| બેન્કિંગ સિસ્ટમને ૯૦૦ કરોડના નુકસાનની શક્યતા |
|
|
|
| વેપાર જગત સમાચાર | |
| द्वारा/by : Pooja | |
| Wednesday, 23 April 2008 | |
|
રિઝર્વ બેંક દ્વારા સીઆરઆરમાં કરાયેલ વધારાની સીધી અસર બેંકોની નફાક્ષમતા પર પડશે અને સમગ્ર બેન્કિંગ સિસ્ટમને રૃ. ૯૦૦ કરોડ સુધીનું નુકસાન થવાની શક્યતા છે. આ પ્રતિકૂળતાને હળવી કરવા બેંકો દ્વારા થાપણદારોમાં પણ કાપ મૂકાય તેવી શક્યતા છે. તેમ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. આ વર્તુળોના જણાવ્યા મુજબ બેંક તેમના એનઆઇએમ પર પાંચ બીપીએસનું દબાણ સહન કરે તેવી શક્યતા છે. બેંક તેમના ધિરાણ પર જો આઠ ટકા આવક મેળવતી હોય તો સીઆરઆરમાં થયેલા વધારાથી બેંકોને ખોટ જઈ શકે છે. બેંકોની મધ્યસ્થ બેંક પાસે રહેલી રોકડ પર તેમને વ્યાજ મળતું નથી. ુંબઈ, મંગળવાર રિઝર્વ બેંક દ્વારા સીઆરઆરમાં કરાયેલ વધારાની સીધી અસર બેંકોની નફાક્ષમતા પર પડશે અને સમગ્ર બેન્કિંગ સિસ્ટમને રૃ. ૯૦૦ કરોડ સુધીનું નુકસાન થવાની શક્યતા છે. આ પ્રતિકૂળતાને હળવી કરવા બેંકો દ્વારા થાપણદારોમાં પણ કાપ મૂકાય તેવી શક્યતા છે. તેમ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. આ વર્તુળોના જણાવ્યા મુજબ બેંક તેમના એનઆઇએમ પર પાંચ બીપીએસનું દબાણ સહન કરે તેવી શક્યતા છે. બેંક તેમના ધિરાણ પર જો આઠ ટકા આવક મેળવતી હોય તો સીઆરઆરમાં થયેલા વધારાથી બેંકોને ખોટ જઈ શકે છે. બેંકોની મધ્યસ્થ બેંક પાસે રહેલી રોકડ પર તેમને વ્યાજ મળતું નથી. મેરિલ લિન્ચના અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮-૦૯ સરકારી બેંકો માટે ર્માિજન અને ફોરેક્સની આવકમાં ઘટાડો અને ખાનગી બેંકો માટે કોલેટરલાઇઝડ ડેટ ઓબ્લિગેશનની (સીડીઓ) જોગવાઈમાં પણ ખોટની બાબતે પડકારરૃપ રહે તેવી શક્યતા છે. ૨૦૦૮ની શરૃઆતમાં ધિરાણદરોમાં ૬૦-૭૫ બીપીએસના કરવામાં આવેલા ઘટાડાને કારણે મોટા ભાગની સરકારી બેંકોની કમાણી પર અસર થશે. બેન્કિંગ ક્ષેત્રના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, વધતો Continue > તો ફુગાવો અને મંદ પડેલી માગને કારણે વૃદ્ધિ પર અસર થશે. આ ક્ષેત્ર માટે વ્યાજદરોમાં વધારો, રિટેઈલ મિલકતોની ગુણવત્તામાં ઘટાડો અને લોન તથા ફીમાં વધુ ઘટાડા જેવા ચાવીરૃપ જોખમો છે. હાલની પરિસ્થિતિએ ધિરાણની થોડી માગ સાથે ચાલુ વર્ષે ધિરાણ વૃદ્ધિ ૨૦ ટકા રહે તેવી શક્યતા છે. નિષ્ણાતો એવું માને છે કે જાહેરક્ષેત્રની બેંકો બેસલ-૨ના અમલીકરણ, લોનની માફી, મજૂરોની માગ અને વ્યાજદરોના ફેરફાર સામેની અક્ષમતા જેવાં વિવિધ દબાણોનો સામનો કરે તેવી શક્યતા છે. સીઆરઆરમાં થયેલા વધારા બાદ બેંકો તેમની નફાકારકતા જાળવી રાખવા માટે થાપણદારોમાં કાપ મૂકે તેવી શક્યતા છે. અન્ય એક બેંકના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, બેંકોએ ધિરાણદરમાં ઘટાડો કર્યો છે ત્યારે થાપણના દર હજુ ઊંચા છે. તેનાથી બેંકો પર ગંભીર દબાણ સર્જાય તેવી સંભાવના છે. આથી બેંકોએ થાપણના દરમાં ૫૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવો જ પડશે. આ કારણથી બેન્કિંગ સિસ્ટમને આશરે રૃ. ૭૫૦-૯૦૦ કરોડનું નુકસાન થશે. થાપણના દરમાં ઘટાડો કરવામાં નહીં આવે તો ખાનગી બેંકોએ રૃ. ૩૦૦ કરોડની ખોટ સહન કરવી પડશે.
Set as favorite
Bookmark
Email This
Hits: 139 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला | अगला > |
|---|