| ટીસીએસનો નફો વધીને રૃ. પ૦ર૬ કરોડ |
|
|
|
| વેપાર જગત સમાચાર | |
| द्वारा/by : Pooja | |
| Wednesday, 23 April 2008 | |
|
દેશની સૌથી મોટી આઈટી ર્સિવસ પ્રોવાઈડર અને તાતા જૂથની તાતા કન્સલટન્સી ર્સિવસે (સીટીએસ) આજે તેના પરિણામોની જાહેરાત કરી હતી. માર્ચ અંતે પૂરા થતા વર્ષ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો ૧૯.૩ ટકા વધીને રૃ.૫૦૨૬.૦૨ કરોડ થયો હતો. જે ગત વર્ષે રૃ.૪૨૧૨.૬૩ કરોડ હતો. વર્ષ દરમિયાન કંપનીની કુલ આવકો પણ વધીને રૃ.૨૩૩૪૯.૪૫ કરોડ થઈ હતી. જે ગત વર્ષે રૃ.૧૮૯૧૪.૨૬ કરોડ હતી. મુંબઈ, સોમવારદેશની સૌથી મોટી આઈટી ર્સિવસ પ્રોવાઈડર અને તાતા જૂથની તાતા કન્સલટન્સી ર્સિવસે (સીટીએસ) આજે તેના પરિણામોની જાહેરાત કરી હતી. માર્ચ અંતે પૂરા થતા વર્ષ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો ૧૯.૩ ટકા વધીને રૃ.૫૦૨૬.૦૨ કરોડ થયો હતો. જે ગત વર્ષે રૃ.૪૨૧૨.૬૩ કરોડ હતો. વર્ષ દરમિયાન કંપનીની કુલ આવકો પણ વધીને રૃ.૨૩૩૪૯.૪૫ કરોડ થઈ હતી. જે ગત વર્ષે રૃ.૧૮૯૧૪.૨૬ કરોડ હતી. કંપનીની આજે મળેલ બોર્ડ મિટિંગમાં રૃ.૧ના શેરદીઠ રૃ.૫ના અંતિમ ડિવિડન્ડની દરખાસ્ત કરાઈ હતી. આ ઉપરાંત કંપનીના બોર્ડે રૃ.૧ના રીડીમેબલ પ્રેફરન્સ શેર ઉપર પણ રૃ.૦.૦૭ના ડિવિડન્ડની ભલામણ કરી હતી. કંપનીના સીઈઓ અને એમડી એસ. રામદોરાઈના જણાવ્યા મુજબ ૨૦૦૭-૦૮ના વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ ૫૦ મિલિયન ડોલરથી પણ વધુ કિંમતના ૬ સોદા કર્યા હતા. આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીના ગ્રાહકોની યાદીમાં ૫૩ નવા ગ્રાહકો ઉમેરાયા હતા. જ્યારે ૩૨૯૯ કર્મચારીઓની ભરતી કરાઈ હતી. તેમણે વધમાં જણાવ્યું હતું Continue > ે કંપનીએ આગામી સમય માટે કોઈ ગાઈડન્સની જાહેરાત કરી નથી. આ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે અમે વૈશ્વિક સ્તરે આકાર લઈ રહેલ ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ. ૨૦૦૮-૦૯ દરમ્યાન કંપની દ્વારા ૨૨૪૫૧ કેમ્પસ ઓફર કરાયા હતા. આ ઉપરાંત કંપની દ્વારા નવા માર્કેટમાં વિકાસ સાધવાના હેતુસર નવા સોલ્યુશન અને ર્સિવસ ડેવલપ કરવામાં આવ્યા છે. કંપની દ્વારા ભારત, યુએસ, મેક્સીકો અને મોરક્કોમાં નવા ડિલિવરી સેન્ટર ઊભા કરાયા છે.
Set as favorite
Bookmark
Email This
Hits: 122 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| अगला > |
|---|