Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Amazing Self Milking Cow of Dahod, Gujarat(English Video)

Dahod, DeshGujarat

No need to milk this cow. Amazingly and miraculously this cow named as Radha in Dahod area of Gujarat milks itself on it’s own, giving daily out put of 8 liter milk. A stream of milk is released from the cow’s udders without any assistance from her owner.

Radha is also seen as a symbol of communal harmony, as her Muslim owner has given her a Hindu name.

***

દાહોદ, દેશગુજરાત

ગુજરાતના દાહોદ વિસ્તારની આ રાધા નામની ગાય એવી અનોખી અને અનૂઠી ગાય છે કે જેને દૂધ માટે દોહવાની જરૂર નથી પડતી. તેના આંચળમાંથી એમનેમ જ દૂધ ઝર્યા જ કરે છે. રાધાની આ ગજબની ખાસિયતના સમાચાર વિશ્વભરની કેટલીક ટીવી ચેનલોના ન્યુઝમાં પ્રસારિત થઈ છે. રાધાનો માલિક મુસ્લિમ છે અને છતા તેણે ગાયનું નામ હિંદુનુ આપ્યુ છે. વિડિયોમાં જુઓ રાધાના દૂધ ઝરતા આંચળની ઝલક.


Feedback received to “Amazing Self Milking Cow of Dahod, Gujarat(English Video)”

  1. Chagan Patel Says:

    નોકર પરિવારને અબજોની સંપત્તિ વારસામાં મળી
    અમદાવાદ, શનિવાર
    ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ’ કહેવતમાં જરા પણ અતિશયોક્તિ નથી તે બાબતને કદાચ હવે તમે જે કિસ્સો વાચવા જઇ રહ્યા છો તે વાંચીને જરૃર માનતા થઇ જશો. અમદાવાદમાં જ રહેતા અને જેને આખી જિંદગી કાળી મજૂરી કરી હતી તેવા એક ઘરનોકરના પરિવારને પોતાના અબજોપતિ માલિકની છેલ્લા દિવસો દરમિયાન સેવા કરવા બદલ ઓછામાં ઓછી રૃા. દસેક અબજ જેટલી સંપત્તિ હાથ લાગી છે. જેમાં ત્રણ અબજ ચોસઠ કરોડથી પણ વધુ કિંમતની તો માત્ર જમીનો જ છે અને તે ઉપરાંત ગુજરનાર વ્યક્તિની લાખો રૃપિયાની વીમા પોલીસીઓ- તેમની બચત સહિતની બેંક લોકરોમાં પડી રહેલી કિંમતી મૂલ્યવાન હીરા -ઝવેરાતની ચીજો ઉપરાંતની જેની કલ્પના સુદ્ધા કરવી મુશ્કેલ છે તેવી અનેક ચીજોનું માલિકીપણાનો સમગ્ર દલ્લો ઉપરોક્ત ઘરનોકરની ત્રણ દીકરીઓને હાથમાં આવવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

    માલામાલ વીકલી જેવી ફિલ્મોમાં જ માત્ર જોવા મળે તેવી આ કહાનીએ અમદાવાદની ધરતી ઉપર આકાર લીધો છે. તેટલું જ નહિ પરંતુ સમગ્ર દેશમાં કદાચ આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો નોંધાઇ રહ્યો છે. જે પરિવારના લોકોમાં વારસામાં આટલી મોટી રકમ મળવા જઇ રહી હોય અને તે પણ ૨૦- ૨૧ વર્ષના ગાળા પછી. આ સમગ્ર કિસ્સાની વિગતો આ પ્રમાણે છે.

    અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી કલ્યાણ સોસાયટીમાં ધનકુબેર કહી શકાય તેવા બુધાલાલ છોટાલાલ ઝવેરી રહેતા હતા. જે ૮૦ વર્ષની ઉંમરે આજથી ૨૧ વર્ષ પૂર્વે ૧૮-૧૦-૧૯૮૭ના રોજ અવસાન પામ્યા હતા. જેમને વર્ષો સુધી ભારતના તે સમયના રાજા- મહારાજાઓ અને ધનાઢય તેમજ ગર્ભશ્રીમંત લોકોને જર- ઝવેરાત સહિત હીરા માણેક તેમજ વિવિધ પ્રકારની એન્ટિક ચીજો પૂરી પાડવાનો વ્યવસાય કર્યો હતો. આ વ્યવસાય દ્વારા તેઓ કરોડો ને અબજો રૃપિયા કમાયા હતા, પરંતુ તેમને સંતાનમાં કશુ જ નહોતું. તેથી તે અંદરખાને ભારે વ્યથિત ને દુઃખી દુઃખી હતા.

    ૮૦ વર્ષની ઉંમરે તેઓ પહોંચ્યા તે પહેલાં તેમના પત્ની પણ તેમનો સાથ છોડી ચૂકયા હતા. જિંદગીના અંતિમ દિવસો તેઓ ભારે યાતનાભરી પરિસ્થિતિમાં ગુજારી રહ્યા હતા. એવું નહોતું કે તેમના અન્ય સગાંવહાલાંઓમાં કોઇ નહોતું. અમદાવાદ મુંબઇ સહિતના અન્ય શહેરોમાં તેમના અન્ય સગાંઓ રહેતા હતા, પરંતુ દરેકને માત્ર તેમની મિલકતમાં જ રસ હતો. કોઇએ તેમની સેવાચાકરી કરવાની દરકાર કરી નહોતી. તેના કારણે બુધાલાલ છોટાલાલ ઝવેરીએ પોતાની તમામ અબજોની મિલકતોનું કરેલું બે- બે વાર કરેલું વીલ જાતે જ રદ પણ કરી નાંખ્યું હતું.

    જિંદગીના સાવ છેલ્લા દિવસોમાં તેમના એકમાત્ર વફાદાર ઘરનોકર નારણભાઇ ઇશ્વરભાઇ દંતાણીએ જ તેમની સારસંભાળ રાખી હતી. ઘરનોકરની આ પ્રકારે કોઇ પણ જાતની અપેક્ષા વિનાની નમ્ર સેવા અને માયાળુ સ્વભાવથી બુધાલાલ છોટાલાલ ઝવેરીએ નવેસરથી પોતાનું વીલ બનાવીને તેમાં અગાઉના બે વીલ રદ કર્યાનો ઉલ્લેખ કરીને નવા વીલમાં તમામ પ્રકારની પોતાની સ્થાવર- જંગમ તેમજ રોકડ મિલકતોનો એકમાત્ર વારસદાર ઘરનોકર નારણભાઇ દંતાણી હોવાનું જણાવીને બે સાક્ષીઓની હાજરીમાં વીલને નોટરાઇઝ કરાવ્યું હતું.

    ઝવેરી શેઠ બુધાલાલ અવસાન પામ્યા તે પછી તેમના ઘરનોકર અને તેની પત્ની બંને મીઠાખળીનાં તે બંગલામાં જ રહેતાં હતાં. મહિનાઓ સુધી ઘરનોકર નારણભાઇમાં આ વીલ ખોલવાની હિંમત જ નહોતી. મહિનાઓ સુધી તે કવરને હાથમાં લે તેને પંપાળે અને પાછું સાચવીને મૂકી દે. તેમને મનમાં એવી બીક હતી કે શેઠના અન્ય સગાંવહાલાંઓ કયારેય આ બાબતને સાચી નહિ માને- નાહકનો હું હાંસીને પાત્ર બનીશ તે દરમિયાન જ નારણભાઇ કેન્સરનો ભોગ બન્યા અને તેના કારણે લગભગ ૧૯૯૭માં તેઓ મૃત્યુ પામ્યા. તેમના પત્ની પણ તે પછીનાં બે વર્ષનાં ગાળામાં મૃત્યુ પામ્યાં. તેમની ત્રણ ત્રણ દીકરીઓ પરણીને સાસરે પહોંચી ગઇ હતી.

    આ ત્રણ દીકરીઓ નીરુબેન, વર્ષાબેન અને અરુણાબેન જે સોલારોડ ઉપરની હીરાબાગ સોસાયટીમાં રહે છે તેમને એટલો ખ્યાલ હતો કે, પપ્પા કાયમ કોઇ કવર હાથમાં લેતાં ને કલાકો સુધી તેને પંપાળતા અને પાછા સાચવીને મૂકી દેતા હતા. બંગલાના એક બાથરૃમમાં ઉપરના માળિયામાં એક પોટલું પણ બાંધેલું પડયું હતું જે કોકવાર નારણભાઇ ને તેમના પત્ની ખોલતાં હતાં ને પછી સાચવીને બંધ કરીને મૂકી દેતાં હતાં. નારણભાઇ અને તેમની પત્નીનાં અવસાન પછી બંગલો સાવ અવાવરુ પડયો હતો. ઉપરના ભાગે બુધાલાલ ઝવેરીનો એક દૂરનો ભત્રીજો પણ રહેતો હતો.

    લગભગ આઠેક મહિના પૂર્વે ત્રણે દીકરીઓ સાથે મળીને કલ્યાણ સોસાયટીના બંગલામાં પહોંચી શેઠના ભત્રીજાને પોતાનો કેટલોક સામાન અંદર પડયો છે તે લઇ લેવા માટે વિનંતી કરી. તેમણે રજા આપી અને અંદરના અવાવરું બંગલામાં પડેલા થોડાંક વાસણો- કપડાં-લત્તાથી માંડી બીજું કેટલુંક રાચરચીલું અને બાથરૃમના ઉપરના માળિયામાં પડેલું પોટલું લઇને ત્રણેય બહેનો પોતાનાં ઘેર પરત આવી ગઇ.

    તમામની હાજરીમાં કાગળોનું પોટલું ખોલવામાં આવ્યું, જેમાં જમીનોના દસ્તાવેજ સહિત અસંખ્ય મહત્ત્વના દસ્તાવેજો હતા. ઉપરાંત જેને બહુ જ વાર હાથમાં લઇને તેમના પપ્પા નારણભાઇ વારંવાર પંપાળતા હતા તે કવર પણ હતું. તે કવર ખોલવામાં આવ્યું અને તે વાંચવાની જયારે શરૃઆત કરવામાં આવી ત્યારે તમામના શ્વાસ થંભી ગયા હતા. કાગળમાં રહેલા લખાણનો સાર સાંભળીને દરેકના હૃદયની ધડકનો તેજ બની ગઇ હતી.

    બીજા જ દિવસે તે કાગળો લઇને તેમને વકીલને મળવાનું નક્કી કર્યું. અમદાવાદ સિટી સિવિલ કોર્ટ બાર એસોસિયેશનના સેક્રેટરી પરાગ સી. ગાંધી અને ગોપાલ એન. ત્રિવેદીનો સંપર્ક કર્યો. બંને એડવોકેટોએ વીલ તથા તમામ દસ્તાવેજોનો અભ્યાસ કર્યો અને જમીનોને લગતા જે દસ્તાવેજો હતા તેના સાત- બારના નવા ઉતારાઓ કઢાવ્યા. જે તમામમાં ઝવેરી બુધાલાલ છોટાલાલનું જ નામ હતું. જેનું વીલ નારણભાઇના નામનું હોવાથી અને તેમના વારસદારોમાં તેમની ત્રણ દીકરીઓ જ હોવાથી તેમને જે વારસાઇ પ્રમાણપત્ર આપવામાં આવે તેમાં જો કોઇને પણ કોઇ જાતનો વાંધો હોય તો તે માટેની રજૂઆત આગામી તા. ૨૧મી એપ્રિલના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જાતે કે તેમના વકીલ દ્વારા હક્ક દાવો રજૂ કરવા જણાવાયું છે.

    અબજોની સંપત્તિના માલિક બુધાલાલ ઝવેરીએ તેમના છેલ્લા દિવસોમાં સેવાચાકરી કરનાર ઘરનોકર નારણભાઈને અબજોની સંપત્તિ વારસામાં આપી હતી તે સ્વર્ગસ્થ નારણભાઇ દંતાણી અને તેમના પત્નીની ફાઇલ તસવીર અને તેમની વારસદાર ત્રણ બહેનો પૈકી બે બહેનો વર્ષાબેન અને નિરુબેન. (તસવીર- અશ્વિન સાધુ)

    સંપત્તિમાં મળેલાં મકાનો મોકાની જમીનો ઉપર

    ઝવેરી બુધાલાલ છોટાલાલ દ્વારા જે અબજોની સંપત્તિ દંતાણી પરિવારને વારસામાં મળી રહી છે તેમાં મોટા ભાગની સંપત્તિમાં લગભગ ૩૫૦ કરોડથી પણ વધુ કિંમતની જમીનોનો સમાવેશ થાય છે. આ જમીનો જયાં અત્યારે હજારો રૃપિયા ચોરસવારનો ભાવ ચાલી રહ્યો છે ત્યાં આવેલી છે. તેમાં પણ કેટલીક જમીનો તો એસ.જી. હાઇવે ઉપર આવેલી છે. જેનો ચોરસવારનો ભાવ અત્યારે રૃ. એક લાખથી પણ વધુ ચાલી રહ્યો છે. જો કે છ - છ મહિના સુધી આ તમામ જમીનોના સાત- બારના ઉતારા મેળવીને તપાસ કરતાં એ પણ જાણવા મળ્યું હતું કે, આ પ્રકારની કેટલીક મોકાની જમીનો ઉપર તો બિલ્ડિંગો પણ બની ગયાં છે. તેમાં એક સર્વે નંબરની જમીન ઉપર રાજપથ કલબ પણ આવેલી છે. નવાઇની વાત એ છે કે, ઝવેરી બુધાલાલ ૨૦ વર્ષ પહેલા અવસાન પામ્યા તે પછી તેમની આ પ્રકારની કરોડોની જમીનોની કોઇક વ્યક્તિ દ્વારા બારોબાર જ સોદાગીરી કરીને તેને વેચાણ આપી દેવાઇ હશે. આ મામલો આગળ ચાલતા જ જમીનોનું પણ ઘણું જ મોટું કૌભાંડ બહાર આવવાની પૂરી શકયતા છે.

    બેંક એકાઉન્ટ-લોકરોમાં અઢળક સંપત્તિ

    અબજોની સંપત્તિ માત્ર પોતાના ઘરનોકરને વીલમાં આપી જનારા બુધાલાલ ઝવેરીએ રાજામહારાજાઓને એન્ટિક ચીજો પૂરી પાડીને કરોડો રૃપિયાની તે વેળાએ કમાણી કરી હતી જેની કિંમત આજે અબજો રૃપિયામાં થાય છે. ગુજરાતભરની જુદી જુદી પેઢીઓમાં તેમને થાપણો મૂકેલી હતી. તે ઉપરાંત વિવિધ બેંકોમાં તેમના સેવિંગ્સ એકાઉન્ટોમાં તેમજ ફિક્સ ડિપોઝિટોમાં અને પીપીએફમાં પણ આ પ્રકારે કરોડો રૃપિયા જમા પડયા છે તેવી જ રીતે યુનિટ ટ્રસ્ટમાં પણ રોકાણ કરેલું છે તે ઉપરાંત એલઆઇસીની પોલિસીઓ અને વોલ્કાટ બ્રધર્સ (સ્વીસ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પણ તેમણે વીમાની પોલિસીઓ લીધી હતી તે સિવાય તેમના બેંકો લોકર્સમાં શું શું હશે તેની તો વિગતો જ હજુ મેળવવાની બાકી નીકળે છે.

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World