• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
ઓબામા-હિલેરી ગજગ્રાહ ડ્રો થશે पी.डी.एफ़ छापें ई-मेल
દુનિયા
द्वारा/by : Neel   
Thursday, 24 April 2008

obama.jpg મંગળવારે અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં થયેલી પ્રાયમરી ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરી ક્લિન્ટને ૧૦ ટકા વધારે મત મેળવીને લોકપ્રિય એવા બિનગોરા ઉમેદવાર બરાક ઓબામાને હરાવી દીધા છે. ઓબામાને ૪૫ ટકા વોટ મળ્યા, અને હિલેરીને ૫૫ ટકા વોટ મળ્યા છે. દોઢ મહિના પછીની હિલેરીની આ જબ્બર જીતથી ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર બનવા માટેની પ્રાયમરી ચૂંટણીઓમાં હિલેરી અને ઓબામા વચ્ચેની ટક્કર ફરીથી રસાકસીભરી બની ગઈ છે.

અમેરિકામાં આ વખતે રાષ્ટ્રપતિ-પદ માટે પોતાનો ઉમેદવાર નક્કી કરવા માટેની પ્રાયમરી ચૂંટણીઓમાં હિલેરી ક્લિન્ટન અને બરાક ઓબામા  વચ્ચે જે રીતે ખરાખરીની ટક્કર જામી છે, તે જોઈને ડેમોક્રેટિક પક્ષના આગેવાનો જ નહીં, રાજકારણના અભ્યાસુઓ પણ થથરી ગયા છે. અગાઉ કોઈ પણ ચૂંટણીમાં આટલી હદે કાંટાની ટક્કર થઈ નહોતી. જાન્યુઆરીથી શરૃ થયેલી ડેમોક્રેટિક પક્ષની પ્રાયમરી તથા કોકસ ચૂંટણીઓમાં હજી સુધી કોઈ જ ચુકાદો આવ્યો નથી. બે વખત હિલેરી ક્લિન્ટન ચૂંટણીમાંથી બહાર ફેંકાઈ જાય તેવી સ્થિતિ ઊભી થયા પછી ત્યાર પછીના રાજ્યમાં તેમણે જોરદાર જીત મેળવીને ફરી બરાક ઓબામાને મજબૂત ચેલેન્જ આપી છે. સમગ્ર ચૂંટણીઓમાં બરાક ઓબામા સતત આગળ જ રહ્યા છે. છતાં હજી સુધી એક પણ વખત એવી સ્થિતિ નથી આવી કે તે સ્પષ્ટ રીતે વિજેતા જાહેર થઈ શકે.

મિશિગન રાજ્યની ચૂંટણી અગાઉની સ્થિતિ જોઈએ તો બરાક ઓબામા પાસે ચૂંટાયેલા(પ્લેજ્ડ) પ્રતિનિધિઓ(ડેલિગેટ્સ) ૧૪૧૫ છે, જ્યારે હિલેરી પાસે ૧૨૫૧ છે. સુપર ડેલિગેટ્સ કહેવાતા પક્ષના નેતાઓમાંથી ૨૩૩ ઓબામાની તરફેણમાં છે અને ૨૫૮ હિલેરીની તરફેણમાં છે. દરેક ઉમેદવાર જેટલા મતદારોનું પ્રતિનિધિત્વ કરતો હોય તેનો પોપ્યુલર વોટ કહેવાતો સરવાળો ઓબામાની તરફેણમાં ૧.૪૨ કરોડ છે, જ્યારે હિલેરીની તરફેણમાં ૧.૩૭ કરોડ છે.

પેન્સિલવેનિયાની ચૂંટણીમાં ૧૫૮ પ્લેજ્ડ પ્રતિનિધિઓ હતા તેમાં હિલેરીએ વિજય મેળવ્યો છે. અને હવે ૬ મેના દિવસની ઉત્તર કેરોલિનાની ચૂંટણીમાં જ્યાં ૧૧૫ પ્લેજ્ડ પ્રતિનિધિઓ મત આપવાના છે, ત્યાં ઓબામા વિજયી નિવડશે તેવી બધાને ખાતરી છેે.

પક્ષની ઉમેદવારી જીતવા માટે તેમણે ૨૦૨૫ પ્રતિનિધિઓના મત મેળવી બતાવવા પડે. તેમાં ઓબામાના ૩૫૦ અને હિલેરીના ૫૦૦ પ્રતિનિધિઓ ખૂટે છે. હવે પછીની ચૂંટણીઓમાં કુલ ૫૦૦ પ્રતિનિધિઓ મતદાન કરવાના છે. જો બધા જ ઓબામાને મત આપે તો તે સ્પષ્ટ સરસાઈ મેળવે. પરંતુ તે તો શક્ય જ નથી. નિરીક્ષકો માને છે કે, બંનેને અડધા અડધા પ્રતિનિધિઓના મત મળશે. પરિણામે કોઈ સ્પષ્ટ સરસાઈ નહીં મેળવે.

આખરે ૩૦૦ સુપર ડેલિગેટ્સ એટલે કે પક્ષના મોવડીઓ, નેતાઓ પોતાનો વિશેષાધિકાર વાપરીને પક્ષનો ઉમેદવાર નક્કી કરશે. ડેમોક્રેટિક પક્ષના અનુભવી મોવડીઓને એ વાતે અફસોસ છે કે, આટઆટલા ધન અને પ્રયત્નો આખરે એળે જશે. નાણાં અને સમયનો દુર્વ્યય થશે., જે સરવાળે પક્ષને જ નુકસાન કરાવશે. ઉમેદવારી માટેની આ જબરી ટક્કરને પરિણામે બંને ઉમેદવારોના નાણાકીય સ્ત્રોત બિનજરૃરી રીતે ખર્ચાઈ રહ્યા છે, સાથે જ તેઓ એકબીજાને હરાવવા માટે જે ભાષણબાજી કરી રહ્યાં છે તેથી સરવાળે બંનેની છાપ બગડી રહી છે. એની સામે ડેમોક્રેટિક પક્ષના કટ્ટર હરીફ રિપબ્લિકન પક્ષના ઉમેદવારો વચ્ચેની પ્રાયમરી માર્ચ મહિનામાં જ ઊકલી ગઈ છે. જ્હોન મેકકેઈન સામેનો ઉમેદવાર સ્પષ્ટ રીતે બિનલોકપ્રિય પુરવાર થઈ જતાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર જ્હોન મેકકેઈન નક્કી થઈ ગયા છે. અને હવે તેઓ પોતાનું પૂરેપૂરુંં ધ્યાન આખરી ચૂંટણી માટે નાણાંભંડોળ ઉઘરાવવામાં અને લોકસંપર્ક કરવામાં કેન્દ્રિત કરી શક્યા છે. માર્ચની ૪થી તારીખથી તે આખરી ચૂંટણી માટે તૈયારીમાં છે અને ડેમોક્રેટિક પક્ષના હિલેરી તથા ઓબામા એકબીજાની હરીફાઈમાં વ્યસ્ત છે. આના પરિણામે આખરી ચૂંટણીમાં હિલેરી કે ઓબામા જે ઉમેદવાર નક્કી થાય તે જ મેકકેઈનની સામે ઉણા જ ઊતરશે અને પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષની  હાર થઈ જશે.

Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
< पिछला   अगला >
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો