા પત્રકારની ડાયરીમાં શશાંક ત્રિવેદીની કલમે

ચૂંટણીના બિન્દાસ્ત અનસેન્સર્ડ ભાષણોની વાતો

12-10-2007

મણા થોડા દિવસો પહેલા જ મેં પીસ લખ્યો હતો કે મને ચૂંટણીની સભાઓમાં મુખ્ય વક્તા કરતા તેની આગળ આવતા બીજા દૂરી તીરી છગ્ગાઓને સાંભળવામાં વધુ આનંદ આવે છે કારણ કે એ બધાની સ્પીચ સેન્સર વગરની, બિન્ધાસ્ત અને ચૂંટણી પંચના ડર વગરની હોય છે. તો અમદાવાદના સોલા રોડ પર થયેલી નરેન્દ્ર મોદીની સભામાં નરેન્દ્રભાઈ અગાઉ બોલવા ઉભા થયા હતા શ્રી યતીન ઓઝા. યતીનભાઈએ કહ્યું કે ગોધરા પછી બારથી પંદર હજાર હિંદુઓ પર કેસો થયેલા છે. કોંગ્રેસે ગુજરાતમાં શાસનમાં આવીને આ બધા હિંદુઓને જેલમાં પૂરીને આવતી લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળના મુસ્લિમ મતો મેળવવા છે માટે કોંગ્રેસે ગુજરાત જીતવા માટે એના ઠેક્ઠેકાણેથી આવેલા નેતાઓની આખી ફોજ ઉતારી છે.યતીનભાઈ એમ પણ કહે છે કે સોનિયા ગાંધી ગોધરા કાંડ પછી મુસ્લિમ અસરગ્રસ્તોના રાહત કેમ્પોમાં ફર્યા પણ જે ૫૮ હિંદુઓ ગોધરાના ડબ્બામાં સળગી ગયા હતા એમના ઘરે જવાનું કીધુ(યતીનભાઈ એ વખતે કોંગ્રેસમાં હતા) તો એ કોંગ્રેસીઓએ થવા ન દીધુ.

નરેન્દ્રભાઈ અગાઉના ભાષણમાં સરખેજ બેઠકના ઉમેદવાર અને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી અમિત શાહે કહ્યું કે અમારા વિશે કોઈ અખબારમાં ક્યાંય સારુ છપાય છે? કેમ નથી છપાતુ એ તમે જાણો છો.અમિત શાહે કહ્યું કે શું કેરળના મુખ્યમંત્રી કોણ છે એ આપ જાણો છો? લોકોએ કહ્યું ના, પછી અમિત શાહે કહ્યું પણ કેરળમાં જઈને પૂછો કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે તો તમામ લોકો જવાબ આપશે કે નરેન્દ્ર મોદી છે. આ છે આપના નરેન્દ્ર મોદી કે જે ગુજરાતની એક ઓળખાણ બની ગયા છે.

હવે આપણે વાત કરીએ કોંગ્રેસની સભાઓની. કોંગ્રેસની સભામાં તેમના સાંસર પ્રવીણ રાષ્ટ્રપાલ કહે છે કે મુખ્યમંત્રી પોતે છપ્પનની છાતીવાળા હોવાની વાત કરે છે પણ ભાઈ કોઈને છપ્પનની છાતી હોય વાસ્તવમાં? હોય કોઈને ? મેં તપાસ કરી કે છપ્પનની છાતી કોને હોય તો જાનવરના ડોક્ટરે કહ્યું કે ગધેડાની છાતી છપ્પનની હોય છે.

અને રાજેશ ખન્ના કહે છે કે જે મોદીને અમેરિકાએ વીઝા ન આપ્યા એ મોદીને તમે આખેઆખું ગુજરાત આપી દીધું? ખરા છો તમે ગુજરાતીઓ તો! અને કોંગ્રેસની સભાઓમાં રાજબબ્બર સીધા મુખ્યમંત્રી મોદીની અંગત જિંદગી પર આવી જાય છે અને તેમના પત્ની જશોદાબહેનનો ઈશ્યૂ ઉખાળે છે. સાંભળનારા મનમાં તો થૂંથૂં કરતા હોય છે રાજ બબ્બર પર.

કેશુભાઈનું ભવિષ્ય

11-12-2007

૧૧ડિસેમ્બર, ૨૦૦૭નું સૌથી મોટુ આશ્ચર્ય એ હતુ કે કેશુભાઈ પટેલ મતદાન કરવા ઘરની બહાર જ નીકળ્યા નહી. ચૂંટણીની સવારે જ સૌરાષ્ટ્રના અખબારોમાં પહેલે પાને કેશુભાઈની સત્તા પરિવર્તનની અપીલ વાળી એડવર્ટાઈઝ લગભગ ફુલ પેજમાં છપાઈ. એડવર્ટાઈઝમાં કેશુભાઈના જૂના નિવેદનોના પ્રેસ કટીંગ્ઝનું કોલાજ હતું અને બીજી વાતો હતી. દેશભરની ટીવી ચેનલોએ એક ટીમ ખાસ કેશુભાઈ જ્યાં મતદાન માટે પહોંચે એમ હતા એ સ્થળે રાજકોટમાં તેનાત રાખી હતી પણ કેશુભાઈ ડોકાયા જ નહીં અને તેમનો સતત સંપર્ક સાધવામાં આવતા તેમના ગાંધીનગર સ્થિત ઘરેથી કહેવામાં આવ્યું કે કેશુભાઈ રાજકોટ વોટીંગ કરવા આવવાના જ નથી. આમ લોકોને સત્તા પરિવર્તનની અપીલ કરનારા કેશુભાઈ પોતે જ વોટ આપવા ન આવ્યા. કેશુભાઈની નજીકના જેપીના સોર્સ કહે છે કે કેશુભાઈનો ડીલેમા એટલેકે મૂંઝવણ એ હતી કે જિંદગીભર ભાજપ માટે કામ કરીને હવે ભાજપ સિવાયનાને મત આપુ? કે લોકોને પરિવર્તનની અપીલ કરીને હવે પોતે જ ભાજપને મત આપુ? આના કરતા તો મારી નારાજગી બતાવવા ઘરે જ બેસી રહું.

પણ જેપીએ આજે વાત કરવી છે કેશુભાઈના ભવિષ્યની. જો કે ઘરડા માણસના ભવિષ્યની વાતો ફિજૂલ હોય છે પણ આ વાત કેશુભાઈ ખુદ સમજ્યા હોત તો અહીં મારે કશું લખવાનું જ ન રહેત. હકીકત એ છે કે કેશુભાઈને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની નરેન્દ્રભાઈની ઈચ્છા નથી.કેશુભાઈ નરેન્દ્રભાઈ માટે રાજકારણનો ઈશ્યૂ નથી. ક્યાંક ભાજપના ગુજરાતના આ પાયાના વડીલ પરત્વે લાગણીનું ફેક્ટર છે.નરેન્દ્રભાઈ માને છે કે આ ૭૮ વર્ષની ઘરડી વ્યક્તિએ ભાજપનું કામ વર્ષો સુધી કર્યું છે એમની વિદાય સસ્પેન્શનથી ન થવી જોઈએ. કેશુભાઈ છેક ૧૯૭૫માં ધારાસભ્ય બન્યા હતા. જ્યારે કેશુભાઈ એક સમયે ગુજરાત સરકારમાં કૃષિ અને સિંચાઈ મંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ કશું જ ન હતા.કેશુભાઈનું ચાલુ શાસન તેમની મરજી વિરૂદ્ધ અધૂરેથી અટકાવીને પહેલા શંકરસિંહ અને પછી નરેન્દ્રભાઈ ગાદીએ બેઠા એ વાત પણ નરેન્દ્રભાઈના દિલમાં છે. પત્નીના અવસાન પછી એકલા પડી ગયેલા, ગુજરાતમાં ભાજપના જૂના પાયાના કાર્યકર કેશુભાઈ હમણાથી જે કરી રહ્યા છે એના કારણે એમનું પાછલુ બધુ ભૂલી નહી જવાનુ એમ માનીને તેમને પક્ષમાંથી વિદાય આપવામાં આવી નથી. યોજના અત્યાર સુધી તો એવી જ હતી કે ચૂંટણી ટાણે કેશુભાઈ જેટલુ પક્ષ વિરોધી કામ કરવું હોય એટલું કરવા દેવું. છેવટે નરેન્દ્રભાઈ જીતે એટલે કેશુભાઈને તેમનું રાજકીય અસ્તિત્વ સમજાઈ જશે પછી તેઓ ચૂપ થઈ જશે, ક્યાં પાર્ટી જાતેજ છોડી દેશે ક્યાં નિષ્ક્રિય થઈ જશે. આવતા એપ્રિલમાં તેમની રાજ્યસભાના સભ્ય તરીકેની ટર્મ પૂરી થાય છે ત્યારે તેમને રીન્યુ ન કરીને પુરૂષોત્તમ રૂપાલાને અથવા તો બીજા કોઈ પટેલ(ચાહે લેઉવા હોય કે કડવા)રાજ્યસભામાં મોકલવા. કેશુભાઈનું રાજકીય અસ્તિત્વ પછી આપોઆપ અસ્ત થઈ જશે અને તેમની ગ્રેસફુલ એટલેકે સન્માનભેર વિદાય થશે. આ યોજના પાછળ નરેન્દ્રભાઈનું માનવુ એવુ હતુ કે ઘરમાં ઘરડો બાપ હઠે કે જીદે ચડે તો તેને કાઢી થોડો મૂકાય છે? એની જીદનું અસ્તિત્વ શમાવી દઈને એને નિર્બળ કરી શકાય.

જો કે પાર્ટી કેશુભાઈનો આ ચૂંટણીમાં છેલ્લે છેલ્લે જે કિરદાર દેખાયો છે એ જોયા પછી ઉપરની યોજના પર પુન:વિચાર કરી શકે છે. કેશુભાઈના સુરત ભાષણની સીડી પણ ખૂબ વહેંચાઈ. કેશુભાઈએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસોમાં પટેલ મતદારો વાળા વિસ્તારોમાં જઈને રીતસરની ખાટલા બેઠકો, બંધ બારણાની મિટીંગો કરી હતી, બે બે વખત અખબારોમાં તેમની અપીલો પ્રકાશિત થઈ, હિંદુત્વને પટેલવાદ ચલાવીને જ્ઞાતિવાદમાં વિભાજીત કરી અને હવે ચૂંટણીના દિવસે મતદાન ન કરીને તેમણે રાજકારણમાં રહેવાનો નૈતિક હક જ ખોઈ દીધો છે. ચૂંટણી પૂરી થયા પછી કે પરિણામ આવ્યા પછી કે આવતા એપ્રિલમાં રાજ્યસભાની ટર્મ રીન્યુ ન કરીને કેશુભાઈને વિદાય કરવામાં આવશે. આ ત્રણમાંથી શું થશે એ કહેવુ અત્યારે મૂશ્કેલ છે કારણકે તેનો નિર્ણય હવે પછી થશે.

૧૧ ડિસેમ્બરે ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણી છે ત્યારે પહેલા તબક્કાની ચૂંટણીના અભ્યાસ માટે રેફરન્સ

10-12-2007

કુલ – ૮૭ સીટો પર ચૂંટણી

સૌરાષ્ટ્ર કચ્છની – ૫૮ સીટો

દક્ષિણ ગુજરાતની – ૨૯ સીટો

જિલ્લા – ૧૪ – કચ્છ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, નર્મદા, ભરૂચ

કુલ ઉમેદવારો – ૬૮૦

ભાજપના – ૮૭

કોંગ્રેસના – ૮૨

બહુજન સમાજ પાર્ટી – ૭૮

ભારતીય જનશક્તિ પાર્ટી – ૨૦

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – ૦૪

મહિલા ઉમેદવારો – ૫૩

સૌથી વધુ મતદારો – ચોર્યાસી બેઠક(સુરત) – ૧૫,૯૩૯૦૭ મતદારો

સૌથી ઓછા મતદારો- માણાવદર(જુનાગઢ) – ૧,૨૫,૯૦૨ મતદારો

મતદાન મથકો – ૧૯૯૨૪

ચૂંટણીના કામમાં જોતરાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા ૧.૨૦ લાખ

સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથ – ૫,૧૩૯

સુરતના ૧૫૧૪, રાજકોટના ૭૫૫, જુનાગઢના ૬૭૬, ભાવનગરના ૫૩૨, અમરેલીના ૪૧૨, નવસારીના ૪૦૯, જામનગર અને ભરૂચના ૪૦૮, સુરેન્દ્રનગરના ૩૪૪, વલસાડના ૧૮૦, કચ્છના ૧૫૮, પોરબંદરના ૧૩૪, નર્મદાના ૧૧૧ અને ડાંગના ૭૮ ચૂંટણી મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ

ચૂંટણી સુરક્ષા માતે તેનાત દળો – ૫૮૦ અર્ધલશ્કરી દળની કંપની

ચૂંટણી પંચે નીમેલા માઈક્રો ઓબ્ઝર્વર્સની સંખ્યા – ૩,૩૯૭

સ્ત્રી મતદારો – ૮૫,૯૨,૧૧૪

પુરૂષ મતદારો – ૯૨,૮૬,૦૯૪

કુલ મતદારો – ૧,૭૮,૭૮,૨૦૮

સૌથી વધુ મતદારો પોરબંદર બેઠક પર – ૧૫

સૌથી ઓછા ઉમેદવારો કેશોદ,મહુવા,ગણદેવીમાં – ૩

ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ – ૬૨ બેઠકો પર

ત્રિપાંખીયો જંગ – ૨૫ બેઠકો પર

કુલ ગેરહાજર મતદારો ૫.૧૮ લાખ

કુલ સ્થળાંતર કરી ગયેલા મતદારો ૯.૫૪ લાખ

સૌથી વધારે ગેરહાજર મતદારો ૨.૬ લાખ અને સ્થળાંતર કરી ગયેલા મતદારો ૪.૨૩ લાખ – સુરતમાં

પહેલા તબક્કાના તમામ ઉમેદવારોનું લીસ્ટ જોવા અહીં ક્લીક કરો

ઉમેદવારોની એફિડેવીટ જોવા અહીં ક્લીક કરો

કેટલાક મહત્વના જંગ અને બાબતો

-સૌથી પૈસાદાર પાંસઠ કરોડના આસામી ઉમેદવાર સૌરભ દલાલ બોટાદમાંથી ઉભા છે તેમની સામે કોળી સમાજના અગ્રણી સીકે પીઠાવાલા ઉભા છે. સૌરભભાઈ ઉર્જા મંત્રી છે. તેમણે ઘણા ખેડૂતોને વીજ ચોરીમાં પકડ્યા હતા એનો તેમની સામે પ્રચાર થઈ રહ્યો છે.

-ગુજરાતના વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા પોરબંદરમાંથી ઉભા છે. તેમની સામે ભાજપના નબળા મહિલા ઉમેદવાર મોદીત્વથી તરી જાય તો કંઈ કહેવાય નહીં એટલે અર્જુનભાઈએ પ્રચારમાં ખૂબ મહેનત કરી છે.

-ગુજરાત વિધાનસભાના સૌથી યુવાન ધારાસભ્ય અમરેલીના કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણી સામે આ વખતે લેઉવા પટેલ દિલીપ સાંઘાણી ઉભેલા છે.

-કોંગ્રેસ જીતે તો નાયબ મુખ્યમંત્રી બનવાને ઈચ્છુક સૌરાષ્ટ્રના હેવી વેટ કોંગ્રેસી નેતા વિઠ્ઠલ રાદડિયા અને તેમનો દીકરો બેઉ રાજકોટ જિલ્લાની અલગ અલગ બેઠકો પરથી ઉભેલા છે.

-ચૂંટણીના થોડા દિવસો અગાઉ જ અચાનક જામનગરના કમિશનર પદેથી રાજીનામુ ધરી દેનાર અને મોરબીની જાણીતી અજંટા ઓરપેટ કંપનીના જમાઈ પટેલ અગ્રણી બીએચ ઘોડાસરા ધ્રોલ-જોડિયામાંથી ઉભા છે.

-ભાજપ છોડી ગયેલા અસંતુષ્ટો બાવકુ ઉધાડ, બાલુભાઈ તંતી, બેચર ભાદાણી અમરેલી જિલ્લામાંથી કોંગ્રેસમાંથી ઉભા છે, ઉપરાંત કચ્છમાં પણ ભાજપના અસંતુષ્ટો કોંગ્રેસમાંથી ઉભા છે.

-ભાજપના બે ઠીક ઠીક મજબૂત એવા ધારાસભ્યો વઢવાણના ધનરાજ કેલ્લા અને ભાવનગરના સુનિલ ઓઝા ટિકીટ ન મળતા પક્ષ છોડીને ઉમા ભારતીના પક્ષમાંથી ઉભા છે. જોવાનુ છે કે તેઓ ભાજપના કેટલા મતો તોડે છે, કે પછી કોંગ્રેસના તોડીને બીજા નંબરે રહેશે?

-કોળીઓ શું પુરૂષોત્તમ સોલંકીથી ખરેખર વિમુખ થઈ ગયા છે? કેટલા વિમુખ થયા છે? એ પ્રશ્નોના જવાબ પણ મળશે.સોલંકીની સામે કોળી સમાજના સ્થાનિક પ્રમુખ ઉભા છે. અને ઘોઘા બેઠક પર જંગ જોરદાર જામેલો છે.

-સુરતમાં જબરજસ્ત વિકાસને કારણે ભાજપ તરફી વાતાવરણ છે. લોકો ભાજપને બધી સીટો આપીને રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશ પછી ફરી એક વખત બિનઅસરકારક સાબિત કરશે? કે કરોડપતિ ઉમેદવારોના સામસામા જંગમાં કોંગ્રેસી ઉમેદવારો કાઠુ કાઢશે? પેલા ધીરુ ગજેરાનું શું થશે? એ નક્કી થશે.

-દસાડાની બેઠક પર ભાજપે દલિતોના સંત શંભુપ્રસાદ તુંડિયાને ઉભા રાખ્યા છે. તેઓ જીતશે તો વિધાનસભામાં સાધુ સંતની એન્ટ્રી થશે.

-માંગરોળની બેઠક પર ઉભેલા ચંદ્રિકાબહેન ચુડાસમાએ જાહેર સભામાં એવુ એલાન કર્યું હતુ કે પોતાને જો લોકો વોટ નહીં આપે તો પોતે આપઘાત કરશે. જોઈએ ચંદ્રિકાબહેનનું શું થાય છે.

-કચ્છમા કોંગ્રેસે ૩૦ ટકા મુસ્લિમોની વસ્તી હોવા છતા અબડાસા બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ટિકીટ ન આપતા ભાજપના બળવાખોરને ટિકીટ આપી તેથી મુસ્લિમોએ બીએસપીમાંથી પોતાનો ઉમેદવાર ઉભો કર્યો છે. જોવાનુ એ છે કે આ મુસ્લિમ ઉમેદવાર કાઠુ કાઢી શકે છે કે પછી કોંગ્રેસના વોટ તોડીને ભાજપને જીતાડશે ?

-લેઉવા પટેલોની વસ્તી ધરાવતી, કોળીઓની વસ્તી ધરાવતી જગ્યાઓએ અસંતુષ્ટો પોતાનુ જોર બતાવી શકશે કે અસંતુષ્ટો ચૂંટણી પછી સાફ થઈ જશે એ નક્કી થશે


ચૂંટણી ટાણે દેશનિકાલ એટલે કે ગુજરાત નિકાલ

10-12-2007

શિક્ષણમંત્રી આનંદીબહેન પટેલ ઉત્તર ગુજરાતના પાટણમાંથી ચૂંટણીમાં ઉભા છે. આનંદીબહનના પતિ મફતભાઈ જાહેરમાં આનંદીબહેનની અને તેમના શિક્ષણમંત્રી તરીકેના કામકાજની ટીકાઓ કરે છે એ તો જાણીતુ છે.ચૂંટણી ટાણે મફતભાઈ નડે નહીં એ માટે તેમને વિદેશ મોકલી દેવાનો કારસો કરવામાં આવ્યો હતો એવો મફતભાઈનો આક્ષેપ છે. મફતભાઈ કહે છે કે તેમના પર વડોદરાની માર્કોની ઈન્સ્ટીટ્યુટમાંથી ફોન આવ્યો કે વિદેશમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થીઓ પર રિસર્ચ કરવા માટે તેમની પસંદગી થઈ છે. જવા આવવાની ટિકીટ અને છ મહિના રહેવાનુ બે લાખ સ્ટાઈપેન્ડ તથા પાછા આવો એટલે બે લાખનું સ્ટાઈપેન્ડ અહીં રિસર્ચનું અમલીકરણ કરવાના કામ તરીકે પણ ખરૂ. મફતભાઈ તો ભોળવાયા અને લંડન ઉપડી ગયા જ્યાંથી તેમને સુરેશ મહેતાએ ફોન કરીને પાછા બોલાવ્યા. મફતભાઈ વિદેશ ગયા એ દરમિયાન તેમના પત્ની આનંદીબહેનના નામે મેમનગરમાં જે ઘર છે કે જ્યાં મફતભાઈ રહે છે એ ખાલી કરવા માણસો પણ આવી ગયા.

ખેર ચૂંટણી ટાણે ગુજરાત નિકાલનો કારસો થયો હોય એવા મફતભાઈ એકલા માણસ નથી. જેપી અગાઉ લખી જ ગયો છે કે પ્રવીણ તોગડિયાને પણ ચૂંટણી સુધી ગુજરાતમાં નહીં આવવાનું કહેવામાં આવ્યુ છે. અરે, ગુજરાતમાં આરએસએસના પ્રચારક એવા મુકુંદરાવજી દેવભાણકરે કેટલાક સમય પહેલા ઈન્ડિયન એક્સપ્રેસને મુલાકાતમાં એવુ કહ્યું હતું કે આરએસએસ ગુજરાતમાં આ વખતે ભાજપ માટે કામ નહી કરે તો તેમને પણ ટ્રાયલ ફોર જસ્ટિસ નામના આરએસએસના બિનમહત્વના અને સાઈડલાઈન થયેલા પ્રોજેક્ટના કામે ગુજરાત બહાર મોકલી દેવાયા છે.તસવીરમાં:શ્રી મફતભાઈ પટેલ


ગુજરાતના રાજકારણમાં ત્રીજા મોરચાનું અમંગળ નહીં નહીં ને નહીં જ

10-12-2007

પેલા નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી વાળાઓને ગુજરાતમાં આ વખતે એક પણ બેઠક જીતવા ન મળે તો ગુજરાતીઓએ મિઠાઈઓ વહેંચવી જોઈએ અને ફટાકડા ફોડવા જોઈએ. મહારાષ્ટ્રના શરદ પવારની એનસીપી ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરીને અસ્થિરતા લાવવા માંગે છે. ૨૦૦૨ની વિધાનસભાઓની ચૂંટણીઓમાં એનસીપીએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોતાના ઉમેદવારો ઉભા કરી દીધા હતા અને કોંગ્રેસના મતોમાં વિભાજન કરીને ૧૫ બેઠકો બગાડી હતી. આ વખતે સ્પોઈલર્સ બ્લેકમેલ કરીને ન્યુસન્સ વેલ્યુના જોરે એનસીપીએ કોંગ્રેસ પાસેથી નવ સીટો માંગી લીધી અને ઉમેદવારો ઉભા રાખ્યા છે. એટલે કે નવ સીટો પર ભાજપ અને એનસીપી વચ્ચે ફાઈટ થશે. ગુજરાતમાં બે પક્ષનું જે રાજકારણ ચાલતુ આવ્યુ છે એ જ બરાબર છે. ત્રણ ને ચાર પક્ષોને વિધાન્સભામાં એન્ટ્રી આપવાથી ભયંકર સોદાબાજીઓ થશે. કર્ણાટકમાં બેંગલોર જેવુ શિરમોર શહેર છે પણ આવુ રાજ્ય પણ ત્રણ પાર્ટીના પોલીટીક્સથી પરેશાન છે. એકેય પક્ષને બહુમત ન મળવાના કારણે કર્ણાટકમાં ત્રીજા નંબરના બહુમત ધરાવતા દેવગોડાના પક્ષે સત્તા લઈ લીધી અને પછી જે નાટકો થયા એ જાહેર છે.

જેમના કૃષિમંત્રી પદે હજારો ખેડૂતોની આત્મહત્યા થઈ છે. અને ખેડૂતોને મદદના બહાને જેમણે વડાપ્રધાનની મદદની રાશિથી પોતાની ડૂબતી બેંકો બચાવી લીધી એ શરદ પવાર અને ગુજરાતના મુખ્યમંત્રી થવાના સ્વપ્ન જોતા પેજથ્રી સર્કીટના મીસ્ટર એરકન્ડિશન્ડ પ્રફુલ પટેલના તમામ ઉમેદવારોને ગુજરાતની પ્રજા રસ્તો દેખાડી દે એમાં ગુજરાતનું હિત છે. બાય ધવે હમણા આ એનસીપીએ એનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે જેમાં ગુજરાતમાં સાચર કમિટીની ભલામણોના અમલનું એટલેકે મુસલમાનોને અનામતનું વચન આપવામાં આવ્યુ છે. એનસીપીના આ બદમાશો કોંગ્રેસના કારણે ગુજરાતના રાજકારણમાં ઘૂસ્યા છે. કોંગ્રેસને આ માટે ગુજરાતની પ્રજા કદી માફ નહી કરે.


રાહુલ ગાંધીની બેફિજૂલ વાતો

10-12-2007

કોંગ્રેસના ચૂંટણી પ્રચારની શરૂઆત એની ઓફિસે થયેલા તોડફોડ શોથી થઈ અને પહેલા તબક્કાની ચૂંટણીના પ્રચારનો અંત રોડ શોથી થયો.રવિવારે સુરતમાં રાહુલ ગાંધીએ બે ચીજો બહુ જોર આપીને કહી. એક તો એ કે ગુજરાત મૂડીરોકાણની દ્રષ્ટિએ આંધ્ર, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રથી પાછળ છે. અને બીજી વાત રાહુલ બાબાએ એમ કહી કે સાક્ષરતામાં પાછળ છે. તો રાહુલ બાબાને કહેવાનુ કે તેમની પાસે ગુજરાત બીજા રાજ્યોથી મૂડીરોકાણમાં પાછળ છે એવું કહેવાનો આધાર કયો છે? રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તો નરેન્દ્રભાઈના પિતાશ્રી દામોદરદાસ મોદી સ્થાપીને ગયા ન હતા. કેન્દ્રની કોંગ્રેસ સરકાર હેઠળના નાણા મંત્રાલય તળે કામ કરતી રિઝર્વ બેંકે ચાલુ વર્ષે જ એના રિપોર્ટમાં ગુજરાતને મૂડીરોકાણની દ્રષ્ટિએ નંબર એક રાજ્ય કહ્યું છે. ગુજરાત જેટલુ મૂડીરોકાણ નંબર બે અને નંબર ત્રણના રાજ્યોમાં કુલ મળીને નથી થયું. રાહુલ ગાંધીને જો રિઝર્વ બેંકમાં વિશ્વાસ ન પડતો હોય તો તેમણે ભારતની કરન્સી વાપરવાથી દૂર રહેવુ જોઈએ કારણકે કરન્સી એટલેકે ચલણી નાણુ પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓથોરિટીથી ચાલે છે.

હવે રાહુલ ગાંધીની બીજી વાત, કે ગુજરાતમાં નિરક્ષરોની સંખ્યા બહુ મોટી છે. તો આનો જવાબ રવિવારે જ પાટડીની જાહેર સભામાં નરેન્દ્ર મોદીએ આપ્યો. નરેન્દ્રભાઈએ આ જાહેર સભામાં લોકોને પૂછ્યુ કે ભાઈઓ હું પાંચ વર્ષથી શાસનમાં આવ્યો છું અને અગાઉના વર્ષો કોંગ્રેસે શાસન કર્યું છે. હવે તમારા ગામમાં કોઈ સાહીઠ વર્ષના ભાઈને કે ચાલીસ વર્ષના બહેનને લખતા વાંચતા ન આવડતુ હોય, નિરક્ષર હોય તો શું એ માટે હું જવાબદાર છું? શું એના માટે હું જવાબદાર છું? ના ના તમે કહો કે હું જવાબદાર છું? અરે એ સાહીઠ વર્ષના ભાઈને જ્યારે સ્કૂલે લઈ જવાના હતા ત્યારે હું તો જનમ્યો પણ ન હતો. આ નિરક્ષરતા કોંગ્રેસ વાળાનું પાપ છે ને એ મારા માથે ઢોળે છે. આ કોંગ્રેસીયાઓએ જ્યારે જે કરવાનુ હતુ એ કર્યું નહીં. મારો તો પાંચ વર્ષનો સમય આ કોંગ્રેસે ૪૫ વર્ષમાં જે ખાડા કર્યા હતા એ પૂરવામાં જ ગયો છે ભાઈઓ.

રામ પર પ્રશ્ન ઉઠાવાનારાઓ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને કરૂણાનિધિ …
અને જવાબ આપનાર મળ્યા, અમદાવાદના રામાયણ સંમેલનમાં

09-12-2007

શ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ ભારતના હિંદુઓના આસ્થાપુરૂષ શ્રી રામને કાલ્પનિક કહ્યા છે. આ પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી કરૂણાનિધિએ પણ આવુ કહ્યુ હતુ, તેમણે તો રામ દારૂ પીતા હતા અને રામ અને સીતા ભાઈ બહેન હતા એવુ કહેવાની પણ ધૃષ્ટતા કરી. ભારતના હિંદુઓ બાયલા,નમાલા,નિષ્ક્રીય થઈ ગયા છે, હિંદુઓના નેતા હોવાનો અદ્ર્શ્ય તાજ જેમના દિમાગ પર સવાર છે એવા પ્રવીણ તોગડિયા, વિનય કટિયાર વગેરે રાજનીતિમાં પડી ગયા છે. ભારતનુ ઈમ્પ્રેસીવ કેટેગરીનું મિડિયા સૂટેડ બૂટેડ કોન્વેટ એજ્યુકેટેડ સ્ટુપિડોથી ઉભરાઈ રહ્યું છે એટલે આ બુદ્ધુ અને કરુ ભગતો આસ્થા પર પથરા ફેંકી શકે છે. તેમને ખબર છે કે આવુ અલ્લાહ કે ઈસુ વિશે કહીશું તો શું થશે. બુદ્ધુના બંગાળમાં પચ્ચીસ ટકા વસ્તી મુસ્લિમોની છે એટલે ચાંદ તારાની ચશમપોશી કરવી એ એની મજબૂરી છે જ્યારે તમિલનાડુનો કરૂ કરૂણાનિધિ જાણે છે કે રામ વિરૂદ્ધ બોલવાથી તમિલો ખુશ થવાના છે. તમિલો રામને ઉત્તર ભારતના હિંદી ભાષી ઈશ્વર તરીકે જુવે છે.

આ બધા વચ્ચે મારે હમણા અમદાવાદમાં આંતરરાષ્ટ્રિય રામાયણ કોન્ફરન્સમાં જવાનુ થયુ. ફ્રાન્સ, અમેરિકા, ઈટાલી, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા, મોરેશ્યસ તરેહ તરેહના દેશોમાંથી ધોળી ચામડીવાળા, ઝીણી આંખોવાળા રામભક્તો, સ્કોલરો, દિલચસ્પ ઈન્સાનો અહીં ભેગા થયા હતા. એક આંધ્રપ્રદેશના ગુન્ટુરના મૌલા અલી મળ્યા કે જે મુસ્લિમ હોવા છતા માઈક પરથી અસ્ખલિત રીતે વાલ્મિકી રામાયણના શ્લોકો બોલતા હતા, થાઈલેન્ડના સન્નારી સીરી સુરાંગ પુલથુપ્યા મળ્યા કે જેમણે રામચરિત માનસનુ પુસ્તક થાઈ ભાષામાં રૂપાંતરિત કર્યું છે. હોલેન્ડનો નરેદા કુશ મળ્યો કે જે ડચ ભાષામાં રામાયણનો અનુવાદ કરી રહ્યો છે. મોરેશ્યસના બિનનિવાસી ભારતીય રાજેન્દ્ર અરૂણજી મળ્યા જેમણે કહ્યું કે મોરેશ્યસે ત્યાં રામાયણ સેન્ટર બનાવવા માટે ખાસ કાયદો પસાર કર્યો અને રોજબરોજના ખર્ચ માટે ૫૦૦ મિલીયનની ગ્રાન્ટ પણ આપી …

પણ જેપીને સૌથી વધારે મજા આવી મળવાની ડો. રામ અવતાર શર્માને.મારુ સૌભાગ્ય છે કે શ્રી ક્રુષ્ણની દ્વારિકા નગરીનું સમુદ્ર મહીંથી ઉત્ખનન કરનાર પુરાતત્વવિદ શ્રી એસ.આર.રાઓ સાહેબને રૂબરૂમાં બે વખત અને ફોન પર ડઝન વખત મળવાનું થયુ છે. અને મારુ સૌભાગ્ય જ છે કે હવે ભગવાન રામના સમગ્ર વનવાસ ગમન પર સંશોધન કરનાર આ ડો.રામ અવતારને પણ મળવાનુ થયુ.

ડો. રામ અવતાર કમાલના માણસ છે. તેઓ આમ તો દિલ્હીમાં બહુ મોટા ઈન્કમટેક્સ ઓફિસર પણ છે પણ નાનપણથી રામ પાછળ દિવાના છે. રામ ભક્તિ તેમણે ભારતમાં ખૂણે ખૂણે ફરીને રામ પર સંશોધન કરીને કરી છે. ડો. રામ અવતારને છેક એંશીના દશકમાં એવી ધૂન લાગી હતી કે તેમણે રામ ભારતમાં વનવાસ દરમિયાન જ્યાં જ્યાં ફર્યા હોય તે દરેક ઠેકાણુ આજે રૂબરૂ જઈને શોધી કાઢવુ છે. રામાવતારજીએ પોતાના સંશોધનની શરૂઆત ૧૯૮૨-૮૩માં અયોધ્યાથી કરી કે જ્યાંથી રામ ખરેખર વનવાસ માટે નીકળ્યા હતા. અહીંથી સ્વામી અવૈદ્યનાથજીનું માર્ગદર્શન મળ્યું જેના આધારે તેઓ તમશતક સુધી ગયા. અહીં રામે વનવાસની પહેલી રાત્રે વિશ્રામ કર્યો હતો અને વાલ્મિકી રામાયણ અનુસાર રામે અહીં રથ ઘુમાવ્યો હતો. આ પછી સાધુઓને પૂછતા પૂછતા, લાયબ્રેરીઓમાં અધ્યયન કરતા કરતા અને દરેક સ્થળનો વાલ્મિકી રામાયણના લખાણ સાથે મેળ બેસાડતા બેસાડતા રામ અવતારજી સાયકલ પર આગળ વધતા ગયા. ડો. શર્માને તેમના સંશોધન માટે કેન્દ્ર સરકારે બે લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. આટલા ટૂંકા બજેટમાં અયોધ્યાથી લંકા સુધીના રામના વનવાસગમનની શોધ કરવાની હતી તેથી શર્માજીએ સાયકલનો સહારો લીધો હતો.

જ્યાં જંગલ હોય પરંતુ જંગલની બહારથી પાકો રસ્તો જતો હોય ત્યાં શર્માજી પાકો રસ્તો પડતો મૂકે અને જંગલની અંદરથી જ પસાર થાય. લોકો તેમને ચેતવે પણ મિશન હતુ રામ જે માર્ગે આગળ ગયા હોય એ જ માર્ગે આગળ વધવુ અને અત્યારના સંદર્ભમાં વાલ્મિકી રામાયણના તથ્યો તપાસવા. આશ્ચર્યજનક રીતે હજારો વર્ષો પહેલા વાલ્મિકી રામાયણમાં જે સ્થળનામો, જાતિ નામો, સ્થાનિક પરિચયના ઈશારા કરેલા હતા એ બધા જ એક પછી એક મળી આવતા હતા.

રામે વનવાસ દરમિયાન બાસઠ નદીઓ પાર કરી હતી એ બધી જ મળી આવી. ડો. શર્મા કહે છે કે રામે મોટાભાગે વનવાસ દરમિયાન નદીઓને કિનારે વિચરણ કર્યા હતા કારણકે અ સમયે જંગલમાંથી ફળ તો મળી જાય પણ પાણીની સમસ્યા રહેતી હશે. વળી મોટાભાગના ઋષિઓના આશ્રમ પણ નદીઓને કિનારે હતા અને માનવ વસવાટ પણ નદીઓને કિનારે હતો. વાલ્મિકી રામાયણની કથામાં નદીના નામ અને રામના વનવાસ દરમિયાન ડો. શર્માને મળેલી નદીઓના નામ બરાબર મેળ ખાય છે. એ જ રીતે પહાડોના નામ પણ મેળ ખાય છે. ડો. શર્મા કહે છે કે વાલ્મિકીએ દંડકારણ્યનો બહુ વિસ્તૃત ઉલ્લેખ કર્યો છે. જેમાં રઘુવંશના એક બહુજ ક્રોધી અને બદમાશ તોફાની રાજા ઉઘંડનો ઉલ્લેખ છે. આ વાતમાં ગામેગામ ગુરૂકુલની વાત છે. મજાની વાત એ છે કે આજે પણ એ વિસ્તારમાં ગામેગામ ધોટુલની પ્રથા આદિવાસીઓમાં વિદ્યમાન છે. ઉપરાંત પેલા ઉઘંડના વંશજ જેવી એના જ નામ સાથે મેળ ખાતી દંડ જાતિ ત્યાં વસે છે એ આજે પણ તોફાની ગણાય છે. એ જ રીતે જ્યાં કેવટનો પ્રસંગ બન્યો હતો એ સંધ્યા ઘાટનો વહીવટ આજે પણ કેવટ વંશના લોકો પાસે છે.

શું રામના વનવાસપથના સંશોધનકાર્યમાં ક્યારેય વિધ્નોનો સામનો કરવો પડ્યો? એવા પ્રશ્નના જવાબમાં ડો. શર્મા કહે છે કે મધ્યપ્રદેશમાં અત્રી આશ્રમથી આગળ અમરાવતીથી સાત કિલોમીટર દૂર જંગલનો રસ્તો છે. અહીં બધાએ ચેતવ્યા હતા કે જંગલમાં જવા જેવુ નથી. ફરતો પચાસ કિલોમીટરનો રસ્તો છે ત્યાંથી જાઓ પણ હું અને મારી સાથે મને ત્યાં મદદ કરી રહેલા સાધુ બાવા રામના જ રસ્તાને અનુસરવા માટે જંગલમાં ઘૂસ્યા. મારી સાયકલ મેં ખભે ઉંચકી હતી કારણકે ત્યાં ઉંચે ચડવાનં હતુ. ત્યાં જ પાછળથી કોઈનો અવાજ આવ્યો કે ઓયે રૂક. આ બૂમ પાડનાર લૂંટારો હતો અને એની પાસે બંદૂક હતી. એણે અમારી પાસેથી બધુજ છીનવી લીધું પણ સદભાગ્યે મારા વીન્ડ શીટરમાં સાડા ચાર હજાર રૂપિયા હતા અને ત્રીસ હજાતના ટ્રાવેલર્સ ચેક હતા એ બચી ગયા. ટ્રાવેલર્સ ચેકમાં લૂંટારાને કશે સમજ પડી ન હોવાથી એણે ફેંકી દીધા હતા. હું લેવા ગયો તો મને કહે કે આ કાગળિયા કેમ વીણે છે તો મેં કહ્યું કે આમાં બધાના એડ્રેસ લખ્યા છે. જ્યારે સાડા ચાર હજાર કેશ રૂપિયા વાળુ વીન્ડ શીટર મેં ઉતારીને ફેંકીને લૂંટારાને કહ્યુ હતુ કે કશું નથી આમાં. લૂંટારાએ કહ્યું હતુ કે જો કશું છુપાવીશ તો તને મારીશ નહી પણ ટાંગ તોડીને જંગલમાં ફેંકી દઈશ ને જંગલી પ્રાણીઓ ખાઈ જશે પછી. પણ રામકૃપાથી પૈસા બચી ગયા. હા ઓઢવાનુ ને બીજુ બધુ એણે લઈ લીધુ.

ડો. શર્મા નકસલ પ્રભાવિત ચારથી પાંચ ઠેકાણે પહોંચી શક્યા નહીં કારણકે પ્રશાસને ત્યાં જવા દીધા જ નહીં. ડો. શર્મા કહે છે કે રામના વનવાસન ઘણા સ્થાનો મળ્યા પણ એક સૂતિક્ષણ મુનિનો આશ્રમ મળ્યો નથી. આ આશ્રમ વાલ્મિકી રામાયણના ક્રમ મુજબ નાશિકથી સીત્તેર-એંશી કિલોમીટર ઉત્તરમાં ક્યાંક હોવો જોઈએ. અહીં પાંચ છ દિવસો રઝળપાટ કરવા છતા એવુ કોઈ સ્થાન મળ્યુ નહીં. હા, આ વિસ્તારમાં સપ્તશૃંગ પહાડ છે, કદાચ આશ્રમ ત્યાં હશે. ડો. શર્મા કહે છે કે લોકોમાં પોતાના વિસ્તારમાં રામ આવ્યા હતા એ અંગેનું જ્ઞાન ઝડપથી ઓછુ થઈ રહ્યું છે એ ચિંતાની વાત છે. રામ સાથે સંકળાયેલા પચાસ સ્થળો લુપ્ત થવાની અણી પર છે એમનો બચાવ થવો જોઈએ.તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે દક્ષિણ ભારતમાં તેઓયોમુખી રાક્ષસી અને કદંબ રાક્ષસ સાથેની રામ-લક્ષમણની મુતભેડના સ્થળનું સંશોધન કરી રહ્યા હતા ત્યારે એ સ્થળ કેમેય કરીને મળતુ ન હતુ. સ્થાનિક લોકોને માલૂમ જ ન હતુ આ વિશે કશું. છેવટે એક દસ વર્ષના છોકરાએ સ્થળ બતાવ્યું. આ છોકરાને એની દાદીએ આની વાત કરી હતી અને દાદી ગુજરી ગયા હતા.

જેપીને એ જાણવાની ઈચ્છા હતી કે શું રામ ગુજરાતમાં આવ્યા હતા? આ જાણવાની ઈચ્છા એટલા માટે હતી કારણકે દક્ષિણ ગુજરાતનો ડાંગ વિસ્તાર દંડકારણ્ય હતો એવી મજબૂત વાત છે. દંડકારણ્ય પરથી જ ડાંગ શબ્દ આવ્યો છે જે આજે એક જિલ્લો છે. ડાંગમાં ભીલી ભાષામાં પરંપરાગત રીતે આદિવાસીઓ રામાયણ પણ બોલે છે. એ જ રીતે શબરી પણ ડાંગમાં થઈ હતી તેથી ડાંગમાં શબરીના નામ પરથી સુબીર નામનુ ગામ પણ છે. જો કે ડૉ. શર્મા કહે છે કે શબરીનો પ્રસંગ અહીં બન્યો હતો એવો દાવો કરતા ભારતમાં ચાર સ્થળો મળે છે જેમકે છત્તીસગઢમાં બિલાસપુર જિલ્લામાં શબરીનારાયણ તીર્થ છે. અહીં શબરીનો પ્રસંગ થયો હતો એવી વાત ચાલી પડી છે પણ હકીકતમાં અહીં શબરીનો જન્મ થયો હતો. એ જ રીતે ગુજરાતમાં ડાંગમાં શબરી પ્રસંગનો દાવો થાય ચઃએ તો કેરળમાં શબરીમલાઈનું મંદિર છે. પરંતુ ડો. શર્મા કહે છે કે શબરીનું અસલ ઠેકાણુ તો તેમના સંશોધન અને વાલ્મિકી રામાયણના ક્રમ મુજબ કર્ણાટકનું શબરી વન ઠરે છે.

તો શું ગુજરાતમાં રામ આવ્યા જ ન હતા ? ડૉ . શર્મા કહે છે કે રામ વનવાસ પૂરો કરીને રાજા બન્યા પછી તીર્થયાત્રાએ નીકળ્યા હતા એ વખતે ગુજરાત આવ્યા હશે.

ડોં. શર્માના સંશોધન મુજબ રામ ભારતના હાલના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા, તમિલનાડુ રાજ્યોમાં વનવાસ દરમિયાન હાલના માર્ગની લંબાઈને આધારે જોઈએ તો દસ હજાર કિલોમીટર વિચર્યા હતા. જોકે એ વખતે આ અંતર જંગલમાંથી જવાને કારણે ઓછુ થયુ હશે.

ભારતમાં કરૂ ભગત કરૂણાનિધિના મોઢા પર પર રામના પુરાવા ફેંકી શકે એમ જો કોઈ હોય તો ડો. રામ અવતાર જ છે. તેમણે સંશોધન પ્રકાશિત કર્યું છે તેમાં રામના તમિલનાડુ સંબંધિત ૨૩ સ્થાનોનો ઉલ્લેખ છે.

તમિલનાડુના સેલમમાં અયોધ્યા પટ્ટનમ છે. લોક કથા મુજબ રામ લંકાથી અયોધ્યા પાછા જતા હતા ત્યારે સ્થાનિક નાગરિકોએ અહીં રામનો પટ્ટાભિષેક કર્યો હતો. રામ લંકા અભિયાનમાં પણ અહીંથી જ ગયા હતા. તમિલનાડુનુ ત્રિચુરાપલ્લી મૂળ ત્રિશિરાપલ્લી હતું. આ નગર રાવણના ભાઈ ત્રિશિરાએ વસાવ્યુ હતુ. રામની સેના અહીંથી જ રામેશ્વરમ ગઈ હતી. તમિલનાડુના તંજાવુરમાં શિવ મંદિર પાપનાશમ છે જ્યાં ખર દૂષણ તથા ત્રિશિરાની બ્રહ્મ હત્યાના પાપથી છૂટકારા માટે શ્રીરામે પૂજા કરી હતી. તમિલનાડુના વડુવૂરમાં કોદન્ડ રામ મંદિર છે. રામ કાવેરીના કિનારે કિનારે ચાલતા અહીં પહોંચ્યા ત્યારે ઋષિઓએ તેમને અહીં જ રહી જવા માટે કહ્યું. રામે તેમને પોતાનો એક વિગ્રહ આપીને ઋષિઓ પાસેથી આગળ લંકા તરફ જવાની પરવાનગી આપી અને ચાલ્યા ગયા. તમિલનાડુના તિરૂવારૂરના ગયા કરઈ શિવ મંદિરમાં લોક માન્યતા અનુસાર શ્રી રામે દશરથનું શ્રાદ્ધ કર્યુ હતુ. આજે પણ સ્થાનિક લોકો પૂર્વજોનું શ્રાદ્ધ કરવા અહીં આવે છે. અહીં જ રામસ્વામી મંદિર ચઃએ જ્યાં રામ વનવાસ દરમિયાન આવ્યા હતા અને લંકા અભિયાનમાં અહીંથી જ ગયા હતા. તમિલનાડુના નાગપટ્ટનમમાં શ્રી રામે સમુદ્રના દર્શન કર્યા હતા. અહીંથી આગળ આગળ શ્રી રામ રામેશ્વરમ સુધી ગયા હતા. વેદરાણ્યમથી સાત કિલોમીટદ દૂર સમુદ્ર તટે જંગલમાં શ્રી રામના ચરણ ચિહ્ન બનાવવામાં આવ્યા છે. તિલેવિલાગમ વીર કોદન્ડ રામ મંદિર વિશે લોક માન્યતા છે કે રામ અહીં વીર રસમાં દેખાયા હતા. પોદુકોટઈમાં કલ્યાણ રામ મંદિર છે. તમિલમાં કલ્યાણનો અર્થ વિવાહ છે. મંદિરમાં રામના વિવાહનું દ્રશ્ય છે અને મંદિર અંગે રામ અને ઋષિઓના સંવાદની કથા પ્રસિદ્ધ છે. પોદુકટ્ટાઈના જ મુત્તુકુડામાં શ્રી રામે શિવપૂજા કરી હતી. અહીં ઉત્ખનનમાં પ્રાચીન શિવ મંદિર મળી પણ આવ્યુ છે.તમિલનાડુમાં રામનાથપુરમ છે, જ્યાં તીરતાંડ ધાણમમાં ઋષિ અગત્સ્યના આદેશથી શ્રી રામે શિવ પૂજા કરી હતી. મંદિરમાં રામ, લક્ષમણ, રાજા સેતુપતિ, ઋષિ અગત્સ્ય તથા ભગવાન શિવની ચિત્રાવલી છે. રામનાથપુરમમાં જ તાપનાશન વિનાયક મંદિર છે જ્યાં તડકો, ગરમી, તાપથી ત્રસ્ત શ્રી રામ અને લક્ષમણજીએ સ્નાન કરીને ગણેશપૂજા કરી હતી જે પછી ગણેશજીએ યુદ્ધમાં વિજયી થવાના આશિર્વાદ આપ્યા હતા. દેવી પટ્ટનમમાં નવગ્રહ તળાવ છે જ્યાં શ્રી રામે શનિદેવને શાંત કરવા નવગ્રહની પૂજા કરી હતી. અહીં વિષ્ણુ ચક્રની પૂજા પછી શ્રી રામને આશિર્વાદ મળ્યા હતા કે વાનરસેનાને સમુદ્રની લહેરો પરેશાન નહીં કરે. અહીં દર્ભશયનમમાં શિવે શિવલિંગની સ્થાપના કરી હતી જેને આદિ રામેશ્વર માનવામાં આવે છે. અહીંજ સમુદ્રે પ્રગટ થઈને રામને પુલ બનાવવાની યુક્તિ બતાવી હતી. છેદુકરઈ સ્થાન પણ અહીં છે જેમાં છેદુ એ સેતુનો અપભ્રંશ છે અને તમિલ શબ્દ કરઈનો અર્થ ખૂણો એવો થાય છે. છેદુકરેઅઈમાં સમુદ્રથી બે કિલોમીટર અંદર સુધી સેતુના અવશેષ મોજૂદ છે. આ સેતુના સ્તમ્ભ હોઈ શકે છે જે સમુદ્રમાં ૧૦-૧૧ ફૂટ ઘેરાઈના છે. અહીં વિલુંડી તીર્થ છે. સેના માટે મીઠા પાણીનો પ્રબંધ કરવા શ્રી રામે બાણ મારીને જળસ્ત્રોત ઉભો કર્યો હતો. તંગચિમડમથી લગભગ ૧૦ કિલોમીટર દૂર સમુદ્રમાં સ્થિત આ કૂવામાંથી આજે પણ મીઠુ પાણી મળે છે. વૈશાખ, અષાઢમાં અહીં વિશેષ કરીને મીઠુ પાણી મળે છે. એક એકાંત રામ મંદિર પણ છે કે જ્યાં શ્રી રામે લંકા જતા પહેલા ચર્ચા મંત્રણા કરી હતા. સમુદ્ર કિનારે રામ ઝરોખા છે. અહીં ગન્દમાદન નામની નાનકડી પહાડી પર શ્રી રામના ચરણચિહ્ન બનેલા છે. અહીંથી શ્રી રામે સમુદ્રનું સુંદર દ્રશ્ય દેખ્યુ હોવાથી આને રામ ઝરોખો કહેવાય છે. એક કોદંડ રામ મંદિર છે. કોદન્ડનો અર્થ છે ધનુષ્ય. અહીં સમુદ્રમાં પ્રાચીન મંદિરમાં રામ,લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, જામવંત તથા વિભીષણના સુંદર વિગ્રહ છે. અહીં વિભીષણ રામની શરણમાં આવ્યા હતા તથા રાજ્યાભિષેક કર્યો હતો. એક જટાતીર્થ છે કે જે રામેશ્વરમ મંદિરથી ધનુષકોટિના માર્ગમાં આવે છે. અહીં શ્રી રામે પોતાની જટા ધોઈ હતી. એક અગ્નિ તીર્થ છે કે જ્યાં રામે સ્નાન કર્યું હતુ. ખુદ રામેશ્વર મંદિર છે કે જ્યાં બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક શિવલિંગ છે જેની સ્થાપના રામે કરી હતી. એક ધનુષ્કોટિ નામનુ પણ સ્થળ છે કે જ્યાં રામે વિભીષણના અનુરોધ પર ધનુષથી પુલ તોડ્યો હતો માટે સ્થળનું નામ ધનુષ્કોટિ છે.

તો આ છે તમિલનાડુની હકીકત. ઠેકઠેકાણે રામ છે, પથ્થરોમાં છે, સમુદ્રોમાં છે, સ્થળોના નામોમાં છે અને હજારો વર્ષોથી જનજીવનમાં ઓક્સિજનની માફક છે. કરૂણાનિધિની તો હવે મરવાની ઉંમર થઈ છે, અને બુદ્ધદેવ ભટ્ટાચાર્યની પણ. આ બેઉ જશે ને ધરતીનો ભાર ઓછો થશે(અગ્નિસંસ્કાર નહીં પણ દફનવિધિ થવી જોઈએ આ બેઉની)બંને ગઠિયાઓ ઝડપથી જ ભૂલાઈ જશે.જ્યારે રામ હજુ હજારો વર્ષો સુધી ભારતની માટીમાં, હવાઓમાં, જળમાં અને જનજીવનમાં ઓતપ્રોત રહેશે.

ડો.રામઅવતાર શર્માના સંશોધન પ્રોજેક્ટની વેબસાઈટ પર પહોંચવા અહીં ક્લીક કરો

માયાનગરી મુંબઈના બાર જણા જૈન સાધુ બની ગયા

09-12-2007

ફોટામાં દેખાય છે એ છોકરીઓના આવા ચહેરા હવે બિલકુલ જોવા નહી મળે. મુંબઈની આ બે છોકરીઓ ખૂશ્બૂ પોલડિઆ અને વેણિકા પોલડિયાએ સંસાર ત્યાગીને દિક્ષા લઈ લીધી છે. સાધ્વીજી બનતા જ કેશનું લોચન કરવામાં આવે છે અને સફેદ વસ્ત્ર પહેરવાનું હોય છે. નામ પણ બદલાઈ જાય છે. હમણા પાલિતાણામાં તેર ગુજરાતીઓની દિક્ષાનો સમારંભ થયો એમાં બાર મુંબઈના હતા અને તેમાની બે આ છોકરીઓ. વસઈની ૨૩ વર્ષની વેણિકા કહે છે કે બે વર્ષ પહેલા તે એક શિબિરમાં ગઈ હતી ત્યાં વિજયતીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે સૌને સીમંધરસ્વામીની ભાવયાત્રા કરાવી જેમાં આંખો બંધ રાખીને મહારાજ સાહેબ બોલે એ રીતે વિચારવાનું હોય છે. ભાવયાત્રા દરમિયાન ભગવાન દેખાયા અને ત્યારે જ દીક્ષા લેવાની ભાવના થઈ. મમ્મીએ તો તરત હા પાડી દીધી પણ પપ્પાને મનાવતા બે વર્ષ લાગ્યા. ૨૨ વર્ષની મુલુંડ, મુંબઈમાં રહેતી ખુશ્બુ દરરોજ પાઠશાળામાં જતી હોવાથી તેણીને તો દિક્ષા લેવાનું મન ઘણા સમયથી હતુ. તેને પણ દિક્ષા લેવાની પરવાનગી મમ્મી તરફથી તરત મળી ગઈ પણ પિતાને સમજાવતા સમય લાગ્યો.

જેપીને તો આશ્ચર્ય અને અહોભાવ થાય છે કે માયાથી તરબતર મુંબઈમાં રઈસ કુટુંબની જુવાન દીકરીઓ સંસાર ત્યાગીને અત્યંત કઠિન સંયમ નિયમ ધરાવતી સાધ્વીજી બને છે એ કેવી અનોખી વાત છે? કેટલાક સમય પહેલા હું હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપુરથી આવેલા ત્યાંના હીરાના વ્યાપારી જૈન ગુજરાતીઓના બાળકોને અમદાવાદમાં મળ્યો હતો. બાળકો ખાસ વેકેશનમાં અમદાવાદ સંસ્કૃતિનું શિક્ષણ લેવા માટે આવ્યા હતા. મેં પ્રત્યેક બાળકને પૂછ્યું કે તેણે મોટા થઈને શું બનવું છે તો બે બાળકોએ જવાબ આપ્યો કે દીક્ષા લઈને મહારાજ સાહેબ બનવુ છે.


અમદાવાદમાં ભાજપ સૌથી વધુ મહેનત શાહપુરમાં કરી રહ્યુ છે

08-12-2007

ભાજપ અમદાવાદની શાહપુર બેઠક પર બહુ જ જોર આપી રહ્યુ છે. અમદાવાદની આ જ એક બેઠક છે કે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. અહીં મુસ્લિમ મતદારો વધતા ગયા છે એટલે બહુજ પાતળા માર્જીનથી જીત હાર થાય છે.કૌશિકભાઈ પાછલી ચૂંટણી અઢી હજારની આસપાસના માર્જીનથી જીત્યા હતા. પણ એ પછી શાહપુરમાંથી ઘણા હિંદુઓ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે(ખુદ કૌશિકભાઈએ પશ્ચિમ અમદાવાદના ભૂયંગદેવમાં બંગલો બંધાવ્યો છે.) એટલે આ વખતે ટક્કર જોરદાર છે. શક્ય એટલા હિંદુ મતદારોને મતદાન માટે બહાર કાઢવા એ કૌશિકભાઈની સૌથી મોટી ચેલેન્જ છે. સામે કોંગ્રેસના પક્ષે મુસ્લિમો વોટીંગ કરવા બહાર નીકળશે પણ મુસ્લિમોના વોટ વહેંચાઈ જાય એ શક્ય છે કારણકે ગોધરા મામલે નાણાવટી પંચમા મોદી સામે લડતા વકીલ મુકુલ સિંહા અહીં નવી સમાજવાદી ચળવળના નામે ચૂંટણીમાં ઉભા છે.

ખૈર કૌશિકભાઈ મતદારોને આકર્ષવા માટે બધુ જાત જાતનું કરે છે. કૌશિકભાઈ ડ્રમ વગાડે છે, ઘોડા પર બેસીને પ્રચારમાં નીકળે છે, બાળકોને મોદીના મહોરા વહેંચે છે અને સિદ્ધુ સાથે ચૂંટણી સભાના સ્ટેજ પર કૌશિકભાઈએ સિક્સર ફટકારવાની એક્શન પણ કરી. ભાજપે અત્યાર સુધી અમદાવાદમાં અડવાણી અને નવજોત સિદ્ધુ એમ બે જણાની સભા આ મહેનત ન કરીએ તો હારવો પડે એવા ગણાતા મતવિસ્તારમાં યોજી છે ઉપરાંત ધર્મેન્દ્ર મહારાજની જાહેર સભા પણ શાહપુરમાં કરી, આમ ત્રણેય સ્ટાર પ્રચારકોને બીજા કોઈ મતવિસ્તારમાં નહી પણ શાહપુરમાં ફોકસ કર્યા છે. અમદાવાદમાં શાહપુર સિવાય બીજા કોઈ મતવિસ્તારમાં ભાજપે આટલુ બધુ ધ્યાન ફોકસ કર્યુ નથી કારણકે બાકીની બેઠકોના પરિણામ લગભગ સ્પષ્ટ છે.

ઉલ્લેખનીય છે કે શાહપુર વિધાનસભા વિસ્તાર એ વિસ્તાર છે કે જ્યાં અડવાણી વોટીંગ કરવા આવે છે અને ભાજપનું પ્રદેશ કાર્યાલય, ગુજરાત સમાચાર અખબારની હેડ ઓફિસ પણ શાહપુર વિધાનસભા વિસ્તારમાં જ આવે છે.

ગુજરાતમાં મુસ્લિમ મુખ્યમંત્રીની વાત …

08-12-2007

ભાજપની ચૂંટણી સભામાં મુખ્ય વક્તા જે કોઈ પણ હોય, ચાહે નવજોત સિદ્ધુ હોય કે રૂપાલા હોય કે ઈવન મોદી હોય. પરંતુ ખરી મજા તો મુખ્ય વક્તા અગાઉ વક્તવ્ય આપતા અન્ય વક્તાઓને સાંભળવામાં આવે છે. હવે તમે કહેશો કે જેપી આ તો તે ઉલટી વાત કરી.

પણ ભાજપ દ્વારા વ્યૂહરચના ગોઠવવામાં આવી છે કે મુખ્ય વક્તા અગાઉના વક્તાઓએ બિન્દાસ્ત ભાષણ કરીને અમુક મુદ્દા ઉછાળવા કે જે મુદ્દા મુખ્ય વક્તા ઉછાળે તો શોભે નહીં અને ક્યાંક ચૂંટણીપંચને પણ વાંધો પડી શકે. જેમ કે ઉદાહરણ આપુ તો ભાજપની સભામાં ઓડિયન્સ ભેગુ થઈ જાય એટલે મુખ્ય વક્તા અગાઉ અન્ય વક્તાઓ દ્વારા ખુલ્લે આમ બોલવામાં આવે છે કે ગુજરાતમાં મુસલમાનોની જે કતલ થઈ હોવાની હવા દુનિયાભરમાં ઉભી થઈ છે એની સામે આક્રોશ બતાવવા કોંગ્રેસ જીતી જાય તો ગુજરાતમાં મુસ્લિમને મુખ્યમંત્રી બનાવવાની છે. કોંગ્રેસનું હિંદુવાદી ગુજરાત રાજ્યમાં મુસ્લિમ મુખ્યમંત્રી બનાવવાનું ષડયંત્ર છે મિત્રો .. શું આપ ઈચ્છો છો કે અહેમદ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બને? બસ આટલી વાતમાં વાતાવરણ જામી જાય છે.

જ્યાં સુધી જેપીની સમજ છે, અહેમદ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બને એય શક્ય નથી ને કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવે એ વાતમાંય માલ નથી.અહેમદભાઈ ઈંદિરા ગાંધીના સમયથી કેન્દ્રમાં દરેક કોંગ્રેસ સરકારની મંત્રી બનાવવાની ઓફર ઠુકરાવી ચૂક્યા છે અને સંગઠનમાંજ કામ કરતા રહ્યા છે. એટલેજ તેમનું ગાંધી પરિવારમા અને કોંગ્રેસમાં માન છે. હા, કોંગ્રેસના મુખ્યમંત્રી કોઈ પણ હોય, મુખ્યમંત્રીના બોસ, સુપરચીફમિનીસ્ટર તો અહેમદ પટેલ જ હશે એ વાત સોએ સો ટકા સાચી.

નરેશ કનોડિયા નાચે છે, ગાય છે અને ગળાનો ખયાલ રાખે છે

07-12-2007

૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં હું મહેશ કનોડિયા પાટણથી ચૂંટણી લડતા હતા ત્યારે એમનો પ્રચાર જોવા ગયો હતો. મહેશભાઈ સાથે એ વખતે બહુ રસપ્રદ વાતો થઈ હતી. મહેશભાઈએ કહ્યું કે આ વખતે નરેન્દ્રભાઈએ મને ઉમેદવાર તરીકે ટિકીટ આપી છે પણ મને કહ્યુ છે કે બહુ નાચવુ ગાવુ નહી. બહુ ગાશો તો વિરોધીઓને બોલવાનો મોકો મળી જશે. મહેશભાઈએ નરેન્દ્રભાઈથી ડરીને ચૂંટણીસભાઓમાં ગાવાનુ પડતુ મૂક્યુ. પછી એક સભામાં નરેન્દ્રભાઈ અને મહેશભાઈ ભેગા થઈ ગયા. મહેશભાઈએ ભાષણ આપ્યુ પછી લોકોએ બૂમો પાડી કે ગીત થવા દો, ગીત થવા દો, મહેશભાઈએ નરેન્દ્રભાઈ સામે જોયુ. નરેન્દ્રભાઈ તો લોકોની ગીતોની ડિમાન્ડ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયા અને છેવટે પોતાનો જૂનો આદેશ પાછો ખેંચ્યો ને મહેશભાઈને ગીત ગાવાની છૂટ આપી. મહેશ કનોડિયાએ પણ પછી તો ચીલાચાલુ નહીં પણ નર્મદાનું ગીત બનાવી કાઢ્યુ અને મારો સોનાનો ઘડુલિયો રે હા નર્મદા છલકે છે ગીત ગાયુ.

હવે કરજણ વિધાનસભાની બેઠક પરથી ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા નરેશ કનોડિયા લડી રહ્યા છે ત્યારે તેમને પણ આ વખતે નાચવા ગાવાની છૂટ મળી હોય એમ લાગે છે. નરેશ કનોડિયા વડોદરા જિલ્લાના કરજણમાંથી ચૂંટણીમાં ઉભા છે અને તેઓ પ્રચાર કરવા માટે ગામડાઓમાં ઘોડા પર બેસીને જાય છે. પછી ગીતો ગાય છે અને કમરે દુપટ્ટો બાંધીને નાચે છે પણ ખરા. નરેશ કનોડિયાએ પણ પ્રચાર માટે ખાસ ગીત બનાવ્યુ છે જેનો રાગ મેં નીકલા ગડ્ડી લે કે … એ ગદર ફિલ્મના ગીત પરથી છે અને શબ્દો છે મેં ખડા હું ચુનાવ મેં આયા હું વોટ માંગને, આપકે ગાંવ આયા,મેં શૂટીંગ છોડ આયા …

નરેશ કનોડિયા કહે છે કે બીજા ઉમેદવારોએ તો માત્ર ભાષણો આપવાના હોય પણ તમે વિચારો કે મારે દરરોજ પંદર ગામોનો પ્રચાર માટે પ્રવાસ ખેડવાનો હોય છે અને દરેક ઠેકાણે લોકો મને તો ગાવાની જ ફરમાઈશ કરે છે, એટલે મારે તો ગળાનો કેવો ખયાલ રાખવો પડતો હશે?

ગોધરાના હુતાત્માની દીકરીએ લગ્ન માટે છઠ્ઠી ડિસેમ્બરની પસંદગી કરી

07-12-2007

ગોધરા કાંડ સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને સળગાવવામાં આવ્યો ત્યાંથી શરૂ થયો હતો. મુસ્લિમો દ્વારા સળગાવવામાં આવેલા ડબ્બામાં અમદાવાદની પંચાલ પરિવારની ત્રણ દિકરીઓના પિતા હર્ષદ પંચાલ માતા મિતા પંચાલ અને બે બહેનો પ્રતીક્ષા ને છાયા પંચાલ પણ હતા જે માર્યા ગયા. ગોધરાકાંડે અનાથ કરેલી ત્રણ દીકરીઓ પૈકીની મોટી દીકરી કોમલ પંચાલના છઠ્ઠી ડિસેમ્બરે લગ્ન યોજાયા હતા.આમાં નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત એકમના માંધાતાઓ હાજર રહ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદે હુતાત્મા પંચાલ પરિવારની દીકરીઓની જવાબદારી સ્વીકારી છે.

છ ડિસેમ્બરે શાહપુરમાં યોજાયેલી ધર્મેન્દ્ર મહારાજની સભામાં પ્રવચન આપતા વિહિપના જયદીપ પટેલે કહ્યું કે કોમલનું સગપણ નક્કી કર્યું પછી તેને લગ્ન માટે બે ત્રણ તારીખો આપી પણ કોમલે કહ્યું કે તેણી છઠ્ઠી ડિસેમ્બરે જ પરણશે. છઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસ થયો હતો માટે કોમલે આ દિવસ પસંદ કર્યો.કોમલને આશિર્વાદ આપવા માટે જ ધર્મેન્દ્ર મહારાજ ખાસ અમદાવાદ આવ્યા હતા.તસવીરમાં:કોમલ પંચાલ

શું લાગે છે આ વખતે ચૂંટણીનું ?

7-12-2007

?– તો ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટની હવે સાવ ઢૂંકડી છે. અને દરરોજ ઢગલો સંખ્યામાં ઈમેલ, ફોન અને રૂબરૂમાં જેપીને સૌ પૂછી રહ્યા છે કે કેવુ લાગે છે ? કોણ જીતશે ? હું જવાબ આપુ છું કે દરેક મતવિસ્તારમાં હું ફર્યો નથી એટલે બેઠા બેઠા માઈક્રો લેવલનો કયાસ કાઢવો અશક્ય છે. પણ ગુજરાતને અને ગુજરાતીઓને હું જ્યાં સુધી સમજુ છુ ત્યાં સુધી ચોક્કસ કહી શકુ છું કે મેક્રો લેવલનો કયાસ એમ લગાવી શકાય છે કે મોદીની તરફેણમાં વેવ છે. મોદીએ પોતાનુ જે કલ્ટ ફીગર ઉપસાવ્યુ છે એનો આ વેવ છે.

– પણ મોદી ખુદ શું કહે છે ? ભગવા રંગના એ.સી. ઈલેક્શન રથમાં આ અંગેના પ્રશ્નના જવાબમાં મોદી કહે છે કે આ વખતે અમને પાછલી ચૂંટણીથી વધારે વોટ મળશે, વધારે સીટો મળશે. મોદીને કચ્છ,સૌરાષ્ટ્રમાં પાર્ટીના પરફોર્મન્સ અંગે પૂછતા તેઓ કહે છે કે આખા ગુજરાતમાં વેવ છે, બધે જ જીત મળશે.સોરાબુદ્દીન પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે મોદી ચૂંટણીની બેઠકો અંગે પ્રશ્નના જવાબમાં સૂચક રીતે કહે છે કે: મારા પર કોંગ્રેસ અને બીજા સૌ ભરપૂર કીચડ ઉછાડી રહ્યા છે, એમને ઉછાળવા જ દો, ઉછાળવા જ દો, જેટલો કીચડ વધારે ઉછાળશે એટલુ કમળ વધુ ઉગશે(કમળ કીચડમાં જ ઉગે છે)

– અને કેશુભાઈ શું કહે છે ? કેશુભાઈ કહે છે કે પહેલા તેઓ દરેક ચૂંટણીમાં ગુજરાતનો વ્યાપક પ્રવાસ કરતા હતા અને અંદાજ લગાવી લેતા હતા કે કેટલી સીટો મળશે પણ આ વખતે તેઓ પ્રચારમાં નીકળ્યા નથી. આમ છતા જે લોકો આવે છે અને વર્ણન કરે છે એમની વાતો સાંભળીને હં ક્યાસ લગાવુ છું કે આ વખતની ચૂટણીમાં અગાઉની ગુજરાતની કોઈપણ ચૂંટણી કરવા વધુ ક્લોઝ ફાઈટ છે, કાટેકી ટક્કર છે, બંને પક્ષોના જીતવાના ફીફ્ટી ફીફ્ટી ચાન્સ છે. આમ કેશુભાઈ કહે છે.

-અને કોંગ્રેસ શું કહે છે. એમને તો પૂછવા જેવુ જ નથી કારણકે કોંગ્રેસીઓતો હું મુખ્યમંત્રી બનીશ ને પેલો નાયબ મુખ્યમંત્રી ને પેલો ફલાણા ખાતાનો મંત્રી એવુ બધુ મનોમન નક્કી કરવા લાગ્યા છે. જોકે કોઈ કોંગ્રેસી આગેવાન સીટો કેટલી મળશે એના આંકડામાં નથી પડતા પણ સ્પષ્ટ બહુમત મળશે એમ કહે છે.

-સૌથી મજાની વાત તો પેલા ભાજપના બળવાખોર અને ઉમા ભારતીના લોકજનશક્તિ પક્ષમાંથી ભાવનગરમાં ઉભેલા સુનીલ ઓઝા કરે છે. સુનીલ ઓઝા કહે છે કે તેમનો પક્ષ પચાસ ટકા બેઠકો જીતી લેશે. આ પક્ષના રાજ્ય એકમના વડા ચૈતન્ય શંભુ મહારાજ તો અત્યારથી તેઓ ક્યા પક્ષને ટેકો આપશે અને નહી આપે એની વાતો કરે છે. હમણા જુનાગઢમાં તેમણે નિવેદન કર્યું કે તેઓ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતીમાં મોદી સિવાયના ભાજપને ટેકો આપશે પણ કોંગ્રેસને તો નહીંજ. અલ્યા શંભુ મહારાજ, ટેકો આપવા માટે ધારાસભ્ય તો જોઈએ ને ? તમારો એક ધારાસભ્ય ચૂંટાય એમ નથી એનુ શું ?

-બીજી એક મજાની વાત કહું? કોંગ્રેસે બ્લેકમેલને વશમાં થઈને દાનમાં આપેલી સાત સીટો પર ચૂટણી લડી રહેલી નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલેકે એનસીપીના ગુજરાત એકમના વડા જયંત બોસ્કી કહે છે કે તેમની પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર પ્રફુલ પટેલ છે.અને મુખ્યમંત્રી પ્રફુલ પટેલ બનશે
… હા હા હા …

કોંગ્રેસનું મફત કલર ટીવીનું વચન: બહુ જ ચીપ લાગે છે

06-12-2007

ગુજરાતમાં કોંગ્રેસે ચક દે જેવો ફિલ્મી નારો(જે પેલા કોંગ્રેસી પ્રમુખ ભરતસિંહ સોલંકીના દિમાગની પેદાશ છે)આપ્યો એ આ ચૂંટણીમાં કોંગ્રેસે કરેલી પહેલી ચીપ થીંગ હતી અને કોંગ્રેસે કરેલી બીજી ચીપ થીંગ છે ગરીબીની રેખાની નીચે જીવનારા ગુજરાતીઓને કલર ટીવી આપવાનુ વચન આપ્યુ છે તે.

તમિલનાડુમાં કરૂણાનિધીએ ત્યાંની ચૂંટણી વખતે કલર ટીવીનું વચન આપ્યુ હતુ અને કરૂણાનિધિ જીત્યા પણ હતા. પછી આ વચન નિભાવવાની પણ ત્યાં કોશિશ થઈ પણ હકીકતમાં એવુ બન્યુ કે ગરીબોએ રોટલા ભેગા થવા માટે કલર ટીવી વેચવા માંડ્યા.તમિલનાડુમાં કરૂણાનિધીએ ટીવી આપવાની યોજના અમલમાં મૂક્યા પછી પહેલા તબક્કામાં ૩૦૦૦૦ ટીવી સેટ વહેંચ્યા બીજા તબક્કામાં પચ્ચીસ લાખ અને ત્રીજા તબક્કામાં ૩૪.૨૫ લાખ કલર ટીવી વહેંચાઈ રહ્યા છે.આ બધાનો ખર્ચ છે ૧૪૪૪ કરોડ રૂપિયા.

કરૂણાનિધિ કહે છે કે તેમની સરકારે ચૂંટણી વખતે વચન આપ્યુ હતુ ત્યારે લોકો આની મજાક કરતા હતા પણ પછી જુઓ અમે જીત્યા પણ ખરા અને હવે ટીવી પણ વહેંચી રહ્યા છીએ.

હવે ગુજરાતની વાત કરીએ તો ખરેખર ૨૬ લાખ લોકોને ટીવી આપવાના થાય.આ ગરીબીની રેખા નીચે જીવતા એવા લોકો છે કે જેમની માસિક આવક પાંચસો રૂપિયાથી ઓછી છે. શું આ લોકોને કલર ટીવી આપવા જોઈએ કે બહેતર રોજગારીના વિકલ્પ, પાણી, સેનીટેશન, પોષણયુક્ત આહાર, દાક્તરી ચેક અપ અને સારવાર, સારા રસ્તા, બહેતર કૃષિ વગેરે ? દર અસલ આ બધા ક્ષેત્રેજ હજુ ગરીબોમાં એટલુ બધુ કરવાનુ બાકી છે કે કલર ટીવી આપવાનો કોઈ અર્થ સરતો નથી. ગરીબીની રેખા નીચેના પાંત્રીસ ટકા પરિવારો તો એવા છે કે તેમના ઘરે વીજળી જ નથી(પોસાતી નથી અને સાહીઠ ટકા એવા છે કે ખરેખર મહિને પાંચસો રૂપિયા કમાતા હોય તો ટીવીનું બિલ જ ન ભરી શકે.

કોંગ્રેસે ખરેખર દુષ્કાળમાં લોકો ભૂખે તરસે મરતા હોય ને ત્યારે તેમના માટે રાજા હાથીની ભેટ લઈ જાય એવુ કર્યુ છે.

વાતો:ગર્દભ સવાર, સાયકલ સવાર અને સાઈડકાર સવાર ઉમેદવારોની

05-12-2007

ક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની જલાલપોર બેઠકના અપક્ષ ઉમેદવાર સુરેશ બાલુભાઈ ચૌહાણ ચૂંટણી પ્રચાર માટે ગધેડા પર બેસીને નીકળે છે. સફેદ કપડા, કપાળે કંકુ ચાંદલો અને કાળા ગોગલ્સ પહેરીને ગધેડા પર બેસીને પ્રચારમાં નીકળતા સુરેશભાઈને જોવા માટે લોકોની ભીડ ઉમટે છે અને હસાહસ કરી મૂકે છે. સુરેશભાઈ હસનારાઓને કહે છે કે માત્ર હસશો નહીં, મત આપવો પડશે મને.

અને ઘણા મત આપે પણ છે. સુરેશભાઈ પાછલી વખતે અહીંથીજ ૨૦૦૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઉભા હતા ત્યારે તેમને સાડા પાંચ હજાર મતો મળ્યા હતા. એ વખતે સુરેશભાઈ ઉમેદવારી નોંધાવવા માટે ગધેડા પર બેસીને ગયા હતા. આ વખતે સુરેશભાઈનું લક્ષ્ય ૧૦૦૦૦ મતો મેળવવાનું છે.

સુરેશભાઈ પછી ભાવનગરના રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર અર્જુન નેતરવાલાની વાત કરીએ. આ ભાઈ એવા ઉમેદવાર છે કે જે ઘણી ચૂંટણીઓમાં ભૂતકાળમાં પણ ઉભા રહી ચૂક્યા છે. તેઓ અત્યંત ગરીબ છે. સાયકલ ધરાવે છે. વેલ્ડીંગનું છૂટક કામ કરી ખાય છે પણ દેશ માટે કશુંક કરવા માંગે છે. આ માટે જ ચૂંટણીમાં ઉભા રહેવાનો તેમને શોખ છે. કાકા કાળો કોટ ચડાવીને સાયકલ પર ફરતા જાય. પોતાના જ પ્રચારના ચોપાનિયા વહેંચતા જાય અને નાનકડા માઈક અને માઈક્રોફોન પર સાયકલ ચલાવતા ચલાવતા પોતાને મત આપવાની અપીલ કરતા જાય.

અને હવે વાત કરીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સામે ઉભેલા દિનશા પટેલની. દિનશા તેમના ટેકેદારના સાઈડકાર સ્કૂટર પર કોંગ્રેસનો પ્રચાર કરતા હોય એવો ફોટો અમદાવાદના ગુજરાતી તથા અંગ્રેજી અખબારે પ્રકાશિત કર્યો હતો. દિનશાને માલૂમ ન હતુ કે આ ફોટાની લોકો અવળી નોંધ પણ લેશે. પણ લોકોએ અવળી નોંધ લઈ લીધી. દર અસલ અમદાવાદમાં આજકાલ ટ્રાફીક પોલીસ બહુ કડક થઈ છે અને હેલ્મેટ વગરનાઓને તુરંત દંડ ફટકારી દે છે પણ ફોટામાં ઝડપાઈ ગયેલા દિનશાએ સાઈડકાર સ્કૂટર પર બેસીને પ્રચાર કરવા દરમિયાન માથે હેલ્મેટ પહેરી ન હતી, સ્કૂટર ચાલકે પણ હેલ્મેટ પહેરી ન હતી અને પાછળ બેઠેલા ટેકેદારોએ પણ નહીં.

મજાની વાત એ છે કે ટ્રાફીક પોલીસ આ અંગે પૂછતા એમ કહે છે કે ફોટાના આધારે દંડ ન કરી શકાય. રૂબરૂમાં પકડાય તો જ દંડ થઈ શકે. માનો કે રૂબરૂમાં હેલ્મેટ વગર ફરતા હોય તો પણ પ્રચાર કરવા નીકળેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના પેટ્રોલીયમ પ્રધાનને પકડે કોણ?

બે પ્રશ્નો: રાહુલ ગાંધી ક્યાં ? અને ભાજપનો ચૂંટણી ઢંઢેરો ક્યાં ?

05-12-2007

ને બે પ્રશ્નો થાય છે. પહેલો પ્રશ્ન એ કે પેલો કોંગ્રેસનો છોકરો રાહુલ ગાંધી ગુજરાતમાં બહુ પ્રચાર કરવાનો છે એવી વાતો થઈ હતી પણ એ ગુજરાત આવ્યો કેમ નથી ? અને બીજો પ્રશ્ન કે ભાજપનો ચૂંટણી ઢંઢેરો હજુ બહાર પડ્યો કેમ નથી ?

તો યારોને પૂછતા પહેલા પ્રશ્નનો જવાબ દિલ્હીના સોર્સીસથી એ મળે છે કે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં મોટા ઉપાડે કોંગ્રેસની ચૂંટણીની જવાબદારી લીધી પણ ત્યાં કોંગ્રેસનો જબરજસ્ત ધબડકો થયો. આના કારણે રાહુલબાબા લેટડાઉન થયા. હવે ગુજરાતમાં મોટા ઊપાડે રાહુલ ગાંધીને કોંગ્રેસના તારણહાર અને મેસ્કોટ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે અને કોંગ્રેસ હારી જાય તો રાહુલ ગાંધી બિનઅસરકારક અને અપશુકનિયાળ તથા અણઆવડતવાળા છોકરા તરીકે ખપી જાય. રાજનીતીક કરિયર શરૂઆતમાં જ ડૂલ થઈ જાય. બીજું એ કે રાહુલ ગાંધી માને છે કે ઊત્તરપ્રદેશને હસ્તગર કરવું કોંગ્રેસની રાષ્ટ્રિય જીત માટે જરૂરી છે કારણકે એમાં સીટો ઘણી છે અને કોંગ્રેસે આ પ્રદેશ પોતાનો હતો ને ગુમાવ્યો છે. લોકસભાની ૨૬ સીટોના ગુજરાતને રાહુલ ગાંધી એટલુ મહત્વનું ગણતા નથી. રાહુલ ગાંધી ગુજરાત પ્રચારમાં આવે તો કોંગ્રેસ જીતી શકે હોય એવી પ્રબળ સંભાવનાવાળી સીટ પર પ્રચાર કરે એ શક્ય છે કે જેથી તેમની કિરકીરી ન થાય. બીજુ કે રાહુલ ગાંધીની સભા એ રીતે અને એ સંખ્યામાં રાખવામાં આવશે કે જેથી કોંગ્રેસની હાર થાય તો કોઈ એમ ન કહે કે જો રાહુલ ગાંધીથીય કંઈ ન વળ્યું.હમણા ભરૂચના અહેમદ પટેલે એમના ગામમાં ઘરની પાછળ પાક્કુ હેલિપેડ બંધાવ્યુ છે. ડીએનએ અખબારનો અહેવાલ છે કે આ હેલિપેડ પર રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઉતરશે.

હવે બીજા પ્રશ્ન વિશે વાત. ભાજપનો ચૂંટણી ઢંઢેરો કેમ હજુ બહાર નથી પડતો? અરે ભઈ એનુ તો પૂછશો જ નહીં. એમાં તો દરરોજ સુધારા વધારા થયા જ કરે છે ને ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર થતો નથી. પણ હવે તો કરવો જ પડશે, ચૂંટણીમાં રહ્યા જ પાંચ દિવસ છે ભઈ. ઢંઢેરો ક્યાં ? મતદારો તો પૂછશે ને ?

મણિનગરના ભાજપી કાર્યકરો: મોદીનું મહોરૂ પહેરે ત્યારે … અને ઉતારે ત્યારે

04-12-2007

રેન્દ્રભાઈએ એમનો સ્વભાવ સુધારવો જોઈએ. એમના આ સ્વભાવે ભલે આ વખતે ચૂંટણી જીતી જાય પણ આવતી ચૂંટણીએ તો તેમને ફરીથી તેમનો સ્વભાવ નડશે. જેપી કેટલાક દિવસો પહેલા દિલ્હી હતો ત્યારે આ વાત ભાજપની ભારતની પ્રમુખ ઓફિસમાં કેબીન ધરાવતા બિનગુજરાતી ભાજપી વયસ્ક નેતાએ કહી હતી.

હમણા જેપી મણિનગરમાં ગયો અને કેટલાક જૂના ભાજપીઓ સાથે વાત કરી ત્યારે તેમનું પણ કહેવુ હતુ કે નરેન્દ્રભાઈએ સ્વભાવ સુધારવો જોઈએ. આ કાર્યકરોએ કહ્યું કે એક વખત નરેન્દ્રભાઈના મણિનગર વિધાનસભા વિસ્તારના જ અમરાઈવાડીમાં દારૂનો અડ્ડો ચાલતો હતો એની સામે અહીંના ભાજપી કોર્પોરેટરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પણ પોલીસે અડ્ડો બંધ કરાવ્યો નહીં, ઉપરથી જેને ફરિયાદ કરી હતી એ જ પોલીસવાળો અડ્ડા પર આવતો જતો દેખાયો.કોર્પોરેટરે આક્રોશપૂર્વક પોલીસ સ્ટેશને જઈને ફરીથી ફરિયાદ કરી. આ વખતે અહીં ઈન્સ્પેક્ટર હાજર ન હતો. કોર્પોરેટર ચાલ્યો ગયો અને ઘરે ગયો. થોડી જ વારમાં ઈન્સ્પેક્ટર કોર્પોરેટરના ઘરે આવી ગયો અને ગાળાગાળી કરવા માંડ્યો તથા ધમકી આપવા માંડ્યો અને હાથચાલાકી પણ કરી. ઈન્સ્પેક્ટરે અડ્ડો બંધ કરાવવો ન હતો અને કોર્પોરેટરને ચૂપ કરવો હતો.

ઈન્સ્પેક્ટરના વર્તન સામે કોર્પોરેટર અને બીજા કેટલાક ભાજપી કાર્યકરો વિસ્તારના ધારાસભ્ય તરીકે નરેન્દ્રભાઈને ફરિયાદ કરવા ગયા ત્યારે નરેન્દ્રભાઈની ઓફિસ તરફથી તેમને એમ કહેવામાં આવ્યુ કે તમે અહીં કેમ આવ્યા છો. તમારે બધાએ તો અત્યારે સ્કૂટરો લઈને વિસ્તારમાં નર્મદા બંધની ઊંચાઈ વધી છે એનો પ્રચાર કરવા માટે ફરવું જોઈએ.કોર્પોરેટર સહિતના કાર્યકરોને નરેન્દ્રભાઈની મુલાકાત અપાઈ નહીં અને સલાહો અપાઈ.

બીજા એક બનાવમાં જ્યારે મણિનગરના પોલીસ ઈન્સ્પેક્ટરના વર્તન સામે ભાજપના ખમતીધર કાર્યકરો નરેન્દ્રભાઈને ફરિયાદ કરવા ગયા ત્યારે નરેન્દ્રભાઈએ તેમને કહ્યું કે એમ ઈન્સ્પેક્ટરની બદલીઓ ના થાય. મારે અહીંનો કચરો ઉઠાવીને બીજા વિસ્તારમાં ફેંકવાનો. એના કરતા તો એ ઈન્સ્પેક્ટરને મણિનગરમાં જ સુધારો.

એક ત્રીજા કિસ્સામાં અસલ ભાજપી કાર્યકરોએ કહ્યું કે એક ભાજપી ધારાસભ્ય એક બિલ્ડરને લઈને નરેન્દ્રભાઈની ઓફિસમાં પહોંચ્યા. ધારાસભ્યએ નરેન્દ્રભાઈને કહ્યું કે આ બીલ્ડર છે એમણે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો એમાં ખૂબ સારી મદદ કરી છે. આમ આપણા પક્ષને તે મદદરૂપ નીવડ્યા છે. એમનું એક જેન્યુઈન કામ છે. નરેન્દ્રભાઈએ ધારાસભ્યને આગળ બોલતા અટકાવીને પેલા બીલ્ડરને કહ્યું કે ભાઈ તમે બહાર બેસો. તમે બહાર જાઓ …. બીલ્ડર બહાર ગયો એટલે ભાજપી ધારાસભ્યને નરેન્દ્રભાઈએ કહ્યું કે તમે મને રાજીનામુ આપી દો અને ફરીથી ચૂંટણીમાં ઉભા રહો. હું તમને આ બીલ્ડર વગર જીતાડી દઈશ. તમે શું આ બીલ્ડરને લીધે ચૂંટાયા છો? તમે મારા લીધે ચૂંટાયા છો. આવા બધાને લઈને અહીં આવવાનું નહીં.

અન્ય એક કિસ્સામાં ગાંધીનગરની બહાર કામ કરતો એક યુવાન સરકારી નોકર એવો ભાજપી કાર્યકર એના વિભાગના કૌંભાંડોની વિગતો ભેગી કરીને નરેન્દ્રભાઈને મળવા ગયો અને તેમને કહ્યું કે સાહેબ હું સરકારી કર્મચારી છું અને મારા વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારની વિગતો લાવ્યો છું. નરેન્દ્રભાઈએ વાત જ સાંભળવાનો ઈનકાર કરીને કહ્યું કે પહેલા મને એમ કહો કે આજે અત્યારે તમે તમારી નોકરી છોડીને અહીં ગાંધીનગર આવ્યા જ કેમ? તમારે અત્યારે તમારા નોકરીના સ્થળે હોવું જોઈએ. તમે નીકળો અહીંથી અને નોકરીએ જોડાવી જાઓ.

આ ભાજપી જૂના કાર્યકરો પાસે મોદીની અનેક વાતો હતી જેના આધારે તેમણે તારણ કાઢ્યુ હતુ કે મોદી જેટલો ઉંચો ઉઠ્યો છે એટલો જ એના સ્વભાવને કારણે જોરથી નીચો પડશે.પણ પડે ત્યાં સુધી રાહ જોવાની. ગોરધન ઝડફિયા કે કેશુભાઈ નહી બનવાનુ. કાર્યકરોએ કહ્યું કે મોદી હિંદુ એકતા રાખી શક્યા નથી. હિંદુત્વ અને ગુજરાત ગોધરાના બનાવ કારણે સંગઠિત થયુ હતુ(ચાહે એ વખતે મુખ્યમંત્રી કોઈ પણ હોત) પણ મોદીને અને માત્ર મોદીને કારણે હાલ જ્ઞાતિઓમાં વિભાજીત થઈ રહ્યુ છે. મોદીએ બોર્ડ નિગમોમાં ભાજપી ગુજરાતીઓને ન નીમીને બિનગુજરાતી આઈએએસ ઓફિસરોને કરોડો બનાવવા દીધા. મોદીના એક એક મંત્રીઓ કમાયા છે પણ કાર્યકરોને ઠેંગો બતાવાયો છે….

જેપીને ખાનગીમાં આ બધુ કહેનારા, હૈયાવરાળ ઠાલવાનારા આ જ મણિનગરના અસલ જૂના કાર્યકરો મોદી સામે હોય ત્યારે તેમની સામે નતમસ્તકે હોય છે, તેમને હાથ મિલાવે છે, પ્રણામ કરે છે, રેલીમાં તેમના માસ્ક પણ પહેરે છે, પ્રચાર પણ કરે છે અને જયજયકાર પણ બોલાવે છે પણ આ જ કાર્યકરો રાત્રે કીટલી પર કે ગલ્લા પર ભેગા થાય ત્યારે મોદીની ભરપેટ ખોદે છે અને ક્યારે મોદી પતે ને ભાજપમાં કોઈ બીજો કાર્યકરપ્રિય(ભલે જનપ્રિય નહી)નેતા(અથવા એટલીસ્ટ મણિનગરનો ધારાસભ્ય) આવે એની રાહ જુવે છે. જેપીને તો આ કાર્યકરોનુ મોદીના મહોરાવાળુ અને મહોરુ ઉતારે ત્યારે અસલ ટીપીકલ કાર્યકરવાળુ એમ બે બે સ્વરૂપ જોવાની મજા પડી ગઈ અને ખડખડાટ હસુ આવી ગયુ.

પાછો મારી દિલ્હીની મુલાકાત પર આવુ તો હું ભાજપના જે વરિષ્ઠ નેતાને ભાજપની વડી ઓફિસે મળ્યો હતો તેમણે કહ્યું હતુ કે ભાજપની કેન્દ્રિય નેતાગીરી માટે ગુજરાતમા મોદી હાલ મજબૂરી છે. નહીતો આવા સ્વભાવનો માણસ સંગઠનમાં એક દિવસ ના ચાલે. પણ શું કરીએ આ માણસે ગુજરાત ભાજપ એટલે મોદી જ એવુ વાતાવરણ એવી તો સજ્જડ રીતે રચી દીધુ છે કે ભાજપની કેન્દ્રિય નેતાગીરી પાસે છૂટકો જ નથી હાલ એના સિવાય ગુજરાતમાં.

સોનિયાજી જબાન સંભાલકે, અને મોદીજી પ્લીઝ ગલા સંભાલકે

03-12-2007

રેન્દ્રભાઈ સુરતની સભામાં જબરજસ્ત મૂડમાં હતા. કદાચ આ મૂડ એમને એકથી દોઢ લાખની વિશાળ જનમેદની જોઈને આવી ગયો હતો. નરેન્દ્રભાઈએ તેમના ભાષણમાં કહ્યું કે સોનિયા ગાંધી તેમના ભાષણ ચોરે છે. ‘ગઈકાલે સોનિયા ગાંધીએ ભાષણમાં જે વાતો કહી હતી એ બધી તો મેં જ કહેલી વાતો હતી. પણ આમ મારા ભાષણો ચોરવાથી અહીં સફળતા મળશે નહી’ એમ કહેતા મોદીએ કહ્યું કે ‘આજ સુધી મારા વિરોધીઓ મારા માટે જાત જાતનું બોલ્યા છે પણે કોઈએ પણ કોઈ વખત મારી પ્રામાણિકતા સામે પ્રશ્નાર્થ મૂક્યો નથી. પણ સોનિયા ગાંધીએ મને બેઈમાન કહ્યો. જરા એ તો કહો કે આ સોનિયાના ભાષણ લખે છે કોણ? ચાહે કેટલા પણ લખનારા રાખીને ભાષણ લખાવો પણ મારા દિલમાંથી જે વાત નીકળે છે એવી વાત તમે નહી કહી શકો સોનિયાબહેન.’

પરંતુ અહીં જેપીએ તમને એક ખાસ વાત કરવી છે. સુરતના ભાષણમાં નરેન્દ્રભાઈનો ઘાંટો આજે તરડાયેલો લાગતો હતો. જોશ જોરદાર હતો પણ ગળુ બેસી જવાની તૈયારીમાં લાગતુ હતુ જે ભારે ચિંતા જગાવનારી વાત છે. નરેન્દ્રભાઈ જેમ કે એમના ભાષણમાં કહે છે તેમ તેમણે મુખ્યમંત્રી બન્યા પછી એક પણ દિવસનું વેકેશન લીધુ નથી. અને એ જ રીતે હાલ ચૂંટણીમાં પણ એકલે હાથે વિરોધીઓ સામે જબરજસ્ત ફાઈટ આપી રહેલા નરેન્દ્રભાઈ એક કલાકનું ય વેકેશન લીધા વગર મહેનત કરી રહ્યા છે ત્યારે તેમના ગળાને દરરોજની અનેક રેલીઓ સંબોધવાના કારણે નુકસાન થઈ રહ્યુ છે. હું આ લખી રહ્યો છું ત્યારે જ આવતીકાલની બીજી સાત સભાઓની જાહેરાત થઈ છે કે જે નરેન્દ્રભાઈ સંબોધશે. એક દિવસમાં સાત સભા અને તેના પર ગુજરાતના ભાવિનો મદાર હોય ત્યારે નરેન્દ્રભાઈના ગળા માટે આ ભયંકર પરિશ્રમ છે. જો ગળુ બગડ્યું તો તેની ચૂંટણી પર વિપરિત અસર પડે તેમ છે.

નરેન્દ્રભાઈએ પાછલી દિવાળીમાં મિઠાઈઓ ખાધી ન હતી અને હજુ પણ ગળુ બગડે તેવુ ઠંડુ, ગળ્યુ કશું જ ખાતા નથી. ઉપરાંત નરેન્દ્રભાઈ ભાષણ સિવાયના પ્રસંગોએ બહુ બોલવાનું ટાળે છે. નરેન્દ્રભાઈના અંગત સચિવ તન્મયભાઈ હંમેશા પડછાયાની માફક નરેન્દ્રભાઈની સાથે જ હોય છે. તન્મયે આ માટે ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતા આવતા સરકારી હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. અત્યારે શિયાળાની સીઝન પણ ગળુ બગાડે એવી છે. હેલિકોપ્ટરમાં સવારથી રાત સુધી સતત ફ્રીક્વન્ટ પ્રવાસનું કષ્ટ અને બર્ડન શું હોય છે એ તો અનુભવે જ જણાય એવી ચીજ છે.

મિડિયા, દંભી સેક્યુલરો, મિશનરીઓ, ભાજપને છોડીને ભારતના તમામ પક્ષો, આતંકવાદીઓ, જેહાદીઓ, ઈસ્લામી કટ્ટરવાદીઓ, જ્ઞાતિવાદીઓ, બળવાખોરો, અસંતુષ્ટો અને બીજા કેટલાય કંઈક સામે એકલે હાથે લડી રહેલા નરેન્દ્રભાઈ ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર દરમિયાન ખાતા શું હશે, ક્યાં હશે, શારીરિક અને માનસિક આરામ કઈ રીતે લઈ લેતા હશે ? ચૂંટણીમાં પ્રચાર સિવાય સ્ટ્રેટેજીને લગતુ પણ ઘણુ કામ હોય છે એની માથાપચ્ચી કઈ રીતે કરતા હશે ? અને તબિયત કઈ રીતે સાચવતા હશે એનો વિચાર તો કરી જુઓ યારો. તો સોનિયાજીને કહેવાનુ કે જબાન સંભાલકે અને મોદીજી માટે પ્રાર્થના કરવાની કે ગલા સંભાલકે સર.

વાત ગુજરાતના સૌથી યુવાન અમરેલીના ધારાસભ્યની અને એની આગળ પાછળની

02-12-2007

મરેલીના પરેશ ધાનાણી ૨૦૦૨ની વિધાનસભામાં માત્ર બાવીસ વર્ષની ઉંમરે ગુજરાત વિધાનસભાના સભ્ય બની ગયા હતા. પરેશ ધાનાણી રસ્તા પર ઉભો હોય તો છોકરો લાગે પણ ભાજપના પુરૂષોત્તમ રૂપાલાને હરાવીને અમરેલીની બેઠક પરથી વિધાનસભ્ય બન્યો એટલે કોંગ્રેસમાં નાની ઉંમરે જ લાઈમ લાઈટમાં આવી ગયો. હવે પરેશ ધાનાણીની ઉંમર સત્યાવીસ વર્ષની છે અને ફરી અમરેલીની બેઠક પર કોંગ્રેસની ટિકીટ પર ઉભો છે. પરેશ ધાનાણીની સામે આ વખતે ભાજપમાંથી ઉભા છે દિલીપ સાંઘાણી. દિલીપ સાંઘાણી નરેન્દ્ર મોદીના ખાસ માણસોમાંના એક ગણાય છે. તેઓ અમરેલી વિધાનસભા બેઠક પર અગાઉ બે વખત જીતી ચૂક્યા છે અને એક વખત અમરેલીની લોકસભાની સીટ પણ જીત્યા છે. અમરેલી બેઠકની થોડી રસપ્રદ વાત જોઈએ તો પરેશ ધાનાણી લેઉવા પટેલ છે અને પુરૂષોત્તમ રૂપાલા કડવા પટેલ છે તેથી પરેશ ધાનાણીના કાકા ધીરૂ ગજેરાએ(મોદી સામેના અસંતુષ્ટ નેતા ધીરૂ ગજેરા કે જે એ વખતે ભાજપમાં હતા પણ હવે કોંગ્રેસમાં છે)અને ધીરૂભાઈના ભાઈ હીરા વ્યાપારી વસંત ગજેરાએ ખૂબ પૈસો ખર્ચીને લેઉવા પટેલોની બહુમતિવાળી અમરેલી બેઠક પર ભત્રીજા લેઊઆ પટેલ પરેશ ધાનાણીને જીતાડ્યા અને કડવા પટેલ પુરૂષોત્તમભાઈને હરાવ્યા(નરેન્દ્રભાઈને આની ખબર હતી એટલેજ ધીરૂ ગજેરા અને વસંત ગજેરા એમની બેડબૂકમાં ત્યારથીજ આવી ગયા હતા).

હવે આ વખતે દિલીપ સાંઘાણી પણ લેઊવા પટેલ છે, એ પણ વસંત ગજેરા, ધીરૂ ગજેરા કરતા ભલે ઓછા પણ ચૂંટણી પૂરતા પૈસા ખર્ચવા શક્તિમાન છે. એમનો પણ અમરેલીમાં બેઝ છે.તેથી વિધાનસભામાં છોકરમત જેવા નાટકિયા તોફાનો કરનાર પરેશ ધાનાણીને આ વખતે ટેન્શન છે. જેપીએ અમરેલીમાં રહેતા સોર્સને ફોન કર્યો અને પૂછ્યું કે શું વાતાવરણ છે? તો સામેથી જવાબ મળ્યો કે પરેશ ધાનાણીએ અમરેલીમાં નવા રોડ અને સ્યુએજનું કામ કર્યું છે એવો તેમનો દાવો છે પણ બધુ કામ મુસ્લિમ વિસ્તારોમાં થયુ છે. અમરેલીની લોકલ બોડી કોંગ્રેસ શાસિત છે અને તેમાં આઠ કમિટિઓના ચેરમેન મુસ્લિમ છે, ડેપ્યુટી પણ મુસ્લિમ છે, બધા કામો મુસ્લિમ વિસ્તારોમાં થયા છે …. અને ફોન કપાઈ ગયો. જેપીએ ફરી ફોન જોડ્યો નહી.વાત તો સમજાઈ ચૂકી હતી કે અમરેલીનો મૂડ શું છે.

કોંગ્રેસ આજકાલ શું વિચારે છે, માને છે, આશા રાખે છે, કરી રહી છે?

02-12-2007

પેલા કોંગ્રેસવાળાઓ આજકાલ શું વિચારે છે? શું કરે છે અને શું માને છે? કોંગ્રેસીઓ કહે છે કે જેમ આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ વિકાસની વાતો કરતા કરતા ચૂંટણી લડ્યા અને હાર્યા અને ઈન્ડિયા શાઈનીંગનો નારો આપીને વાજપેયી સરકાર કેન્દ્રમાં હારી એમ મોદી આ ચૂંટણી હારશે. કોંગ્રેસીઓને જેપીએ પૂછ્યું કે ભાજપએ ઢગલો સભાઓ કરી નાખી અને દરરોજ દિલ્હીથી નેતાઓ ઠલવાય છે, ભાષણો આપે છે, પ્રચાર કરે છે તો સામે કોંગ્રેસનો પ્રચાર કેમ શરૂ નથી થયો? તો જવાબમાં કોંગ્રેસીઓ કહે છે કે કોંગ્રેસના પ્રચાર માટે પણ ગુજરાત બહારથી નેતાઓ આવશે પણ એવુ રખે માનતા કે કોંગ્રેસનો પ્રચાર શરૂ નથી થયો. કોંગ્રેસે આ વખતે વોર્ડની સમસ્યાઓ, વિસ્તારની સમસ્યાઓ અને જ્ઞાતિ-સમાજની સમસ્યાઓને ફોકસ કરી છે. કોંગ્રેસની સ્ટ્રેટેજી ધરાતલના પ્રશ્નો ઉઠાવવાની છે જ્યારે ભાજપના ગુજરાત બહારના નેતાઓને સ્થાનિક વોર્ડમાં સ્થાનિક જ્ઞાતિમાં શું સમસ્યા ચાલે છે એનું લેસન નહીં હોવાનું. એટલે જ ભાજપના બહારના નેતાઓ હિંદીમાં દેશના પ્રશ્નો ચર્ચવાના જેની બહુ અસર પડતી નથી.

કોંગ્રેસી સોર્સ એમ પણ કહે છે કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ભાજપના અસંતુષ્ટ પટેલ(પાટીદાર)નેતાઓને(ધીરુ ગજેરા, વિઠ્ઠલ રાદડિયા મંડળી) ખાસ હેલિકોપ્ટર આપીને અનેક બેઠકો પર દોડાવી રહી છે. આ લોકો ગામડાના સ્તરે પહોંચીને પાટીદારોને ભાજપને વોટ ન આપવા મોટીવેટ કરશે. પેલી સ્પોઈલર બ્રિગેડ સરદાર પટેલ ઊત્કર્ષ સમિતિ એટલેકે ગોરધન ઝડફિયા, વલ્લભ કથિરિયા આણિ લેઉઆ પટેલોની બ્રિગેડે સૌરાષ્ટ્ર કચ્છની ૫૮ સીટો પર એમની જનજાગરણ મિટીંગો ચાલુ કરી દીધી છે. ગોરધન ઝડફિયા કહે છે કે ૧૪ ડિસેમ્બર પહેલા એમની સમિતિ ૧૨૦ મિટિંગો કરશે અને ભાજપને નહી પણ કોંગ્રેસને જ મત આપવાની લોકોને ભલામણ કરશે.બીજી બાજુ સૌરાષ્ટ્રમાં જ કોળીઓમાં કોંગ્રેસ ગ્રામ્યસ્તરનું નેટવર્કીંગ, મિટીંગો અને કાનોકાન પ્રચાર કરી રહી છે કે ચાંદનીના હત્યારાઓને ન પકડી શકનાર અને કોળી સમાજમાં ફૂટ પાડનાર ભાજપને મત ન જ અપાય.

આ તરફ મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ આદિવાસી વિસ્તારની ગુમાવેલી બેઠકો પર ૨૦૦૨માં હારેલા ઉમેદવારોને પુષ્કળ પુષ્કળ પૈસા વહેંચી રહી છે. પૈસો ગરીબ, ભોળા આદિવાસીઓ પર અસર પાડી શકે છે. ખ્રિસ્તિ મિશનરીઓ પણ અહીં તેમના નેટવર્કથી મદદ કરી રહી છે. દિનશાને મોદી સામે ઉભા રાખીને તેનો લાભ પાટીદાર મતોને મધ્ય ગુજરાતમાં મળે એનો પણ કોંગ્રેસ ગામડાના સ્તરે પ્રચાર કરી રહી છે કે જુઓ આપણો ચરોતરી પટેલ મોદી સામે લડે છે. દક્ષિણ ગુજરાતમાં મોહન ડેલકરના પક્ષ સાથે સમજૂતી કરી લીધી છે. કાશીરામ રાણા મદદ કરી રહ્યા છે, ખ્રિસ્તિ મિશનરી અને આદિવાસી વિસ્તારોમાં પૈસાનું ફ્લશીંગ ખરૂ જ.

ખેડૂતોના વોટ કોંગ્રેસ પોતાનામાં વધશે એમ માની રહી છે, મુસ્લિમોના વોટ ઘટશે એમ માની રહી છે. મીડલ ક્લાસ, પૈસાદાર, શિક્ષિત અને શહેરી ક્લાસ પાસે કોંગ્રેસને બહુ વધારે આશા નથી. જેપીનો કોંગ્રેસનો સોર્સ શંકરસિંહ સિવાયના કેમ્પનો છે જે કહે છે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ખરાબ પરફોર્મન્સ કરે તો શંકરસિંહનું ખરાબ દેખાય અને બહુ બોલકા મધૂસૂદન મિસ્ત્રિ વગેરેને લૂણો લાગે માટે ઉત્તર ગુજરાતની બહુ ચિંતા કરતા નથી.ભાજપે જ્યાં જ્યાં નબળી મહિલાઓને ઉમેદવાર મૂકી છે ત્યાં ત્યાં મર્દોને તેનો થોડો લાભ મળશે એમ પણ કોંગ્રેસ માને છે. કોંગ્રેસી સોર્સ કહે છે કે ભલે અત્યારે એવુ લાગે કે ભાજપ સસલાની દોડ દોડી રહ્યો છે, પ્રચારમાં છવાઈ રહ્યો છે પણે છેલ્લે તો કોંગ્રેસનો કાચબો મેદાન મારી જશે.તો ભાજપના મેક્રો પ્રચારની સામે કોંગ્રેસ માઈક્રો પ્રચારની સ્ટ્રેટેજી અપનાવી રહ્યું છે. આદિવાસીઓ, ખેડૂતો, કોળીઓ, લેઉઆ પટેલો અને ભાજપના અસંતુષ્ટો એ કોંગ્રેસના પંજાની પાંચ આંગળીઓ બની છે. આ કોંગ્રેસના ટોપ સોર્સના અહેવાલ છે . આ અહેવાલના ફકરાઓમાં તમને ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની ભૂમિકા, સ્તર, આકાંક્ષાઓ બધુ નજરે ચડી જશે. ધ્યાનથી વાંચો અને ગુજરાતની કોંગ્રેસને સમજો.૨૦૦૭ની ચૂંટણીની ગુજરાત કોંગ્રેસને સમજવા માટે આટલું જ પૂરતુ છે

આ મુસ્લિમોમાં મોદી લોકપ્રિય … કારણકે વિકાસનો કોઈ મઝહબ નથી

01-12-2007

બે દિવસ પહેલા જેપીએ અહીં અંદર બહાર ગુજરાતમાં સૌરાષ્ટ્રના કોડીનારમાં મુસ્લિમોએ સભા કરીને ભાજપને સમર્થન આપવાનો ઠરાવ પસાર કર્યો હતો એ વિશે લખ્યું હતુ. આ પછી એનડીટીવી પર સૌરાષ્ટ્રના જ જામનગર નજીકના સિક્કાના મુસ્લિમો ભાજપને કેવુ જબ્બર સમર્થન આપે છે એ વિશે અહેવાલ પ્રસારિત થયો છે. આ રસપ્રદ અહેવાલ એવો છે કે બંદર શહેર સિક્કામાં સીત્તેર ટકા મુસ્લિમ હોવા છતા આ તમામ ભાજપ તરફી છે. સિક્કા મ્યુનિસિપાલિટીની તમામ ઓગણીસ સીટો ભાજપ પાસે છે જેમાના ૧૪ તો મુસ્લિમ ભાજપી સભ્યો છે. મ્યુનિસિપાલિટીના ચેરમેન મહંમદ મુસા કહે છે કે ચાલીસ વર્ષોથી કોંગ્રેસમાં મતદાન કરતા હતા પણ વિકાસ નહતો થયો. ભાજપના રાજમાં જ વિકાસ થયો છે.

મજાની વાત એ છે કે ૩૦ નવેમ્બરના ઈન્ડિયન એક્સપ્રેસમાં ચોથા પાને આ અખબારના ગુજરાત બહારથી આવેલા પ્રતિનિધિ ડીપી ભટ્ટાચાર્યએ લખ્યું છે કે તેઓ અમદાવાદમાં ત્રણ અલગ અલગ રિક્ષામાં બેઠા અને ત્રણેય રિક્ષા ડ્રાઈવરોએ ભાજપને જ મત આપવાની વાત કરી. આમાંના બે રિક્ષાવાળા મુસ્લિમ હતા! પહેલા રિક્ષાવાળા જમાલપુરના મહેમૂદભાઈએ કહ્યું કે મોદી હી આયેગા. કોંગ્રેસમેં દમ નહી હૈ ઓર મોદી કે આને સે અચ્છાભી હુવાના, વો ધમાલ હુવા લેકીન ઉસકે બાદ શાંતિ હૈ. લોગ રોજી કમાતે હૈ. તો બીજા બિહારથી આવેલા અને અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રિક્ષા ચલાવતા રિક્ષાવાળા અબ્દુલ હસને પણ ઈન્ડિયન એક્સપ્રેસના પ્રતિનિધિને મોદીનું સમર્થન કરતા કહ્યું કે મોદી હી આયેગા જીતકે.

જેપી કેટલાક મહિનાઓ પહેલા આઈઆઈએમ અમદાવાદમાં સચ્ચર કમિટીની કોન્ફરન્સમાં ગયો હતો ત્યારે ત્યાં સચ્ચર કમિટિનો અહેવાલ બનાવનાર જનાબ પણ હાજર હતા તેમણે હાજર ગુજરાતી મુસ્લિમોને પૂછ્યું કે આમાંના કેટલા ગુજરાત છોડીને યુપી કે બિહાર કે બંગાળ જવાનું પસંદ કરશે? તો એક પણ મુસ્લિમે હાથ ઉંચો કર્યો ન હતો. સચ્ચર કમિટીના મેમ્બરે કહ્યું હતુ કે મુસ્લિમો ગુજરાતમાં જેટલા સુખી છે એટલા ભારતમાં અન્ય ક્યાંય નથી. તેમણે કહ્યુ હતુ કે તેઓ પણ એક સમયે ગુજરાતમાં રહ્યા હતા અને આજે પણ દિલ્હીમાં તેમનુ પરિવાર યાદ કરે છે કે ગુજરાત જેવી મજા નથી.

Note:Gujarati fonts can be read clearly only in Internet Explorer and not in Firefox browser

Click here for November 2007’s articles
નવેમ્બર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો


Click here for October 2007’s articles
ઓક્ટોબર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો