| ટેકનોલોજી - ‘જયની’ |
|
|
|
| અર્ધ સાપ્તાહિક | |
| द्वारा/by : Neel | |
| Thursday, 24 April 2008 | |
|
આજથી લગભગ બે- ચાર વર્ષ પહેલાં ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થનાર કોઇ યુવકને, તેને ભણાવનાર પ્રોફેસર વિશે પૂછો તો તે તરત જ એક હાથમાં મોટા થોથાં લઇને (કે પીળી પડી ગયેલી જૂની નોટબુક લઇને) અને બીજા હાથમાં ચોક ડસ્ટર લઇને બ્લેકબોર્ડ ઉપર ‘ચિતરામણ’ કરીને ભણાવતી વ્યક્તિનું ચિત્ર પ્રસ્તુત કરશે. આવું જ કંઇક ચિત્ર આજથી ૪-૫ વર્ષ પહેલાંના અગ્રણી વકીલ કે ટેક્સ કન્સલ્ટન્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કંપની એક્ઝિક્યુટિવ્સના વર્ણનમાં આપણી આંખો સમક્ષ આવે. હા, પ્રોફેસરના હાથમાં રહેલા ચોક-ડસ્ટર બીજા કોઈના હાથમાં જોવા મળે નહીં.અને હવે આજના કોઈ પ્રોફેસર્સ,સી.એ,ટેક્સ કન્સલટન્ટ કે વકીલને જુઓ, મોટેભાગે તેમના હાથમાં મોટાં મોટાં થોથા, સંખ્યાબંધ કાગળોથી ભરેલી ફાઇલો, ચોપડાઓ વગેરે કંઇ જ જોવા મળશે નહીં. હા, બધા જ પ્રોફેસર્સ કે પ્રોફેશનલ્સ માટે આ વાત લાગુ પડશે નહીં. પરંતુ બધાં જ અગ્રગણ્ય અને સફળ પ્રોફેશનલ્સની બાબતમાં આ વાત સો ટકા સાચી હશે. હાથમાં કોઇ ભાર લીધા વિના પણ આ પ્રોફેશનલ્સ તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતાના શિખરે બિરાજે છે. તેનું રહસ્ય છે ડિજિટલ ટેક્નોલોજી. માટે જ આજના યુગમાં સફળતાનો મહામંત્ર છે.. ગો ડિજિટલ... એટલે કે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરો. સમય,શ્રમ અને નાણાંનો બચાવ કરો. અને તમારા ક્ષેત્રમાં અગ્રેસર રહો, સફળતાના શિખરે પહોંચો. આજે આપણા જીવનમાં ડિજિટલ ટેક્નોલોજી તાણાવાણાની જેમ વણાઇ ગઇ છે. આજે મોબાઇલ ફોન, લેપટોપ, કેમેરા જેવી અનેક વસ્તુઓમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જેને કારણે બધો જ ડેટા એક ફ્લેશ ડ્રાઇવમાં સેવ કરીને તેને ગમે ત્યાં લઇ જઇ શકાય છે. આમ મોટા થોડાં, પુસ્તકો, ફાઇલ્સ વગેરે લઇને ફરવાના દિવસો હવે ભૂતકાળ બની જાય તે દિવસો આવી રહ્યા છે. આજે ડિજિટલ ટેકનોલોજી એટલી વિકસી છે કે હવે ડિજિટલ પ્રોડક્ટસ સૌને માટે સરળતાથી ઉપલબ્ધ બની રહી છે. આજે ‘ઇઝી ટુ કેરી’ પ્રકારનાં અનેક ડિજિટલ સાધનો માર્કેટમાં છે. જે ‘પ્રોફેશનલ લાઇફ’ ખરેખર ઇઝી બનાવે છે. ગોલ્ડ સ્ટોન કંપનીએ કેટલીક ‘ઇઝી ટુ કેરી’ ડિજિટલ પ્રોડક્ટસ લોંચ કરી છે. જેના મેમરી કાર્ડનો ઉપયોગ ગમે ત્યાં સરળતાથી કરી શકાય છે.તેને કેમેરા, મ્યુઝિક સિસ્ટમ કે વિડિયો ગેઇમ્સ, ડેસ્ક ટોપ, ડિજિટલ કેમેરા, મ્યુઝિક સિસ્ટમ કે વિડિયો ગેઇમ્સ વગેરેમાં લગાવી શકાય છે. આ મેમરી કાર્ડમાં હાઇ રિ- રેર્કોિડંગ અને પાવર- ફ્રી સ્ટોરેજની સુવિધા હોય છે. તેમાં સોલિડ ટેસ્ટ મેમરી કાર્ડની સાથોસાથ નોન સોલિડ મેમરી કાર્ડ પણ હોય છે. જે ફલેશ મેમરી કાર્ડથી સહેજ અલગ હોય છે. જેને ઘણાં લોકો મેમ કાર્ડ પણ કહે છે. એક અન્ય કંપની-ડિજિટેક કંપનીએ પણ કેટલાક ‘ઇઝી ટુ કેરી’ પ્રકારના ડિજિટલ ડીવાઇસ લોંચ કર્યાં છે. તેના એમ.એમ.સી. કાર્ડનો ઉપયોગ સ્ટોરેજ મીડિયાના સ્વરૃપમાં થાય છે. આ કાર્ડની વિશેષતા એ છે કે તે સરળતાથી ઇરેઝ થઇ શકે છે. ગોલ્ડ સ્ટોનના એમ.એમ.સી. કાર્ડને એમ.એમ.સી. રિડર સાથે જોડીને યુએસબીના ઉપયોગથી કૉમ્પ્યુટરમાં ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરી શકાય છે. લેટેસ્ટ કૉમ્પ્યુટર સિસ્ટમ તથા લેપટોપમાં એસ.ડી.સ્લોટ હોય છે. જેમાં એમ.એમ.સી. કાર્ડનો પણ ઉપયોગ થઇ શકે છે. આ ઉપરાંત કાર્ડ રીડર નામના ડિજિટલ સાધન વડે સ્માર્ટકાર્ડ રીડર નામના ડિજિટલ સાધન વડે સ્માર્ટ કાર્ડ કે ફ્લેશ મેમરી કાર્ડમાંથી ડેટા સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. તે જ પ્રમાણે, બ્લુ ટૂથ એડપ્ટર નામના સાધન વડે કૉમ્પ્યુટરને બીજા કોઇ પણ વાયરલેસ બ્લુ ટૂથ ડિવાઇસ જેવાં કે મોબાઇલ, લેપટોપ, પ્રિન્ટર વગેરે સાથે જોડી શકાય છે. તેનાથી આપને સરળતાથી એક વાયરલેસ કનેકશન મળી રહે છે. આ ઉપરાંત ડિજિટેક કંપનીએ ‘સ્પીડી એન્ડ એટ્રેક્ટિવ એવા યુએસબી ફ્લેશ ડ્રાઇવ પણ બનાવ્યા છે. લિનક્સ, યુવિક્સ અને વિન્ડોઝ સિસ્ટમમાં આ ફ્લેશ ડ્રાઇવનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત એક હજાર વખત રિચાર્જ કરી શકાય તેવી, ડિજિટલ કેમેરા, પીડીએ તથા ગેઇમ્સની બેટરી પણ આ કંપનીએ બનાવી છે. આ કંપનીએ તાજેતરમાં બંને બાજુએ ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટો પ્રિન્ટ થઇ શકે તેવાં મેટ ઇંકજેટ પેપર પણ બજારમાં મૂક્યાં છે. ડિજિટલ ટેક્નોલોજીમાં લેટેસ્ટ તો આ ડિજિટેક કંપનીએ લોંચ કરેલા વોટરપ્રૂફ પેપર છે. જેનો ઉપયોગ ઑફિસ ઉપરાંત ઘરના કૉમ્પ્યુટર ઉપર પણ કરી શકાય છે. આ બધાં જ સાધનોથી સજ્જ થયેલાં પ્રોફેશનલને બધી જ માહિતીનો વિશાળ ભંડાર હંમેશા હાથવગો રહે છે. આ સાધનોને કારણે તેને પીએ કે (લેડી) સેક્રેટરીને પણ સતત પોતાની સાથે રાખવાની જરૃર રહેતી નથી. આજે પ્રોફેશનલ લાઇફમાં સફળતા માટે આ ડિજિટલ ઉપકરણો અનિવાર્ય થઇ ગયાં છે તે સુવિધાજનક અને અસરકારક છે. તેથી જ આજના યુગનો સફળતા માટેનો મહામંત્ર છે... ગો ડિજિટલ!
દૃષ્ટિવિહિન લોકો માટે ખુશખબર ઇંગ્લેન્ડની ગ્લેસ્ગો યુનિર્વિસટીના પ્રો. સ્ટીવન બ્રુસ્ટર અને તેમના સહાયકોની બનેલી નિષ્ણાત સંશોધકોની ટીમે ‘ફેન્ટમ ઓમ્ની’ નામનું એક સાધન તૈયાર કર્યું છે. જેની સાથે જોડાયેલી રોબોટિક પેન હાથમાં રાખીને દૃષ્ટિવિહિન લોકો સરળતાથી લખી શકે છે. આ ટીમે, આઠ અંધ વિદ્યાર્થીઓ ઉપર આ સાધનનો સફળ ઉપયોગ કર્યો છે. આ વિદ્યાર્થીઓના શિક્ષકની સહાયતાથી આ ટીમે ત્રણ આંશિક અંધ તથા પાંચ સંપૂર્ણ અંધ એવા આઠ વિદ્યાર્થીઓને ‘ફેન્ટમ ઓમ્ની’ સાધનથી લખતા કરી દીધા છે. આ સાધનમાં સૌ પ્રથમ એક ટચ સેન્સિટીવ કૉમ્પ્યુટરના સ્ક્રીન ઉપર સાદી પેન દ્વારા એક અક્ષર લખવામાં આવે છે. તે અક્ષર લખવામાં થતી પેનની મૂવમેન્ટ ફેન્ટમ ઓમ્નીમાં ફીડ થઇ જાય છે. તેથી જ્યારે અંધ વિદ્યાર્થી રોબોટિક પેન હાથમાં પકડે છે ત્યારે તે ફીડજ થયેલા અક્ષરના આકાર પ્રમાણે મૂવમેન્ટ કરે છે. જેને કારણે અંધ વિદ્યાર્થી તે અક્ષર લખી શકે છે. આ સાધનની બીજા એક વિશેષતા એ છે કે તેમાં ઓડિયો સિસ્ટમ દ્વારા, સંબંધિત અક્ષરો માટેે પેનની મૂવમેન્ટ કેવી રીતે કરવી તે વિશે વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવે છે. આ પ્રયોગ દરમિયાન આઠ વિદ્યાર્થીઓએે ‘ડચ ડ્રોઇંગ પેપર’’ તરીકે ઓળખાતી પ્લાસ્ટિક ફિલ્મ ઉપર કરેલા લખાણને સ્પર્શ દ્વારા પણ અનુભવી શકાય છે. આ પ્રયોગ પછી, અગાઉ ક્યારેય લખ્યું ન હતું તેવા આ વિદ્યાર્થીઓ ઘણું બધું લખતા થઇ ગયા છે. આ પ્રયોગથી પ્રભાવિત થયેલાં આ અંગ્રેજ સંશોધકો હવે મોટા પ્રમાણમાં લખાણ કરી શકે તેવું સાધન વિકસાવવાની તૈયારીમાં લાગી ગયા છે.આ સાધનની સફળતાથી રોમાંચિત થયેલા બ્રુસ્ટર જણાવે છે કે, “અમે વિકસાવેલા સાધનમાં, શિક્ષક વધુ સ્ટેન્સિલ તૈયાર કરીને, વિદ્યાર્થીઓને વધુ ને વધુ અભ્યાસ કરાવી શકે છે.” અત્યારે, આ સાધનની એકમાત્ર મર્યાદા જો કંઇ હોય તો તે માત્ર તેનું ઊંચું મૂલ્ય છે. પરંતુ આ સંશોધકો માને છે કે, આ પ્રકારના અન્ય સોફટવેરના ઉપયોગથી ‘ફેન્ટમ ઓમ્ની’ રોબોટિક પેન સસ્તી બની શકે છે. તથા તે આશરે ૧૦૦ ડૉલર (રૃ. ૪૦૦૦/-)ની કિંમતે પ્રાપ્ત થઇ શકે છે. અંગ્રેજ સંશોધકોએ વિકસાવેલી અંધ લોકો માટેની આ રોબોટિક પેનનાં સફળ પરિણામો, તાજેતરમાં ઇટલીના ફ્લોરેન્સ શહેરમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં.
Set as favorite
Bookmark
Email This
Hits: 48 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला | अगला > |
|---|